Gujarati News 27 May 2024 Highlights : સ્વાતિ માલીવાલ કેસ : મહિલા આયોગનો દિલ્હી પોલીસને નિર્દેશ, કેજરીવાલ સહિત બધા લોકોના કોલ રેકોર્ડ કાઢવામાં આવશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 may 2024 : રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી. તાજા અપડેટ્સ અહીં વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Swati Maliwal case, Swati Maliwal, Bibhav Kumar

સ્વાતિ માલીવાલ અને અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે સોમવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેમાલ વાવાઝોડું 135 કિલોમીટરની ગતિએ ત્રાટક્યું હતું. જેના પગલે પ્રભાવિત વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર કર્યું છે અને એનડીઆરએફની 14 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગમાં 28 લોકોના મોત થયાની કમકમાટી ભરી ઘટના બન્યા બાદ શું શું અપડેટ્સ આવ્યા છે અહીં જાણીશું.. પળે પળની માહિતી માટે વાંચો આજના તાજા સમાચાર.

Advertisment

રાજકોટ અગ્નિકાંડ કેસ : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝા ની વરણી કરાઈ છે. આ પહેલા રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

સ્વાતિ માલીવાલ કેસ : મહિલા આયોગનો દિલ્હી પોલીસને નિર્દેશ, કેજરીવાલ સહિત બધા લોકોના કોલ રેકોર્ડ કાઢવામાં આવશે

Advertisment

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)એ સોમવારે દિલ્હી પોલીસને તેમના પર થયેલા હુમલા સાથે જોડાયેલા તમામ લોકોના કોલ રેકોર્ડ કાઢવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.

એનસીડબ્લ્યુએ એક ટ્વિટ કરીને માહિતી આપી કે અમને જાણ થઈ છે કે સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા બાદ બિભવ કુમારને કથિત રીતે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિત સંબંધિત વ્યક્તિઓના સીડીઆર એકત્રિત કરવા માટે માનનીય અધ્યક્ષ રેખા શર્મા તરફથી દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર મોકલવામાં આવ્યો છે. જેથી એ જાણી શકાય કે બિભવ કુમારને કોની સૂચનાથી બોલાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બખ્તિયારપુરમાં કહ્યું, “શું તમે જાણો છો કે તેઓ (PM મોદી) ભગવાનની આ વાર્તા શા માટે લાવ્યા છે? કેમ કે ચૂંટણી પછી જ્યારે આ જ ED નરેન્દ્ર મોદીને અદાણી વિશે પૂછશે ત્યારે તેઓ કહેશે, મને ખબર નથી, ભગવાને મને આ પૂછ્યું હતું. મોદીજી લાંબા ભાષણ આપવાનું અને દેશના ભાગલા પાડવાનું બંધ કરો, પહેલા બિહાર અને દેશની જનતાને જણાવો કે તમે દેશના યુવાનોને કેટલી નોકરીઓ આપી છે?

રાજકોટ અગ્નિકાંડમાં સરકારની મોટી કાર્યવાહી, જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રવિવારે મોડી રાત્રે સરકારની બેઠક બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, આરએન્ડબી વિભાગના ડેપ્યુટી એન્જિનિયર, રાજકોટ પોલીસના બે સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે રચેલી સીટની ટીમ હજી પણ રાજકોટમાં છે અને હજી પણ મોટા અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

'રેમાલ' રવિવારે મધ્યરાત્રીએ 135 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું

ચક્રવાતી તોફાન 'રેમાલ' રવિવારે મધ્યરાત્રિએ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ તોફાન અહીં પહોંચ્યા બાદ 1 લાખથી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતની અસરને કારણે પશ્ચિમ બંગાળના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ ચાલુ છે.

