Gujarati News 3 June 2024 Highlights : દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી, રૂટ ડાયવર્ટ કર્યો અને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 June 2024 : છેલ્લા ઘણા દિવસોથી વિમાનોમાં બોમ્બ હોવાની માહિતી લોકોને પરેશાન કરી રહી છે. દરમિયાન આજે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Akasa air bomb threat

આકાસા એર ફ્લાઈટ - photo - jansatta

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 June 2024 LIVE, આજના તાજા સમાચાર: લોકસભા ચૂંટણી પરિણામો 4 જૂન મંગળવારે જાહેર થવાના છે ત્યારે ચૂંટણી પહેલા જ દેશવાસીઓને મોંઘવારીનો ડબલ ડોઝ મળી ગયો છે. અમુલ ડેરીએ સમગ્ર દેશમાં દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે ત્યારે દેશના તમામ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો ઝીંક્યો છે. બીજી તરફ ચૂંટણી પરિણામ પહેલા દેશમા કેવો છે માહોલ જાણવા અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર..

Advertisment

દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી અકાસા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી વિમાનોમાં બોમ્બ હોવાની માહિતી લોકોને પરેશાન કરી રહી છે. દરમિયાન આજે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક રૂટ ડાયવર્ટ કરીને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

લોકસભા ચૂંટણી પર જિનપિંગની નજર

ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પર દેશ જ નહીં દુનિયાની નજર છે. ભારતના આગામી પીએમ કોણ હશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે કે કયો પક્ષ સરકાર બનાવશે? જો કે, 1 જૂનના રોજ યોજાયેલા મતદાનના છેલ્લા તબક્કા બાદ મોટાભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન મોદી માટે હેટ્રિક જીતની આગાહી કરવામાં આવી છે. મતલબ કે ફરી એકવાર મોદીની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે કેટલાક એક્ઝિટ પોલે પણ ભાજપના 400થી વધુના સ્લોગનને સમર્થન આપ્યું છે.

Advertisment

એક્ઝિટ પોલના તારણો પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો

શનિવારે 1 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024નું અંતિમ તબક્કાનું મતદાન પુરુ થતાંની સાથે જ વિવિધ એક્ઝિટ પોલ આવ્યા હતા. જોકે, એક્ઝિટ પોલના તારણો પછી આજે સપ્તાહની શરુઆતમાં શેર બજારમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સમાં 2621 પોઇન્ટ અને નિફ્ટીમાં પણ 807 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર ખુલતાની સાથે ઓલ ટાઈમ હાઈ સાથે જબરજસ્ત તેજી જોવા મળી હતી.

આજથી એક્સપ્રેસ વે અને હાઈવેની મુસાફરી મોંઘી થઈ

લોકસભાની ચૂંટણીના સાતેય તબક્કા પૂર્ણ થયાના એક દિવસ બાદ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઇ જવાના છે. 2જી જૂનની મધરાત 12થી દેશભરના તમામ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો થઈ ગયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કાર, બસ અને ટ્રક માટેના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો છે.

ગાઝા યુદ્ધ બાદ માલદીવમાં ઈઝરાયેલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ

રફાહ પર હુમલા બાદ માલદીવની મોઇઝુ સરકારે મોટું પગલું ભર્યું છે. માલદીવે ઈઝરાયેલના નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્સી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે હવે ઈઝરાયેલના લોકો માલદીવમાં પ્રવેશી શકશે નહીં.

  • Jun 03, 2024 22:56 IST

    કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું - દિગ્વિજય સિંહે હાર સ્વીકારી લીધી

    મધ્ય પ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ દિગ્વિજય સિંહના નિવેદન પર કહ્યું કે દિગ્વિજય સિંહે પરિણામ આવે તે પહેલા જ ઈવીએમને દોષ આપવાનું શરૂ કરી દીધું હતું. તેનો અર્થ છે કે તેમણે હાર સ્વીકારી લીધી છે.

    — ANI_HindiNews (@AHindinews) June 3, 2024

  • Jun 03, 2024 19:59 IST

    ઈન્ડિયા ગઠબંધન ઓછામાં ઓછી 290 બેઠકો જીતી રહ્યું છે - તેજસ્વી યાદવ

    બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આ (એક્ઝિટ પોલ) મોદીનો પોલ છે. પબ્લિક એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધન ઓછામાં ઓછી 290 બેઠકો જીતી રહ્યું છે. 2020માં જે ધાંધલી થઈ હતી. આ વખતે બિહારના લોકો આ ધાંધલીને સહન કરશે નહીં.

