/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/lal-krishna-advani-.jpg)
LK Advani: લાલ કૃષ્ણ અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા છે. (Image: @LKAdvaniBJP_)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 July 2024 LIVE, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં એક સત્સંગમાં ભાગદોડની ઘટનાની ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટનામાં ષડયંત્ર તરફ ઈશારો કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ અકસ્માત હતો કે કાવતરું અને જો કોઈ ષડયંત્ર હશે તો તેમાં કોનો હાથ છે. આ તમામ પાસાઓ જાણવા માટે અમે ન્યાયિક તપાસ પણ કરાવીશું જે ઉચ્ચ ન્યાયલયના સેવાનિવૃત્ત ન્યાયધીશની અધ્યક્ષતામાં કરવામાં આવશે
લાલ કૃષ્ણ અડવાણી અપોલો હોસ્પિટલમાં દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને રાત્રે 9 વાગે અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. : અપોલો હોસ્પિટલ
તમને જણાવી દઇયે કે, એલકે અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા અને તેઓ 96 વર્ષના છે.
वरिष्ठ भाजपा नेता लाल कृष्ण आडवाणी को रात 9 बजे डॉ. विनीत सूरी की निगरानी में अपोलो अस्पताल में भर्ती कराया गया। वे निगरानी में हैं और उनकी हालत स्थिर है: अपोलो अस्पताल pic.twitter.com/lJTcYxF6VT
— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
ઝારખંડના સીએમ ચંપઈ સોરેનનું રાજીનામું, હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બનશે
ઝારખંડના મુખ્યમંત્રી પદેથી ચંપઇ સોરેને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે, થોડાક દિવસ પહેલા મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો અને રાજ્યની જવાબદારી મળી હતી. હેમંત સોરેન પરત આવ્યા બાદ અમારા ગઠબંધને આ નિર્ણય લીધો છે અને અમે હેમંત સોરેનને પોતાનાના નેતા પસંદ કર્યા છે.
झारखंड के मुख्यमंत्री चंपई सोरेन ने रांची स्थित राजभवन में राज्यपाल सी.पी. राधाकृष्णन को अपना इस्तीफा सौंप दिया।
JMM के कार्यकारी अध्यक्ष हेमंत सोरेन ने सरकार बनाने का दावा पेश किया। pic.twitter.com/N6aylOHv6s— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
તેઓ મેદાન છોડીને ભાગ્યા… રાજ્યસભામાંથી વિપક્ષના વોકઆઉટ પર પીએમ મોદીએ કહ્યું
18મી લોકસભાના પહેલા સંસદ સત્રનો આજે આઠમો દિવસ છે. આજે પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. પીએમ મોદી ગૃહમાં પહોંચ્યા બાદ શરૂઆતમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો અને પછી સમગ્ર વિપક્ષે એકસાથે વોકઆઉટ કર્યું. વિપક્ષના વોકઆઉટના અધ્યક્ષ જગદીપ ધનખરે પણ વિપક્ષના આ પગલાને બંધારણનું અપમાન ગણાવ્યું હતું. વિપક્ષના વોકઆઉટ બાદ પીએમ હવે પીએમ મોદી તરીકે બોલી રહ્યા છે.
PM મોદી પેપર લીક પર બોલ્યા
પેપર લીક પર વાત કરતી વખતે પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે અમે તેના વિશે ગૃહમાં વાત કરવા માંગતા હતા પરંતુ વિપક્ષે તેને રાજનીતિ પણ આપી દીધી. હું દેશના યુવાનોને આશ્વાસન આપું છું કે સરકાર કોઈને માફ કરવાની નથી. ગુનેગારોને આકરી સજા મળશે.
સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ઐતિહાસિક 80,000ના સ્તરે પહોંચી ગયો
ભારતીય શેરબજારમાં આજે (3 જુલાઈ 2024) તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. બીએસ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ઐતિહાસિક 80,000ના સ્તરે પહોંચી ગયો હતો. તે જ સમયે, NSE નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. 3 જુલાઈના રોજ નિફ્ટી અને સેન્સેક્સ રેકોર્ડ હાઈ સાથે ખુલ્યા હતા. બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ઉછાળાને કારણે સેન્સેક્સ પ્રથમ વખત 80,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. સવારે 10.03 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 80,000 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50 પણ લગભગ 150 પોઈન્ટ વધીને 24,300 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
હાથરસ અકસ્માતમાં 121ના મોત, મુખ્ય સેવાદાર અને આયોજકો સામે FIR નોંધાઈ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ વિસ્તારમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 121 લોકોના મોત થયા છે. લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે મુખ્ય સેવકો અને આયોજકો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે બા બાનું નામ FIRમાં નથી.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
મંગળવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેધનાધન કર્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કર્યું હતું. અને ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખસા કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. લાખણી તાલુકામાં જળબંબાકાર કરી દીધું હતું જ્યારે નળાબેટ રણ દરિયામાં ફેરવાયું હતું.
