/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ukrainian-foreign-minister-dmytro-kuleba-8.jpg)
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય કમલેશ શાહ ભાજપમાં જોડાયા છે. (Photo - @BJP4MP)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 29 માર્ચ 2024, આજે શુક્રવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને 1700 કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલી છે. આ નોટિસ વર્ષ 2017-18 થી 2020-21 માટે મોકલવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ પણ ઉમેરવામાં આવ્યું છે. આ માહિતી કોંગ્રેસ પાર્ટીના નેતા વિવેક ટંઢાએ આપી છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફટકો, ધારાસભ્ય કમલેશ શાહ સહિત 3 નેતા ભાજપમાં જોડાયા
મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં કોંગ્રેસ નેતા કમલેશ શાહ ભાજપમાં જોડાયા છે. કમલેશ શાહ અમરવાડાથી કોંગ્રેસના ધારાસભ્ય છે. ઉપરાંત હરઇ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ માધવી શાહ અને જિલ્લા પંચાયતના સભ્ય કેસર નેતામ પણ ભાજપમાં જોડાયા છે.
જમ્મુ કાશ્મીરમાં ટેક્સી 300 મીટર ઊંડી ખાઈમાં પડી
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન પાસે ટેક્સી ઊંડી ખીણમાં પડી જતાં આ ઘટના બની હતી. આ ટેક્સી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે ટેક્સી ગુરુવારે મોડી રાત્રે - શુક્રવારે સવારે લગભગ 1:15 વાગ્યે રામબન પહોંચી, ત્યારે ટેક્સી શ્રીનગર નેશનલ હાઈવે પર ઊંડી ખાઈમાં પડી ગઈ. જેના કારણે તેમાં સવાર 10 લોકોના મોત થયા હતા. પોલીસ પ્રશાસનને આ અંગેની માહિતી મળતા જ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માત
દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક બેકાબૂ બસ બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. જેના કારણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 45 લોકોના મોત નીપજ્યા હતા. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસ એક બ્રિજ પર લગાવેલા બેરિયર્સ સાથે ધડાકાભેર ભટકાઈ અને પછી પલટી ગઈ હતી. જેના પછી તેમાં આગ લાગી ગઈ હતી..
બિહારમાં સીટ શેયરિંગ ફોર્મ્યુલા અંગે તેજસ્વી યાદવ આજે કરશે જાહેરાત
લોકસભાની ચૂંટણી માટે ઉત્તેજના વધી રહી છે. બીજા તબક્કા માટે નોમિનેશન પણ ગુરુવારથી શરૂ થઈ ગયું છે. રાજકીય પક્ષોએ તેમના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. બાકીના ઉમેદવારોના નામ માટે મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ ગ્રેસ પાર્ટીએ હજુ સુધી રાયબરેલી અને અમેઠીમાંથી પોતાનું પત્તું ખોલ્યું નથી. આગામી ચૂંટણી માટે શિવસેના (UBT) ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં મૂંઝવણ છે. બિહારમાં વિપક્ષી ભારત ગઠબંધન સીટ શેરિંગ ફોર્મ્યુલા પર પહોંચી ગયું છે. લાલુ યાદવનું રાષ્ટ્રીય જનતા દળ 26 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
- Mar 29, 2024 22:04 IST
ઝારખંડઃ જમશેદપુરમાં ટાયરના ગોદામમાં ભયંકર આગ
ઝારખંડમાં એક ટાયર બનાવતી કંપનીમાં ભયંકર આગ લાગી છે. જમશેદપુરના બર્મા માઈન્સ વિસ્તારમાં લાલ બાબા ટ્યૂબ કંપની પરિસરમાં એક ટાયરના ગોદામમાં આગ લાગી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની આગીઓ પહોંચી ગઇ છે.
