/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gautam-adani.jpg)
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 November 2024, આજના તાજા સમાચાર: હવે અદાણી ગ્રીન એનર્જી દ્વારા ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્યો વિરુદ્ધ લાંચના આરોપો પર એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ફરી એકવાર અદાણી ગ્રુપે ગૌતમ અદાણી અને અન્યો સામેના આરોપોને સંપૂર્ણ પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.
અદાણી ગ્રીન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ આરોપો લગાવવાના સમાચારમાં કોઈ સત્ય નથી. અને ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન પર યુએસ DOJ આરોપ અથવા યુએસ SEC સિવિલ ફરિયાદમાં નિર્ધારિત મુકદ્દમામાં કોઈપણ FCA ઉલ્લંઘનનો આરોપ નથી.
સીએમ પદના સવાલ પર એકનાથ શિંદેએ કહ્યું - પીએમ મોદી જે પણ નિર્ણય કરશે તે અમને મંજૂર છે
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઇને ચાલી રહેલી ખેચતાણ વચ્ચે એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે, મેં પોતાને ક્યારેય સીએમ સમજ્યો નથી. હંમેશા રાજ્યની ભલાઇ માટે કામ કર્યું છે. મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે આપણી વચ્ચે કોઇ અડચણ નથી, પીએમ મોદી જે પણ નિર્ણય કરશે તે અમને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે બધા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ કરાર
યુદ્ધવિરામને લઈને લાંબા સમયથી એકબીજા પર હુમલા કરી રહેલા ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સમજૂતી થઈ છે, જેના કારણે ઈઝરાયેલ હવે લેબનોન પર હુમલો નહીં કરે તે માટે સહમત થઈ ગયું છે. ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ, ઇઝરાયેલ સરકાર હેઠળની ટોચની નિર્ણય લેતી સંસ્થા, યુદ્ધવિરામ માટે સંમત થઈ છે, જે સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાંથી રાહતના સમાચાર છે.
આ યુદ્ધવિરામને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર કરે છે. અમે કરારો લાગુ કરીશું અને કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. નેતન્યાહુએ કહ્યું છે કે અમે બધા વિજય સુધી એકજૂટ રહીશું.
- Nov 27, 2024 23:32 IST
today News Live Updates : મારો અભિપ્રાય છે કે હું JPCનો કાર્યકાળ વધારવા માટે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરીશ - જગદંબિકા પાલ
ભાજપના સાંસદ અને વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં અમે 29 બેઠકો કરી, 147 થી વધુ પ્રતિનિધિમંડળ આવ્યા. અમે તમામ સંગઠનોને તક આપી છે. મેં સંજય સિંહ, કલ્યાણ બેનર્જી, અસદુદ્દીન ઓવૈસી સહિતના તમામ સભ્યોની વાત સાંભળી છે. મારો અભિપ્રાય છે કે હું JPCનો કાર્યકાળ વધારવા માટે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરીશ.
- Nov 27, 2024 22:06 IST
today News Live Updates : કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીરે કહ્યું - કદાચ આવતીકાલે માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે
રાંચી: ઝારખંડ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીરે કહ્યું કે અત્યાર સુધી અમારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ કદાચ આવતીકાલે માત્ર મુખ્યમંત્રી (હેમંત સોરેન)જ શપથ લેશે. જ્યારે ગઠબંધનના અન્ય નેતાઓ શપથ લેશે ત્યારે અમે (કોંગ્રેસ નેતાઓ) પણ શપથ લઇશું. જો આગળ કોઈ પ્રગતિ થશે, તો અમે તમને જણાવીશું.
- Nov 27, 2024 19:45 IST
today News Live Updates : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - અમારી મહાયુતિમાં ક્યારેય એકબીજા પ્રત્યે કોઈ મતભેદ નથી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારી મહાયુતિમાં ક્યારેય એકબીજા પ્રત્યે કોઈ મતભેદ નથી. અમે હંમેશા સાથે બેસીને નિર્ણયો લીધા છે. કેટલાક લોકોના મનમાં જે શંકાઓ હતી તેને દૂર કરવાનું કામ એકનાથ શિંદે જી એ કર્યું છે, ટૂંક સમયમાં અમે અમારા નેતાઓ સાથે બેસીને યોગ્ય નિર્ણય લઈશું.
- Nov 27, 2024 18:28 IST
today News Live Updates : સીએમ યોગી આદિત્યનાથે કહ્યું - મહાકુંભ 2025ની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભ 2025ની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે સરકાર અને વહીવટીતંત્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પ્રયાગરાજ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા અહીં આવ્યા છે અને ચાલી રહેલા કામોનું નિરીક્ષણ પણ કર્યું છે. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અમારું સૌભાગ્ય હશે કે મહાકુંભ 2025ના શુભારંભ માટે વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન આપણને પ્રાપ્ત થશે.
