Gujarati News 29 April 2024 Highlights: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ : સુપ્રીમ કોર્ટે અધિકારીઓ સામે CBI તપાસ પર રોક લગાવી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 April 2024 : કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે ઈન્દોરમાં કોઈ ઉમેદવાર બચ્યો નથી.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 April 2024 : કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે ઈન્દોરમાં કોઈ ઉમેદવાર બચ્યો નથી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Supreme Court on West Bengal Teacher Recruitment Scam Case

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ પર સુપ્રીમ કોર્ટ (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 29 એપ્રિલ 2024, સોમવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, સુપ્રીમ કોર્ટે સોમવારે શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓની સંડોવણીની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ મામલે બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો 2016માં કરવામાં આવેલી લગભગ 24,000 ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકોને રદ કરવાના નિર્ણય સાથે સંબંધિત છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે તે આ કેસની સુનાવણી કરશે 6 મેના રોજ.

Advertisment

કોસ્ટગાર્ડ, એટીએસ, એનસીબીને ફરી સફળતા, 173 કિલો ડ્રગ્સ સાથે બે ઝડપાયા

ગુજરાતના દરિયા (અરબી સમુદ્રમાં ) માં ડ્રગ્સની હેરાફેરીનું પાકિસ્તાનનું મોટુ કૌભાંડ ફરી ઝડપી પાડવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક ઓપરેશન હાથ ધરી પાકિસ્તાનની એક બોટ પર રેડ કરી 173 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે બે પાકિસ્તાનીની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ 86 કિલો ડ્રગ્સ (બજાર કિંમત અંદાજીત રૂ. 600 કરોડ) સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.

છત્તીસગઢ રોડ અકસ્માત, આઠના મોત

છત્તીસગઢના બેમેટારામાં બોલેરો અને પીકઅપ વચ્ચેની ટક્કરથી એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. 20 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ ગુજરાતમાં રૂપિલા વિવાદ એટલો ગરમાયો છે કે તેની આગ હવે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગઈ છે. ક્ષત્રિય સમાજનું દક્ષિણ ગુજરાતમાં મહાસંમેલન યોજાયું હતું. હવે ક્ષત્રિય સમાજે સીધો ભાજપ વિરોધી સૂર પકડ્યો છે. અહીં વાંચતા રહો તમામ ન્યૂઝ અપડેટ્સ

કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી

મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા સીટ પર પણ છેલ્લી ઘડીએ જંગ ખેલાયો છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે ઈન્દોરમાં કોઈ ઉમેદવાર બચ્યો નથી. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ અને ભાજપના ધારાસભ્ય રમેશ મેંડોલાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. ભાજપે ઈન્દોરથી શંકર લાલવાણીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

Advertisment

કર્ણાટકના બીજેપી સાંસદ વી. શ્રીનિવાસનું નિધન

કર્ણાટકના બીજેપી સાંસદ વી.શ્રીનિવાસનું રવિવારે મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ચામરાજનગર સીટના સાંસદ શ્રીનિવાસ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં ICUમાં રાખવામાં આવ્યા હતા.

શ્રીનિવાસ પ્રસાદ ચામરાજનગરથી છ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ મૈસુર જિલ્લાની નંજનગુડ બેઠક પરથી બે વખત ધારાસભ્ય પણ રહ્યા હતા. આ વર્ષે માર્ચમાં તેણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે તેમણે તેમની 50 વર્ષની લાંબી રાજકીય કારકિર્દીનો અંત કર્યો.

અમિત શાહના ભાષણના નકલી વીડિયો સામે કાર્યવાહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કથિત રીતે કહેતા સાંભળવા મળે છે કે, "જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો અમે ગેરબંધારણીય SC, ST અને OBC આરક્ષણને ખતમ કરી દઈશું." દિલ્હી પોલીસને નકલી વીડિયો અંગે ફરિયાદ મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે 153/153A/465/469/171G IPC અને 66C IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

છત્તીસગઢના બેમેત્રામાં માર્ગ અકસ્માત

છત્તીસગઢના બેમેટારામાં બોલેરો અને પીકઅપ વચ્ચેની ટક્કરથી એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. 20 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ચારની હાલત નાજુક છે. મોટાભાગના ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બેમેત્રા સિટી કોતવાલી વિસ્તારના તિરૈયા ગામ પાસે બોલેરો પીકઅપ સાથે અથડાઈ હતી.

