Gujarati News 28 November 2024 : હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 November 2024 : હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Hemant Soren CM Jharkhand News

હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 November 2024, આજના તાજા સમાચાર: હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે તેમને રાજ્યપાલ સંતોષ ગંગવારે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં તેમના પિતા અને ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ હાજર રહ્યા હત. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.

Advertisment

સંભલ જામા મસ્જિદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કમેટીની અરજી પર શુક્રવારે સુનાવણી થશે

સંભલ જામા મસ્જિદ સાથે જોડાયેલ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મસ્જિદ સમિતિએ 28 નવેમ્બર, ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં મસ્જિદનો સર્વે કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ મામલે આવતીકાલે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ સુનાવણી કરશે. ગયા અઠવાડિયે સંભલના સિવિલ જજ (સિનિયર ડિવિઝન)એ એડવોકેટ કમિશનર દ્વારા મસ્જિદનો સર્વે કરાવવા માટે એકપક્ષીય આદેશ પસાર કર્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંદૌસી ખાતે શાહી જામા મસ્જિદ મોગલ બાદશાહ બાબરે 1526 માં ત્યાં રહેલા મંદિરને તોડીને બનાવી હતી.

દિલ્હીમાં વિસ્ફોટ

દેશની રાજધાની દિલ્હીમાં વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો છે. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સૌથી પહેલા તો પોલીસ આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે પ્રશાંત વિહાર વિસ્તારમાંથી આજે સવારે 11.48 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દરમિયાન, પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.

Advertisment

આના થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, 'હું ગૃહમંત્રી અમિત શાહને પૂછવા માંગુ છું કે શું થઈ રહ્યું છે. શું તમે માનો છો કે દિલ્હી તમારા દ્વારા સંચાલિત નથી થઈ રહ્યું? દિલ્હીની જનતાએ હવે સુરક્ષા માટે કોની પાસે જવું? હું દિલ્હીની મહિલાઓને પૂછવા માંગુ છું કે શું તમે દિલ્હીમાં સુરક્ષિત અનુભવો છો. સાત વાગ્યા પછી દીકરી ઘરે પરત ન ફરે તો માતા-પિતા ચિંતાતુર બની જાય છે. આ અમારું શહેર છે અને અમે શહેરના કોઈપણ ખૂણામાં સુરક્ષિત નથી અનુભવી રહ્યા.

હાથમાં બંધારણની કોપી લઈને પ્રિયંકા ગાંધી લીધા સાંસદ પદના શપથ

વાયનાડથી લોકસભા પેટા ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાંસદ પદના શપથ લીધા હતા. આ દરમિયાન તેમના પતિ રોબર્ટ વાડ્રાથી લઈને બાળકો પણ સંસદમાં હાજર હતા. લોકસભામાં પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા અને બીજી તરફ એક વાર ફરીથી સંસદમાં હંગામો શરુ થયો હતો. જેના પગલે ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ પરથી આજે પડદો ઉઠી શકે છે

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ આજે ભાજપ મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ પર પડદો ઉઠાવી શકે છે. એકનાથ શિંદે પહેલેથી જ જાહેરાત કરી ચુક્યા છે કે ભાજપ જેને પણ સીએમ બનાવશે શિવસેના ખુશીથી સમર્થન કરશે. આવી સ્થિતિમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જોકે, ભાજપ છેલ્લી ઘડીએ આશ્ચર્યચકિત કરી શકે છે. આજે બીજેપી હાઈકમાન્ડ એટલે કે અધ્યક્ષ જેપી નડ્ડાથી લઈને ગૃહમંત્રી અમિત શાહ આ અંગે મહત્વની બેઠક કરી શકે છે.

  • Nov 28, 2024 22:38 IST

    Today live news Update : સંભલ જામા મસ્જિદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કમેટીની અરજી પર શુક્રવારે સુનાવણી થશે

    સંભલ જામા મસ્જિદ સાથે જોડાયેલ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મસ્જિદ સમિતિએ 28 નવેમ્બર, ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં મસ્જિદનો સર્વે કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ મામલે આવતીકાલે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ સુનાવણી કરશે. ગયા અઠવાડિયે સંભલના સિવિલ જજ (સિનિયર ડિવિઝન)એ એડવોકેટ કમિશનર દ્વારા મસ્જિદનો સર્વે કરાવવા માટે એકપક્ષીય આદેશ પસાર કર્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંદૌસી ખાતે શાહી જામા મસ્જિદ મોગલ બાદશાહ બાબરે 1526 માં ત્યાં રહેલા મંદિરને તોડીને બનાવી હતી.

  • Nov 28, 2024 20:40 IST

    Today live news Update : ઝારખંડના સીએમ હેમંત સોરેને કહી આવી વાત

    મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા પછી ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે રાજ્યમાં તમામ ખાલી જગ્યાઓ પર નિયુક્તિ માટે JPSC અને JSSC તથા અન્ય પ્રાધિકારી 1 જાન્યુઆરી 2025 પહેલા પરીક્ષા કેલેન્ડર પ્રકાશિત કરશે અને લંબિત રિઝલ્ટ જાહેર કરશે.

