Gujarati News 30 July 2024 Highlights : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ બિલ પાસ, આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 July 2024 : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 July 2024 : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
CM Yogi Adityanath, Yogi Adityanath

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 July 2024 Highlights, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે, જેમાં લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની સજા પણ બમણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યોગી સરકારે સોમવારે ગૃહમાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું.

Advertisment

જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બના સમાચાર, અફવા સાબિત થયા

જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા છે. ટ્રેન નંબર 9226માં બોમ્બ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટ્રેનને ફિરોઝપુરના કાસુ બેગુ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર જ આખી ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુથી જોધપુર જતી વખતે, જ્યારે સુરક્ષા એજન્સીઓએ કંટ્રોલ રૂમમાં ઈનપુટ આપ્યા ત્યારે ટ્રેન ફિરોઝપુર રેલવે સ્ટેશન ક્રોસ કરી ગઈ હતી. ટ્રેનની તપાસ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. આ અફવા સાબિત થઇ છે.

દૃષ્ટિ IASની બહાર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં અકસ્માત બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. મોડી રાત્રે દૃષ્ટિ IAS કોચિંગની બહાર વિદ્યાર્થીઓ એકઠા થયેલા જોવા મળ્યા હતા. હાલ કોર્ટે પકડાયેલા આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ગૃહ મંત્રાલયે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે.

આ કમિટીએ ત્રીસ દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે. આ સિવાય દિલ્હીના એલજીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણ બાળકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ મામલે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. શાસક પક્ષે આ મામલે આમ આદમી પાર્ટીની સરકારને જવાબદાર ઠેરવી છે, જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે MCDમાં ભાજપ લાંબા સમયથી છે, તે તેમની જવાબદારી છે.

Advertisment
  • Jul 31, 2024 00:00 IST

    ભારતનો સુપર ઓવરમાં વિજય, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો

    શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ સુપર ઓવરમાં 2 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલે ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે.ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટી 20 મેચ ભારે રોમાંચ પછી ટાઇ પડી હતી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવી શક્યું હતું.



  • Jul 30, 2024 21:48 IST

    કેરળ ભૂસ્ખલન દુર્ઘટના - બુધવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડ જશે

    કોંગ્રેસના નેતા પવન ખેડાએ વાયનાડ ભૂસ્ખલન પર કહ્યું કે તે ખૂબ જ દુ:ખદ દુર્ઘટના છે, તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આવતીકાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ વાયનાડ જઈ રહ્યા છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને રાહત કાર્યોમાં મદદ કરવા કહ્યું છે. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાનને તેમના પરિવારોને શક્તિ આપવા પ્રાર્થના કરીએ છીએ.

    — ANI_HindiNews (@AHindinews) July 30, 2024



  • Jul 30, 2024 20:25 IST

    હું દરેક ઈવેન્ટમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું - મનુ ભાકર

    પેરિસ ઓલિમ્પિકમાં શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ જણાવ્યું હતું કે મારી પાસે ઓલિમ્પિકમાં ત્રણ ઈવેન્ટ છે અને હું દરેક ઈવેન્ટમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું. હું એ સુનિશ્ચિત કરું છું કે દરેક ઈવેન્ટ સમાન રુપથી સંતુલિત હોય. હું મારી સફળતાનો મોટો હિસ્સો તેમને (કોચ જસપાલ)ને સમર્પિત કરીશ.

    — ANI_HindiNews (@AHindinews) July 30, 2024



  • Jul 30, 2024 18:53 IST

    કેરળ : ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે વાયનાડમાં બચાવ અભિયાન ચલાવ્યું

    કેરળ : ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે વાયનાડના ચુરાલમાલા ક્ષેત્રમાં બચાવ અભિયાન ચલાવ્યું. જ્યાં ભૂસ્ખલનના કારણે 93 લોકોના મોત થયા છે.

    — ANI_HindiNews (@AHindinews) July 30, 2024



  • Jul 30, 2024 17:21 IST

    ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ બિલ પાસ, આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ

    ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે, જેમાં લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની સજા પણ બમણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યોગી સરકારે સોમવારે ગૃહમાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું.



  • Jul 30, 2024 14:45 IST

    સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 126 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ નોંધાયો હતો. જ્યારે પાટણના સિદ્ધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અબડાસામાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોરે બે વાગ્યા સુધીમાં 24 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.



  • Jul 30, 2024 12:40 IST

    જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બના સમાચાર, અફવા સાબિત થઇ

    જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા છે. ટ્રેન નંબર 9226માં બોમ્બ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટ્રેનને ફિરોઝપુરના કાસુ બેગુ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર જ આખી ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુથી જોધપુર જતી વખતે, જ્યારે સુરક્ષા એજન્સીઓએ કંટ્રોલ રૂમમાં ઈનપુટ આપ્યા ત્યારે ટ્રેન ફિરોઝપુર રેલવે સ્ટેશન ક્રોસ કરી ગઈ હતી. ટ્રેનમાં બોમ્બ હોવાની સંભાવના છે. ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. આ માત્ર અફવા સાહિત થઇ છે.



  • Jul 30, 2024 12:17 IST

    સવારે 6થી 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 112 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.



  • Jul 30, 2024 11:15 IST

    સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકના સમયગાળામાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.



  • Jul 30, 2024 10:24 IST

    તમારો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે?

    આજે 30 જુલાઈ 2024, મંગળવાર, આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.



  • Jul 30, 2024 10:23 IST

    દૃષ્ટિ IASની બહાર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

    દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં અકસ્માત બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. મોડી રાત્રે દૃષ્ટિ IAS કોચિંગની બહાર વિદ્યાર્થીઓ એકઠા થયેલા જોવા મળ્યા હતા. હાલ કોર્ટે પકડાયેલા આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ગૃહ મંત્રાલયે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