Gujarati News 29 November 2024 : ગુજરાત એટીએસે પાકિસ્તાની જાસૂસ પકડ્યો, દેશની ગુપ્ત માહિતી પહોંચાડતો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 November 2024: ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતા.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 November 2024: ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat ATS arrests Pakistani spy

પાકિસ્તાની જાસૂસ દિનેશ ગોહેલ - photo social media

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 November 2024, આજના તાજા સમાચાર: ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતા.

Advertisment

જીડીપી : ભારતીય અર્થવ્યવસ્થા અપેક્ષાથી નીચે, વિકાસ દર માત્ર 5.4 ટકા

Q2 GDP : ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. બીજા ત્રિમાસિકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર માત્ર 5.4 ટકા નોંધાયો છે. મોટી વાત એ છે કે અંદાજ 6.5 ટકા હતો. પરંતુ આ આંકડો અપેક્ષાથી ઘણો નીચે જતો રહ્યો છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં સરકાર માટે અનેક પડકારો ઉભા થવાના છે.

પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતાઓ છે, ટીમ ત્યાં જાય તેવી સંભાવના નથી - રણધીર જયસ્વાલ

પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમની ભાગીદારી પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ત્યાં સુરક્ષાની ચિંતાઓ છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી સંભાવના નથી

Advertisment

શિલ્પા શેટ્ટીના ઘર પર ઈડીની રેડ, પોર્નોગ્રાફીથી જોડાયેલા છે મામલો

બોલીવુડ એક્ટ્રેસ શિપ્લા શેટ્ટી અને રાજ કુંદ્રા એક વાર ફરીથી મુસીબતોમાં ફસાતા દેખાઈ રહ્યા છે. ઈડીએ મોબાઈલ એપ્લિકેશન થકી અશ્લીલ સામગ્રીના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ તપાસમાં રેડ કરી છે.

  • Nov 29, 2024 23:36 IST

    Today Live News : સીડબ્લ્યુસીની બેઠકમાં ખડગેએ કહ્યું - આપણે માહોલને પરિણામોમાં રૂપાંતરિત કરવાનું શીખવું પડશે

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠકમાં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં પાર્ટીના અપેક્ષા કરતા ઓછા પ્રદર્શન પર વાત કરી હતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરતા આંતરિક વિખવાદ અને ઇવીએમને જવાબદાર ગણાવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારી વાપસી કરી હતી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે ત્યારબાદની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓના અપેક્ષિત પરિણામો મળ્યા નથી. ખડગેએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ગતિ અમારી તરફેણમાં હતી, પરંતુ માત્ર ગતિ આપણા પક્ષમાં હોવી જીતની ગેરંટી નથી. આપણે માહોલને પરિણામોમાં રૂપાંતરિત કરવાનું શીખવું પડશે.



  • Nov 29, 2024 21:18 IST

    Today Live News : મૌલાના તૌકીર રઝાની અટકાયત, સંભલ જવા નીકળ્યા હતા

    મૌલાના તૌકીર રઝાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે સંભલ જવા માટે રવાના થયા હતા. તેમના સિવાય અન્ય ઘણા લોકોને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. હાલ સંભલમાં ઈન્ટરનેટ ફરી શરૂ કરી દેવાયું છે, પરંતુ જમીન પર તણાવની સ્થિતિ યથાવત્ છે.



  • Nov 29, 2024 18:34 IST

    Today Live News : જીડીપી : ભારતીય અર્થવ્યવસ્થા અપેક્ષાથી નીચે, વિકાસ દર માત્ર 5.4 ટકા

    Q2 GDP : ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. બીજા ત્રિમાસિકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર માત્ર 5.4 ટકા નોંધાયો છે. મોટી વાત એ છે કે અંદાજ 6.5 ટકા હતો. પરંતુ આ આંકડો અપેક્ષાથી ઘણો નીચે જતો રહ્યો છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં સરકાર માટે અનેક પડકારો ઉભા થવાના છે.



  • Nov 29, 2024 17:50 IST

    Today Live News : પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતાઓ છે, ટીમ ત્યાં જાય તેવી સંભાવના નથી - રણધીર જયસ્વાલ

    પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમની ભાગીદારી પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ત્યાં સુરક્ષાની ચિંતાઓ છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી સંભાવના નથી.



  • Nov 29, 2024 16:25 IST

    Today Live News : દિલ્હીમાં એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

    રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ પછી પોલીસે સ્કૂલને ખાલી કરાવી હતી અને આખી સ્કૂલની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસને કશું જ મળ્યું નથી, જે બાદ આ ધમકી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. દિલ્હીના પ્રશાંત વિહારમાં લો-ઇન્ટેન્સિટી બ્લાસ્ટ થયાના એક દિવસ બાદ આ ધમકી આપવામાં આવી છે. ગુરુવારે દિલ્હીના પ્રશાંત વિહારમાં લો-ઇન્ટેન્સિટી બ્લાસ્ટ થયો હતો, જે અંગે પોલીસ સહિત એનઆઇએ અને એનએસજીએ પણ તપાસ કરી હતી.



