/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/rahul-gandhi-3.jpg)
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો (તસવીર - એએનઆઈ, ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 March 2024 Highlights: આજના તાજા સમાચાર, 3 માર્ચ 2024, રવિવારના દિવસે દેશ, દુનિયા અને ગુજરાત સહિતની મુખ્ય ઘટનાઓની વાત કરીએ તો આજે ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામ છે.
- Mar 04, 2024 00:01 IST
સચિન અને બિલ ગેટ્સ પારંપરિક પહેરવેશમાં
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન સચિન અને બિલ ગેટ્સ પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા હતા.
Jamnagar, Gujarat | Actor Anil Kapoor, his wife Sunita Kapoor, Sadhuguru Jaggi Vasudev, former cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar, Microsoft co-founder Bill Gates attended pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/8d5gb1e7J3
— ANI (@ANI) March 3, 2024
- Mar 04, 2024 00:00 IST
ધોની અને રજનીકાંત પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન ધોની અને રજનીકાંત પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા હતા.
Jamnagar, Gujarat | Actor Shah Rukh Khan, his wife Gauri Khan, his son AbRam, actor Ananya Pandey, Cricketer MS Dhoni, his wife Sakshi Dhoni, actor Rajinikanth, his wife Latha Rajinikanth and his daughter Aishwarya Rajinikanth attended pre-wedding celebrations of Anant Ambani and… pic.twitter.com/kvkF9Qijnv
— ANI (@ANI) March 3, 2024
- Mar 03, 2024 22:59 IST
બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારના કાફલાનો અકસ્માત, માથામાં ઈજા પહોંચી
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. આ કારણે ભાજપ અધ્યક્ષને માથામાં પણ ઇજા થઇ છે. જોકે તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષનો રવિવારે નાદિયા જિલ્લામાં અકસ્માત થયો હતો. તે કોલકાતાના ધુબુલિયા વિસ્તારમાં ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા અને અહીથી પરત ફરતી વખતે તેમના કાફલાની કારને અકસ્માત નડ્યો હતો.
- Mar 03, 2024 20:31 IST
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું - કાલે અમારું આખું કેબિનેટ અયોધ્યા ધામ જશે
#WATCH भोपाल: मंत्रिमंडल के साथ कल के अपने अयोध्या दौरे पर मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव ने कहा, " ...कल हमारा पूरा मंत्रिमंडल अयोध्या धाम जाएगा। भगवान श्री राम का 22 जनवरी को गृह प्रवेश हुआ, ये हम सभी के लिए सौभाग्य की बात है... फरवरी के महीने में अत्यंत भीड़ और व्यस्तता… pic.twitter.com/yxMdd20fHw
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 19:13 IST
દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું - ભાજપ બેવડા ધોરણો ધરાવતી પાર્ટી
કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે જો કોઈ કાળા નાણાં સાથે ભાજપમાં જોડાય છે તો તે કાળું નાણું નથી, જો કોઈ રાજકીય પરિવારમાંથી પાર્ટીમાં આવે છે તો તે પરિવારવાદ વિશે વડાપ્રધાન વાત કરતા નથી. ભાજપ બેવડા ધોરણો ધરાવતી પાર્ટી છે.
#WATCH रोहतक, हरियाणा: कांग्रेस नेता दीपेंद्र सिंह हुड्डा ने कहा, "...अगर कोई काले धन के साथ भाजपा में शामिल होता है तो यह काला धन नहीं है, अगर कोई राजनीतिक परिवार से पार्टी में आता है तो 'परिवारवाद' के बारे में प्रधानमंत्री बात नहीं करेंगे...भाजपा दोहरे मापदंड वाली पार्टी… pic.twitter.com/DaR1P4sBWb
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 18:46 IST
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવાર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવાર
Glimpses from the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant in Jamnagar, Gujarat. pic.twitter.com/HbOvxwrWFd
— ANI (@ANI) March 3, 2024
- Mar 03, 2024 18:29 IST
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં વરસાદ સાથે હિમ વર્ષા થઇ
#WATCH उत्तर प्रदेश: गाजियाबाद शहर में भारी बारिश के साथ ओलावृष्टि हुई। pic.twitter.com/waxFkm0ktC
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 17:57 IST
અમેરિકન સિંગર એકોન જામનગર પહોંચ્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે અમેરિકન સિંગર એકોન જામનગર પહોંચ્યો.