#WATCH झारखंड: जमशेदपुर के बर्मा माइंस इलाके में लाल बाबा ट्यूब कंपनी परिसर में एक टायर गोदाम में आग लग गई। दमकल की कई गाड़ियां आग बुझाने में लगी हुई हैं। pic.twitter.com/pABhHrIwlc
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
- Mar 29, 2024 22:02 IST
કોંગ્રેસ દ્વારા કર્ણાટક અને રાજસ્થાન માટે 5 ઉમેદવાર જાહેર
કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે કર્ણાટક અને રાજસ્થાન માટે 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સીપી જોશી ભીલવાડા અને દામોદર ગુર્જર રાજસમંદથી ચૂંટણી લડશે.
कांग्रेस पार्टी ने लोकसभा चुनाव के लिए उम्मीदवारों की एक और सूची जारी की।
सीपी जोशी राजस्थान के भीलवाड़ा से, दामोदर गुर्जर राजस्थान के राजसमंद से चुनाव लड़ेंगे। pic.twitter.com/zQIiwIDVUQ— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
- Mar 29, 2024 20:37 IST
મધ્યપ્રદેશઃ કોંગ્રેસ નેતા કમલેશ શાહ ભાજપમાં જોડાયા
મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં કોંગ્રેસ નેતા કમલેશ શાહ ભાજપમાં જોડાયા છે. કમલેશ શાહ અમરવાડાથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
#WATCH भोपाल (मध्य प्रदेश): कांग्रेस नेता कमलेश शाह मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव की उपस्थिति में भाजपा में शामिल हुए। pic.twitter.com/UXzXSYjJVJ
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
હરઇ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ માધવી શાહ અને જિલ્લા પંચાયતના સભ્ય કેસર નેતામ પણ ભાજપમાં જોડાયા છે.
अमरवाड़ा से कांग्रेस विधायक श्री कमलेश शाह, हरई नगरपालिका की पूर्व अध्यक्ष श्रीमती माधवी शाह एवं जिला पंचायत सदस्य श्रीमती केसर नेताम ने आज भोपाल में भाजपा के वरिष्ठ नेताओं की उपस्थिति में प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में जारी विकास एवं जनकल्याणकारी कार्यों से… pic.twitter.com/FJJQ0dufAS
— BJP Madhya Pradesh (@BJP4MP) March 29, 2024
- Mar 29, 2024 18:30 IST
પૂર્ણિયા સીટ વિવાદ પર તેજસ્વી યાદવે કહ્યું - આ અમારો વિષય નથી
પૂર્ણિયા સીટ વિવાદ પર આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે આ અમારો વિષય નથી. અમારી પાર્ટીએ કોઈ વ્યક્તિ સાથે ગઠબંધન કર્યું નથી, તે પાર્ટી સાથે કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સાથે લાંબા સમયથી ગઠબંધન છે. જાન્યુઆરીથી સીટો પર વાતચીત ચાલી રહી છે. તે સમયે તમામ બાબતો નક્કી થઈ ગઈ છે.
#WATCH पटना: पूर्णिया सीट विवाद पर राजद नेता और बिहार के पूर्व उपमुख्यमंत्री तेजस्वी यादव ने कहा, "ये हमारा विषय नहीं है। हमारी पार्टी का गठबंधन किसी व्यक्ति के साथ नहीं हुआ है दल के साथ हुआ है। कांग्रेस के साथ हमारा बहुत पहले से गठबंधन है। सीटों पर जनवरी से ही बातचीत चल रही है।… pic.twitter.com/t17yjpoquG
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
- Mar 29, 2024 17:46 IST
જમ્મુ કાશ્મીર: હિમસ્ખલને કારણે ઘણા પ્રવાસીઓ ફસાયા
જમ્મુ કાશ્મીર: સોનમર્ગમાં હંગ પાસે હિમસ્ખલને કારણે ઘણા પ્રવાસીઓ ફસાયા
#WATCH जम्मू-कश्मीर: सोनमर्ग के हंग के पास हिमस्खलन होने से कई पर्यटक फंसे। pic.twitter.com/MTfGkyDZJK
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
- Mar 29, 2024 16:51 IST
દિલ્હીમાં ભારત અને યુક્રેનના વિદેશ મંત્રીની મુલાકાત
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દિલ્હીમાં યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે મુલાકાત કરી.
