/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/keral-temple-fire.jpg)
કેરળના મંદિરમાં આગ - photo - X
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 October 2024, આજના તાજા સમાચાર: કેરળના કાસરગોડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન છોડવામાં આવતા ફટાકડાને કારણે મોટો અકસ્માત થયો છે. આ દુ:ખદ ઘટનાને કારણે લગભગ 150 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળના કાસરગોડ જિલ્લાના નીલેશ્વરમ પાસે એક મંદિરમાં આતશબાજી દરમિયાન આ ભયાનક દુર્ઘટના થઈ હતી. પોલીસને આશંકા છે કે વીરકાવુ મંદિર પાસે ફટાકડાના સ્ટોરેજમાં આગ લાગી હતી જેના કારણે આ મોટી દુર્ઘટના થઈ હતી.
ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2-1થી વન-ડે શ્રેણી જીતી
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે 3 મેચની સિરીઝની છેલ્લી વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ વન ડેમાં વિજય મેળવ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડે બીજી વન ડેમાં ધમાકેદાર પુનરાગમન કરતાં શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી હતી. ત્રીજી વન-ડે ભારતે જીત શ્રેણી પોતાના નામે કરી છે.
રાજસ્થાનના સીકરમાં અકસ્માત, બસ પુલ સાથે અથડાતા 12 લોકોના મોત
રાજસ્થાનના સીકરમાં એક ખાનગી બસ રસ્તાના પુલ સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોતની પુષ્ટી થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ અકસ્માત સીકર જિલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં થયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હિઝબુલ્લાહે નઇમ કાસિમને પોતાના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા
લેબનોનના સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહે નઇમ કાસિમને પોતાના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. આ પહેલા તેઓ ગ્રુપના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ લેબનોનના બેરૂતમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. હસન નસરલ્લાહ પછી તેમના અનુગામી ગણાતા હાશિમ સફીદ્દીન પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.
- Oct 29, 2024 21:26 IST
Today News Live : ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2-1થી વન-ડે શ્રેણી જીતી
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે 3 મેચની સિરીઝની છેલ્લી વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ વન ડેમાં વિજય મેળવ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડે બીજી વન ડેમાં ધમાકેદાર પુનરાગમન કરતાં શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી હતી. ત્રીજી વન-ડે ભારતે જીત શ્રેણી પોતાના નામે કરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ઈનિંગ 49.5 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની સદી (100) અને હરમનપ્રીત કૌરની (59)અણનમ અડધી સદીની મદદથી 44.2 ઓવરમાં 4 વિકેટે 236 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
- Oct 29, 2024 18:15 IST
Today News Live : રાજસ્થાનના સીકરમાં મોટો અકસ્માત, બસ પુલ સાથે અથડાતા 12 લોકોના મોત
રાજસ્થાનના સીકરમાં એક ખાનગી બસ રસ્તાના પુલ સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોતની પુષ્ટી થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ અકસ્માત સીકર જિલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં થયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Oct 29, 2024 17:18 IST
Today News Live : છઠ અને દિવાળીના અવસર પર અમે 164 વિશેષ ટ્રેનો ચલાવાશે
દિલ્હી: રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર (ED/IP) ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું કે છઠ અને દિવાળીના અવસર પર, મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવે દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્રમમાં 30 ઓક્ટોબરના રોજ અમે 164 વિશેષ ટ્રેનો ચલાવી રહ્યા છીએ. અમે હાવડા, કટક, ઉદયપુર, જયપુર, લખનૌ અને ફિરોઝપુરથી એકંદરે 7000 વધારાની ટ્રિપ્સની વ્યવસ્થા કરી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે અધિકારીઓને ચોવીસ કલાક ફરજ પર રાખવામાં આવ્યા છે. અમે એવા સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવ્યા છે જ્યાં ભીડ થવાની શક્યતા છે. સમગ્ર વિચાર પ્લેટફોર્મ પર ભીડને ટાળવાનો છે.
- Oct 29, 2024 16:10 IST
Today News Live : હિઝબુલ્લાહે નઇમ કાસિમને પોતાના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા
લેબનોનના સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહે નઇમ કાસિમને પોતાના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. આ પહેલા તેઓ ગ્રુપના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ લેબનોનના બેરૂતમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. હસન નસરલ્લાહ પછી તેમના અનુગામી ગણાતા હાશિમ સફીદ્દીન પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.
- Oct 29, 2024 09:18 IST
Today News Live : રળમાં મંદિરના ઉત્સવમાં ફટાકડા ફોડવા દરમિયાન મોટો અકસ્માત
કેરળના કાસરગોડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન છોડવામાં આવતા ફટાકડાને કારણે મોટો અકસ્માત થયો છે. આ દુ:ખદ ઘટનાને કારણે લગભગ 150 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us