Gujarati News 28 May 2024 Highlights : રાજકોટ અગ્નિકાંડ કેસના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 may 2024 : જ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફઆઇઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Rajkot Gaming Zone Fire, Rajkot Gaming Zone, રાજકોટ ગેમિંગ ઝોન આગ

Rajkot Gaming Zone Fire Updates : રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે (Express photo by Nirmal Harindran)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 28 મે 2024, મંગળવારના દિવસની મહત્વની ઘટના અંગે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ પોલીસ કમિશ્નર બંને અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરતા સોમવારે મોડી રાત્રે આઈપીએસ બ્રિજેશ ઝાએ રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. બીજી તરફ દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના સમાચાર મળ્યા હતા. તેમજ રેમાલ ચક્રવાતે દક્ષિણ તટના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. અહીં વાંચો તમામ અપડેટ્સ.

Advertisment

રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા કડક સૂચના

રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યના તમામ પોલીસ કમિશનરશ તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફ.આઇ.આર. દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ કેસના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત

રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. TRP ગેમઝોનના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત થયું છે. DNA રીપોર્ટમાં આ ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતો. આરોપી પ્રકાશ જૈનના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના DNA મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. બે દિવસ તેની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.

Advertisment

પીએમ મોદીએ કહ્યું - ટીએમસીના નેતાઓ પાસે ચલણી નોટોના પહાડ મળી આવ્યા છે, એક-એક રૂપિયાનો હિસાબ થશે

ઉત્તર 24-પરગના : એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં બંધારણ, બંધારણ, બંધારણ, તાનાશાહી, તાનાશાહી, તાનાશાહી ચિલ્લાવી રહેલી જમાત અહીં બંગાળમાં આવીને જુએ કે અહીં શું થઈ રહ્યું છે. તમારી બોલતી બંધ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ટીએમસીના નેતાઓ પાસે ચલણી નોટોના પહાડ મળી આવ્યા છે. એક-એક રૂપિયાનો હિસાબ થશે. બંગાળમાં પણ તમારા લૂંટેલા પૈસા પાછા મેળવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું.

ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને મોટી રાહત

મંગળવારે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ માટે રાહતનો દિવસ સાબિત થયો છે. રામ રહીમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. રામ રહીમની સાથે અન્ય ચાર લોકોને પણ આ આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 2021 માં, રામ રહીમને અન્ય ચાર સાથે ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. રામ રહીમને તેની બે શિષ્યો પર બળાત્કારનો પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે તેને 20ની સજા સંભળાવી હતી.

એક વર્ષની સજા ફટકારી છે. હાલમાં જ હરિયાણા ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમ સિંહના ડેરા સચ્ચા સૌદાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ડેરાએ ચૂંટણી ફરજ માટે 15 સભ્યોની સમિતિ પણ બનાવી હતી.

રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝા એ ચાર્જ સંભાળ્યો

રાજકોટ અગ્નિકાંડની કમકમાટી ભરી ઘટના બાદ રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર આનંદ પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે મોડી રાત્રે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના બાદ આઈપીએસ અધિકારી બ્રિજેશ ઝા રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી ધવલ ઠક્કને આબુરોડથી દબોચી લેવાયો હતો.

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના સમાચાર

બોમ્બના સમાચાર બાદ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર રોકી દેવામાં આવી હતી. તાત્કાલિક પગલાં લઈને, પ્રથમ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ સુરક્ષા નિરીક્ષણ માટે એરક્રાફ્ટને તરત જ આઇસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું. આ સાથે સુરક્ષાકર્મીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં ફ્લાઈટમાંથી કંઈ મળ્યું નથી.

ચક્રવાતી તોફાન 'રેમાલ'એ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લીધા

ચક્રવાતી તોફાન 'રેમાલ'એ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લીધા છે. પશ્ચિમ બંગાળમાં રામલને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે રાત્રે તેલંગાણાના ઘણા વિસ્તારોમાં આવેલા જોરદાર તોફાન અને ભારે વરસાદને કારણે 13 લોકોના મોત થયા હતા. રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે તોફાન સાથે ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી. રેમલ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચ્યા પછી, ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામ્યા અને લાખો લોકો વીજળી વિના જીવવા માટે મજબૂર થયા.

ચક્રવાતી તોફાન 'રેમાલ'ના કારણે સોમવારે ત્રિપુરામાં મુશળધાર વરસાદ થયો હતો અને ખરાબ હવામાનને કારણે અગરતલા એરપોર્ટથી ઓપરેટ થતી 11 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રેમલની અસરને ધ્યાનમાં રાખીને આસામના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • May 28, 2024 23:31 IST

    રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા કડક સૂચના

    રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે.

    રાજ્યના તમામ પોલીસ કમિશનરશ તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફ.આઇ.આર. દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

  • May 28, 2024 22:55 IST

    પીએમ નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રોડ શો યોજ્યો

    પશ્ચિમ બંગાળ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રોડ શો યોજ્યો. આ દરમિયાન તેમની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સુકાંત મજમુદાર અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) May 28, 2024

  • May 28, 2024 21:22 IST

    રાજકોટ અગ્નિકાંડ કેસના આરોપી પ્રકાશ જૈનનું મોત, ડીએનએ મેચ થયા

    રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. TRP ગેમઝોનના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત થયું છે. DNA રીપોર્ટમાં આ ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતો. આરોપી પ્રકાશ જૈનના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના DNA મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. બે દિવસ તેની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.

