/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/mukhtar-ansari-1.jpg)
મુખ્તાર અંસારી (Photo - @MukhtarAnsari09)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 28 માર્ચ 2024, ગુરુવારના દિવસે મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો ચૂંટણીની મોસમમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દેશના વિવિધ ભાગોમાં એક પછી એક કાર્યવાહી કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડનો મામલો હજુ થાળે પડ્યો ન હતો કે હવે એજન્સીએ તેમની પત્ની સુનીતાના સંબંધીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે. જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુનીતા કેજરીવાલના સંબંધી એસપી ગુપ્તાના ઘરે 26 માર્ચે સવારે 8 વાગ્યાથી 27 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા સુધી દરોડા પાડ્યા છે.
ગેંગસ્ટર મુખ્તાર અંસારીની મોત બાદ યુપીમાં એલર્ટ, CMએ બેઠક બોલાવી
ઉત્તર પ્રદેશની જેલમાં જેલમાં બંધ ગેંગસ્ટર રાજકારણી મુખ્તાર અંસારીનું 60 વર્ષની વયે મોત થયું છે. હાર્ટ એટેકથી અંસારીનું મોત થયું છે. અંસારીના વકીલે ગુરુવારે જણાવ્યું હતું કે અન્સારીની તબિયત બગડતાં તેને બાંદા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત થયું છે. અંસારીની મોત બાદ ઉત્તર પ્રદેશના મઉ સહિત ઘણા વિસ્તારોમાં હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ મુખ્યમંત્રીએ બેઠક પણ બોલાવી છે.
કેજરીવાલને કોર્ટમાંથી ઝટકો, 1 એપ્રિલ સુધી ઇડીના રિમાન્ડ વધાર્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. તેની કસ્ટડી આજે એટલે કે 28મી માર્ચે પૂરી થઈ રહી છે. આ કેસની સુનાવણી થઇ હતી. દિલ્હીના કથિત દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ રેવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે સીએમ કેજરીવાલના રિમાન્ડ 1 એપ્રિલ સુધી વધારી દીધા છે.
EDએ દારૂ નીતિ કેસમાં ગોવાના AAP નેતાઓને આજે પૂછપરછ માટે બોલાવ્યા
EDએ AAP નેતાઓ અમિત પાલેકર, રામારાવ વાળા અને દત્ત પ્રસાદ નાઈકને ગોવામાં સમન્સ જારી કર્યા છે અને તેમને 28 માર્ચે પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે. આ તમામ નેતાઓ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. EDએ આરોપ લગાવ્યો છે કે સાઉથ ગ્રુપ પાસેથી મળેલી લાંચનો ગોવાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.
- Mar 28, 2024 23:55 IST
ગેંગસ્ટર મુખ્તાર અંસારીના મોત બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ, CM એ બેઠક બોલાવી
ઉત્તર પ્રદેશની જેલમાં જેલમાં બંધ ગેંગસ્ટર રાજકારણી મુખ્તાર અંસારીનું 60 વર્ષની વયે મોત થયું છે. હાર્ટ એટેકથી અંસારીનું મોત થયું છે. અંસારીના વકીલે ગુરુવારે જણાવ્યું હતું કે અન્સારીની તબિયત બગડતાં તેને બાંદા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત થયું છે. અંસારીની મોત બાદ ઉત્તર પ્રદેશના મઉ સહિત ઘણા વિસ્તારોમાં હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ મુખ્યમંત્રીએ બેઠક પણ બોલાવી છે.
उत्तर प्रदेश: गैंगस्टर से नेता बने मुख्तार अंसारी का दिल का दौरा पड़ने से बांदा मेडिकल कॉलेज अस्पताल में निधन हो गया। pic.twitter.com/2enXWMo0VN
— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 22:59 IST
ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત
ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું 60 વર્ષની વયે મોત થયું છે. જેલમાં બંધ અંસારીને હાર્ટ એટેક આવતા મેડિકલ કોલેજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે.
