Gujarati News 30 March 2024 Highlights: કરણી સેનાનો ઉગ્ર વિરોધ, રાજકોટમાં રૂપાલાનુ પૂતળું સળગાવ્યું, મહાસંમેલન બોલાવાશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 March 2024 : પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકારણ ભારે ગરમાયું છે. અને સમાજની માફિ માગ્યા બાદ પણ વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો હવે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 March 2024 : પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકારણ ભારે ગરમાયું છે. અને સમાજની માફિ માગ્યા બાદ પણ વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો હવે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Karni Sena chief Raj Shekhawat

કરણી સેના પ્રમુખ રાજ શેખાવત - photo - FB Dr Raj Shekhawat

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 March 2024, આજના તાજા સમાચાર: આજે 30 માર્ચ 2024, શનિવારનો દિવસ છે. આજના દિવસની મુખ્ય ઘટનાઓ અંગે વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે એક વીડિયો જાહેર કરીને આ અંગે જાણ કરી હતી. પરસોતમ રૂપાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યો છે કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.

Advertisment

ઈડીએ કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવું

દિલ્હીના પરિવહન અને પર્યાવરણ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. ED દિલ્હીના કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં તેમની પાસેથી કેટલાક પ્રશ્નોની માહિતી માંગે છે. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તેઓ EDની કસ્ટડીમાં છે. તેમની પહેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે મોટી કાર્યવાહી કરી

ભારતીય નૌકાદળે ચાંચિયાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળે શુક્રવારે અરબી સમુદ્રમાં હાઈજેક કરાયેલા ઈરાની જહાજ અલ-કંબર 786ને બચાવી લીધું હતું. આ જહાજમાં 23 પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા અને તેમને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જે ઈરાની જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું તે માછીમારીનું જહાજ હતું અને 12 કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશન બાદ જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું છે.

દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. તેમણે 48 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ડેનિયલનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. ગઈકાલે તેમને છાતીમાં દુખાવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને શુક્રવારે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. આજના દિવસની તમામ ઘટનાઓની અપડેટ્સ માટે વાંચતા રહો આજના તાજા સમાચાર

Advertisment
  • Mar 30, 2024 20:19 IST

    રાજકોટમાં રૂપાલાનું પુતળુ સળગાવાયું

    રાજકોટમાં રૂપાલાનો કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો. ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત વિવિદાસ્પદ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ કરણી સેના સાથે વિરોધમાં જોડાયો. રાજકોટ કરણીસેના સોશિયલ મીડિયા અધ્યક્ષ હિતુભા જાડેજાએ કહ્યું, આ આંદોલન ઉગ્ર બનશે, ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે.



  • Mar 30, 2024 12:25 IST

    કરણી સેનાના રાજ શેખાવતે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપ્યું

    પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ કરણી સેનાના રાજ શેખાવતે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે એક વીડિયો જાહેર કરીને આ અંગે જાણ કરી હતી



  • Mar 30, 2024 12:22 IST

    મુખ્તાર અંસારીનું નિધન, પત્ની અને પુત્ર અબ્બાસ અંતિમ દર્શન ન કરી શક્યા

    ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીને ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. મુખ્તારના અંતિમ સંસ્કાર પહેલા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મુલાકાત દરમિયાન શહાબુદ્દીનનો પુત્ર ઓસામા પણ આવ્યો હતો.



  • Mar 30, 2024 10:15 IST

    આજે લખનૌના સ્ટેડિયમમાં રમાશે આઈપીએલ 2024ની 11મી મેચ

    આજે લખનૌના સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની 11 મી મેચમાં લખનૌ અને પંજાબ વચ્ચે ટક્કર થશે. સાંજે 7.30 વાગ્યે મેચ શરુ થશે.



  • Mar 30, 2024 09:42 IST

    ઉત્તર પ્રદેશના દેવરિયામાં સિલિન્ડર ફાટ્યો, મહિલા સહિત 4 લોકોના મોત

    ઉત્તર પ્રદેશના દેવરિયાના ડુમરી ગામમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટના કારણે ચાર લોકોના મોત થયા છે. દેવરિયાના ડીએમ અખંડ પ્રતાપ સિંહે કહ્યું, “શનિવારે સવારે ડુમરી ગામમાં એક મહિલા ગેસ પર ચા બનાવી રહી હતી. દરમિયાન સિલિન્ડર વિસ્ફોટને કારણે એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.



  • Mar 30, 2024 09:14 IST

    ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે મોટી કાર્યવાહી કરી

    ભારતીય નૌકાદળે ચાંચિયાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળે શુક્રવારે અરબી સમુદ્રમાં હાઈજેક કરાયેલા ઈરાની જહાજ અલ-કંબર 786ને બચાવી લીધું હતું. આ જહાજમાં 23 પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા અને તેમને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જે ઈરાની જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું તે માછીમારીનું જહાજ હતું અને 12 કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશન બાદ જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું છે.



  • Mar 30, 2024 09:05 IST

    ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું હાર્ટ એટેકથી નિધન

    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. તેમણે 48 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.



  • Mar 30, 2024 08:17 IST

    તમારો શનિવારનો દિવસ કેવો રહેશે

    30 માર્ચ 2024, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિફળ.



  • Mar 30, 2024 08:16 IST

    આજે ઉત્તર પ્રદેશ ગેંગસ્ટરના અંતિમ સંસ્કાર થશે

    ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક બાદ મોત થયું હતું. આજે તેને દફનાવવામાં આવશે. જેની તૈયારીઓ ચાલી રહી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