હાથરસ દુર્ઘટના અત્યાર સુધી 116થી વધુના મોત
એક મેદાનમાં સાકર હરિ બાબાનો એક દિવસીય સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લગભગ 1:45 વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને બાબાનો કાફલો રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો. લગભગ 50,000 ફોલોઅર્સ ત્યાં હાજર હતા. જ્યારે બાબાનો કાફલો નીકળી રહ્યો હતો ત્યારે અનુયાયીઓને રોકી દેવામાં આવ્યા હતા. પરંતુ કાફલો નીકળતાની સાથે જ અનુયાયીઓ પણ ભાગવા લાગ્યા હતા. જોત જોતામાં ભાગદોડ મચી દુર્ઘટના સર્જાઈ જેમાં 116થી વધુ લોકોના મોત થયા હતા.
- Jul 03, 2024 23:04 IST
લાલ કૃષ્ણ અડવાણી અપોલો હોસ્પિટલમાં ભરતી
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને રાત્રે 9 વાગે અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. : અપોલો હોસ્પિટલ
તમને જણાવી દઇયે કે, એલકે અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા અને તેઓ 96 વર્ષના છે.
वरिष्ठ भाजपा नेता लाल कृष्ण आडवाणी को रात 9 बजे डॉ. विनीत सूरी की निगरानी में अपोलो अस्पताल में भर्ती कराया गया। वे निगरानी में हैं और उनकी हालत स्थिर है: अपोलो अस्पताल pic.twitter.com/lJTcYxF6VT
— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
- Jul 03, 2024 20:29 IST
રાજકોટ - ગોંડલ હાઇવે પર ટ્રક કન્ટેનરમાં આગ લાગી
રાજકોટ - ગોંડલ હાઇવે પર શાપર ગામ નજીક એક ટ્રક કન્ટેનરમાં આગલ લાગી હતી. આગ લાગવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
#WATCH राजकोट, गुजरात: राजकोट गोंडल राष्ट्रीय राजमार्ग पर शापर गांव के पास ट्रक कंटेनर में आग लग गई। आग लगने के कारण यातायात बाधित हुआ। pic.twitter.com/W67dDWwijD
— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
- Jul 03, 2024 20:21 IST
ઝારખંડના સીએમ ચંપઈ સોરેનનું રાજીનામું, હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બનશે
ઝારખંડના મુખ્યમંત્રી પદેથી ચંપઇ સોરેને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે, થોડાક દિવસ પહેલા મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો અને રાજ્યની જવાબદારી મળી હતી. હેમંત સોરેન પરત આવ્યા બાદ અમારા ગઠબંધને આ નિર્ણય લીધો છે અને અમે હેમંત સોરેનને પોતાનાના નેતા પસંદ કર્યા છે.
झारखंड के मुख्यमंत्री चंपई सोरेन ने रांची स्थित राजभवन में राज्यपाल सी.पी. राधाकृष्णन को अपना इस्तीफा सौंप दिया।
JMM के कार्यकारी अध्यक्ष हेमंत सोरेन ने सरकार बनाने का दावा पेश किया। pic.twitter.com/N6aylOHv6s— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
- Jul 03, 2024 18:58 IST
હાથરસ ભાગદોડની ઘટના, સીએમ યોગી આદિત્યનાથે ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય લીધો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં એક સત્સંગમાં ભાગદોડની ઘટનાની ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટનામાં ષડયંત્ર તરફ ઈશારો કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ અકસ્માત હતો કે કાવતરું અને જો કોઈ ષડયંત્ર હશે તો તેમાં કોનો હાથ છે. આ તમામ પાસાઓ જાણવા માટે અમે ન્યાયિક તપાસ પણ કરાવીશું જે ઉચ્ચ ન્યાયલયના સેવાનિવૃત્ત ન્યાયધીશની અધ્યક્ષતામાં કરવામાં આવશે.
