/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/pm-modi-brunei-visit.jpg)
પીએમ નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યા (તસવીર - પીએમ મોદી ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 September 2024 Highlights, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે બ્રુનેઈ દારુસ્સલામમાં ઉતર્યો. આપણા દેશો વચ્ચે મજબૂત સંબંધોની આશા છે. ખાસ કરીને વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ ક્રાઉન પ્રિન્સ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહનો આભાર માનું છું.
કોલકાતા રેપ વિરોધ વચ્ચે પશ્વિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ
કોલકાતા રેપ કેસને લઈને મમતા સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર બંગાળ વિધાનસભામાં એક બિલ લાવી છે જેના દ્વારા બળાત્કાર જેવા મામલામાં આરોપીઓને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. વાસ્તવમાં, આ બિલ પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી, હવે તે જ સંદર્ભમાં તેને મંગળવારે પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને અપરાજિતા મહિલા અને બાળ ધારાસભ્ય 2024 નામ આપવામાં આવ્યું છે. મોટી વાત એ છે કે આ બિલ દ્વારા માત્ર મહિલાઓને જ નહીં પરંતુ બાળકોને પણ ઝડપી ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બિલ મુજબ બળાત્કાર અને હત્યાના કેસમાં મૃત્યુદંડ હશે, તેવી જ રીતે ચાર્જશીટ દાખલ કર્યાના 36 દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
- Sep 03, 2024 22:22 IST
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશભરમાં પ્રથમ સ્થાને
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
- Sep 03, 2024 21:45 IST
હરિયાણાના AICC પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું - AAP સાથે ગઠબંધનને લઈને વાતચીત ખૂબ જ પ્રારંભિક સ્થિતિમાં
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે AAP સાથે ગઠબંધન અંગે હરિયાણાના AICC પ્રભારી દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનને લઈને વાતચીત ખૂબ જ પ્રારંભિક સ્થિતિમાં છે. અમે તેની શોધ કરી રહ્યા છીએ કે જો આગામી 2-3 દિવસમાં વધુ વિકાસ થશે તો અમે તમને બતાવીશું.
#WATCH दिल्ली: हरियाणा विधानसभा चुनाव के लिए AAP के साथ गठबंधन पर हरियाणा के AICC प्रभारी दीपक बाबरिया ने कहा, "गठबंधन के संबंध में आम आदमी पार्टी (AAP) के साथ बातचीत बहुत प्रारंभिक मोड में है। हम इसकी खोज कर रहे हैं। अगर अगले 2-3 दिनों में कोई और विकास होता है, तो हम आपको… pic.twitter.com/wxvrsGegsY
— ANI_HindiNews (@AHindinews) September 3, 2024
- Sep 03, 2024 17:48 IST
પીએમ મોદીએ બ્રુનેઇમાં ભારતીય ઉચ્ચાયોગના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ બ્રુનેઇના બંદર સેરી બેગવાનમાં ભારતીય ઉચ્ચાયોગના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने ब्रुनेई के बंदर सेरी बेगवान में भारतीय उच्चायोग के नए कार्यालय का उद्घाटन किया।
(वीडियो: ANI/DD) pic.twitter.com/1h3g9Ybf5v— ANI_HindiNews (@AHindinews) September 3, 2024
- Sep 03, 2024 16:22 IST
પીએમ નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
પીએમ નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે બ્રુનેઈ દારુસ્સલામમાં ઉતર્યો. આપણા દેશો વચ્ચે મજબૂત સંબંધોની આશા છે. ખાસ કરીને વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ ક્રાઉન પ્રિન્સ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહનો આભાર માનું છું.
Landed in Brunei Darussalam. Looking forward to strong ties between our nations, especially in boosting commercial and cultural linkages. I thank Crown Prince His Royal Highness Prince Haji Al-Muhtadee Billah for welcoming me at the airport. pic.twitter.com/azcZywzjCh
— Narendra Modi (@narendramodi) September 3, 2024
- Sep 03, 2024 15:10 IST
Today live News : ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 3 સપ્ટેમ્બર 2024, મંગળવારના સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બપોર પછી વરસાદ ધીમો પડ્યો હતો. જોકે, સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં નોંધાયો હતો.
- Sep 03, 2024 14:16 IST
Today live News : બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ
કોલકાતા રેપ કેસને લઈને મમતા સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર બંગાળ વિધાનસભામાં એક બિલ લાવી છે જેના દ્વારા બળાત્કાર જેવા મામલામાં આરોપીઓને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. વાસ્તવમાં, આ બિલ પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી, હવે તે જ સંદર્ભમાં તેને મંગળવારે પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને અપરાજિતા મહિલા અને બાળ ધારાસભ્ય 2024 નામ આપવામાં આવ્યું છે. મોટી વાત એ છે કે આ બિલ દ્વારા માત્ર મહિલાઓને જ નહીં પરંતુ બાળકોને પણ ઝડપી ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બિલ મુજબ બળાત્કાર અને હત્યાના કેસમાં મૃત્યુદંડ હશે, તેવી જ રીતે ચાર્જશીટ દાખલ કર્યાના 36 દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
- Sep 03, 2024 10:54 IST
Today live News : આજે મંગળવાર સવારથી જ ભરૂચમાં મેઘાની તોફાની બેટિંગ, છ ઈંચ વરસાદ ખાબક્યો
આજે દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને ભરૂચમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 3 સપ્ટેમ્બર 2024, મંગળવારના સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલામાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. નેત્રગમાં પણ પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ, વલસાડમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
- Sep 03, 2024 10:45 IST
Today live News : પોરબંદર પાસે અરબ સાગરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
બાડમેરમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયાના હજી ગણતરીના કલાકો થયા છે ત્યારે ગુજરાતમાં પણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટરે સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઇવરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે.
- Sep 03, 2024 10:42 IST
Today live News : ભરૂચના વાલામાં પોણા 12 ઈંચ વરસાદ
ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ, તાપી, ડાંગ, સુરતમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના વાલા તાલુકામાં પોણા 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ તાપીના સોનગઢમાં સવા 10 ઈંચ વરસાદ પડ્યો હતો. વ્યારામાં પણ નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
- Sep 03, 2024 10:15 IST
Today live News : હરિયાણામાં AAP-કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ઈચ્છે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન AAP સાથે ગઠબંધનની સંભાવના પર હરિયાણા કોંગ્રેસના નેતાઓ પાસેથી અભિપ્રાય માંગ્યો છે. જો કે, હરિયાણા કોંગ્રેસના નેતાઓ તેમના નિવેદનોમાં AAP સાથે ગઠબંધનની સંભાવનાને સતત નકારી રહ્યા છે.
- Sep 03, 2024 10:15 IST
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
આજે 3 સપ્ટેમ્બર 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 03, 2024 09:53 IST
Today live News : શેરબજાર સુધારે ખુલ્યા બાદ નરમ
શેરબજાર સેન્સેક્સ - નિફ્ટીમાં મંગળવારે સુધારે ખુલ્યા બાદ નેગેટિવ ઝોનમાં જતા રહ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82559 સામે મંગળવારે 90 પોઇન્ટથી વધુના ઉંચા ગેપમાં 82652 ખૂલ્યો હતો. જો કે સુસ્ત ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ શરૂઆતમાં 50 પોઇન્ટથી વધુ ઘટીને 82481 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 25278 પાછલા બંધ સામે મંગળવારે 25313 ખૂલ્યો હતો અને 25275 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us