Gujarati News 28 July 2024 Highlights : કોચિંગ સેન્ટરના 3 વિદ્યાર્થીના મોત બાદ વિદ્યાર્થીઓનું દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 July 2024 : દિલ્હીમાં રાજેન્દ્ર નગરમાં એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાતા કોચિંગ સેન્ટરના 3 વિદ્યાર્થીના ડુબી જવાથી મોત બાદ કેજરીવાલ સરકાર સામે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 July 2024 : દિલ્હીમાં રાજેન્દ્ર નગરમાં એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાતા કોચિંગ સેન્ટરના 3 વિદ્યાર્થીના ડુબી જવાથી મોત બાદ કેજરીવાલ સરકાર સામે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Students protesting coaching centrer, Students protesting

દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક આઈએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાઇ જતા 3 વિદ્યાર્થીના મોત થયા છે. આ ઘટના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. (Express photo by Amit Mehra)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 July 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે તારીખ 28 જુલાઇ 2024, રવિવાર છે. આજના મુખ્ય સમાચારોની વાત કરીયે તો, દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક આઈએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાઇ જતા 3 વિદ્યાર્થીના મોતથી વિવાદ સર્જાયો છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 3 વિદ્યાર્થીના મૃતદેહ મળ્યા છે. આ ઘટના બાદ દિલ્હી સરકાર વિપક્ષના નિશાના પર છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisment

હાલ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિ સર્જાઇ છે. હાલ પેરિસ ઓલિમ્પિક 2024 ગેમ્સ થઇ થઇ છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય રમતવીરના પ્રદર્શન પર સમગ્ર દેશની નજર છે. ગજરાત, દેશ, દુનિયાના તમામ સમાચાર અહીં વાચો

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા 9 રાજ્યમાં નવા ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે. જેમા સંતોષ કુમાર ગંગવાર ઝારખંડમાં અને રેમન ડેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાશનાથન પુડુચેરીના ઉપરાજ્યપાલ પદે નિમણુંક કરવામાં આવ્યા છે.

  • Jul 28, 2024 22:15 IST

    પ્રશાંત કિશોર 2 ઓક્ટોબરે પોતાની રાજનીતિક પાર્ટી લોન્ચ કરશે

    પ્રશાંત કિશોરે ઔપચારિક રીતે પોતાની રાજકીય પાર્ટીને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસર પર ઔપચારિક રીતે પોતાની પાર્ટી લોન્ચ કરશે. તેમણે રવિવારે બિહારની રાજધાની પટનામાં બાપુ ઓડિટોરિયમમાં પોતાના પદાધિકારીઓને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી હતી.

    — ANI_HindiNews (@AHindinews) July 28, 2024



  • Jul 28, 2024 20:55 IST

    ગુજરાત - રવિવારે 72 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના વિજયનગર અને આણંદના પેટલાદમાં 23 મીમી, વાંસદા 22 મીમી, ઇડર 21 મીમી, ડેડિયાપાડા, વઘઇ, ડાંગ આહવામાં 16 મીમી, કરજણ 1 મીમી, શુબીર 14 મીમી, વડાલી, ખેરગામ, કપરાડામાં 12 મીમી, ખંભાત 11, દેવગઢ બારીયા, ધનપુર, પલસાણા અને નવસારીમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 55 તાલુકામાં 1 થી લઇને 7 મીમી સુધી વરસાદ વરસ્યો છે.



  • Advertisment
  • Jul 28, 2024 20:25 IST

    પીએમ મોદીએ બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર સાથે વાતચીત કરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર સાથે વાતચીત કરી અને પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

    — ANI_HindiNews (@AHindinews) July 28, 2024



  • Jul 28, 2024 16:14 IST

    પેરિસ ઓલિમ્પિક 20024 - શૂટિંગમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો

    મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે 221.7ના સ્કોર સાથે મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે.



  • Jul 28, 2024 15:22 IST

    સપા નેતા માતા પ્રસાદ પાંડે ઉત્તરપ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા બન્યા

    ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા પદે સમાજવાદી પાર્ટીના નેતા માતા પ્રસાદ પાંડેની નિમણૂક કરવામાં આવી છે.

    — ANI_HindiNews (@AHindinews) July 28, 2024



  • Jul 28, 2024 12:41 IST

    દિલ્હી કોચિંગ સેન્ટરના માલિક અને કોર્ડિનેટરની ધરપકડ

    દિલ્હી આઈએએસ કોચિંગ સેન્ટર દૂર્ઘટનામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાવ આઈએએસ કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને કોર્ડિનેટર દેશપાલ સિંહની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી છે.

    https://twitter.com/AHindinews/status/1817454463583391892



  • Jul 28, 2024 12:05 IST

    અસમનું ચરાઈદેઉ મેદાન યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સામેલ

    અસમનું ચરાઈદેઉ મેદામ યુનેસ્કોની હેરિટેજ સ્થલોની યાદીમાં સામેલ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતનું આ 43મું હેરિટેજ પ્લસ છે પરંતુ પૂર્વોત્તર ભારતનું પ્રથમ ઐતિહાસિક સ્થળ છે. ચરાઇદેઉનો અર્થ છે પર્વત પર ચમકતું શહેર. તે અહોમ રાજવંશનું પ્રથમ પાટનગર હતું. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોના મૃતદેહ અને તેમની કિંમતી ચીજો પરંપરા અનુસાર મેદાનમાં રાખતા હતા. મેદામ, ટીલે નુમા એક માળખું હોય છે, જે ઉપરથી માટી થી ઢંકાયેલું હોય છે અને નીચે એક કે તેનાથી વધારે રૂમ હોય છે. આ મેદામ, અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને તેમના પ્રતિનિધિ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતિક છે. તોના પૂર્વજો પ્રત્યે સમ્માન પ્રગટ કરવાની આ અત્યંત અદ્વિતીય રીત છે. આ સ્થળ પર સામૂહિક પૂજા પણ થાય છે.

    — ANI_HindiNews (@AHindinews) July 28, 2024



  • Jul 28, 2024 10:51 IST

    મહારાષ્ટ્ર: કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પુર, રાહત કામગીરી ચાલુ

    મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિ સર્જાઇ છે. કોલ્હાપુરના પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે.



  • Jul 28, 2024 09:28 IST

    BJP હેડક્વાર્ટરમાં તમામ મુખ્યમંત્રીઓની બેઠક, ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા

    દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં સામેલ થવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર દિલ્હી સ્થિત બીજેપી હર્ડક્વાર્ટર પહોંચ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) July 28, 2024



  • Jul 28, 2024 09:23 IST

    દિલ્હી: પાણી ભરાતા કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીના મોત સામે વિરોધ પ્રદર્શન

    દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં શનિવારે બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઇ જતા કોચિંગ સેન્ટરના 3 વિદ્યાર્થીના મોત થયા છે. વિપક્ષ અને વિદ્યાર્થીઓ દિલ્હી સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી રહ્યા છે. આ ત્રણ વિદ્યાર્થી કેરળ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના રહેવાસી છે. ત્રણેય વિદ્યાર્થીના મૃતદેહ આરએમએલ કોલ્ડ સ્ટોરેજ મોકલી દેવામાં આવ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) July 28, 2024



દિલ્હી બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વરસાદ ગુજરાત વિશ્વ દેશ