- Jul 03, 2024 18:28 IST
NCWના વડા રેખા શર્માએ હાથરસ ભાગદોડના સ્થળની મુલાકાત કરી
ઉત્તર પ્રદેશ: રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના વડા રેખા શર્માએ હાથરસ ભાગદોડના સ્થળની મુલાકાત કરી ગતી. ગઈકાલે હાથરસમાં આયોજિત સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા અને 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
#WATCH उत्तर प्रदेश: राष्ट्रीय महिला आयोग (NCW) की प्रमुख रेखा शर्मा ने हाथरस भगदड़ की घटना स्थल का दौरा किया।
कल हाथरस में आयोजित सत्संग के दौरान मची भगदड़ में 121 लोगों की मौत हो गई और 28 लोग घायल हो गए। pic.twitter.com/WB4rv4v0ao— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
- Jul 03, 2024 17:32 IST
બીઆરએસ નેતા કે. કેશવ રાવ કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બીઆરએસ નેતા કે. કેશવ રાવ કોંગ્રેસમાં જોડાયા. આ દરમિયાન તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ અને દીપા દાસ મુંશી પણ હાજર રહ્યા હતા.
#WATCH दिल्ली: कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे की मौजूदगी में BRS नेता के. केशव राव कांग्रेस में शामिल हुए। इस दौरान तेलंगाना के CM रेवंत रेड्डी, कांग्रेस सांसद राहुल गांधी और के.सी. वेणुगोपाल और दीपा दास मुंशी भी मौजूद रहे।
(सोर्स: AICC) pic.twitter.com/2DpvZkae9U— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
- Jul 03, 2024 16:17 IST
રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરાશે, કેબિનેટની બેઠકમાં નિર્ણય
શિક્ષકોની કાયમી ભરતીને લઈને આંદોલન કર્યા પછી આખરે ટેટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે મહત્વના નિર્ણય કર્યા છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
- Jul 03, 2024 16:02 IST
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ ભાગદોડ પર શું કહ્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ ભાગદોડ પર કહ્યું કે કેટલાક લોકોની પ્રવૃતિ હોય છે કે આવી દુ:ખદ ઘટનાઓમાં રાજકારણ શોધતા હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે સજ્જનનો ફોટો કોની સાથે હતો. તેના રાજકીય કનેક્શન કોની સાથે જોડાયેલા છે. તમે જોયું જ હશે કે ગત દિવસોમાં રેલીઓમાં આવી નાસભાગ ક્યાં થતી હતી અને તેની પાછળ કોનો હાથ હતો.
#WATCH उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने हाथरस भगदड़ पर कहा, "कुछ लोगों की प्रवृति होती है कि इस प्रकार की दुखद घटनाओं पर वे राजनीति ढूंढते हैं। ऐसे लोगों की फितरत है, चोरी भी और सीना जोरी भी। यह हर व्यक्ति जानता है कि उन सज्जन की फोटो किसके साथ है और उनके राजनीतिक… pic.twitter.com/Yrbtq5xKRQ
— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
- Jul 03, 2024 13:44 IST
PM મોદી પેપર લીક પર બોલ્યા
પેપર લીક પર વાત કરતી વખતે પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે અમે તેના વિશે ગૃહમાં વાત કરવા માંગતા હતા પરંતુ વિપક્ષે તેને રાજનીતિ પણ આપી દીધી. હું દેશના યુવાનોને આશ્વાસન આપું છું કે સરકાર કોઈને માફ કરવાની નથી. ગુનેગારોને આકરી સજા મળશે.