#WATCH गुजरात: अनंत अंबानी और राधिका मर्चेंट के प्री-वेडिंग समारोह के लिए अमेरिकी गायक एकॉन जामनगर पहुंचे। pic.twitter.com/bjF4uGDXcG
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 17:22 IST
રાહુલ ગાંધીએ પટનામાં કહ્યું - પરિવર્તનની શરૂઆત બિહારથી જ થશે
બિહારમાં પટનાના ગાંધી મેદાનમાં ઇન્ડિયા એલાયન્સની જન વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે દેશમાં વિચારધારાની લડાઈ છે અને પરિવર્તનની શરૂઆત બિહારથી જ થાય છે. અમારી લડાઈ લોકશાહીને બચાવવાની છે અને ભાજપ-આરએસએસની વિરુદ્ધ છે. એક તરફ નફરત, હિંસા અને ઘમંડ છે, અને બીજી બાજુ પ્રેમ, આદર અને ભાઈચારો છે.
- Mar 03, 2024 17:05 IST
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિમાં ફરી હિમ વર્ષા થઇ
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિમાં ફરી હિમ વર્ષા થઇ
#WATCH हिमाचल प्रदेश: लाहौल और स्पीति में ताज़ा बर्फबारी हुई। pic.twitter.com/u48Q5HsStK
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 15:33 IST
નીતિન પટેલે લોકસભા ચૂંટણી માટે દાવેદારી પાછી ખેંચી
ગુજરાતમાં પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલે લોકસભા ચૂંટણી ન લડવાની ઘોષણા કરી છે. નીતિન પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં નીતિન પટેલે લખ્યું છે કે - ચૂંટણી માટે દાવેદાર ઉમેદવારોમાં મારા નામની વિચારણા કરવી નહીં.
— Nitin Patel (@Nitinbhai_Patel) March 3, 2024
- Mar 03, 2024 14:44 IST
શહબા શરીફ બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન
પાકિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (PML-N)ના અધ્યક્ષ શહબાઝ શરીફ બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે.
पाक मीडिया की रिपोर्ट के अनुसार, पाकिस्तान मुस्लिम लीग-नवाज (PML-N) के अध्यक्ष शहबाज शरीफ को पाकिस्तान के अगले प्रधानमंत्री के रूप में चुना गया है।
(फ़ाइल तस्वीर) pic.twitter.com/QPlYi1oMAF— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 14:42 IST
અનંત રાધિકા વેડિંગમાં સામેલ થવા સંજય દત્ત જામનગર પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનનો આજે અંતિમ દિવસ છે. આ સેલિબ્રેશનમાં સામેલ થવા બોલીવુડ એક્ટર સંજય દત્ત જામનગર આવી પહોંચ્યા છે.
#WATCH गुजरात: अनंत अंबानी और राधिका मर्चेंट के प्री-वेडिंग समारोह के लिए अभिनेता संजय दत्त जामनगर पहुंचे। pic.twitter.com/v8A5G20abN
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 14:05 IST
ભાજપ ઉમેદવાર પવન સિંહનો ચૂંટણી લડવા ઇનકાર
ભાજપ ઉમેદવાર પવન સિંહનો લોકસભા ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં પશ્ચિમ બંગાળમાં આસનગોલ બેઠક પર ગાયક પવનસિંહને ટિકિટ આપી છે.
भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व को दिल से आभार प्रकट करता हु।
पार्टी ने मुझ पर विश्वास करके आसनसोल का उम्मीदवार घोषित किया लेकिन किसी कारण वश में आसनसोल से चुनाव नहीं लड़ पाऊंगा…@JPNadda— Pawan Singh (@PawanSingh909) March 3, 2024
- Mar 03, 2024 12:41 IST
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યાની ઘટના બની છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી અમરનાથ ઘોષની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. માહિતી મુજબ 34 વર્ષીય મૃતક વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ભણે છે. તે કુચિપુડી અને ભરતનાટ્યમ ડાન્સર છે. ભારતીય વિદ્યાર્થીની મિસૌરીના સેન્ટ લુઇસમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
- Mar 03, 2024 12:00 IST
છત્તીસગઢમાં એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને માઓવાદીનું મોત
છત્તીસગઢમાં એક એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને માઓવાદીનું મોત થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે અને એક માઓવાદી માર્યો ગયો છે.
