Gujarati News 29 February 2024 Highlights : ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 February 2024: હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાની શરુઆતમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે વિદેશી સેલિબ્રિટીઓ, રાજકારણી અને બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે

Written by Ankit Patel
Updated : February 29, 2024 23:57 IST
Gujarati News 29 February 2024 Highlights : ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે
હિમાચલ પ્રદેશ, સુખવિંદર સિંહ સુખુ ફાઇલ તસવીર

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 February 2024 LIVE: આજે 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર છે. આજના દિવસના મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય પ્રદેશમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં 14 લોકોના મોતના સમાચાર છે. જ્યારે પશ્વિમ બંગાળમાં સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરવામાં છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાની શરુઆતમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે વિદેશી સેલિબ્રિટીઓ, રાજકારણી અને બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. આ ઉપરાંત દેશ, વિદેશ, ગુજરાત, રમત-ગમત સહિત તમામ ક્ષેત્રના તાજા સમાચાર અહીં વાંચો.

ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. આ જાહેરાત કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે હિમાચલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.

Live Updates

શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે જામનગર પહોંચ્યા

શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે, શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યા.

પીએમ મોદી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જામનગર પહોંચ્યા

બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યા છે.

આસામ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રાણા ગોસ્વામી ભાજપમાં જોડાયા

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ જામનગર પહોંચ્યા

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યા.

ગુલામ નબી આઝાદે કહ્યું - પ્રધાનમંત્રી આવશે તો કશુંક આપીને જ જશે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે તે (પ્રધાનમંત્રી)આવશે તો કશુંક આપીને જ જશે.

શાહરુખ ખાન પરિવાર સાથે જામનગર પહોંચ્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વીડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે શાહરુખ ખાન પરિવાર સાથે જામનગર પહોંચ્યો.

પશ્ચિમ બંગાળ : કોંગ્રેસના નેતા અને વકીલ કૌસ્તવ બાગચી ભાજપમાં જોડાયા

કોંગ્રેસના નેતા અને વકીલ કૌસ્તવ બાગચી પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી અને રાજ્ય ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

Q3 માં ભારતનો GDP ગ્રોથ 8.4% રહ્યો

સરકારે ચાલુ વર્ષના નવેમ્બર મહિના માટે જીડીપીના આંકડા જાહેર કર્યા છે. સરકારે કહ્યું છે કે ત્રીજા મહિનામાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4% ના દરે હતી. અર્થવ્યવસ્થાના આ આંકડા અગાઉના આંકડા કરતા ઘણા વધારે છે. દેશમાં ઉત્પાદન અને સરકારી ખર્ચમાં વધારો થવાને કારણે જીડીપીમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઑક્ટોબર-ડિસેમ્બર 2023)માં 8.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

રશિયામાં લગભગ 20 લોકો ફસાયેલા છે - વિદેશ મંત્રાલય

રશિયામાં ફસાયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું અમે જાણીએ છીએ કે લગભગ 20 લોકો ફસાયેલા છે. અમે તેમના વહેલા મુક્ત થવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.

ડીકે શિવકુમારે કહ્યું - હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. આ જાહેરાત કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે હિમાચલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.

પીએમ મોદીએ મધ્ય પ્રદેશમાં 17,000 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં આશરે 17,000 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી.

શેખ શાહજહાં 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ

કોલકાતામાં તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે તૃણમુલે શેખ શાહજહાંને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું હતું કે રાજ્ય સરકારના કર્મયોગીઓ એ સુશાસનની વિભાવનાને સાકાર કરતો આધારસ્તંભ છે. આ કર્મયોગીઓ અને તેમના પરિવારજનોના હિતને ધ્યાને રાખીને આજે વિવિધ નિર્ણયો કર્યા. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના મંજૂર, 1 કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળી

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના મંજૂર, 1 કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના એ એક સરકારી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઘરોને મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના 15 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. આ અંતર્ગત પરિવારોને તેમના ધાબા પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે.

અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ જાહેર

1993ના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબ્દુલ કરીમ ટુંડાને અજમેરની ટાડા કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ટુંડા વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી. 30 વર્ષ જૂના આ કેસમાં ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અન્ય બે હમીદુદ્દીન અને ઈરફાનને આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસમાં મોહમ્મદ યુસુફ, મોહમ્મદ સલીમ, મોહમ્મદ નિસરુદ્દીન અને મોહમ્મદ ઝહીરુદ્દીનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.નિસાર અહેમદ અને મોહમ્મદ તુફૈલ હજુ ફરાર છે.

ફેમિના મિસ ઈન્ડિયા ત્રિપુરા રિંકી ચકમાનું 29 વર્ષની વયે કેન્સરથી મૃત્યુ

મનોરંજન જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મિસ ઈન્ડિયા ત્રિપુરા 2017નો ખિતાબ જીતનાર રિંકી ચકમાનું નિધન થઈ ગયું છે. 29 વર્ષની ઉંમરે રિંકીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. રિંકી 2022 થી કેન્સર સામે લડી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર તેને બ્રેસ્ટ કેન્સર હતું.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવાયા

હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણય બાદ આ ધારાસભ્યોની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી છે. કોંગ્રેસના આ છ ધારાસભ્યો વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે તેઓએ પાર્ટી દ્વારા જારી કરાયેલ વ્હીપનું પાલન ન કર્યું.

દેશના 100 પ્રભાવશાળી લોકોમાં વડાપ્રધાન મોદી નંબર 1

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયન એક્સપ્રેસની મોસ્ટ પાવરફૂલ ઇન્ડિયન – IE 100 2024ની યાદી જાહેર થઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા નંબર છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજા નંબર રહ્યા છે.

Today News Live Updates : 'એક વાહન, એક ફાસ્ટેગ' લાગુ કરવાની અંતિમ તારીખ માર્ચના અંત સુધી લંબાવાય તેવી શક્યતા

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેની ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ પહેલને અમલમાં મૂકવાની સમયમર્યાદા લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, Paytm ફાસ્ટેગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેની સમયમર્યાદા માર્ચના અંત સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે.

Today News Live Updates : લોકસભા ચૂંટણી અંગે ભાજપના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન

આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ વચ્ચે ભાજપ પાર્ટીએ ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના ઉમેદવારોને અંગે દિલ્હીમાં મંથન ચાલશે. ભાજપના 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થશે.

Today News Live Updates : શંભુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ, આજે થશે મૃતક શુભકરણ સિંહના અંતિમ સંસ્કાર

ખેડૂતો હાલમાં પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર એકઠા થયા છે. MSPની કાયદેસર ગેરંટી આપવા ઉપરાંત, ખેડૂતો અન્ય કેટલીક માંગણીઓ પર પણ અડગ છે. તાજેતરમાં ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ દરમિયાન એક યુવકનું મોત થયું હતું. સિંહ પંઢેરે કહ્યું છે કે મૃતક યુવક શુભકરણ સિંહના મોતના મામલામાં આઈપીસીની કલમ 302 અને 114 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે – આજે અમે મૃતક શુભકરણ સિંહના મૃતદેહને ખનૌરી બોર્ડર પર લઈ જઈશું અને તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Today News Live Updates : જૂનાગઢ તોડકાંડમાં ATSને મહત્વના પૂરાવા મળ્યા

જૂનાગઢ તોડકાંડમાં આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટ છેલ્લા એકાદ મહિનાથી જેલમાં છે. તેણે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. આજે તેની જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલાં જ ગુજરાત ATSએ તેના ખાનગી ભાગીદારની ધરપકડ કરી કેટલાક મહત્વના પૂરાવાઓ પણ મેળવી લીધા છે.

Today News Live Updates : 1થી 5 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠાની અંબાલા પટેલની આગાહી

હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનને લઈ આગાહી કરી છે. તેમના અનુસાર, 26 તારીખથી વાતાવરણમાં પલટો સર્જાયો છે, આગામી 1 થી 5 માર્ચ ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. અંબાલાલ અનુસાર, કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા તથા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં માવઠુ થઈ શકે છે.

Today News Live Updates : સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ

શાહજહાં શેખની ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેને 55 દિવસથી શોધી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

Today News Live Updates : મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભયાનક માર્ગ અકસ્માત, 14ના મોત, 21 ઘાયલ

મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, તે પ્રકાશમાં આવી રહ્યું છે કે આ લોકો એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમાહી દેવરી ગામથી મસૂરઘુઘરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