- Jul 03, 2024 13:43 IST
મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાંથી વોકઆઉટ પર બોલ્યા
વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે ગૃહમાંથી બહાર નીકળ્યા કારણ કે આભાર પ્રસ્તાવના જવાબ દરમિયાન પીએમ કેટલીક ખોટી વાતો કહી રહ્યા હતા. તેની આદત જૂઠ બોલવાની, લોકોને ગેરમાર્ગે દોરવાની અને સત્યની વિરુદ્ધ બોલવાની છે. મેં તેમને માત્ર એટલું જ પૂછ્યું કે તેમણે બંધારણ નથી બનાવ્યું અને તેઓ તેની વિરુદ્ધ છે. હું માત્ર એ સ્પષ્ટ કરવા માંગતો હતો કે કોણ બંધારણની તરફેણમાં છે અને કોણ તેની વિરુદ્ધ છે. RSSએ 1950માં પોતાના સંપાદકીયમાં લખ્યું હતું કે બંધારણની ખરાબ વાત એ છે કે તેમાં ભારતના ઈતિહાસ વિશે કંઈ જ નથી તેઓ શરૂઆતથી જ તેની વિરુદ્ધ છે અને તેઓ કહે છે કે તેઓ તેના પક્ષમાં છે. આંબેડકર અને નેહરુના પૂતળા બાળવામાં આવ્યા હતા. હવે તેઓ કહે છે કે અમે તેની વિરુદ્ધ છીએ.
- Jul 03, 2024 11:10 IST
રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર આજે પીએમ મોદી જવાબ આપશે
18મી લોકસભાના પહેલા સંસદ સત્રનો આજે આઠમો દિવસ છે. ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. જો કે પીએમના ભાષણની શરૂઆતથી જ વિપક્ષ મણિપુરને લઈને હોબાળો મચાવી રહ્યો હતો. ભાષણ આપતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વિશ્વનું સૌથી મોટું ચૂંટણી પ્રચાર હતું, જેમાં દેશની જનતાએ અમને ત્રીજી વખત દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે, આ લોકતાંત્રિક વિશ્વ માટે ગર્વની ઘટના છે. લોકસભામાં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમારા કાર્યકાળમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, આ ચૂંટણીમાં અમારા માટે આશીર્વાદ સમાન છે. દેશની જનતાએ જોયું છે કે અમારું એકમાત્ર લક્ષ્ય ભારત પ્રથમ છે, અમારી દરેક નીતિ, નિર્ણય અને કાર્યનું એકમાત્ર માપદંડ 'ભારત પ્રથમ' રહ્યું છે. અમે તુષ્ટિકરણનો નહીં પરંતુ સંતોષનો વિચાર ચલાવી રહ્યા છીએ.
- Jul 03, 2024 10:58 IST
બુધવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 24 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં 9 એમએમ, બનાસકાંઠાના વડગામ અને ભરૂચમાં 6 એમએમ વરસાદ નોંધાયો હતો.
- Jul 03, 2024 09:20 IST
હાથરસ અકસ્માતમાં 121ના મોત, મુખ્ય સેવાદાર અને આયોજકો સામે FIR નોંધાઈ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ વિસ્તારમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 121 લોકોના મોત થયા છે. લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે મુખ્ય સેવકો અને આયોજકો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે બા બાનું નામ FIRમાં નથી.
- Jul 03, 2024 09:14 IST
ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ લાખણીમાં 17 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મહેસાણામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
- Jul 03, 2024 09:13 IST
બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 20 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા બુધવારના વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીના બે કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ નોંધાયો હતો. અહીં વાંચો બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
- Jul 03, 2024 08:01 IST
બુધવાર તમારા માટે કેવો રહેશે અહીં જાણો રાશિફળ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/wednesday-horoscope.jpg)
આજે 3 જુલાઈ 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Jul 03, 2024 08:00 IST
હાથરસ દુર્ઘટના અત્યાર સુધી 116થી વધુના મોત
એક મેદાનમાં સાકર હરિ બાબાનો એક દિવસીય સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લગભગ 1:45 વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને બાબાનો કાફલો રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો. લગભગ 50,000 ફોલોઅર્સ ત્યાં હાજર હતા. જ્યારે બાબાનો કાફલો નીકળી રહ્યો હતો ત્યારે અનુયાયીઓને રોકી દેવામાં આવ્યા હતા. પરંતુ કાફલો નીકળતાની સાથે જ અનુયાયીઓ પણ ભાગવા લાગ્યા હતા. જોત જોતામાં ભાગદોડ મચી દુર્ઘટના સર્જાઈ જેમાં 116થી વધુ લોકોના મોત થયા હતા.
- Jul 03, 2024 08:00 IST
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
મંગળવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેધનાધન કર્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કર્યું હતું. અને ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખસા કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. લાખણી તાલુકામાં જળબંબાકાર કરી દીધું હતું જ્યારે નળાબેટ રણ દરિયામાં ફેરવાયું હતું.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us