- Nov 27, 2024 16:22 IST
today News Live Updates : સીએમ પદના સવાલ પર એકનાથ શિંદેએ કહ્યું - પીએમ મોદી જે પણ નિર્ણય કરશે તે અમને મંજૂર છે
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઇને ચાલી રહેલી ખેચતાણ વચ્ચે એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે, મેં પોતાને ક્યારેય સીએમ સમજ્યો નથી. હંમેશા રાજ્યની ભલાઇ માટે કામ કર્યું છે. મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે આપણી વચ્ચે કોઇ અડચણ નથી, પીએમ મોદી જે પણ નિર્ણય કરશે તે અમને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે બધા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.
- Nov 27, 2024 15:18 IST
today News Live Updates : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અંગે હજી સસ્પેન્સ, દિલ્હી જવા રવાના થયા દેવેન્દ્ર ફડણવીશ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે હજી પણ સસ્પેન્સ યથાવત છે. હજી સુધી મુખ્યમંત્રીનું નામ જાહેર થયું નથી. આ વચ્ચે દેવેન્દ્ર ફડણવીશના નામની મુખ્યમંત્રી તરીકે ચર્ચા ચાલી રહી છે. પરંતુ હજી કોઈના સત્તાવાર જાહેર થયું નથી. આ પરિસ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીશ ફરીથી દિલ્હી જવા રવાના થયા છે. તેની મુલાકાત ભાજપના હાઈકમાન્ડ સાથે થઈ શકે છે.
- Nov 27, 2024 13:51 IST
today News Live Updates : લોથલમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાતા એકનું મોત
અમદાવાદ જિલ્લાના લોથમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે.ત્યારે નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જ બે મહિલા અધિકારીઓ દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ અચાનક ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારી દટાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્યની હાલત ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે.
- Nov 27, 2024 12:50 IST
today News Live Updates : ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચના આરોપોના સમાચાર ખોટા, અદાણી ગ્રુપનું મોટું નિવેદન
હવે અદાણી ગ્રીન એનર્જી દ્વારા ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્યો વિરુદ્ધ લાંચના આરોપો પર એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ફરી એકવાર અદાણી ગ્રુપે ગૌતમ અદાણી અને અન્યો સામેના આરોપોને સંપૂર્ણ પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.
અદાણી ગ્રીન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ આરોપો લગાવવાના સમાચારમાં કોઈ સત્ય નથી. અને ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન પર યુએસ DOJ આરોપ અથવા યુએસ SEC સિવિલ ફરિયાદમાં નિર્ધારિત મુકદ્દમામાં કોઈપણ FCA ઉલ્લંઘનનો આરોપ નથી.
- Nov 27, 2024 10:32 IST
today News Live Updates : સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર ખાનગી બસ ખીણમાં ખાબકી
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. 40 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા હતા.જેમવા 15 થી 17 ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- Nov 27, 2024 10:26 IST
today News Live Updates : સોનું 1200 રૂપિયા ઘટી 1 સપ્તાહને તળિયે
સોના ચાંદી સસ્તા થયા છે. લગ્નસરા સીઝન દરમિયાન સોનાના ભાવો એક સપ્તાહની નીચી સપાટીએ બોલાઇ રહ્યો છે. તો ચાંદી 1 લાખ રૂપિયાના ઐતિહાસિક ઉંચા ભાવથી 10 હજાર રૂપિયા સસ્તી મળી રહી છે. આમ જોવા જઇયે તો દિવાળી વખતે જોવા મળેલા ઓલટાઇમ હાઇ લેવલથી સોનું અને ચાંદીની કિંમત ઘણી ઘટી ગઇ છે.
- Nov 27, 2024 09:59 IST
today News Live Updates : નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
હવામાન વિભાગે જાહેર કરેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 13.8 ડિગ્રીથી લઈને 22.8 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. નલિયામાં 13.8 લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Nov 27, 2024 09:53 IST
today News Live Updates : સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા, આઈટી શેર મજબૂત
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા છે. વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતની અસરે ભારતીય શેરબજારમાં પણ નરમાઇનો માહોલ હતો. સેન્સેક્સ પાછલા બંધ 80004 સામે આજે બુધવારે 80121 ખુલ્યો હતો. ઈન્ડ્સઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેંક 1 થી સવા ટકા આસપાસ ડાઉન હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24194 સામે આજે 24204 ખૂલ્યો હતો. શેરબજરમાં નરમાઇ વચ્ચે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 100 પોઇન્ટની મજબૂતીમાં ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઇ પર એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસના શેર એકંદરે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા.
- Nov 27, 2024 09:53 IST
today News Live Updates : ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ કરાર
યુદ્ધવિરામને લઈને લાંબા સમયથી એકબીજા પર હુમલા કરી રહેલા ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સમજૂતી થઈ છે, જેના કારણે ઈઝરાયેલ હવે લેબનોન પર હુમલો નહીં કરે તે માટે સહમત થઈ ગયું છે. ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ, ઇઝરાયેલ સરકાર હેઠળની ટોચની નિર્ણય લેતી સંસ્થા, યુદ્ધવિરામ માટે સંમત થઈ છે, જે સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાંથી રાહતના સમાચાર છે.
આ યુદ્ધવિરામને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર કરે છે. અમે કરારો લાગુ કરીશું અને કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. નેતન્યાહુએ કહ્યું છે કે અમે બધા વિજય સુધી એકજૂટ રહીશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us