  • May 28, 2024 20:17 IST

    રાજસ્થાનના ચુરુમાં આજે (28 મે) મહત્તમ તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ

    રાજસ્થાનના ચુરુમાં આજે (28 મે) મહત્તમ તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

    — ANI_HindiNews (@AHindinews) May 28, 2024

  • May 28, 2024 19:06 IST

    દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારની પોલીસ કસ્ટડીમાં ત્રણ દિવસ વધારી

    — ANI_HindiNews (@AHindinews) May 28, 2024

  • May 28, 2024 17:00 IST

    માનહાનિના કેસમાં દિલ્હીની કોર્ટે આપ નેતા આતિશી સામે સમન્સ જારી કર્યું, 29 જૂને કોર્ટમાં હાજર થવું પડશે

    માનહાનિના કેસમાં આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આતિશીને કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કર્યું છે. દિલ્હી સરકારમાં સીએમ અરવિંદ કેજરીવાલ બાદ કથિત રીતે બીજા નંબરના મંત્રી આતિશીને માનહાનિના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સમન મોકલ્યું છે. હવે તેમણે 29 જૂને કોર્ટમાં હાજર થવું પડશે. આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપે આતિશીના આરોપોને ખોટા ગણાવ્યા હતા. દિલ્હી ભાજપના નેતા અને પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે આતિશી અને અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો.

  • May 28, 2024 16:24 IST

    પીએમ મોદીએ કહ્યું - ટીએમસીના નેતાઓ પાસે ચલણી નોટોના પહાડ મળી આવ્યા છે, એક-એક રૂપિયાનો હિસાબ થશે

    ઉત્તર 24-પરગના : એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં બંધારણ, બંધારણ, બંધારણ, તાનાશાહી, તાનાશાહી, તાનાશાહી ચિલ્લાવી રહેલી જમાત અહીં બંગાળમાં આવીને જુએ કે અહીં શું થઈ રહ્યું છે. તમારી બોલતી બંધ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ટીએમસીના નેતાઓ પાસે ચલણી નોટોના પહાડ મળી આવ્યા છે. એક-એક રૂપિયાનો હિસાબ થશે. બંગાળમાં પણ તમારા લૂંટેલા પૈસા પાછા મેળવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું.

  • May 28, 2024 14:48 IST

    રાજકોટ અગ્નિકાંડ : અત્યાર સુધીમાં કુલ -11 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપાયા

    ૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા

    ૨)સ્મિત મનીષભાઈ વાળા

    ૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા

    ૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી

    ૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ

    ૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા

    ૭) આશાબેન ચંદુભાઈ કાથડ

    ૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા

    ૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા

    ૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા

    ૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર

  • May 28, 2024 14:19 IST

    ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 3000 લોકોએ અરજી કરી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, એમએસ ધોની એવા કેટલાક નામ છે જેનો ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની નોકરી માટે તોફાની તત્વો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને આ પોસ્ટ માટે 3,000 થી વધુ અરજીઓ મળી છે.

  • May 28, 2024 14:11 IST

    બિહારમાં લો ના વિદ્યાર્થીને માર મારીને કરી હત્યા

    બિહારની રાજધાની પટનામાં કાયદાના વિદ્યાર્થીની હત્યાનો મામલો જોર પકડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, સોમવારે પટના યુનિવર્સિટીમાં 8 માસ્ક પહેરેલા બદમાશોએ કેમ્પસની અંદર પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીને માર માર્યો હતો. પોલીસે આ હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જોકે, વિદ્યાર્થીની હત્યાને લઈને લોકોમાં રોષ છે અને તેના કારણે મંગળવારે લોકોએ જોરશોરથી પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

  • May 28, 2024 12:38 IST

    ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને મોટી રાહત

    મંગળવારે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ માટે રાહતનો દિવસ સાબિત થયો છે. રામ રહીમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. રામ રહીમની સાથે અન્ય ચાર લોકોને પણ આ આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

  • May 28, 2024 10:10 IST

    NIA દ્વારા મોટી કાર્યવાહી, 5ની ધરપકડ

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ઘણા રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા છે. આ સમયગાળા દરમિયાન NIAએ માનવ તસ્કરી સિન્ડિકેટ સાથે સંકળાયેલા 5 લોકોની ધરપકડ કરી છે.

  • May 28, 2024 09:56 IST

    રાજકોટ અગ્નિકાંડઃ ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ કરનારની અટકાયત

    રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી ધવલની આબુરોડથી અટકાયત કર્યા બાદ આજે મંગળવારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ કરનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે.

  • May 28, 2024 08:21 IST

    મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજનો મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

  • May 28, 2024 08:15 IST

    ચક્રવાતી તોફાન 'રેમાલ'એ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લીધા

    ચક્રવાતી તોફાન 'રેમાલ'એ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લીધા છે. પશ્ચિમ બંગાળમાં રામલને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે રાત્રે તેલંગાણાના ઘણા વિસ્તારોમાં આવેલા જોરદાર તોફાન અને ભારે વરસાદને કારણે 13 લોકોના મોત થયા હતા. રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે તોફાન સાથે ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી. રેમલ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચ્યા પછી, ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામ્યા અને લાખો લોકો વીજળી વિના જીવવા માટે મજબૂર થયા.

  • May 28, 2024 08:15 IST

    દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના સમાચાર

    બોમ્બના સમાચાર બાદ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર રોકી દેવામાં આવી હતી. તાત્કાલિક પગલાં લઈને, પ્રથમ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ સુરક્ષા નિરીક્ષણ માટે એરક્રાફ્ટને તરત જ આઇસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું. આ સાથે સુરક્ષાકર્મીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં ફ્લાઈટમાંથી કંઈ મળ્યું નથી.

  • May 28, 2024 08:15 IST

    રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝા એ ચાર્જ સંભાળ્યો

    રાજકોટ અગ્નિકાંડની કમકમાટી ભરી ઘટના બાદ રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર આનંદ પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે મોડી રાત્રે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના બાદ આઈપીએસ અધિકારી બ્રિજેશ ઝા રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