/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Swati-Maliwal-case-1.jpg)
સ્વાતિ માલીવાલ અને અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 31 may 2024 Highlights, આજના તાજા સમાચાર: રાજકોટ અગ્નિકાંડને એક સપ્તાહ પુરુ થવા જઈ રહ્યું છે ત્યારે આજે શુક્રવારે પણ ટીઆરપીમાં બનેલા મોતના ખેલની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે. 28 લોકોના મોત માટે જવાબદાર ટોચના અધિકારીઓથી લઈને તળિયાના કર્મચારીઓ સુધી તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભારતના દક્ષિણ છેડા પર આવેલું વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદી ધ્યાનમાં બેઠા છે. અહીં વાંચો દરેક ક્ષેત્રના સમાચાર.
એક્ઝિટ પોલમાં કોંગ્રેસના ભાગ ન લેવા પર અમિત શાહે શું કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આવતીકાલે એક્ઝિટ પોલ પર ચર્ચાનો બહિષ્કાર કરી રહી છે તે કોઈ નવી વાત નથી. ઘણા સમયે કોંગ્રેસ અસ્વીકાર કરવાની સ્થિતિમાં રહી છે. તેઓ સમગ્ર ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા રહ્યા કે અમારી બહુમતી છે. આવનાર છે, હવે તેઓને પણ પરિસ્થિતિ ખબર છે કે આવતીકાલની ચૂંટણી પછી આવી રહેલા એક્ઝિટ પોલમાં તેમને જંગી હારનો સામનો કરવો પડશે. એક્ઝિટ પોલ ઘણા સમયથી ચાલી રહ્યા છે, દરેક વખતે તેઓ ભાગ લે છે પણ આ વખતે તેઓ હારનું કારણ સમજાવી શકતા નથી, તેઓ તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ભાજપ પણ ઘણી ચૂંટણી હારી ચૂક્યું છે પરંતુ અમે ક્યારેય એક્ઝિટ પોલનો બહિષ્કાર કર્યો નથી. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એક્ઝિટ પોલ થશે તે 400 પારના ભાજપના નારાને જમીન પર ઉતારનાર પરિણામ લઇને આવશે.
ઉત્તરકાશીમાં પથ્થરો તૂટવાથી ભયંકર અકસ્માત, 1 વ્યક્તિનું મોત, 8 ઈજાગ્રસ્ત
ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પાસે આવેલા ડબરાણીમાં અચાનક પથ્થર તૂટીને પડ્યો હતો. જેના કારણે ઘણા લોકો ખડક નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
સ્વાતિ માલીવાલ કેસમાં બિભવ કુમારની મુશ્કેલી વધી, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો
દિલ્હીની તીસ હજારી કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બિભવ કુમાર પર આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.
દેશભરમાં ગરમીથી 270 લોકોના મોત
દક્ષિણ ભારતમાં ચોમાસું પહોંચી ગયું છે જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં ગરમીના કારણએ 270 લોકોના મોત નીપજ્યા છે. આ મૃત્યુઆંકમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં 160થી વધારે લોકોના મોત નોંધાયે છે. જ્યારે બીજા નંબર પર બિહારમાં 65 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઓડિશામાં 41 લોકો, ઝારખંડમાં 11 લોકોએ ગરમીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
35 દિવસ પછી રેવન્નાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી
કથિત સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. 35 દિવસ સુધી ફરાર રહ્યા બાદ બેંગલુરુ પોલીસે તેની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી હતી. રેવન્ના છેલ્લા એક મહિનાથી જર્મનીમાં બેઠો હતો અને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની સામે નોટિસ જારી થતાં જ તેના ભાગી જવાના રસ્તા બંધ થઈ ગયા હતા. હવે પોલીસે ગુરુવારે મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી અને તે શુક્રવારે કોર્ટમાં હાજર થવાનો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ
ગેરકાયદેસર રીતે ધમધમતા 'ડેથઝોન' બનેલા ગેમઝોન માર્ચ 2021થી ચાલતું હોવા છતાં તે દૂર કરવા માટે ટીપી શાખાએ કેમ કોઈ કાર્યવાહી ન કરી અને ગેમ ઝોનનું ડિમોલિશન અટકાવવા કોણ આડું ઉતર્યું એ દિશામાં હવે તપાસ વેગવંતી બની છે. જેમાં તપાસના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાંચે વર્ષ 2021થી વર્ષ 2024 દરમિયાન વોર્ડ નં.10માં ફરજ બજાવનારા વોર્ડ ઓફિસરોથી લઈ ટીપી શાખાના તત્કાલિન એટીપી, એઇઇ, વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયરને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચે તેડું મોકલ્યું છે.
- May 31, 2024 23:02 IST
એક્ઝિટ પોલમાં કોંગ્રેસના ભાગ ન લેવા પર અમિત શાહે શું કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આવતીકાલે એક્ઝિટ પોલ પર ચર્ચાનો બહિષ્કાર કરી રહી છે તે કોઈ નવી વાત નથી. ઘણા સમયે કોંગ્રેસ અસ્વીકાર કરવાની સ્થિતિમાં રહી છે. તેઓ સમગ્ર ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા રહ્યા કે અમારી બહુમતી છે. આવનાર છે, હવે તેઓને પણ પરિસ્થિતિ ખબર છે કે આવતીકાલની ચૂંટણી પછી આવી રહેલા એક્ઝિટ પોલમાં તેમને જંગી હારનો સામનો કરવો પડશે. એક્ઝિટ પોલ ઘણા સમયથી ચાલી રહ્યા છે, દરેક વખતે તેઓ ભાગ લે છે પણ આ વખતે તેઓ હારનું કારણ સમજાવી શકતા નથી, તેઓ તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ભાજપ પણ ઘણી ચૂંટણી હારી ચૂક્યું છે પરંતુ અમે ક્યારેય એક્ઝિટ પોલનો બહિષ્કાર કર્યો નથી. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એક્ઝિટ પોલ થશે તે 400 પારના ભાજપના નારાને જમીન પર ઉતારનાર પરિણામ લઇને આવશે.
