/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/noida-fire.jpg)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 30 October 2024, આજના તાજા સમાચાર: નોઈડાના સેક્ટર-74ના સરફાબાદમાં નિર્માણાધીન લોટસ ગ્રાન્ડિયર બેન્ક્વેટ હોલમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં તેણે સમગ્ર બેન્ક્વેટ હોલને લપેટમાં લઈ લીધો. આગને કારણે એક ઇલેક્ટ્રિશિયનનું મોત થયું હતું. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
નોઇડાના ડીસીપી રામબદન સિંહે જણાવ્યું હતું કે સેક્ટર 74માં નિર્માણાધીન લોટસ ગ્રાન્ડ્યુર બેન્ક્વેટ હોલમાં સવારે 3:30 વાગ્યે આગની જાણ થઈ હતી. બપોરે 3.40 કલાકે 15 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ ઓલવવામાં ઘણો સમય લાગ્યો હતો. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હમણાં જ માહિતી મળી છે કે આ ઘટનામાં પરમિંદર નામના ઈલેક્ટ્રીશિયનનું દાઝી જવાથી મૃત્યુ થયું છે.
દિલ્હીની કોર્ટના આદેશ બાદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે
દિલ્હીની કોર્ટના આદેશ બાદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે છેતરપિંડીના એક કેસમાં નવેસરથી તપાસના નિર્દેશ આપ્યા છે. કોર્ટે આ સાથે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અન્યને ફ્લેટ ખરીદદારો સાથે કથિત છેતરપિંડીના કેસમાં આરોપમુક્ત કરવાના આદેશને ફગાવી દીધો છે.
પીએમ મોદીએ કેવડિયાના એકતાનગરમાં 280 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
પીએમ નરેન્દ્ર મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સરદાર પટેલની જન્મ જયંતિને લઈ ઉજવાતા એકતા દિવસને લઈ બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. પીઅમ મોદીએ 280 કરોડથી વધુના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા છે.
- Oct 30, 2024 22:23 IST
Today News Live : દિલ્હીની કોર્ટના આદેશ બાદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે.
દિલ્હીની કોર્ટના આદેશ બાદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે છેતરપિંડીના એક કેસમાં નવેસરથી તપાસના નિર્દેશ આપ્યા છે. કોર્ટે આ સાથે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અન્યને ફ્લેટ ખરીદદારો સાથે કથિત છેતરપિંડીના કેસમાં આરોપમુક્ત કરવાના આદેશને ફગાવી દીધો છે.
- Oct 30, 2024 21:28 IST
Today News Live : અયોધ્યા દીપોત્સવ અને સરયુ આરતી પર રેકોર્ડ
અયોધ્યા દીપોત્સવ અને સરયુ આરતી પર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નિશ્ચલ બારોટે જણાવ્યું હતું કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયકો આવ્યા અને તેમણે અમારા બંને પ્રયાસોને પ્રમાણિત કર્યા. પહેલો પ્રયાસ સૌથી વધુ સંખ્યામાં લોકો માટે આરતી કરવાનો. એટલે કે 1121 લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ દુનિયાની સૌથી મોટી આરતી હતી. બીજા પ્રયાસમાં 25,12,585 તેલના દીવા કરવાનો હતો. અમે બંને પ્રયાસોમાં નવો રેકોર્ડ બનાવ્યા.
- Oct 30, 2024 20:06 IST
Today News Live : રાજનાથ સિંહે અસમમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપી
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અસમમાં મેઘના સ્ટેડિયમમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને દિવાળીની પૂર્વ સંધ્યાએ તમારી વચ્ચે રહેવાની તક મળી. મારે આજે તવાંગમાં હોવાનું હતું. મારું બડાખાના પણ તવાંગમાં ત્યાંના બહાદુર સૈનિકો સાથે હતું. પણ કદાચ ભગવાનની ઈચ્છા હતી કે જો હું આજે 'બડાખાના'માં હાજરી આપું તો હું તેજપુરના બહાદુર સૈનિકો સાથે હોઉં.