  • Nov 29, 2024 15:08 IST

    Today Live News :ગુજરાત એટીએસે પાકિસ્તાની જાસૂસ પકડ્યો

    ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતા.



  • Nov 29, 2024 12:15 IST

    Today Live News : મહેસાણાના રાધે ગ્રુપ પર ઇન્કમ ટેક્સના દરોડા

    ગુજરાતમાં આઈટી વિભાગે ફરી સક્રિય થયું છે. મહેસાણાના જાણિતા રાધે ગ્રૂપ અને તેમના ભાગીદારો પર આવક વેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ ઉપરાંત અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાનો પર પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.



  • Nov 29, 2024 11:31 IST

    Today Live News : શિલ્પા શેટ્ટીના ઘર પર ઈડીની રેડ, પોર્નોગ્રાફીથી જોડાયેલા છે મામલો

    બોલીવુડ એક્ટ્રેસ શિપ્લા શેટ્ટી અને રાજ કુંદ્રા એક વાર ફરીથી મુસીબતોમાં ફસાતા દેખાઈ રહ્યા છે. ઈડીએ મોબાઈલ એપ્લિકેશન થકી અશ્લીલ સામગ્રીના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ તપાસમાં રેડ કરી છે.



  • Nov 29, 2024 10:02 IST

    Today Live News : સેન્સેક્સ ફ્લેટ ખુલ્યા બાદ 400 પોઇન્ટ વધ્યો, આઈટી શેરમાં રિકવરી

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 79043 સામે આજે શુક્રવારે ફ્લેટ 74032 ખુલ્યો હતો. જો કે મહિન્દ્રા મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને સનફાર્મા જેવા શેરમાં તેજીથી સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળ્યો અને 79480 લેવલ કુદાવ્યું હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23914 સામે આજે 23927 ફ્લેટ ખુલ્યા બાદ 125 પોઇન્ટથી વધુ વધ્યો હતો. છેલ્લા બે સેશનમાં સતત ઘટ્યા બાદ આજે આઇટી શેરમાં રિકવરીનો માહોલ હતો. નિફ્ટી આઈટી, બેંક નિફ્ટી અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ 100 થી 200 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યા છે.



  • Nov 29, 2024 09:49 IST

    Gujarati News 29 November 2024 LIVE: ટ્રકની ટક્કરે જાનૈયાઓને લઈ જતી કારને અકસ્માત, ત્રણના મોત

    ઉત્તરપ્રદેશના અમેઠી શહેરમાં મોડી રાતે ટ્રકની ટક્કરના કારણે કારનો અકસ્માત થયો હતો. જેના પગલે કારના ભૂક્કા બોલાયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.



  • Nov 29, 2024 09:39 IST

    Today Live News : ગુજરાતમાં વડોદરા બન્યું ઠંડુગાર, અમરેલી બીજા નંબરે

    ગુજરાતમાં ઠંડી વધતાં જ લોકો ઠુંઠવવા લાગ્યા છે. શિયાળામાં તાપણા શેકવા અને સ્વેટરો પહેરવા માટે લોકો મજબૂર બની ગયા છે ત્યારે ગુજરાતમાં અત્યારે 14થી 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં 14.1 ડિગ્રી લઘુતમ તપામાન સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો 14.3 ડિગ્રી લઘુતમ તપામાન સાથે અમરેલી બીજા નંબર છે. જ્યારે કકેશોદ 14.5 ડિગ્રી સાથે કેશોદ ત્રીજા નંબર પર છે.



  • Nov 29, 2024 09:20 IST

    Today Live News : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે

    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભુવનેશ્વર એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો કરશે. પીએમ મોદી ઘણા રાજકીય અને વહીવટી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ મોદીની આ મુલાકાત ત્રણ દિવસ સુધી ચાલવાની છે. આજે સુપ્રીમ કોર્ટમાં સંભલમાં મસ્જિદ સર્વેને લઈને નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થશે. આ સિવાય આજે સ્વ. બીજી તરફ મસ્જિદમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે નીચલી કોર્ટમાં જ રજૂ કરવામાં આવશે.



  • Nov 29, 2024 09:19 IST

    Today Live News : દિલ્હી વિધાનસભા સત્રનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે

    દિલ્હી વિધાનસભા સત્રનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે. આ સત્ર મહત્વનું રહેશે કારણ કે આ દિલ્હી સરકારનું છેલ્લું વિધાનસભા સત્ર હશે. આ દરમિયાન જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે છે તો બીજી તરફ વિપક્ષ સરકાર પર વધુ આક્રમક દેખાઈ શકે છે. એક દિવસ પહેલા AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