/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Crime-News.jpg)
ક્રાઇમ ન્યૂઝ પ્રતિકાત્મક તસવીર (image: Freepik)
India Gujarat Today Latest News Live in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 October 2024: મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન રવિવારે સવારે ટ્રેનમાં ચઢવા દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગમાં 9 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સુવારે 6 વાગે આસપાસ બાંદ્રા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર 1 પર થઇ હતી. બૃહદમુંબઇ નગર નિગમના અધિકારીએ કહ્યું કે, દિવાળીના તહેવાર પહેલા રેવલે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ટ્રેન પકડવા જતા નાસભાગ મચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંદ્રા થી ગોરખપુર જતી ટ્રેન નંબર 22921 બાંદ્રા ટર્મનિલના 1 નંબર પ્લેટફોર્મ પર આવી હતી. આ ટ્રેનમાં બેસનાર મુસાફરોની સંખ્યા ઘણી વધારે હતી. મીડિયા રિપોર્ટ મુજબ સાપ્લાહિત ટ્રેન ગોરખપુરનો સમય બદલવામાં આવ્યો હતો અને તે સવારે 5.10 વાગે રવાના થવાની હતી. જો કે ટ્રેન ઉપડવાનો સમય બદલવાથી ટ્રેન મોડી આવી હતી. સવારે લગભગ 6 વાગે પ્લેટફોર્મ પર ભયંકર ભીડ થઇ ગઇ અે ટ્રેનના જનરલ ડબ્બામાં બેસવા જતી વખતે નાસભાગ મચી હતી.
ઉત્તર પ્રદેશના આગ્રામાં હવા પ્રદૂષણ
દિવાળી નજીક આવતા ઉત્તર ભારતમાં હવા પ્રદૂષણની સમસ્યા ગંભીર બની થઇ છે. ઉત્તર પ્રદેશના આગ્રાના અમુક વિસ્તારોમાં ગાઢ ધુમાડો છવાઇ ગયો હતો અને હવાની ગુણવત્તા ખરાબ થઇ ગઇ છે. પ્રદૂષિત હવાના કારણે તાજ મહલ પણ ઝાંખો દેખાતો હતો.
- Oct 27, 2024 15:48 IST
મધ્યપ્રદેશમાં ટ્રક્ટર ટ્રોલી પલટી જતા 2 લોકોના મોત, 12 ઘાયલ
મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લામાં 2 એક્સિડેન્ટમાં 5 લોકોના કરૂણ મોત થયા છે અને 12 વ્યક્તિ ઘાયલ થયા છે. બૈતૂલ રેલવે સ્ટેશન પરથી શ્રમિકો ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી ઘર જઇ રહ્યા હતા. આ દરમિયાન હનુમા ન હોલ પાસે ટ્રેક્ટર ટ્રોલ પલટી જતા બે લોકોના મોત થયા અને 12 વ્યક્તિ થયા છે. તો અન્ય એક અન્ય અકસ્માતમાં ટ્રકે ટુ વ્હિલરને ટક્કર મારતા 3 લોકોના મોત થયા છે.
https://twitter.com/ANI_MP_CG_RJ/status/1850472562108838123
- Oct 27, 2024 15:43 IST
પંજાબમાં 105 કિલો ડ્રગ્સ પકડાયું, 2 વ્યક્તિની ધરપકડ
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે, આજે પંજાબ પોલીસે એક સિક્રેટ ઓપરેશન દ્વારા 105 કિલો ડ્રગ્સ પકડ્યું છે. આ ડ્રગ્સ લિંક તુર્કી સ્થિત નાર્કોટિક સ્મગલર નવપ્રીત સિંહ આ સાથે જોડાયેલી છે. આ કેસમાં નવજોત સિંહ અને લવપ્રીત કુમાર નામના 2 લોકોની ધરપકડ કરી પોલીસ FIR નોંધવામાં આવી છે.
#WATCH | Chandigarh: Punjab DGP, Gaurav Yadav says, " Today Punjab Police had a major success, through an intelligence operation, 105 kg heroin was recovered by State Special Operation Cell, Amritsar...A Turkey-based narcotic smuggler Navpreet Singh is connected with this...2… pic.twitter.com/PP3JEWNK6a
— ANI (@ANI) October 27, 2024
- Oct 27, 2024 13:48 IST
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકના મોત, 6 લોકો હોસ્પિટલમાં દાખલ
અમદાવાદની નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બની છે. ગેસ ગળતર થવાને કારણે બે શ્રમિકોના મોત થયા છે અને 6 લોકો સારવાર હેઠળ છે. ગેસ ગળતરથી અસરગ્રસ્ત લોકોને મણીનગરની એલજી હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Oct 27, 2024 12:10 IST
ઉત્તર પ્રદેશના આગ્રામાં હવા પ્રદૂષણ
દિવાળી નજીક આવતા ઉત્તર ભારતમાં હવા પ્રદૂષણની સમસ્યા ગંભીર બની થઇ છે. ઉત્તર પ્રદેશના આગ્રાના અમુક વિસ્તારોમાં ગાઢ ધુમાડો છવાઇ ગયો હતો અને હવાની ગુણવત્તા ખરાબ થઇ ગઇ છે. પ્રદૂષિત હવાના કારણે તાજ મહલ પણ ઝાંખો દેખાતો હતો.
#WATCH उत्तर प्रदेश: आगरा के कुछ हिस्सों में धुंध की परत छाई हुई है व समग्र वायु गुणवत्ता खराब हो गई है।
(वीडियो ताज महल से है।) pic.twitter.com/ZSWHnDnqzs— ANI_HindiNews (@AHindinews) October 27, 2024
- Oct 27, 2024 12:03 IST
મુંબઇના બાંદ્રા ટર્મિનલ રેલવ સ્ટેશન પર નાસભાગ
મુંબઇના બાંદ્રા ટર્મિનલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 ઉપર રવિવારે સવારે ટ્રેનમાં ચઢવા દરમિયાન નાસભાગ મચી હતી. બૃહદમુંબઇ નગર નિગમના અધિકારીએ કહ્યું કે, દિવાળીના તહેવાર પહેલા રેવલે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ટ્રેન પકડવા જતા નાસભાગ મચી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સાપ્લાહિત ટ્રેન ગોરખપુરનો સમય બદલવામાં આવ્યો હતો અને તે સવારે 5.10 વાગે રવાના થવાની હતી. જો કે ટ્રેન ઉપડવાનો સમય બદલવાથી ટ્રેન મોડી આવી હતી. સવારે લગભગ 6 વાગે પ્લેટફોર્મ પર ભયંકર ભીડ થઇ ગઇ અે ટ્રેનના જનરલ ડબ્બામાં બેસવા જતી વખતે નાસભાગ મચી હતી.
https://twitter.com/AHindinews/status/1850401498293047400


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us