- Mar 03, 2024 11:55 IST
ગુજરાત : સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓને નિમણુંક પત્ર આપ્યા
ગુજરાતના મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિમણુંક પત્ર એનાયત કાર્યક્રમમાં વિવિધ સફળ ઉમેદવારોને નોકરીના નિમણુંક પત્ર આપ્યા હતા.
#WATCH गांधीनगर: गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने राज्य सरकार के विभिन्न विभागों में चयनित उम्मीदवारों को नियुक्ति पत्र वितरित किए। pic.twitter.com/XrHpAHFjhY
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 11:09 IST
દેશમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી, પાકિસ્તાન કરતા બમણી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. પાકિસ્તાનની તુલનામાં ભારતમાં બમણી બેકારી છે. આપણા દેશમાં બાંગ્લાદેશ અને ભૂટાન કરતા વદારે બેરોજગાર યુવા છે કારણ કે નરેન્દ્ર મોદી એ નોટબંધી અને જીએસટી લાગુ કરીને ઉદ્યોગ ધંધા બંધ કરાવી દીધા છે.
#WATCH ग्वालियर, मध्य प्रदेश: भारत जोड़ो न्याय यात्रा के दौरान कांग्रेस सांसद राहुल गांधी ने कहा, ''...आज देश में पिछले 40 साल में सबसे ज्यादा बेरोज़गारी है। पाकिस्तान की तुलना में भारत में दोगुनी बेरोज़गारी है। हमारे पास बांग्लादेश और भूटान से भी अधिक बेरोज़गार युवा हैं क्योंकि… pic.twitter.com/RoN7pf0QWI
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 11:06 IST
અનંત રાધિકા વેડિંગ : સલમાન ખાનનો અદભૂત ડાન્સ
અનંત રાધિકા પ્રી વેડિંગ સેલિબ્રેશનના બીજા દિવસે બોલીવુડ એક્ટર સલમાન ખાને અદભૂત ડાન્સ પર્ફોર્મન્સ કર્યુ હતુ.
https://twitter.com/AHindinews/status/1764139877405192661
- Mar 03, 2024 11:03 IST
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને ઉત્તર ભારતમાં વરસાદ
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. તો બીજી બાજુ દિલ્હી સહિત ઉત્તર ભારત અને ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. માવઠું પડવાથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીંતિ છે.
#WATCH हिमाचल प्रदेश: शिमला के नारकंडा में ताज़ा बर्फबारी हुई। pic.twitter.com/REk38CoesH
— ANI_HindiNews (@AHindinews) March 3, 2024
- Mar 03, 2024 10:30 IST
અંબાજી - પાલનપુર હાઈવે પરએક્સિડેન્ટ, 3 લોકોના મોત
અંબાજી - પાલનપુર હાઇવે પર એક ભયંકર એક્સિડેન્ટ થયો છે, જેમાં 3 લોકોના કરુણ મોત થયા છે. માહિતી મુજબ અંબાજી - પાલનપુર-અંબાજી રોડ પર અંધારીયા નજીક પીકઅપ ડાલાનું ટાયર ફટવાથી વાહન પલટી ખાઇ ગયુ હતુ. આ વાહનમાં દાતા તાલુકાના શ્રમિરો હતા જે મજુરી કામકાજ માટે પાલનપુર તરફ આવતા હતા. આ અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે અે 10 લોકો ઘાયલ થયા છે. એક્સિડેન્ટમાં ઘાયલ થયેલા લોકોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
- Mar 03, 2024 10:30 IST
ગુજરાતમાં રવિવાર અને સોમવારે પણ વરસાદની આગાહી
ગુજરાતમાં શનિવારે અમદાવાદ સહિત ઘણા તાલુકાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, શનિવારે ગુજરાતના 50 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે ગુજરાતમાં રવિવાર અને સોમવારે પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વીજળી સાથે હળવા વાવાઝોડા અને 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં, વડોદરા, છોટા-ઉદેપુર અને ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો સોમવાર સુધી દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us