/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/PM-Modi-1-2.jpg)
પીએમ નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં ભગવતી અમ્મન મંદિરમાં પ્રાર્થના કરી (તસવીર - બીજેપી ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો કેરળના તિરુવનંતપુમથી કોંગ્રેસ સાંસદ શશિ થરુરના સહાયક શિવકુમારની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજસ્થાનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચી ગયો છે. અહીં વાંચો આજના તાજા સમાચાર.
પીએમ મોદીની 45 કલાકની ધ્યાન સાધના શરૂ
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ દરિયાકિનારે કન્યાકુમારી દેવીને સમર્પિત 108 શક્તિપીઠોમાંથી એક ઐતિહાસિક શ્રી ભગવતી અમ્મન મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા-અર્ચના કરી હતી.
જાણકારી અનુસાર ભગવતી અમ્મન મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદી સાંજે 6.45 વાગ્યે ધ્યાનમાં બેઠા હતા. હવે વડાપ્રધાન 45 કલાક ધ્યાનની સ્થિતિમાં રહેશે. આ 45 કલાક સુધી તેમનો આહાર નાળિયેર પાણી, દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી હશે. તે ધ્યાનના રૂમમાંથી બહાર નહીં આવે અને મૌન રહેશે.
જમ્મુ-કાશ્મીરના અખનૂર પાસે બસ ખીણમા ખાબકી, 15 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના અખનૂર પાસે એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. તીર્થયાત્રીઓને લઇને જતી બસ ખીણમાં પડી હતી. આ ઘટનામાં સુધીમાં 15 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ બસ યુપીના હાથરસથી શિવ ખોડી જઇ રહી હતી.
સપા નેતા આઝમ ખાનને મોટો ફટકો, એક કેસમાં કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોટો ફટકો પડ્યો છે. ડુંગરપુર કેસમાં રામપુરની એમપી-એમએલએ કોર્ટે આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે આઝમ પર 14 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. બુધવારે આ કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે આઝમ ખાનને ડુંગરપુરમાં જમીન પર કબજો કરવા અને મકાનોમાં તોડફોડ કરવા માટે દોષિત ઠેરવ્યા છે.
કેજરીવાલની જામીન અરજી પર 1 જૂને સુનાવણી થશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2 જૂને શરણાગતિના ત્રણ દિવસ પહેલા જ રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટ હવે તેમની અરજી પર 1 જૂને સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં પૈસાની લેવડ-દેવડ સંબંધિત કેટલાક આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ વચગાળાના જામીન પર બહાર હતો અને હવે તેણે 2જી તારીખે આત્મસમર્પણ કરવું પડશે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી દરમિયાન રોલર નીચે કચડાઇ જતાં યુવકનું મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી ચાલું છે ત્યારે રાજુલાની ભેરાઇ ચોકડી નજીક મજૂર યુવક પર રોલર ફરી જતા કમકમાટી ભર્યુ મોત થયું. આ ધટના પગલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ લક્કડ સહિત પોલીસ ધટના સ્થળે પહોચ્યો. મૃતક યુવકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે પીપાવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. (અમરેલીથી યશપાલ વાળાનો રિપોર્ટ)
T20 વર્લ્ડ કપઃ ભારત-પાકિસ્તાન મેચ પર આતંકી હુમલાનો ખતરો
આ વખતે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આતંકવાદી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ISIS મોટો હુમલો કરી શકે છે. આતંકવાદી સંગઠને ભારત-પાક મેચ દરમિયાન સ્ટેડિયમ પર ડ્રોન હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે. તે ધમકી બાદથી સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્ટેડિયમની નજીકના વિસ્તારોમાં વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે.
શશિ થરૂરના PAની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ
કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયક શિવકુમારની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો. તેમના કબજામાંથી ગેરકાયદે લાવેલું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવ કુમાર આઈજીઆઈ એરપોર્ટ પર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. દરમિયાન કસ્ટમ્સની ટીમે તેની ધરપકડ કરી હતી.