માહિતી આપતાં હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે ચક્રવાત બાંગ્લાદેશમાં મોંગમોન લાના દક્ષિણ-પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળ તટને પાર કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ વાવાઝોડું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ ચક્રવાત રેમલના લેન્ડફોલ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન NDRFની 14 ટીમો પણ તૈનાત છે.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

શનિવારે બપોરે રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં ગેમ રમતા રમતા 28 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને એક્શન મોડમાં આવ્યું છે. આ ઘટમાં આગ લાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

  • May 27, 2024 23:47 IST

    ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ રાફેલ નડાલનો પરાજય

    રાફેલ નડાલનો સોમવારે જર્મનીના ચોથા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે પ્રથમ રાઉન્ડમાં પરાજય થયો છે. વર્ષ 2022માં પેરિસમાં ટાઈટલ જીત્યા બાદ ફ્રેન્ચ ઓપનમાં નડાલની આ સૌપ્રથમ મેચ હતી. નડાલ પ્રથમ વખત પ્રથમ રાઉન્ડમાં હાર્યો છે. રોલેન્ડ ગેરોસમાં રેકોર્ડ 14 વખત વિજેતા બની ચૂકેલો નડાલ સીધા સેટોમાં 3-6, 6-7(5) અને 3-6થી હારી ગયો હતો. 2005માં ડેબ્યૂ પછી ફ્રેન્ચ ઓપનમાં નડાલની આ ચોથી હાર છે.

  • May 27, 2024 22:30 IST

    પૂણે કાર અકસ્માત કેસ - સગીરના દાદા 30 મે સુધી પોલીસ કસ્ટડીમાં

    પૂણે કાર અકસ્માત કેસ - આરોપી હોસ્પિટલ સ્ટાફ, આરોપી ડોક્ટર અને આરોપી સગીરના દાદાને ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા હતા. બ્લડ સેમ્પલની હેરાફેરી કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને 30 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) May 27, 2024

  • May 27, 2024 20:56 IST

    ચક્રવાતથી રાહત હાલ મારી પ્રાથમિકતા છે - મમતા બેનર્જી

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ઈન્ડિયા એલાયન્સ 1 જૂનના રોજ એક બેઠક યોજી રહી છે. મેં તેમને કહ્યું છે કે હું તેમાં હાજરી આપી શકીશ નહીં કારણ કે તે જ દિવસે પશ્ચિમ બંગાળમાં 10 બેઠકો પર ચૂંટણી છે. પંજાબ, બિહાર અને યુપીમાં પણ 1 જૂને ચૂંટણી છે. એક બાજુ ચક્રવાત છે અને બીજી બાજુ ચૂંટણી છે. ચક્રવાતથી રાહત હાલ મારી પ્રાથમિકતા છે.

    — ANI_HindiNews (@AHindinews) May 27, 2024

  • May 27, 2024 19:51 IST

    4 જૂને પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે - જેપી નડ્ડા

    વારાણસી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 4 જૂને પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને આ વિશ્વ માટે એક મોટા સમાચાર હશે. ભારતને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં.

    — ANI_HindiNews (@AHindinews) May 27, 2024

  • May 27, 2024 18:55 IST

    રાજકોટ અગ્નિકાંડ કેસ : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી

    રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ જા ની વરણી કરાઈ છે. આ પહેલા રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

  • May 27, 2024 18:32 IST

    રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ - ત્રણ આરોપીઓને જિલ્લા કોર્ટમાં લઇ જવાયા

    રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના કેસમાં ત્રણ આરોપીઓને જિલ્લા કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યા છે.આ આગની ઘટનામાં 28 લોકોના મોત થયા હતા.

    — ANI_HindiNews (@AHindinews) May 27, 2024

  • May 27, 2024 17:25 IST

    સ્વાતિ માલીવાલ કેસ : મહિલા આયોગનો દિલ્હી પોલીસને નિર્દેશ, કેજરીવાલ સહિત બધા લોકોના કોલ રેકોર્ડ કાઢવામાં આવશે

    સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)એ સોમવારે દિલ્હી પોલીસને તેમના પર થયેલા હુમલા સાથે જોડાયેલા તમામ લોકોના કોલ રેકોર્ડ કાઢવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.

    એનસીડબ્લ્યુએ એક ટ્વિટ કરીને માહિતી આપી કે અમને જાણ થઈ છે કે સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા બાદ બિભવ કુમારને કથિત રીતે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિત સંબંધિત વ્યક્તિઓના સીડીઆર એકત્રિત કરવા માટે માનનીય અધ્યક્ષ રેખા શર્મા તરફથી દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર મોકલવામાં આવ્યો છે. જેથી એ જાણી શકાય કે બિભવ કુમારને કોની સૂચનાથી બોલાવવામાં આવ્યા હતા.

