Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 January 2025 LIVE, આજના તાજા સમાચાર: મહાકુંભ મેળામાં મૌની અમાસના દિવસે નાસભાગ થતા 30 લોકોના મોત થયા છે. આ ઘટના પર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ઘટના અત્યં દુઃખદ છે, મૃતકોને મારી શ્રદ્ધાંજલી છે. જેણે પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે મને સહાનુભૂતિ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે અમે ઉંડે સુધી જઇશું. ઉપરાંત પોલીસ સ્તરે અમે અલગથી તપાસ કરાવીશું, આ ઘટના ક્યા કારણસર ઘટી છે. મૃતકોના પરિવારજનોને 25 – 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. કાયદા પંચ આ સમગ્ર ઘટનાની તપાસ કરી એક ચોક્કસ સમય મર્યાદામાં રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોંપશે.
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થતા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા છે. મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, મહાકુંભ મેળામાં મંગલવારની રાત્રે 2 વાગે નાસભાગ થઇ જેમા 30 લોકોના મોત થયા છે. તેમાંથી 25 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે. આ ઘટના બાદ 90 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 1920 જારી કર્યું છે.
સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે. કમિશને જણાવ્યું કે આ દુર્ઘટના પશ્ચિમ સાઉદી અરબમાં જિઝાનની પાસે થઈ છે. કમિશને જણાવ્યું કે, તેઓ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે.
મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી અને આ ઘટનાની જાણકારી લીધી. મેળાની સ્પેશિયલ ડ્યુટી ઓફિસર આકાંક્ષા રાણાએ જણાવ્યું હતું કે સંગમ પર અવરોધ તૂટી જતાં આ ઘટના બની હતી.
નાસભાગ અંગે મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું- મહાકુંભ સેનાને કેમ ન સોંપવામાં આવ્યો?
પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી ઘટનાને લઈને રડ્યા. તેમણે કહ્યું કે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવામાં આવે પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. તેમણે કહ્યું કે જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત.