#WATCH विदेश मंत्री डॉ. एस जयशंकर ने दिल्ली में यूक्रेन के विदेश मंत्री दिमित्रो कुलेबा से मुलाकात की। pic.twitter.com/x3lXIJhjdl
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
- Mar 29, 2024 14:11 IST
રાજુપાલ હત્યા કેસમાં સજા જાહેર, 7 આરોપીઓને આજીવન કેદ
લખનૌની CBI કોર્ટે શુક્રવારે પૂર્વ BSP ધારાસભ્ય રાજુપાલની હત્યા કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો. લખનૌ સીબીઆઈ કોર્ટના પ્રથમ વિશેષ ન્યાયાધીશ કવિતા મિશ્રાએ રાજુપાલ હત્યા કેસમાં સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત તમામ આરોપીઓ પર 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લખનૌની સીબીઆઈ કોર્ટે ફરહાન અહેમદ, ઈસરાર અહેમદ, રણજીત પાલ, જાવેદ, આબિદ ગુલશન અને અબ્દુલ કવિને આજીવન કેદની સજા સંભળાવી છે.
- Mar 29, 2024 14:04 IST
સુનિતા કેજરીવાલે 'કેજરીવાલ કો આશીર્વાદ' અભિયાન શરૂ કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે એક વીડિયો નિવેદન જારી કરીને લોકોને તેમના માટે આશીર્વાદ અને શુભકામનાઓ મોકલવાની અપીલ કરી હતી. તેમણે લોકો માટે એક વોટ્સએપ નંબર જારી કર્યો અને અપીલ કરી કે તેઓ આ નંબર પર તેમના મેસેજ મોકલી શકે છે. સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી.
- Mar 29, 2024 13:57 IST
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો
આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને 1700 કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલી છે.
- Mar 29, 2024 12:22 IST
જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટો અકસ્માત
જમ્મુ-કાશ્મીરમાં મોટા માર્ગ અકસ્માત થયો હતો. જેમાં માં 10 લોકોના મોત થયા છે.
- Mar 29, 2024 10:41 IST
દક્ષિણ આફ્રિકામાં બસ બ્રિજ પરથી ખાબકી, 45ના મોત
દક્ષિણ આફ્રિકાના લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક એક ભીષણ બસ અકસ્માતમાં 45 લોકોના મોત નીપજ્યા હતા.
https://twitter.com/ani_digital/status/1773546685035168035?
- Mar 29, 2024 09:39 IST
બિહારમાં સીટ શેયરિંગ ફોર્મ્યુલા અંગે તેજસ્વી યાદવ આજે કરશે જાહેરાત
બિહારમાં વિપક્ષી ભારત ગઠબંધન સીટ શેરિંગ ફોર્મ્યુલા પર પહોંચી ગયું છે. તેજસ્વી યાદવ આજે જાહેરાત કરી શકે છે.
- Mar 29, 2024 08:42 IST
થોડા સમયમાં થશે મુખ્તાર અંસારીનું પોસ્ટમોર્ટમ
આજે સવારે ત્રણ ડોક્ટરોની પેનલ મુખ્તાર અંસારીનું પોસ્ટમોર્ટમ કરશે. જેમાં એક કાર્ડિયોલોજી સર્જન, એક ફિજિશિયન અને એક સર્જન ડોક્ટરો અંસારીનું પોસ્ટમોર્ટમ કરશે.
- Mar 29, 2024 08:40 IST
ગુજરાતમાં ગરમી વધવાના એંધાણ
ગુજરાતમાં ઉનાળો શરુ થઈ ગયો છે. આગામી દિવસોમાં ધગધગતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
- Mar 29, 2024 08:20 IST
શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/friday-horoscope-2.jpg)
આજે 29 માર્ચ 2024, શુક્રવારનો દિવસ છે. આજના દિવસે તમામ રાશિના જાતકોને લાભ મળશે? અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ
- Mar 29, 2024 08:19 IST
મુખ્તાર અંસારીના નિધન બાદ યુપીમાં એલર્ટ
ઉત્તર પ્રદેશ માફિયા ડોનના મોત બાદ ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે સાથે સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us