Gujarati News 3 January 2025 : કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 January 2025: ઉત્તર પ્રદેશના કાસગંજમાં તિરંગા યાત્રાને લઈને ભડકેલ હિંસામાં યુવક ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં લખનઉની એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે

Written by Ankit Patel
Updated : January 03, 2025 23:35 IST
Gujarati News 3 January 2025 : કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી
કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી (તસવીર - એક્સ)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 January 2025, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના કાસગંજમાં તિરંગા યાત્રાને લઈને ભડકેલી ભીડ હિંસામાં યુવક ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં લખનઉની એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે 2 જાન્યુઆરીના રોજ 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે પુરાવાના અભાવે બે આરોપી નસીરૂદ્દીન અને અસીમ કુરેશીને નિર્દોષ જાહેર કર્યા હતા. ચંદન ગુપ્તાના પિતાએ લાંબી કાનૂની લડાઈ લડી છે. આરોપીઓને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો અને રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ચંદન ગુપ્તાના મોત બાદ આ વિસ્તારમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ આ કેસ ચર્ચામાં રહ્યો હતો.

વીર સાવરકર કોલેજ, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે મકાનો, PM મોદીની દિલ્હીને ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીમાં એક મોટી ભેટ છે. દિલ્હીના નજફગઢમાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કર્યો છે અને બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 1,675 ફ્લેટ પણ આપ્યા છે. આ સિવાય પીએમ મોદીએ નૌરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) અને સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ હાઉસિંગ ટાઈપ-2 ક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું છે.

એક દિવસમાં નલિયામાં અઢી ડિગ્રી જેટલી ઠંડી ઘટી

સમગ્ર ગુજરાતમાં અચાનક ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણે મહદઅંશે ઘટ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં 9 ડિગ્રીથી લઈને 9 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આ ઉપરાંત ઓખામાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ડિસામાં 12.4 ડિગ્રી, કેશોદમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Live Updates

Today Live News : સરિતા વિહાર વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી

દક્ષિણ-પૂર્વ જિલ્લા દિલ્હીના ડીસીપી રવિ કુમારે કહ્યું કે સરિતા વિહાર વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમના વિઝા 2-3 મહિના પહેલા સમાપ્ત થઈ ગયા હતા, છતાં તેઓ અહીં રહેતા હતા. તેમની પ્રવૃત્તિ શંકાસ્પદ હતી, તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

Today Live News : મહાકુંભ મેળા 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

પ્રયાગરાજઃ મહાકુંભ મેળા 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ સાથેનું ડોમ સિટી તૈયાર કરવામાં આવ્યું છે.

Today Live News : દિલ્હીમાં પ્રદુષણને કારણે GRAP નો ત્રીજો તબક્કો લાગુ

દિલ્હી: તાપમાનમાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસની પરત છવાઇ છે. કમિશન ઓન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના તબક્કા 3 ને લાગુ કરવાનું આહ્વાન કર્યું છે.

Today Live News : કોંગ્રેસે કાલકાજી બેઠક પરથી અલકા લાંબાને ટિકિટ આપી

કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ અલકા લાંબાને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી સામે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કાલકાજી બેઠક પરથી અલકા લાંબાને ટિકિટ આપી છે.

Today Live News : કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી

ઉત્તર પ્રદેશના કાસગંજમાં તિરંગા યાત્રાને લઈને ભડકેલી ભીડ હિંસામાં યુવક ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં લખનઉની એનઆઈએ કોર્ટે તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે 2 જાન્યુઆરીના રોજ 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે પુરાવાના અભાવે બે આરોપી નસીરૂદ્દીન અને અસીમ કુરેશીને નિર્દોષ જાહેર કર્યા હતા. ચંદન ગુપ્તાના પિતાએ લાંબી કાનૂની લડાઈ લડી છે. આરોપીઓને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો અને રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ચંદન ગુપ્તાના મોત બાદ આ વિસ્તારમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ આ કેસ ચર્ચામાં રહ્યો હતો.

Today Live News : દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, ઘણી ટ્રેનો મોડી દોડશે

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાઈ ગયું છે. શુક્રવારે સવારે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ધુમ્મસની અસર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે, જેના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે. શુક્રવારે ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસની અસર ટ્રેનોને પણ પડી છે. ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે ઠંડીને લઈને દિલ્હી NCR માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના છે.

Today Live News : પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો અને કરોડોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદી દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાના ખર્ચના ત્રણ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેમાં નજફગઢમાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ અને પૂર્વ દિલ્હી અને દ્વારકામાં એક-એક શૈક્ષણિક બ્લોકનો સમાવેશ થાય છે. પીએમએ કાર્યક્રમ પહેલા પોતાના ઓફિશિયલ હેન્ડલ પર પોસ્ટ પણ શેર કરી છે.

Today Live News : સેન્સેક્સ 80000 ઉપર ખુલ્યા બાદ ઘટ્યો, આઈટી શેર ડાઉન

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 79943 સામે આજે 80072 ખુલ્યો હતો. જો કે ઉંચા મથાળે આઈટી અને એફએમસીજી શેરમાં વેચવાલીથી સેન્સેક્સ 260 પોઇન્ટ તૂટી 79700 નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પાછલા બંધ 24188 સામે આજે 24196 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા, ટીસીએસ, આઈટીસી અને ઇન્ફોસિસના શેર 1 ટકા સુધી ડાઉન હતા.

Today Live News : અમેરિકામાં ટેક ઓફ કરતાં જ ઈમારત સાથે અથડાયું વિમાન

અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું. જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતાં દેખાઈ રહ્યા છે.

Today Live News : ચૂંટણીની મોસમમાં PM મોદી આજે દિલ્હીને ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજધાની દિલ્હીમાં એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. એક તરફ તેઓ દિલ્હીના નજફગઢમાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે તો બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 1,675 ફ્લેટ પણ આપવામાં આવશે. આ સિવાય પીએમ મોદી નૌરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) અને સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ હાઉસિંગ ટાઈપ-2 ક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. 300 કરોડના ખર્ચે બનેલ CBSE સંકલિત કાર્યાલય સંકુલનું પણ શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવશે.

Today Live News : એક દિવસમાં નલિયામાં અઢી ડિગ્રી જેટલી ઠંડી ઘટી

સમગ્ર ગુજરાતમાં અચાનક ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણે મહદઅંશે ઘટ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં 9 ડિગ્રીથી લઈને 9 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આ ઉપરાંત ઓખામાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ડિસામાં 12.4 ડિગ્રી, કેશોદમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