Gujarati News 30 November 2024 : પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 November 2024: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 November 2024: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Kejriwal Attacked, Kejriwal

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો (@AamAadmiParty)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 November 2024, આજના તાજા સમાચાર: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના સુરક્ષા કર્મચારીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો.

Advertisment

તમિલનાડુમાં ફેંગલ ચક્રવાત, સરકાર દરેક સ્થિતિ સામે લડવા તૈયાર

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. તે શનિવારે સાંજ સુધીમાં પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લાની વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

IMD એ ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, કુડ્ડલોર જિલ્લાઓ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. એટલું જ નહીં, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને IT કંપનીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મહાયુતિને મહારાષ્ટ્રમાં ઐતિહાસિક જીત મળી છે. મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદીની હાજરીમાં 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.

Advertisment

આ સિવાય સંભલમાં હિંસા અને તણાવ બાદ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ

આ સિવાય જો સંભલની વાત કરીએ તો અહીં હિંસા અને તણાવ બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. એક તરફ સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટમાં સુનાવણી પર સ્ટે મુકી કેસ હાઈકોર્ટમાં મોકલી આપ્યો છે અને સર્વે રિપોર્ટ સીલબંધ હાલતમાં હાઈકોર્ટને આપવા જણાવ્યું છે. જિલ્લામાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.

  • Nov 30, 2024 22:28 IST

    Today Live News : આપના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ, ગેંગસ્ટર સાથે વાતચીતનો ઓડિયો સામે આવ્યો

    આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલિયાનની મુશ્કેલીઓ વધી છે. નરેશ બાલિયાનની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એક વર્ષ જૂના કથિત વસૂલીના કેસમાં પોલીસે પહેલા અટકાયત કરી હતી, પરંતુ બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ નરેશ બાલિયાન અને ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુના કથિત વાયરલ ઓડિયોની પૂછપરછ કરી રહી છે.



  • Nov 30, 2024 20:21 IST

    Today Live News : મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે

    મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મહાયુતિને મહારાષ્ટ્રમાં ઐતિહાસિક જીત મળી છે. મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદીની હાજરીમાં 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.



  • Nov 30, 2024 19:22 IST

    Today Live News : પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ

    દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના સુરક્ષા કર્મચારીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો.



  • Nov 30, 2024 18:38 IST

    Today Live News : એશિયા અંડર-19 કપમાં ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામે પરાજય

    શાહઝેબ ખાનની સદી (159) સદી બાદ અલી રઝાની ચુસ્ત બોલિંગ (3 વિકેટ)ની મદદથી પાકિસ્તાનની અંડર-19 ટીમે એશિયા અંડર-19 ટૂર્નામેન્ટમાં ભારતની અંડર-19 ટીમ સામે 43 રને વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 281 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 47.1 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. શાહઝેબ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.



  • Nov 30, 2024 16:58 IST

    Today Live News : મદ્રાસ યુનિવર્સિટીએ પરીક્ષા સ્થગિત કરી

    ચક્રવાતી તોફાન 'ફેંગલ'ના કારણે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને મદ્રાસ યુનિવર્સિટીએ રવિવારે યોજાનારી તેની ડિસ્ટન્સ મોડ પરીક્ષાઓ મુલતવી રાખી છે. આ પરીક્ષાઓ હવે 15 ડિસેમ્બરે લેવામાં આવશે.



  • Nov 30, 2024 15:40 IST

    Today Live News : ચેન્નાઈમાં ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પાણીમાં ડૂબ્યા

    ફેંગલ સાયક્લોનના કારણે ચેન્નાઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. વાહનચાલકોને વાહનવ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે ચક્રવાત ફેંગલ આજે સાંજે લેન્ડફોલ થવાની ધારણા છે.



  • Nov 30, 2024 12:15 IST

    Today Live News : 90 કિમી ઝડપે ટકરાશે ફેંગત ચક્રવાતઃ મોસમ વિભાગ

    તમિલનાડુમાં ફેંગલ ચક્રવાત ટકરાવાનું છે ત્યારે ચૈન્નઈમાં ભારે વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં જળભરાવ પણ થવા લાગ્યો છે. આઈએમડી અનુસાર ચક્રવાતી તૂફાન ફેંગલ 30 નવેમ્બરની સાંજે 70-90 કિમી પ્રતિ કલાકની રફ્તારથી પોંડીચેરીને ટકાવી શકે છે.



  • Nov 30, 2024 12:13 IST

    Today Live News : સીએમ સ્ટાલિનનો દાવોઃ સરકાર દરેક સ્થિતિ સામે લડવા તૈયાર

    ફેંગલ ચક્રવાતી તોફાન પર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે મૌસમ વિભાગે ચેતવણી આપી છે. આગામી બે ત્રણ દિવસમાં સતત વરસાદ પડશે. તમિલનાડુ સરકારની સતત નજર છે. સરકાર સાવચેતીના પગલાં ઉઠાવી રહી છે. ચક્રવાત આજ રાતે તટને પાર કરી જશે. રાહત કાર્ય ચાલી રહ્યું છે. રાહત શિવિર સ્થાપિત કરવામાં આવ્યા છે. લોકોનું સ્થાનાંતર પણ કરવામાં આવ્યું છે.



  • Nov 30, 2024 09:44 IST

    Today Live News : ગાંધીનગરમાં એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા 350 સ્થળોએ દરોડા

    ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમ દ્વારા હિસ્ટ્રી સિટર ગુનેગારોના ઘરે વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ 24 ટીમો બનાવી આરોપીઓ ના ઘરે પોલીસ ત્રાટકી છે. રાજ્યના ડીજી ની સુચનાથી પોલીસ દ્વારા એક સાથે ઓપરેશન કરવામાં આવ્યું છે.



  • Nov 30, 2024 09:16 IST

    Today Live News : ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો

    ગુજરાતમાં અત્યારે શિયાળો એકદમ જામી ગયો છે. ઠંડી પણ પ્રમાણમાં પડવા લાગી છે જોકે, શુક્રવારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગુરુવારની તુલનાએ શુક્રવારે 1-2 ડિગ્રી તાપમાન વધ્યું હતું. રાજ્યમાં 14 ડિગ્રીથી લઈને 24.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 14 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 24.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 18.1 ડિગ્રી, ડીસામાં 17.6 ડિગ્રી, નલિયામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



  • Nov 30, 2024 09:15 IST

    Today Live News : આ સિવાય સંભલમાં હિંસા અને તણાવ બાદ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ

    આ સિવાય જો સંભલની વાત કરીએ તો અહીં હિંસા અને તણાવ બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. એક તરફ સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટમાં સુનાવણી પર સ્ટે મુકી કેસ હાઈકોર્ટમાં મોકલી આપ્યો છે અને સર્વે રિપોર્ટ સીલબંધ હાલતમાં હાઈકોર્ટને આપવા જણાવ્યું છે. જિલ્લામાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ આજે પહોંચશે, જેના કારણે પ્રશાસન અને સપા નેતાઓ વચ્ચે ઘર્ષણની શક્યતા છે.



  • Nov 30, 2024 09:15 IST

    Today Live News : ચક્રવાતી તોફાન ફેંગલને લઈને એલર્ટ જારી

    દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. તે શનિવારે સાંજ સુધીમાં પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લાની વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત દેશ