Gujarati News 31 March 2024 Lives: પીએમ મોદીએ કહ્યું - 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવશે

India Gujarat Today Latest News in Gujarati Lives, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 31 March 2024 : દિલ્હી લિકર કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી દિલ્હીના રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PM Modi in Meerut, PM Modi, Lok Sabha elections 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠમાં જનસભાને સંબોધી હતી. (તસવીર - બીજેપી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati Lives, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 31 March 2024, આજના તાજા સમાચાર : આજે 31 માર્ચ 2024, રવિવાર છે. આજના દિવસની મુખ્ય ઘટનાઓ અંગે વાત કરીએ તો દિલ્હી લિકર કેસમાં અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની વિરુદ્ધમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં આજે મહારેલી સાથે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત સાથે ગુજરાત સહિત સમગ્ર દેશમાં તાપમાન વધી રહ્યું છે. આજે ઈન્કમ ટેક્સ વિભાગની ઓફિસો અને બેંકો નાણાંકીય વર્ષની પતાવટની કામગીરી માટે ખુલ્લી રહેશે. રાજકારણ, ક્રાઈમ, વેપાર, મનોરંજન સહિત ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ સમાચારના gujarati.indianexpress.com પર અપડેટ મેળવો

Advertisment

પીએમ મોદીએ કહ્યું - 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠમાં કહ્યું કે 2024ની આ ચૂંટણી માત્ર સરકાર બનાવવાની નથી, કોણ સાંસદ બને છે અને કોણ નહીં તેના વિશે નથી. 2024ની ચૂંટણી વિકસિત ભારત બનાવવાની છે. 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવશે.

ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં રાહુલ ગાંધી, સુનીતા કેજરીવાલ સહિત વિપક્ષના ઘણા નેતા પહોંચ્યા

Advertisment

ઈન્ડિયા ગઠબંધન દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ નેતા અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામેલ થયા હતા. આ સિવાય એનસીપીના નેતા શરદ પવાર, ઝારખંના સીએમ ચમ્પાઈ સોરેન, ડીએમકે સાંસદ તિરુચિ એન શિવા, ઉદ્વવ ઠકારે અને સાથી નેતા, સંજય રાઉત પણ સામેલ થયા છે.

તેલંગાણામાં BRS ધારાસભ્ય અને તેમની દિકરી કોંગ્રેસમાં જોડાયા

તેલંગાણામાં કોંગ્રેસ મજબૂત થઇ રહ્યું છે. બીઆરએસના ધારાસભ્ય કાદિયામ શ્રીહરિ અને તેમની દિકરી કાદિયામ કાવ્યા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.

દ્વારકામાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ, બાળકી સહિત 4 લોકોના કરુણ મોત

દ્વારકામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાથી એક મકાનમાં ભયંકર આગ લાગી હતી. મકાનમાં આગ લાગવાથી બે મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર દ્વારકામાં આદિત્ય રોડ પર આવેલા એક મકાનમાં રવિવારે વહેલી સવારે અંદાજે 4 વાગેની આસપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.

  • Mar 31, 2024 16:20 IST

    પીએમ મોદીએ કહ્યું - 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠમાં કહ્યું કે 2024ની આ ચૂંટણી માત્ર સરકાર બનાવવાની નથી, કોણ સાંસદ બને છે અને કોણ નહીં તેના વિશે નથી. 2024ની ચૂંટણી વિકસિત ભારત બનાવવાની છે. 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવશે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 15:44 IST

    પીએમ મોદી મેરઠમાં જનસભાને સંબોધિત કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 15:10 IST

    ઉત્તરપ્રદેશમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIM અને અપના દળ વચ્ચે ગઠબંધન

    ઉત્તરપ્રદેશના લખનઉમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIM એ અપના દળ સાથે ગઠબંધન કર્યુ છે. ડૉ. પલ્લવી પટેલના અપના દળ (કામરાવાડી) અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં AIMIM એ ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની જાહેરાત કરી. પ્રેમચંદ બિંદની પ્રગતિશીલ માનવ સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય ઉદય પાર્ટી જેવા અન્ય પક્ષો પણ આ ગઠબંધનમાં સામેલ છે.

    — ANI (@ANI) March 31, 2024

  • Mar 31, 2024 14:11 IST

    ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં સુનીતા કેજરીવાલે 6 ગેરંટી આપી

    ઈન્ડિયા ગઠબંધનની મહારેલીને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું, જો તમે બધા ઈન્ડિયા ગઠબંધનને તક આપો, તો આપણે સાથે મળીને આટલા મહાન રાષ્ટ્રનું નિર્માણ કરીશું, માત્ર નામાં ઈન્ડિયા ગઠબંધન નહીં પરંતુ દિલ્હીમાં INDIA છે… હું (અરવિંદ કેજરીવાલ) ભારત ગઠબંધન વતી, 140 કરોડ ભારતીયોને 6 ગેરંટી આપું છું… પ્રથમ - અમે સમગ્ર દેશમાં 24 કલાક વીજળી આપીશું, બીજું - અમે સમગ્ર દેશમાં ગરીબોને મફત વીજળી આપીશું, ત્રીજું - દરેક ગામમાં, દરેક વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવીશું, ચોથું - દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું, મફત સારવારની વ્યવસ્થા કરીશું, પાંચમું - અમે ખેડૂતોને તેમના પાકના ભાવ સ્વામીનાથન કમિશન મુજબ આપીશું અને છઠ્ઠું - દિલ્હીના લોકોને તેમના હક્કો અપાવીશું, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું... આ ઘોષણા કરવાની પહેલા મેં ઈન્ડિયા ગઠબંધનના સાથીઓ પાસેથી પરવાનગી લીધી ન હતી પરંતુ મને આશા છે કે આના પર કોઈને કોઈ વાંધો નહીં હોય... અમે ખાતરી આપીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 12:43 IST

    લાલકૃષ્ણ અડવાણી ભારત રત્નથી સમ્માનિત

    ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ એ દિલ્હીમાં ભાજરના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને તેમને ભારત રત્નથી સમ્માનિત કર્યા હતા. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ હાજર હતા.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 12:41 IST

    ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં રાહુલ ગાંધી, સુનીતા કેજરીવાલ પહોંચ્યા

    ઈન્ડિયા ગઠબંધન દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ નેતા અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામેલ થયા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

    મહારેલીમાં એનસીપીના નેતા શરદ પવાર, ઝારખંના સીએમ ચમ્પાઈ સોરેન, ડીએમકે સાંસદ તિરુચિ એન શિવા, ઉદ્વવ ઠકારે અને સાથી નેતા, સંજય રાઉત પણ સામેલ થયા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 12:28 IST

    તેલંગાણામાં BRS ધારાસભ્ય અને તેમની દિકરી કોંગ્રેસમાં જોડાયા

    તેલંગાણામાં કોંગ્રેસ મજબૂત થઇ રહ્યું છે. બીઆરએસના ધારાસભ્ય કાદિયામ શ્રીહરિ અને તેમની દિકરી કાદિયામ કાવ્યા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 11:48 IST

    મહેબુબા મુફ્તી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોંચ્યા

    ઈન્ડિયા ગઠબંધનની દિલ્હીના રામ લીલા મેદાનમાં યોજવામાં આવેલી લોકતંત્ર બચાવ મહારેલીમાં જમ્મુ કાશ્મીરના પીડીપી નેતા મહેબુબા મુફ્તી સામેલ થયા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

  • Mar 31, 2024 10:28 IST

    દ્વારકામાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ, 4 લોકોના મોત

    દ્વારકામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાથી એક મકાનમાં ભયંકર આગ લાગી હતી. મકાનમાં આગ લાગવાથી બે મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર દ્વારકામાં આદિત્ય રોડ પર આવેલા એક મકાનમાં રવિવારે વહેલી સવારે અંદાજે 4 વાગેની આસપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.

  • Mar 31, 2024 09:49 IST

    જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે 44 ભૂસ્ખલનને કારણે બંધ

    જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે 44 ભૂસ્ખલનને કારણે બંધ થયો છે. મહાડ દાલવાસ અને કિશ્તવાડ પાથર ખાતે ભૂસ્ખલન થવાથી રસ્તો બંધ થઇ ગયો છે.

    — ANI (@ANI) March 31, 2024

  • Mar 31, 2024 08:56 IST

    કેજરીવાલના સમર્થનમાં ઈન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં મહારેલી

    ઈન્ડિયા ગઠબંધન દ્વારા અરવિંદ કેજરીવાલના સમર્થનમાં દિલ્હીના રામ લીલા મેદાનમાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ મોટી સંખ્યામાં સામેલ થશે.

    — ANI_HindiNews (@AHindinews) March 31, 2024

    છે કે, દિલ્હી લિકર કેસમાં ઈડી દ્વારા આપ નેપા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને હાલ રિમાન્ડ હેઠળ છે.

    — Congress (@INCIndia) March 30, 2024

ઇન્ડિયા ગઠબંધન બ્રેકિંગ ન્યૂઝ લોકસભા ચૂંટણી 2024 politics અરવિંદ કેજરીવાલ ગુજરાત વિશ્વ દેશ congress