    — NCW (@NCWIndia) May 27, 2024

  • May 27, 2024 16:24 IST

    ચક્રવાત રેમલના કારણે કોલકાતામાં ઘણા સ્થળોએ પાણી ભરાયા

    — ANI_HindiNews (@AHindinews) May 27, 2024

  • May 27, 2024 14:15 IST

    વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીનો હુમલો

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બખ્તિયારપુરમાં કહ્યું, “શું તમે જાણો છો કે તેઓ (PM મોદી) ભગવાનની આ વાર્તા શા માટે લાવ્યા છે? કેમ કે ચૂંટણી પછી જ્યારે આ જ ED નરેન્દ્ર મોદીને અદાણી વિશે પૂછશે ત્યારે તેઓ કહેશે, મને ખબર નથી, ભગવાને મને આ પૂછ્યું હતું. મોદીજી લાંબા ભાષણ આપવાનું અને દેશના ભાગલા પાડવાનું બંધ કરો, પહેલા બિહાર અને દેશની જનતાને જણાવો કે તમે દેશના યુવાનોને કેટલી નોકરીઓ આપી છે?

  • May 27, 2024 12:48 IST

    માલીવાલ પાસે સીએમને મળવા માટે અપોઈન્ટમેન્ટ નહોતી

    આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં આરોપી બિભવ કુમારની જામીન અરજી અંગે તીસ હજારી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલાને લઈને બિભવ કુમારના વકીલ એન હરિહરને કોર્ટને કહ્યું કે આ અરજી સુનાવણી માટે યોગ્ય છે. દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલની ફરિયાદ પર આઈપીસીની કલમ 308 હેઠળ આ મામલે કેસ નોંધ્યો હતો. જેના પર તીસ હજારી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે

  • May 27, 2024 11:12 IST

    આજે રાજકોટ અગ્નિકાંડ મુદ્દામાં સુઓમોટો પર હાઈકોર્ટમાં સુનાવણી

    રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કર્યો હતો. જેના પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ ડાયસ ઉપર આવ્યા હતા.

  • May 27, 2024 09:55 IST

    ગાઝા પટ્ટીના રફાહમાં ઇઝરાયલી હવાઈ હુમલો

    ઈઝરાયેલે ફરી એકવાર પેલેસ્ટિનિયન નાગરિકો પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં 35 પેલેસ્ટાઈનના મોત થયા છે અને ડઝનબંધ ઘાયલ થયા છે. આ તમામ નાગરિકો ઈઝરાયેલના હુમલાને કારણે વિસ્થાપિત થઈ ગયા હતા અને રફાહમાં રહેતા હતા.

  • May 27, 2024 09:53 IST

    સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની નવી અરજી

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ વખતે તેણે વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવાની વિનંતી કરી છે. તેમની અરજીમાં કેજરીવાલે તેમના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં પાર્ટીએ કહ્યું છે કે દિલ્હીના સીએમ કેજરીવાલને PET-CT સ્કેન સાથે અન્ય કેટલાક ટેસ્ટ કરાવવા પડશે.

  • May 27, 2024 09:31 IST

    રાજકોટ અગ્નિકાંડમાં સરકારની મોટી કાર્યવાહી

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે બેઠક બોલાવીને મહત્વની કાર્યવાહી કરી હતી. અગ્નિકાંડમાં જવાબદાર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • May 27, 2024 08:14 IST

    સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    સપ્તાહનો પહેલો દિવસ એટલે કે સોમવાર તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

  • May 27, 2024 08:13 IST

    NDRFની 14 ટીમો પણ તૈનાત

    માહિતી આપતાં હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે ચક્રવાત બાંગ્લાદેશમાં મોંગમોન લાના દક્ષિણ-પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળ તટને પાર કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ વાવાઝોડું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ ચક્રવાત રેમલના લેન્ડફોલ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન NDRFની 14 ટીમો પણ તૈનાત છે.

  • May 27, 2024 08:13 IST

    'રેમાલ' રવિવારે મધ્યરાત્રીએ 135 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું

    ચક્રવાતી તોફાન 'રેમાલ' રવિવારે મધ્યરાત્રિએ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ તોફાન અહીં પહોંચ્યા બાદ 1 લાખથી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતની અસરને કારણે પશ્ચિમ બંગાળના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ ચાલુ છે.

  • May 27, 2024 08:12 IST

    રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

    શનિવારે બપોરે રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં ગેમ રમતા રમતા 28 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને એક્શન મોડમાં આવ્યું છે. આ ઘટમાં આગ લાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