- Oct 30, 2024 18:35 IST
Today News Live : પીએમ મોદીએ કેવડિયાના એકતાનગરમાં 280 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
પીએમ નરેન્દ્ર મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સરદાર પટેલની જન્મ જયંતિને લઈ ઉજવાતા એકતા દિવસને લઈ બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. પીઅમ મોદીએ 280 કરોડથી વધુના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા છે.
- Oct 30, 2024 14:32 IST
Today News Live : યુપીમાં 1 નવેમ્બરે પણ જાહેર રજા રહેશે, દિવાળી પર યોગી સરકારની મોટી જાહેરાત
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે દિવાળીની રજાઓને લઈને મોટી જાહેરાત કરી છે. દિવાળીના કારણે સમગ્ર રાજ્યમાં 31મી ઓક્ટોબરની રજા પહેલાથી જ નક્કી છે, પરંતુ હવે સરકારે 1લી નવેમ્બર 2024ના રોજ પણ દિવાળીની રજા જાહેર કરી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં 1 નવેમ્બરે જાહેર રજા રહેશે. વાસ્તવમાં, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 31મી ઓક્ટોબર 2024ના રોજ દિવાળી સિવાય બીજા દિવસે એટલે કે 1લી નવેમ્બરે રજા રહેશે. જો કે આ રજા અંગે એક શરત પણ મુકવામાં આવી છે.
- Oct 30, 2024 10:10 IST
Today News Live : સેન્સેક્સ વધીને ખુલ્યા બાદ 300 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 80 પોઇન્ટ નરમ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ 80369 પાછલા બંધ સામે આજે 80237 ખુલ્યો હતો. જો કે વેચવાલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ ખુલી 80000 નીચે સરકી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 24466 પાછલા બંધ સામે આજે 24371 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 80 પોઇન્ટના ઘટાડે 24386 ટ્રેડ કરી રહ્યો છે.
- Oct 30, 2024 10:05 IST
Today News Live : MK સ્ટાલિને પસુમ્પોન મુથુરામલિંગા થેવરને શ્રદ્ધાંજલિ અર્પી
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને અન્ય મંત્રીઓએ મદુરાઈના ગોરીપાલયમ જંક્શન ખાતે પસુમ્પન મુથુરામાલિંગા થેવરને શ્રદ્ધાંજલિ આપી હતી.
- Oct 30, 2024 09:59 IST
Today News Live : સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી, 2 કરોડની ખંડણી માંગી
સલમાન ખાનનો જીવ જોખમમાં છે, 29 ઓક્ટોબરે જ પોલીસે સલમાનને ધમકી આપનાર 20 વર્ષના છોકરાની ધરપકડ કરી હતી અને હવે ફરી એકવાર મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ આવ્યો છે. આ વ્યક્તિએ મુંબઈ પોલીસને મેસેજ મોકલીને સલમાન પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આજતકના રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસના ફોન પર એક મેસેજ આવ્યો હતો, જેમાં 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. મેસેજ મળ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં ધમકી વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
- Oct 30, 2024 09:56 IST
Today News Live : નોઈડાના લોટસ બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ
નોઈડાના સેક્ટર-74ના સરફાબાદમાં નિર્માણાધીન લોટસ ગ્રાન્ડિયર બેન્ક્વેટ હોલમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં તેણે સમગ્ર બેન્ક્વેટ હોલને લપેટમાં લઈ લીધો. આગને કારણે એક ઇલેક્ટ્રિશિયનનું મોત થયું હતું. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
નોઇડાના ડીસીપી રામબદન સિંહે જણાવ્યું હતું કે સેક્ટર 74માં નિર્માણાધીન લોટસ ગ્રાન્ડ્યુર બેન્ક્વેટ હોલમાં સવારે 3:30 વાગ્યે આગની જાણ થઈ હતી. બપોરે 3.40 કલાકે 15 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ ઓલવવામાં ઘણો સમય લાગ્યો હતો. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હમણાં જ માહિતી મળી છે કે આ ઘટનામાં પરમિંદર નામના ઈલેક્ટ્રીશિયનનું દાઝી જવાથી મૃત્યુ થયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us