- May 30, 2024 23:53 IST
પીએમ મોદીની 45 કલાકની ધ્યાન સાધના શરૂ
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ દરિયાકિનારે કન્યાકુમારી દેવીને સમર્પિત 108 શક્તિપીઠોમાંથી એક ઐતિહાસિક શ્રી ભગવતી અમ્મન મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા-અર્ચના કરી હતી.
જાણકારી અનુસાર ભગવતી અમ્મન મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદી સાંજે 6.45 વાગ્યે ધ્યાનમાં બેઠા હતા. હવે વડાપ્રધાન 45 કલાક ધ્યાનની સ્થિતિમાં રહેશે. આ 45 કલાક સુધી તેમનો આહાર નાળિયેર પાણી, દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી હશે. તે ધ્યાનના રૂમમાંથી બહાર નહીં આવે અને મૌન રહેશે.
- May 30, 2024 21:42 IST
માનેસરમાં એક કાપડ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગી
હરિયાણા: માનેસરમાં એક કાપડ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર હાજર છે.
#WATCH गुरुग्राम, हरियाणा: मानेसर में एक कपड़ा निर्माण इकाई में आग लगी। दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/tQKM26GgE2
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
- May 30, 2024 21:00 IST
મુંબઈ : વિક્રોલી પૂર્વમાં રહેણાંક મકાનના સ્લેબનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત
મુંબઈ : વિક્રોલી પૂર્વમાં રહેણાંક મકાનના સ્લેબનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો છે : BMC, મુંબઈ
- May 30, 2024 18:59 IST
પીએમ નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં ભગવતી અમ્મન મંદિરમાં પ્રાર્થના કરી
પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં ભગવતી અમ્મન મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે 30 મે ની સાંજથી 1 જૂન સુધી ધ્યાન કરશે. PM મોદી એ જ ધ્યાન મંડપમમાં દિવસ-રાત ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने तमिलनाडु के कन्याकुमारी में भगवती अम्मन मंदिर में प्रार्थना की।
वे 30 मई की शाम से 1 जून की शाम तक ध्यान करेंगे।
प्रधानमंत्री नरेंद्र मोदी उसी स्थान पर ध्यान(ध्यान मंडपम में) करेंगे, जहां स्वामी विवेकानंद ने ध्यान किया था। pic.twitter.com/pBwtdPBbL6— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
- May 30, 2024 18:09 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા. જ્યાં ધ્યાન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા. જ્યાં તેઓ 30 મે ની સાંજથી 1 જૂન સુધી ધ્યાન કરશે. PM મોદી એ જ ધ્યાન મંડપમમાં દિવસ-રાત ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
#WATCH तमिलनाडु | प्रधानमंत्री नरेंद्र मोदी कन्याकुमारी पहुंचे जहां वह 30 मई की शाम से 1 जून की शाम तक ध्यान करेंगे।
पीएम मोदी उसी ध्यान मंडपम में दिन-रात ध्यान करेंगे, जहां स्वामी विवेकानन्द ने ध्यान किया था। pic.twitter.com/4D2Yi1iCfH— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
- May 30, 2024 17:02 IST
જમ્મુ-કાશ્મીરના અખનૂર પાસે બસ ખીણમા ખાબકી, 15 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના અખનૂર પાસે એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. તીર્થયાત્રીઓને લઇને જતી બસ ખીણમાં પડી હતી. આ ઘટનામાં સુધીમાં 15 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ બસ યુપીના હાથરસથી શિવ ખોડી જઇ રહી હતી.
