Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 31 January 2025, આજના તાજા સમાચાર: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ના સાત ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધા છે. આ ધારાસભ્યોમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત, જનકપુરીથી ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરથી મદનલાલ, પાલમથી ભાવના ગૌર સામેલ છે. આ પાંચ ધારાસભ્યોને હાલની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી નથી. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં ધારાસભ્ય નરેશ યાદવ, ધારાસભ્ય પવન શર્મા અને ધારાસભ્ય ગિરીશ સોનીનો પણ સમાવેશ થાય છે.
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ પોતાના સંબોધનમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી
આજે સંસદમાં બજેટ શત્ર શરૂ થયું છે આ બજેટ સેશન પહેલા સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરાયું હતું. આ ઈકોનોમિક સર્વે ખુબ જ મહત્વનો છે. જેનાથી દેશની આર્થિક તાકાત વિશે જાણી શકાય છે. આ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે મૌની અમાસ દિવસે જે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમના પરિવાર પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આપણે સાથે મળીને આગળ વધીશું ત્યારે આપણી ભાવિ પેઢીઓને 2047માં એક વિકસિત, મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ ભારત જરૂર જોવા મળશે.
સોનિયા ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ કહ્યું – 10 કરોડ આદિવાસી ભાઇ-બહેનોનું અપમાન
સોનિયા ગાંધીના નિવેદન પર પીએમ મોદી પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ એક રેલીમાં કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 10 કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાથી આવે છે, હિન્દી તેમની માતૃભાષા પણ નથી, પરંતુ તેમ છતાં તેમણે આટલું શાનદાર ભાષણ આપ્યું અને કોંગ્રેસને તે કંટાળાજનક લાગ્યું.
મીડિયા સોનિયા ગાંધી પાસેથી એ જાણવા માંગતું હતું કે તેઓ રાષ્ટ્રપતિ મુર્મૂના ભાષણ વિશે શું કહેવા માંગે છે. પહેલા તો સોનિયાએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો પરંતુ પછી તેમણે રાહુલ ગાંધી સામે જોઈને કહ્યું કે Poor Lady, તે છેલ્લે સુધી તો ખૂબ થાકી ગયા હતા. સોનિયા ગાંધીએ આવો કટાક્ષ કર્યો તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને બોરિંગ ગણાવ્યું હતું. તે એવું કહેતા પણ જોવા મળ્યા કે આવ્યા કે તેમણે વારંવાર જૂની વાતો રિપીટ કરી હતી.
અલકાયદાના ટોચના કમાન્ડર સલાહ અલ-જાબીર એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો
અમેરિકાએ સીરિયામાં મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં અલકાયદાનો ટોચનો કમાન્ડર સલાહ અલ-જબીર માર્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, એ જ કાર્યવાહીમાં અમેરિકાને મોટી સફળતા મળી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આ હવાઈ હુમલાની પુષ્ટિ કરતા દાવો કર્યો છે કે આતંકવાદીઓનું નેટવર્ક નાશ પામ્યું છે.
બજેટ પહેલા સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળી 77000 પાર
બજેટ 2025 પહેલા શેરબજારમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સ પાછલા બંધ 76759 સામે આજે 76888 ખુલ્યો હતો. બ્લુ ચીપ શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળી 77000 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23249 સામે આજે 23296 ખુલ્યો હતો. શેરબજારમાં સુધારાથી સેન્સેક્સ 100 પોઇન્ટ વધીને 23300 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ શેરમાં નબળાઇથી બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઇન્ટ ડાઉન હતો જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 400 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.
આજથી બજેટ સત્ર શરુ
આજે 31 જાન્યુઆરી 2025 અને શુક્રવારથી દેશનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રને સૌથી વધુ હોબાળો માનવામાં આવી રહ્યો છે કારણ કે આ એક સત્ર દ્વારા દેશનો આર્થિક પાયો નાખવાનો છે. મોદી સરકાર સામે ઘણા પડકારો છે, મોંઘવારીથી લઈને નબળા રૂપિયા સુધી, તેણે ઘણા મોરચે સમસ્યાઓ વધારી છે. આ કારણસર સરકાર બેકફૂટ પર જઈ રહી હોવાનું માની વિપક્ષ પોતાના માટે વધુ તકો શોધી રહ્યો છે.
નલિયામાં એક દિવસમાં 5 ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું
ગુજરાતમાં અત્યારે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 12.3 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 12.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું. જોકે, નલિયામાં 5.2 ડિગ્રી તાપમાન વધીને 15.2 ડિગ્રી લઘુતમ સપાટીએ રહ્યું હતું.