#WATCH उत्तर प्रदेश: गैंगस्टर से नेता बने मुख्तार अंसारी के गाज़ीपुर स्थित आवास के बाहर लोग जमा हुए।
तबीयत बिगड़ने के बाद मुख्तार अंसारी को बांदा के बांदा मेडिकल कॉलेज अस्पताल में भर्ती कराया गया है। pic.twitter.com/imZ83LbaKv— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 21:47 IST
ઉત્તરપ્રદેશ : મુખ્તાર અંસારીની તબિયત લથડી, મેડિકલ કોલેજમાં દાખલ
ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીની તબિયત લથડતા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને હાર્ટ એકેટ આવ્યો છે. અંસારી તેમની બેરેકમાં બેહોશ થઇ ઢળી પડ્યા હતા, ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH उत्तर प्रदेश: गैंगस्टर से नेता बने मुख्तार अंसारी की तबीयत बिगड़ने के बाद उन्हें बांदा मेडिकल कॉलेज अस्पताल लाया गया।
उनके वकील नसीम हैदर ने कहा, "मुझे सूचना मिली कि उसे यहां लाया गया है, इसलिए मैं यहां आया हूं।" pic.twitter.com/5HkQw26DFh— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 21:42 IST
ચેન્નઇમાં ક્લબની અંદર સીલિંગ પડવાથી 1 વ્યક્તિનું મોત
ચેન્નઇમાં એક ક્લબની અંદર ફોલ્સ સીલિંગ નીચે પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
#WATCH तमिलनाडु: चेन्नई में सेख्मेट क्लब के अंदर फॉल्स सीलिंग गिरने से एक व्यक्ति की मौत हो गई। बचाव अभियान जारी है। अधिक जानकारी की प्रतीक्षा है: प्रेम आनंद सिन्हा, अतिरिक्त पुलिस आयुक्त, चेन्नई pic.twitter.com/ioXNhsbfg3
— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 21:06 IST
શિવસેના દ્વારા લોકસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી જાહેર
શિવસેના દ્વારા લોકસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
महाराष्ट्र: लोकसभा चुनाव के लिए शिवसेना ने 8 उम्मीदवारों की सूची जारी की। pic.twitter.com/9sLXtAh2aG
— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 18:29 IST
1996 ના ડ્રગ પ્લાન્ટિંગ કેસ : પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષ જેલની સજા
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વિશેષ NDPS અદાલતે ગુરુવારે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી છે. વિશેષ સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે, એડિશનલ સેશન્સ જજ જેએન ઠક્કરની કોર્ટે ભટ્ટને NDPSની કલમ 21(C), 27A (તસ્કરી અને ગુનેગારોને આશ્રય આપવા માટેની સજા) હેઠળ 20 વર્ષની કેદની સજા સંભળાવી હતી અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
- Mar 28, 2024 17:27 IST
અભિનેતા ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
મુંબઈ: અભિનેતા ગોવિંદા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા.
#WATCH मुंबई: अभिनेता गोविंदा महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंद की मौजूदगी में शिवसेना में शामिल हुए। pic.twitter.com/ZakyArwF8Y
— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 16:56 IST
યુક્રેનના વિદેશ મંત્રીએ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
#WATCH यूक्रेन के विदेश मंत्री दिमित्रो कुलेबा ने दिल्ली के राजघाट पर महात्मा गांधी को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/6FkVBN85WW
— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
- Mar 28, 2024 16:04 IST
કેજરીવાલને કોર્ટમાંથી ઝટકો, 1 એપ્રિલ સુધી ઇડીના રિમાન્ડ વધાર્યા
દિલ્હીના કથિત દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ રેવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે સીએમ કેજરીવાલના રિમાન્ડ 1 એપ્રિલ સુધી વધારી દીધા છે.
- Mar 28, 2024 12:39 IST
હવે સુનિતા કેજરીવાલના સંબંધીઓ પર EDના દરોડા
ચૂંટણીની મોસમમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દેશના વિવિધ ભાગોમાં એક પછી એક કાર્યવાહી કરી રહી છે.
- Mar 28, 2024 12:14 IST
કેજરીવાલની કોર્ટમાં પેશી પહેલા આપનું પ્રદર્શન
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાન ચરમસીમાએ છે. AAP નેતાઓ દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેજરીવાલની પત્ની સુનીતાએ કેજરીવાલની ધરપકડને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.
- Mar 28, 2024 11:21 IST
હરીશ સાલ્વે સહિત 600થી વધુ વકીલોએ CJIને લખ્યો પત્ર
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600 થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ન્યાયતંત્ર પર પ્રશ્નો ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
- Mar 28, 2024 11:19 IST
મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના મામલામાં દિલીપ ઘોષ સામે FIR
પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા દિલીપ ઘોષની મુશ્કેલીઓ વધી રહી છે. મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે.
- Mar 28, 2024 09:38 IST
અરવિંદ કેજરીવાલ કેસની આજે બે વાગે કોર્ટમાં સુનાવણી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. તેની કસ્ટડી આજે એટલે કે 28મી માર્ચે પૂરી થઈ રહી છે. આ કેસની સુનાવણી બપોરે 2 વાગ્યે થશે.
- Mar 28, 2024 08:20 IST
ગુજરાતમાં ગરમી વધવાની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં હજી પણ ગરમી વધશે.
- Mar 28, 2024 08:19 IST
ગોવાના આપના નેતાઓને આજે હાજર થવા ઈડીનું તેડું
EDએ AAP નેતાઓ અમિત પાલેકર, રામારાવ વાળા અને દત્ત પ્રસાદ નાઈકને ગોવામાં સમન્સ જારી કર્યા છે અને તેમને 28 માર્ચે પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે. આ તમામ નેતાઓ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા.
- Mar 28, 2024 08:18 IST
આજનો ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/thursday-horoscope-.jpg)
આજે 28 માર્ચ 2024નો ગુરુવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us