जम्मू एवं कश्मीर: अखनूर के पास एक बस दुर्घटनाग्रस्त हो गई। घटना में अब तक 15 लोगों के हताहत होने की खबर है और 15 लोग घायल हुए हैं: राजिंदर सिंह तारा, परिवहन आयुक्त, जम्मू-कश्मीर https://t.co/ObGp6V1S07
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
- May 30, 2024 16:29 IST
સપા નેતા આઝમ ખાનને મોટો ફટકો, એક કેસમાં કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોટો ફટકો પડ્યો છે. ડુંગરપુર કેસમાં રામપુરની એમપી-એમએલએ કોર્ટે આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે આઝમ પર 14 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. બુધવારે આ કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે આઝમ ખાનને ડુંગરપુરમાં જમીન પર કબજો કરવા અને મકાનોમાં તોડફોડ કરવા માટે દોષિત ઠેરવ્યા છે.
- May 30, 2024 16:03 IST
મારા માટે કાશી એ ભક્તિ, શક્તિનું શહેર છે - પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી માટે મતદાનનો દિવસ આવી ગયો છે. મારા માટે કાશી એ ભક્તિ, શક્તિ અને વિરક્તિનું શહેર છે. કાશી વિશ્વની સાંસ્કૃતિક રાજધાની છે, સંગીતની ભૂમિ છે. આ નગરીનો પ્રતિનિધિ હોવું બાબા વિશ્વનાથની અપાર કૃપા અને આપ કાશીવાસીઓના આશીર્વાદથી જ શક્ય છે.
- May 30, 2024 14:23 IST
કેજરીવાલની જામીન અરજી પર 1 જૂને સુનાવણી થશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2 જૂને શરણાગતિના ત્રણ દિવસ પહેલા જ રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટ હવે તેમની અરજી પર 1 જૂને સુનાવણી કરશે.
- May 30, 2024 13:52 IST
સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ કેજરીવાલ હવે નીચલી કોર્ટમાં પહોંચ્યા
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2 જૂને શરણાગતિના ત્રણ દિવસ પહેલા રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. કોર્ટ આજે બપોરે 2 વાગ્યે તેમની અરજી પર સુનાવણી કરશે. હાલમાં તે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ વચગાળાના જામીન પર બહાર હતો અને હવે તેણે 2જી તારીખે આત્મસમર્પણ કરવું પડશે.
- May 30, 2024 13:39 IST
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી દરમિયાન રોલર નીચે કચડાઇ જતાં યુવકનું મોત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/road-roller-amreli.jpg)
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી ચાલું છે ત્યારે રાજુલાની ભેરાઇ ચોકડી નજીક મજૂર યુવક પર રોલર ફરી જતા કમકમાટી ભર્યુ મોત થયું. આ ધટના પગલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ લક્કડ સહિત પોલીસ ધટના સ્થળે પહોચ્યો. મૃતક યુવકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે પીપાવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. (અમરેલીથી યશપાલ વાળાનો રિપોર્ટ)
- May 30, 2024 10:50 IST
નોઈડાની સોસાયટીમાં એસી ફાટવાથી લાગી ભીષણ આગ
નોઈડાની એક સોસાયટીમાં એસી ફાટવાથી આગ લાગી હતી. આગની ઝપેટમાં અનેક ફ્લેટ આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
- May 30, 2024 10:31 IST
T20 વર્લ્ડ કપઃ ભારત-પાકિસ્તાન મેચ પર આતંકી હુમલાનો ખતરો
આ વખતે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આતંકવાદી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ISIS મોટો હુમલો કરી શકે છે.
- May 30, 2024 10:17 IST
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં લાગી આગ
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચાર મળી રહ્યા છે. કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી હતી. જોકે આગને કાબુમાં લેવાઈ હાલ કોઈ જાનહાનીના સમાચાર નહીં.
- May 30, 2024 09:17 IST
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગની આજની આગાહીની વાત કરીએ તો આજે 30 મે 2024, ગુરુવારના દિવસે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ધૂળની ડરમીઓ સાથે પવન ફૂંકાશે.
- May 30, 2024 08:23 IST
આજે ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/thursday-horoscope.jpg)
આજે 30 મે 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- May 30, 2024 08:22 IST
શશિ થરૂરના PAની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ
કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયક શિવકુમારની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us