Gujarati News 28 October 2024 : PM મોદીએ કહ્યું- C-295 પ્લેન ભારતને સશક્ત બનાવશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 October 2024: વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Modi and Pedro Sanchez road show in vadodara

વડોદરામાં પીએમ મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રોનો રોડ શો - Express Photo By Bhupendra Rana

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 October 20, આજના તાજા સમાચાર: લગભગ બે દશક બાદ સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ ભારતની મુલાકાતે છે. રવિવારે મોડી રાત્રે તેઓ ગુજરાતના વડોદરા પહોંચી ગયા હતા. તેમનું વિમાન વડોદરા એરપોર્ટ ઉપર રાત્રે 1.30 વાગ્યે ઉતર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિએ ગુજરાત અને દેશનો મોટી ગિફ્ટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલું પહેલી સી-295 પ્લેન લોન્ચ કર્યું છે. સ્પેન પરત ફરતા પહેલા પેડ્રો મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લશે.

Advertisment

PM મોદીએ કહ્યું- C-295 પ્લેન ભારતને સશક્ત બનાવશે

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. ભારત-સ્પેનના સંબંધોને મજબૂત કરવા ઉપરાંત, આ ફેક્ટરી મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના મિશનને પણ મજબૂત કરવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, શિવસેના શિંદે જૂથે 15 ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી

શિવસેના શિંદે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જેમાંથી 13 શિવસેનાના અને 2 તેના સાથી પક્ષોના છે. આ યાદીમાં ભાજપના નેતા શાયના એનસી મુંબાદેવી વિધાનસભા મતવિસ્તારમાંથી શિંદે સેના જૂથમાંથી ચૂંટણી લડશે. શિંદે સેનાને વધુ 1 કે 2 સીટો મળી શકે છે. ભાજપ સાથે વાતચીત હજુ પણ ચાલી રહી છે. આ પહેલા રવિવારે એકનાથ શિંદેની શિવસેનાએ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

Advertisment

GPSCના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે.

  • Oct 28, 2024 22:49 IST

    Today News Live : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, શિવસેના શિંદે જૂથે 15 ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી

    શિવસેના શિંદે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જેમાંથી 13 શિવસેનાના અને 2 તેના સાથી પક્ષોના છે. આ યાદીમાં ભાજપના નેતા શાયના એનસી મુંબાદેવી વિધાનસભા મતવિસ્તારમાંથી શિંદે સેના જૂથમાંથી ચૂંટણી લડશે. શિંદે સેનાને વધુ 1 કે 2 સીટો મળી શકે છે. ભાજપ સાથે વાતચીત હજુ પણ ચાલી રહી છે. આ પહેલા રવિવારે એકનાથ શિંદેની શિવસેનાએ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

  • Oct 28, 2024 21:45 IST

    Today News Live : ચાડમાં એક સૈન્ય મથક પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 40 સૈનિકો માર્યા ગયા

    ચાડમાં એક સૈન્ય મથક પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 40 સૈનિકો માર્યા ગયા છે. અજાણ્યા હુમલાખોરોએ રવિવારે રાત્રે ચાડના પશ્ચિમ ભાગમાં એક લશ્કરી મથક પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 40 સૈનિકો માર્યા ગયા છે. ચાડના પ્રમુખ કાર્યાલયે આ માહિતી આપી હતી. ચાડના રાષ્ટ્રપતિ ઇદરીસ ડેબીએ સોમવારે સવારે લશ્કરી મથકની મુલાકાત લીધી હતી અને હુમલાખોરોને શોધી કાઢવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી હતી. ચાડ લાંબા સમયથી નાઇજિરીયાની સરહદ નજીક દેશના પશ્ચિમ ભાગમાં બળવો સામે લડી રહ્યો છે. જૂન મહિનામાં રાજધાની એન'ડીજામેનામાં એક સૈન્ય દારૂગોળાના ડેપોમાં આગ લાગવાથી નવ લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.

  • Oct 28, 2024 19:34 IST

    Today News Live : ડેપસાંગ અને ડેમચોકમાં ભારત અને ચીનની સેનાઓનું 80-90 ટકા ડિસએંગેજમેન્ટ પૂર્ણ થઈ : રક્ષા સૂત્રો

    ડેપસાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓનું 80-90 ટકા ડિસએંગેજમેન્ટ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રક્રિયામાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હટાવવાનો અને બંને પક્ષો દ્વારા સૈનિકોને હટાવવા સામેલ છે . મંગળવાર (29 ઓક્ટોબર) સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની સંભાવના છે : રક્ષા સૂત્રો

  • Oct 28, 2024 17:54 IST

    Today News Live : GPSCના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે.

  • Oct 28, 2024 16:22 IST

    Today News Live : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

    ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ આ યાદીમાં 25 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ પહેલી યાદીમાં 99 ઉમેદવારો, બીજી યાદીમાં 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહાયુતિ ગઠબંધને અત્યાર સુધીમાં 288 બેઠકોમાંથી 260 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સિવાય નાંદેડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સંતુક મારોતરાવ હબર્ડેને પણ ટિકિટ આપી છે. ભાજપે કટોલથી ચરણસિંહ ઠાકુર, સાવનેરથી આશિષ દેશમુખ અને નાગપુર સેન્ટ્રલથી પ્રવિણ દત્કેને મેદાનમાં ઉતાર્યા છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના પીએ સુમિત વાનખેડેને પણ ટિકિટ આપી છે.

  • Oct 28, 2024 11:51 IST

    Today News Live : PM મોદીએ કહ્યું- C-295 પ્લેન ભારતને સશક્ત બનાવશે

    વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. ભારત-સ્પેનના સંબંધોને મજબૂત કરવા ઉપરાંત, આ ફેક્ટરી મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના મિશનને પણ મજબૂત કરવા જઈ રહી છે.

  • Oct 28, 2024 10:01 IST

    Today News Live : સ્પેનિશ રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીનો વડોદરામાં રોડ શો શરુ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. આજે વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિનો રોડ શો શરુ થયો છે. પીએમ મોદીએ લોકોના અભિવાદન ઝીલી રહ્યા છે.

  • Oct 28, 2024 09:59 IST

    Today News Live : સેન્સેક્સ 250 પોઇન્ટ ઉછાળે ખૂલ્યો, નિફ્ટી મક્કમ

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 250 પોઇન્ટ ઉછળી 79653 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટ વધી 24251 ખુલ્યો છે. ગત શુક્રવારે સેન્સેક્સ 79402 અને નિફ્ટી 24180 બંધ થયા હતા. બેંક શેર સૌથી વધુ મજબૂત ટ્રેડ કરી રહ્યા હતા. બેંક નિફ્ટી 445 પોઇન્ટ ઉછળી 51233 ટ્રેડ કરી રહ્યો હતો.

  • Oct 28, 2024 09:58 IST

    Today News Live : લગભગ બે દશક બાદ સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ ભારતની મુલાકાતે

    લગભગ બે દશક બાદ સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ ભારતની મુલાકાતે છે. રવિવારે મોડી રાત્રે તેઓ ગુજરાતના વડોદરા પહોંચી ગયા હતા. તેમનું વિમાન વડોદરા એરપોર્ટ ઉપર રાત્રે 1.30 વાગ્યે ઉતર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ ગુજરાતને અને દેશનો મોટી ગિફ્ટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં બનેલું પહેલી સી-295 પ્લેન લોન્ચ કરશે. સ્પેન પરત ફરતા પહેલા પેડ્રો મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