    — ANI_HindiNews (@AHindinews) June 3, 2024

  • Jun 03, 2024 19:06 IST

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદી સાથે મુલાકાત કરી

    — ANI_HindiNews (@AHindinews) June 3, 2024

  • Jun 03, 2024 18:36 IST

    હાર-જીત થતી રહેશે પણ લોકતંત્ર પર આક્ષેપ ના કરો - બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી

    બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શું ચૂંટણી પંચે ગયા વર્ષે તેલંગાણા અને કર્ણાટકમાં યોગ્ય કામ કર્યું હતું અને માત્ર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જ ખોટું કામ કર્યું હતું. તમે કેવા પ્રકારનો ભ્રમ ફેલાવો છો. હાર-જીત થતી રહેશે પણ લોકતંત્ર પર આક્ષેપ ના કરો. તમે ઇમાનદારીથી પરિણામની રાહ જુઓ. અમે પણ કરી રહ્યા છીએ. 20 કલાક પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

    — ANI_HindiNews (@AHindinews) June 3, 2024

  • Jun 03, 2024 17:48 IST

    તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસના બે ડબ્બામાં આગ લાગી

    દિલ્હીઃ તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસના બે ડબ્બામાં આગ લાગી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છેઃ ઉત્તર રેલવેના CPRO. ફાયરની છ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ડીસીપી રેલ્વેએ કહ્યું કે કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

    — ANI_HindiNews (@AHindinews) June 3, 2024

  • Jun 03, 2024 12:39 IST

    દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી

    દિલ્હીથી મુંબઈ જઈ રહેલી અકાસા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

  • Jun 03, 2024 12:06 IST

    અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો

    અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં (3 જૂન 2024) થી મધર ડેરીના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ છેલ્લા 15 મહિનામાં ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને કારણે ભાવવધારો કર્યો છે. તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો સોમવાર (3 જૂન)થી દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) તેમજ અન્ય બજારોમાં લાગુ થઈ ગયો છે. નોંધનીય છે કે દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે રવિવારે (2 જૂન) રાત્રે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સૌથી મોટી વાત એ છે કે મોંઘવારીનો આ આંચકો લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ લાગ્યો છે.

  • Jun 03, 2024 12:00 IST

    લોકસભા ચૂંટણી પર જિનપિંગની નજર, ચીની મીડિયાનું મોટું નિવેદન

    ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પર દેશ જ નહીં દુનિયાની નજર છે. ભારતના આગામી પીએમ કોણ હશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે

    થશે અને કયો પક્ષ સરકાર બનાવશે? જો કે, 1 જૂનના રોજ યોજાયેલા મતદાનના છેલ્લા તબક્કા બાદ મોટાભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન મોદી માટે હેટ્રિક જીતની આગાહી કરવામાં આવી છે. મતલબ કે ફરી એકવાર મોદીની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે કેટલાક એક્ઝિટ પોલે પણ ભાજપના 400થી વધુના સ્લોગનને સમર્થન આપ્યું છે.

  • Jun 03, 2024 09:18 IST

    એક્ઝિટ પોલના તારણો પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો

    શનિવારે 1 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024નું અંતિમ તબક્કાનું મતદાન પુરુ થતાંની સાથે જ વિવિધ એક્ઝિટ પોલ આવ્યા હતા. જોકે, એક્ઝિટ પોલના તારણો પછી આજે સપ્તાહની શરુઆતમાં શેર બજારમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સમાં 2621 પોઇન્ટ અને નિફ્ટીમાં પણ 807 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર ખુલતાની સાથે ઓલ ટાઈમ હાઈ સાથે જબરજસ્ત તેજી જોવા મળી હતી.

  • Jun 03, 2024 08:22 IST

    બંગાળના 2 બૂથ પર ફરી મતદાન, પરિણામ 4 જૂને આવશે

    લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. દરમિયાન બંગાળમાં બે બૂથ પર આજે ફરી મતદાન ચાલી રહ્યું છે. બંગાળની બારાસત અને મથુરાપુર લોકસભા સીટ પર એક-એક બૂથ પર પુન: મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી માટે સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ સમાપ્ત થયું અને તે પછી એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા. એક્ઝિટ પોલના મતે મોદી સરકાર ફરીથી બહુમતી સાથે કમબેક કરી રહી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને મોદીનો પોલ ગણાવ્યો છે.

  • Jun 03, 2024 08:18 IST

    આજનો સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...

    આજે 3 જૂન 2024, સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું દૈનિક રાશિફળ.

  • Jun 03, 2024 08:14 IST

    ગાઝા યુદ્ધ બાદ માલદીવમાં ઈઝરાયેલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ

    રફાહ પર હુમલા બાદ માલદીવની મોઇઝુ સરકારે મોટું પગલું ભર્યું છે. માલદીવે ઈઝરાયેલના નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્સી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે હવે ઈઝરાયેલના લોકો માલદીવમાં પ્રવેશી શકશે નહીં.

  • Jun 03, 2024 08:14 IST

    આજથી એક્સપ્રેસ વે અને હાઈવેની મુસાફરી મોંઘી થઈ

    લોકસભાની ચૂંટણીના સાતેય તબક્કા પૂર્ણ થયાના એક દિવસ બાદ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઇ જવાના છે. 2જી જૂનની મધરાત 12થી દેશભરના તમામ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો થઈ ગયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કાર, બસ અને ટ્રક માટેના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