  • Apr 30, 2024 00:10 IST

    ભારતીય નેવીના નવા પ્રમુખ દિનેશ કે. ત્રિપાઠી કાર્યભાર સંભાળશે

    ભારતીય નૌકાદળના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી 30 એપ્રિલ થી ઈન્ડિયન નેવીના નવા પ્રમુખની જવાબદારી સંભાળશે.

    — ANI_HindiNews (@AHindinews) April 29, 2024



  • Apr 30, 2024 00:07 IST

    જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી અને ખાનગી શાળા 30 બંધ રહેશે

    જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનનેકારણે તમામ સરકારી અને ખાનગી શાળા 30 એપ્રિલે બંધ રહેશે.

    — ANI_HindiNews (@AHindinews) April 29, 2024



  • Apr 29, 2024 21:00 IST

    તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવે ખમ્મમાં રોડ શો

    તેલંગાણામાં બીઆરએસ પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ખમ્મમાં રોડ શો કર્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) April 29, 2024



  • Apr 29, 2024 19:02 IST

    પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસ : સુપ્રીમ કોર્ટે અધિકારીઓ સામે CBI તપાસ પર રોક લગાવી

    સુપ્રીમ કોર્ટે સોમવારે શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓની સંડોવણીની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ મામલે બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

    આ સમગ્ર મામલો 2016માં કરવામાં આવેલી લગભગ 24,000 ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકોને રદ કરવાના નિર્ણય સાથે સંબંધિત છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે તે આ કેસની સુનાવણી કરશે 6 મેના રોજ.



  • Apr 29, 2024 16:49 IST

    પોરબંદર : કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીને બેક ટુ બેક બીજી સફળતા, 173 કિલો ડ્રગ્સ સાથે બે ઝડપાયા

    ગુજરાતના દરિયામાં ડ્રગ્સની હેરાફેરીનું પાકિસ્તાનનું મોટુ કૌભાંડ ફરી ઝડપી પાડવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક ઓપરેશન હાથ ધરી પાકિસ્તાનની એક બોટ પર રેડ કરી 173 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે બે પાકિસ્તાનીની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ 86 કિલો ડ્રગ્સ (બજાર કિંમત અંદાજીત રૂ. 600 કરોડ) સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    — Indian Coast Guard (@IndiaCoastGuard) April 29, 2024



  • Apr 29, 2024 13:10 IST

    ઈન્દોર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી

    મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા સીટ પર પણ છેલ્લી ઘડીએ જંગ ખેલાયો છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.



  • Apr 29, 2024 10:42 IST

    રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે, આજે નિર્ણય

    કોંગ્રેસ આજે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટો પર પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.



  • Apr 29, 2024 10:37 IST

    ED ઓફિસની બહાર CISF જવાનો તૈનાત રહેશે

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલાની સતત વધી રહેલી ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોને ઘણા શહેરોમાં ED ઓફિસની બહાર તૈનાત કરવામાં આવશે.



  • Apr 29, 2024 09:07 IST

    કર્ણાટકના બીજેપી સાંસદ વી. શ્રીનિવાસનું નિધન

    કર્ણાટકના બીજેપી સાંસદ વી.શ્રીનિવાસનું રવિવારે મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ચામરાજનગર સીટના સાંસદ શ્રીનિવાસ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં ICUમાં રાખવામાં આવ્યા હતા.



  • Apr 29, 2024 08:46 IST

    અમિત શાહના ભાષણના નકલી વીડિયો સામે કાર્યવાહી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી પોલીસને નકલી વીડિયો અંગે ફરિયાદ મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.



  • Apr 29, 2024 08:07 IST

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના મધુબની અને બેગુસરાઈમાં રેલીઓ કરશે

    આજે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના મધુબની અને બેગુસરાઈમાં રેલીઓને સંબોધિત કરશે અને આસામના ગુવાહાટીમાં રોડ શો કરશે. જ્યારે બેગુસરાયમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે, જ્યારે મધુબનીમાં પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે.



  • Apr 29, 2024 08:04 IST

    સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારા આજના દિવસનું રાશિફળ.



  • Apr 29, 2024 08:03 IST

    છત્તીસગઢના બેમેત્રામાં માર્ગ અકસ્માત

    છત્તીસગઢના બેમેટારામાં બોલેરો અને પીકઅપ વચ્ચેની ટક્કરથી એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. 20 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ચારની હાલત નાજુક છે. મોટાભાગના ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બેમેત્રા સિટી કોતવાલી વિસ્તારના તિરૈયા ગામ પાસે બોલેરો પીકઅપ સાથે અથડાઈ હતી.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