  • Nov 28, 2024 18:55 IST

    Today live news Update : બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ ચિન્મય દાસનું કર્યું સમર્થન, કહ્યું - અન્યાયપૂર્ણ રીતે ધરપકડ કરી

    ચટગાંવમાં હિંસા બાદ ઇસ્કોનના પૂર્વ વડા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર જોરદાર પ્રહાર કર્યો અને હિન્દુ પૂજારી ચિન્મય દાસનું સમર્થન કરતા કહ્યું કે સનાતન ધર્મ સમુદાયના એક શીર્ષ નેતાની અન્યાયપૂર્ણ રીતે ધરપકડ કરવામાં આવી છે. તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

  • Nov 28, 2024 16:36 IST

    Today live news Update : હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

    હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે તેમને રાજ્યપાલ સંતોષ ગંગવારે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં તેમના પિતા અને ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ હાજર રહ્યા હત. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.

  • Nov 28, 2024 13:46 IST

    Today live news Update : આણંદ-તારાપુર હાઇવે પર ભયંકર અકસ્માત, 3નાં મોત, 15થી વધુ ઘાયલ

    આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજે ગુરુવારે સવારના સમયે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

  • Nov 28, 2024 13:03 IST

    Today live news Update : દિલ્હીના પ્રશાંત વિહારમાં બ્લાસ્ટ, ઘટના સ્થળ પર પહોંચી પોલીસ

    દેશની રાજધાની દિલ્હીમાં વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો છે. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સૌથી પહેલા તો પોલીસ આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે પ્રશાંત વિહાર વિસ્તારમાંથી આજે સવારે 11.48 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દરમિયાન, પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.

    આના થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, 'હું ગૃહમંત્રી અમિત શાહને પૂછવા માંગુ છું કે શું થઈ રહ્યું છે. શું તમે માનો છો કે દિલ્હી તમારા દ્વારા સંચાલિત નથી થઈ રહ્યું? દિલ્હીની જનતાએ હવે સુરક્ષા માટે કોની પાસે જવું? હું દિલ્હીની મહિલાઓને પૂછવા માંગુ છું કે શું તમે દિલ્હીમાં સુરક્ષિત અનુભવો છો. સાત વાગ્યા પછી દીકરી ઘરે પરત ન ફરે તો માતા-પિતા ચિંતાતુર બની જાય છે. આ અમારું શહેર છે અને અમે શહેરના કોઈપણ ખૂણામાં સુરક્ષિત નથી અનુભવી રહ્યા.

  • Nov 28, 2024 11:22 IST

    Today live news Update : હાથમાં બંધારણની કોપી લઈને પ્રિયંકા ગાંધી લીધા સાંસદ પદના શપથ

    વાયનાડથી લોકસભા પેટા ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાંસદ પદના શપથ લીધા હતા. આ દરમિયાન તેમના પતિ રોબર્ટ વાડ્રાથી લઈને બાળકો પણ સંસદમાં હાજર હતા. લોકસભામાં પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા અને બીજી તરફ એક વાર ફરીથી સંસદમાં હંગામો શરુ થયો હતો. જેના પગલે ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

  • Nov 28, 2024 09:35 IST

    Today live news Update : સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા, આઈટી શેરમાં વેચવાલીનું દબાણ

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે ફ્લેટ ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80234 સામે થોડોક વધીને આજે 80281 ખુલ્યો હતો. જો કે આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ ઘટીને રેડ ઝોનમાં આવી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24274 સામે ફ્લેટ આજે 24274 ખુલ્યો હતો. આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 450 પોઇન્ટ ડાઉન હતો. બીએસઇ પર એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસીસના શેર 1 થી દોઢ ટકાના ઘટાડે સેન્સેક્સના ટોપ 3 લુઝર શેર હતા.

  • Nov 28, 2024 09:34 IST

    Today live news Update : ટ્રમ્પ કેબિનેટમાં નોમિનેટ થયેલા ઘણા લોકોને બોમ્બની ધમકી મળી

    અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વિભાગોના વડાઓનાં નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડ સભ્યો અને નિયુક્તિઓને ધમકીઓ મળી રહી છે. અમેરિકામાં, ઘણા કેબિનેટ સ્તરના નોમિની અને ઉચ્ચ વહીવટી હોદ્દા પર નિયુક્ત લોકો અને તેમના પરિવારના સભ્યોને ધમકીઓ મળી છે.

    નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ તે ધમકીઓ સામે કાર્યવાહી કરી છે. કાયદા અમલીકરણ અને અન્ય અધિકારીઓએ આ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં, એમ પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું.

  • Nov 28, 2024 09:33 IST

    Today live news Update : 13.6 ડિગ્રી સાથે વડોદરા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

    હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં 13.6 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી નીચુ તાપમાન વડોદરામાંમાં 13.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 20.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદમાં 16.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

  • Nov 28, 2024 09:30 IST

    Today live news Update : મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ પરથી આજે પડદો ઉઠી શકે છે

    મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ આજે ભાજપ મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ પર પડદો ઉઠાવી શકે છે. એકનાથ શિંદે પહેલેથી જ જાહેરાત કરી ચુક્યા છે કે ભાજપ જેને પણ સીએમ બનાવશે શિવસેના ખુશીથી સમર્થન કરશે. આવી સ્થિતિમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