Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 December 2024, આજના તાજા સમાચાર: ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડી વધી રહી છે. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી રહી છે અને તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે. તાપમાન ઘટતા વાહનો પર બરફની ચાદર પથરાઇ ગઇ છે. ગુજરાત સરહદ નજીક સ્થિર માઉન્ટ આબુ પર શિયાળામાં ભયંકર ઠંડી પડે છે અને તાપમાન ગગડતા બફર જામી જાય છે. ઠંડી વધતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.
દક્ષિણ કોરિયામાં વિમાન ક્રેશ થતા 85 લોકોના મોત
દક્ષિણ કોરિયામાં એક પેસેન્જર વિમાન ક્રેશ થતા 85 લોકોના કરુણ મોત થયા છે. આ વિમાન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને બીબીસી એ અહેવાલ આપ્યો છે કે, એક વિમાન જેમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર હતા તે રનવે પરથી ખસી ગયું અને દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું છે.
મધ્યપ્રદેશના ગુનામાં બોરવેલમાં પડેલા 10 વર્ષના બાળકનો સુરક્ષિત બચાવ
મધ્યપ્રદેશના ગુનામાં બોરવેલમાં પડેલા 10 વર્ષનું બાળકને સુરક્ષિત રીતે બચાવ લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગુનામાં એક 10 વર્ષનું બાળક સુમિત પતંગ ઉડાવતી વખતે શનિવારે સાંજે બોરવેલમાં પડ્યું હતું. લાંબા બચાવ અભિયાન દ્વારા બાળકને બોરવેલ માંથી રવિવારે સવારે 9.30 વાગે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. બાળકની ગુનાના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.





