Gujarati News 29 June 2024 Highlights : દિલ્હીની કોર્ટમાંથી કેજરીવાલને ઝટકો, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 June 2024 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીએમ કેજરીવાલને આશા હતી કે સીબીઆઈ કેસમાં તેમને જામીન મળી જશે, પરંતુ અહીં પણ તેમને ઝટકો લાગ્યો

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 June 2024 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીએમ કેજરીવાલને આશા હતી કે સીબીઆઈ કેસમાં તેમને જામીન મળી જશે, પરંતુ અહીં પણ તેમને ઝટકો લાગ્યો

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal Liquor Scam Case, Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલ (ફોટો - અભિનવ સાહા - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 June 2024 Highlights, આજના તાજા સમાચાર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીએમ કેજરીવાલને આશા હતી કે સીબીઆઈ કેસમાં તેમને જામીન મળી જશે, પરંતુ અહીં પણ તેમને ઝટકો લાગ્યો છે. આ કેસમાં ઈડી દ્વારા તપાસ પણ ચાલી રહી છે અને તે કેસમાં પણ કેજરીવાલને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. દરમિયાન હવે સીબીઆઈ કેસમાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

Advertisment

રાજકોટ એરપોર્ટ પર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના, કેનોપી તૂટી પડી

રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની હતી. હિરાસર એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડી હતી. ટર્મિનલની બહાર પેસેન્જર પીક એપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. ભારે વરસાદ અને પવનના કારણે ઘટના બની હતી. રાજકોટના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અનેક ખામી હોવાની બુમરાણ વચ્ચે બનેલી ઘટનામાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી.

લદ્દાખમાં ટેન્ક એક્સરસાઇઝ દરમિયાન અકસ્માત

લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે એક ટાંકીની કવાયત દરમિયાન પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આમાં સેનાના 5 જવાનો શહીદ થયા છે. સંરક્ષણ વિભાગના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ માહિતી આપી. તેઓએ જણાવ્યું કે અકસ્માત અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે શનિવારે વહેલી સવારે લદ્દાખના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક અચાનક પૂરના કારણે સેનાના પાંચ જવાનો ડુબી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે લેહથી 148 કિમી દૂર ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન શુક્રવારે સવારે 1 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં T-72 ટેન્ક પર સવાર સૈનિકો ડૂબી ગયા.

Advertisment

મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત

મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. બે કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે નાગપુરથી ડીઝલ ભરેલી ઇર્ટિકા કારને રોંગ સાઇડથી આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા મુસાફરો રોડની બાજુમાં પડી ગયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી બંને કારને બહાર કાઢી હતી. આ દુર્ઘટના જાલના જિલ્લાના સમૃદ્ધિ હાઈવે પર કડાવંચી ગામ પાસે થઈ હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

  • Jun 29, 2024 23:46 IST

    ભારત ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યું

    ભારત ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીની અડધી સદી બાદ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહની શાનદાર બોલિંગની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 7 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થયું છે.



  • Jun 29, 2024 19:11 IST

    ડીકે શિવકુમારે કહ્યું કે - કર્ણાટકમાં વધુ ડેપ્યુટી સીએમની કોઇ માંગણી નથી

    દિલ્હી: કર્ણાટકમાં વધુ ડેપ્યુટી સીએમની માંગ પર ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે કોઈ માંગણી નથી. તેમાંથી કેટલાક પોતાના નામ સમાચારોમાં પ્રસારિત કરવા માંગે છે.

    — ANI_HindiNews (@AHindinews) June 29, 2024



  • Jun 29, 2024 17:35 IST

    દિલ્હીની કોર્ટમાંથી કેજરીવાલને ઝટકો, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીએમ કેજરીવાલને આશા હતી કે સીબીઆઈ કેસમાં તેમને જામીન મળી જશે, પરંતુ અહીં પણ તેમને ઝટકો લાગ્યો છે. આ કેસમાં ઈડી દ્વારા તપાસ પણ ચાલી રહી છે અને તે કેસમાં પણ કેજરીવાલને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. દરમિયાન હવે સીબીઆઈ કેસમાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.



  • Jun 29, 2024 17:16 IST

    જેડીયૂનો મોટો નિર્ણય, સીએમ નીતિશ કુમારના નજીકના સંજય ઝા ને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા

    જનતા દળ યૂનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે દિલ્હીમાં મળી હતી, જેની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી હતી. આ બેઠકમાં જેડીયૂએ મોટો નિર્ણય લેતા નીતિશ કુમારના નજીકના નેતા સંજય ઝાને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પાર્ટીના આ મોટા નિર્ણયની જાહેરાત કરી છે.



  • Jun 29, 2024 16:36 IST

    રાજકોટ એરપોર્ટ પર કેનોપી પડવાની ઘટના અંગે શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

    રાજકોટ એરપોર્ટ પર કેનોપી પડવાની ઘટના અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને તેનું ઉદ્ઘાટન કર્યાને 11 મહિના પણ થયા નથી. 11 મહિનામાં કેનોપી પડી જાય છે. તે સારી વાત છે કે તે સમયે કોઇ વ્યક્તિ નથી તેની નીચે ન હતું નહીંતર કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો હોત. આ ભયમુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેના આ પરિણામો છે.

    — ANI_HindiNews (@AHindinews) June 29, 2024



  • Jun 29, 2024 14:54 IST

    બપોરે 12થી 2 વચ્ચે રાજ્યમાં 57 તાલુકામાં વરસાદ, આણંદમાં એક ઈંચ ખાબક્યો

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે શનિવારે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે આણંદમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મોરબીના વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. બોરસદ, મેંદરડા અને સાયલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jun 29, 2024 13:27 IST

    રાજકોટમાં થઈ દિલ્હી વાળી, હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી પડી

    રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની હતી. હિરાસર એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડી હતી. ટર્મિનલની બહાર પેસેન્જર પીક એપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. ભારે વરસાદ અને પવનના કારણે ઘટના બની હતી. રાજકોટના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અનેક ખામી હોવાની બુમરાણ વચ્ચે બનેલી ઘટનામાં શદનસિબે કોઈ જાનહાની થઈ નથી.



  • Jun 29, 2024 12:03 IST

    લદ્દાખમાં ટેન્ક એક્સરસાઇઝ દરમિયાન અકસ્માત

    લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે એક ટાંકીની કવાયત દરમિયાન પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આમાં સેનાના 5 જવાનોના જીવ જવાની આશંકા છે. સંરક્ષણ વિભાગના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ માહિતી આપી. તેઓએ જણાવ્યું કે અકસ્માત અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.



  • Jun 29, 2024 11:56 IST

    સવારમાં ચાર કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે નવસારીમાં પડ્યો હતો. નવસારીમાં પોણો ઈંચ વરસાદ રહ્યો હતો.



  • Jun 29, 2024 10:31 IST

    કેજરીવાલની CBI કસ્ટડી પર પાર્ટી આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

    T20 વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBI કસ્ટડીને લઈને પાર્ટી આજે દેશવ્યાપી પ્રદર્શન કરશે.



  • Jun 29, 2024 09:58 IST

    આજનું રાશિફળ, શનિવારનો દિવસ કેવો રહેશે

    આજે 29 જૂન 2024, શનિવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Jun 29, 2024 09:56 IST

    મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત

    મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. બે કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે નાગપુરથી ડીઝલ ભરેલી ઇર્ટિકા કારને રોંગ સાઇડથી આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા મુસાફરો રોડની બાજુમાં પડી ગયા હતા.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