Gujarati News 3 April 2024 Highlights: કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો, બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયો

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 April 2024 : આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આજે શરતી જામીન પર જેલમાંથી બહાર આવશે.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 April 2024 : આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આજે શરતી જામીન પર જેલમાંથી બહાર આવશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Boxer Vijender Singh joins BJP, Boxer Vijender Singh , BJP

કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 2019માં દક્ષિણ દિલ્હી લોકસભા સીટ પરથી ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 3 એપ્રિલ 2024, બુધવારનો દિવસ છે. આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ 181 દિવસ બાદ આજે જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહને જામીન આપ્યા છે. સંજહ સિંહ આ કેસમાં જેલમાંથી બહાર આવનાર આમ આદમી પાર્ટી (AAP)ના પહેલા નેતા હશે. કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની મુક્તિ સામે કેમ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. આ પછી જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

Advertisment

કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો, બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાઈ ગયા

કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 2019માં દક્ષિણ દિલ્હી લોકસભા સીટ પરથી ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલ સુધી વિજેન્દર સિંહ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીની X પોસ્ટને રીટ્વીટ કરતા હતા પરંતુ હવે તેમનો અચાનક ભાજપ તરફનો ઝુકાવ ચોંકાવનારો છે. ભાજપમાં જોડાવાના પ્રસંગે વિજેન્દર સિંહે કહ્યું કે જે રીતે દેશ-વિદેશમાં ખેલાડીઓનું માન સન્માન વધ્યું છે, ખેલાડી તે માટે ઘણો ધન્યવાદ કરે છે. હું ઇચ્છું છું કે સરકારમાં રહીને ખેલાડીઓ માટે વધારેમાં વધારે કામ કરી શકું

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સ્કૂલ બસ સાથે અકસ્માત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટો દુ:ખદ અકસ્માત થયો છે, જ્યાં મંગળવારે સાંજે એક હાઇ-સ્પીડ સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ 25 બાળકો ગંભીર રીતે ઘાયલ છે.

ઘટનાસ્થળે હાજર ગામના લોકોએ ઘાયલ બાળકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. આ અકસ્માત બારાબંકીના દેવા પોલીસ સ્ટેશન વિસ્તારના સાલારપુરમાં થયો હતો. સુરતગંજ શહેરની એક ખાનગી શાળાના આ બાળકો લખનૌ પ્રાણી સંગ્રહાલયમાં પિકનિક માટે ગયા હતા.જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

Advertisment

મહારાષ્ટ્રમાં ઘરમાં ભીષણ આગમાં 7 લોકોના મોત

મહારાષ્ટ્રના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા ઘરમાં વહેલી સવારે આગ લાગતા સાત લોકોના મોત નીપજ્યા છે. આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો અને કાળ ભરખી ગયો. બીજી તરફ આજે આઈપીએલ 2024ની 16મી મેચમાં કોલકત્તા અને દિલ્હી વચ્ચે ટક્કર થશે. બીજી તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પુરુષોત્તમ રુપાલાના નિવેદનનો વિવાદે વધુ આગ પકડી છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર

  • Apr 03, 2024 22:33 IST

    આપ પાર્ટી કોઇથી ડરવાની નથી : સંજય સિંહ

    તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ આપ નેતા સંજય સિંહે કાર્યકર્તાને સંબોધિત કરતા કહ્યું કે, આપ પાર્ટી આંદોલનના ગર્ભમાંથી જન્મી છે, તે કોઇથી ડરવાની નથી. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલ મોકલી દીધા છે, કેમ, તેમનો શું ગુનો છે?

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2024



  • Apr 03, 2024 21:04 IST

    ભાજપ ઉમેદવાર ઓમ બિરલાએ ઉમેદવાર પત્ર દાખલ કર્યો

    કોટા લોકસભા બેઠક માટે ભાજપ નેતા અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઉમેદવાર પત્ર દાખલ કર્યો.

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2024



  • Apr 03, 2024 16:43 IST

    અધીર રંજન ચૌધરીએ કહ્યું - પશ્ચિમ બંગાળ ગુનેગારો માટે સૌથી મોટું આશ્રયસ્થાન છે

    મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ ગુનેગારો માટે સૌથી મોટું આશ્રયસ્થાન છે કારણ કે દીદી અને તેમની પોલીસ અહીં છે. જ્યાં શાહજહાં ખીલે છે, નૂરજહાં તેને મદદ કરે છે.

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2024



  • Apr 03, 2024 15:39 IST

    કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો, બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાઈ ગયા

    કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 2019માં દક્ષિણ દિલ્હી લોકસભા સીટ પરથી ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલ સુધી વિજેન્દર સિંહ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીની X પોસ્ટને રીટ્વીટ કરતા હતા પરંતુ હવે તેમનો અચાનક ભાજપ તરફનો ઝુકાવ ચોંકાવનારો છે. ભાજપમાં જોડાવાના પ્રસંગે વિજેન્દર સિંહે કહ્યું કે જે રીતે દેશ-વિદેશમાં ખેલાડીઓનું માન સન્માન વધ્યું છે, ખેલાડી તે માટે ઘણો ધન્યવાદ કરે છે. હું ઇચ્છું છું કે સરકારમાં રહીને ખેલાડીઓ માટે વધારેમાં વધારે કામ કરી શકું



  • Apr 03, 2024 14:22 IST

    સંજય સિંહને થોડા સમયમાં મુક્ત કરવામાં આવશે

    AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ 181 દિવસ બાદ આજે જેલમાંથી બહાર આવશે.



  • Apr 03, 2024 14:14 IST

    તાઈવાન ભૂંકપમાં અસરગ્રસ્ત ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર

    ઇન્ડિયા તાઈપે એસોસિએશને ભૂકંપને ધ્યાનમાં રાખીને તાઈવાનમાં રહેનારા ભારતીય નાગરિકોની મદદ માટે એક હેપ્લલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર 0905247906 અને ઈમેલ ad.ita@mea.gov.in જાહેર કર્યું છે.



  • Apr 03, 2024 12:12 IST

    યુપી પોલીસ ભરતી પેપર લીક કેસમાં માસ્ટરમાઇન્ડની ધરપકડ

    ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હવે પેપર લીકના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. યુપી STFના નોઈડા યુનિટે પેપર લીકના માસ્ટરમાઇન્ડ રાજીવ નયન મિશ્રાની ધરપકડ કરી છે. તે મૂળ યુપીના પ્રયાગરાજનો વતની છે.



  • Apr 03, 2024 11:04 IST

    AAP 7 એપ્રિલે જંતર-મંતર પર સામૂહિક ઉપવાસ કરશે

    ગોપાલ રાયે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના નેતાઓ 7 એપ્રિલે જંતર-મંતર ખાતે 'સામૂહિક ઉપવાસ' કરશે.



  • Apr 03, 2024 10:02 IST

    બારાબંકીમાં સ્કૂલ બસ સાથે અકસ્માત, છ બાળકોના મોત

    ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પ્રાણીસંગ્રાહલય જોઈને પર ફરી રહેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. જેમાં છ બાળકોના મોત નીપજ્યા હતા.



  • Apr 03, 2024 09:38 IST

    સંજય સિંહ 181 દિવસ બાદ આજથી જેલમાંથી બહાર આવશે

    AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ 181 દિવસ બાદ આજે જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહને જામીન આપ્યા છે. સંજહ સિંહ આ કેસમાં જેલમાંથી બહાર આવનાર આમ આદમી પાર્ટી (AAP)ના પહેલા નેતા હશે. કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની મુક્તિ સામે કેમ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. આ પછી જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો.



  • Apr 03, 2024 09:29 IST

    બુધવારનો તમારો દિવસ કેવો રહેશે?

    આજે 3 એપ્રિલ 2023, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને તમામ રાશિના લોકો વાંચો પોતાનું રાશિફળ.



  • Apr 03, 2024 09:28 IST

    મહારાષ્ટ્રમાં મકાનમાં આગ, આખો પરિવાર સળગ્યો

    મહારાષ્ટ્રના સંભાજીનગરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. આગમાં 7 લોકો દાઝી ગયા હતા. મૃતકોમાં બે પુરૂષ, ત્રણ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પાડોશીઓ કંઈ સમજે તે પહેલા જ આગ આખા ઘરને લપેટમાં લઈ લીધી હતી. થોડી જ વારમાં આખું ઘર બળીને રાખ થઈ ગયું. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