Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 December 2024, આજના તાજા સમાચાર: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયો છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાનના પુત્રીએ તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમન સિંહ, પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન કડગે, લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહ્યા હતા.
મનમોહન સિંહને ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીથી લઈને ભુતાનના રાજા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું.