#WATCH गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "यह कोई नई बात नहीं है कि कांग्रेस पार्टी कल एग्जिट पोल पर चर्चा का बहिष्कार कर रही है। कई समय से कांग्रेस अस्वीकार करने की स्थिति में रही है। पूरे चुनाव में ये प्रचार करते रहे कि हमारा बहुमत आने जा रहा है, अब उनको भी स्थिति पता… pic.twitter.com/Uf5nplGInB
— ANI_HindiNews (@AHindinews) May 31, 2024
- May 31, 2024 20:17 IST
લોકસભા ચૂંટણી 2024 - ઓડિશાના બાલાસોરમાં સુરક્ષા દળોએ ફ્લેગ માર્ચ કરી
ઓડિશાના બાલાસોરમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છેલ્લા અને અંતિમ તબક્કા પહેલા સુરક્ષા દળોએ ફ્લેગ માર્ચ કરી.
#WATCH बालासोर, ओडिशा: लोकसभा चुनाव 2024 के अंतिम और आखिरी चरण के मतदान से पहले सुरक्षा बलों ने फ्लैग मार्च निकाला।#loksabhaelections2024pic.twitter.com/6AxNKzUv9h
— ANI_HindiNews (@AHindinews) May 31, 2024
- May 31, 2024 19:03 IST
ભાજપ ગુજરાતમાં લોકસભાના પરિણામોની ઉજવણી કરશે નહીં
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ મામલે શોક વ્યક્ત કરવા ભાજપે લોકસભાના પરિણામોની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ ગુજરાતમાં લોકસભાના પરિણામોની ઉજવણી કરશે નહીં. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી નહીં થાય. ફટાકડા ફોડવામાં આવશે નહીં અને મીઠાઈ પણ વહેંચવામાં આવશે નહીં. વિજય સરઘસ પણ ન કાઢવાનો નિર્ણય કરાયો છે.
- May 31, 2024 18:35 IST
સ્વાતિ માલીવાલ કેસમાં બિભવ કુમારની મુશ્કેલી વધી, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો
દિલ્હીની તીસ હજારી કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બિભવ કુમાર પર આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.
- May 31, 2024 18:08 IST
નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અર્થતંત્રના મોરચે સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે. ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા હતો. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 7.8 ટકાના દરે વધ્યો હતો.
- May 31, 2024 17:20 IST
પ્રજ્વલ રેવન્નાને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
પોર્ન વીડિયો કેસ - સસ્પેન્ડેડ JD(S) નેતા પ્રજ્વલ રેવન્નાને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
#WATCH बेंगलुरु | अश्लील वीडियो मामला | निलंबित JD(S) नेता प्रज्वल रेवन्ना को 6 दिन की पुलिस हिरासत में भेजा गया। pic.twitter.com/8FudwQcnB8
— ANI_HindiNews (@AHindinews) May 31, 2024
- May 31, 2024 16:34 IST
ઉત્તરકાશીમાં લેન્ડસ્લાઇડ, 1 વ્યક્તિનું મોત, 8 ઈજાગ્રસ્ત
ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પાસે આવેલા ડબરાણીમાં અચાનક પથ્થર તૂટીને પડ્યો હતો. જેના કારણે ઘણા લોકો ખડક નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
Uttarakhand Police tweets, "On receiving information about a stone falling from a hill near Dabrani on Gangotri National Highway and some people being buried under it, Police, SDRF, NDRF teams are present on the spot, rescue work is underway. Vehicles have been stopped for… pic.twitter.com/vZ3kGCBFl2
— ANI (@ANI) May 31, 2024
- May 31, 2024 14:24 IST
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના બંગલામાં ભીષણ આગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનનું સાઈબેરિયામાં અલ્તાઈ માઉન્ટેન પર આવેલાં એક બંગલામાં ભયંકર આગ લાગી ગઇ હતી. જોકે આગ કેવી રીતે ભડકી તે હજુ સુધી રહસ્ય છે પણ આરોપ યુક્રેન પર લાગ્યો છે.
- May 31, 2024 14:23 IST
દેશભરમાં ગરમીથી 270 લોકોના મોત
દક્ષિણ ભારતમાં ચોમાસું પહોંચી ગયું છે જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં ગરમીના કારણએ 270 લોકોના મોત નીપજ્યા છે. આ મૃત્યુઆંકમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં 160થી વધારે લોકોના મોત નોંધાયે છે. જ્યારે બીજા નંબર પર બિહારમાં 65 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઓડિશામાં 41 લોકો, ઝારખંડમાં 11 લોકોએ ગરમીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
- May 31, 2024 09:25 IST
35 દિવસ પછી રેવન્નાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી
કથિત સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. 35 દિવસ સુધી ફરાર રહ્યા બાદ બેંગલુરુ પોલીસે તેની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી હતી
- May 31, 2024 09:21 IST
આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં ગુરુવારની તુલનાએ એક ડિગ્રી જેટલી ગરમી ઘટશે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં 42 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાશે જ્યારે 32 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે. પવનની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
- May 31, 2024 08:33 IST
આજે શુક્રવાત તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/friday-horoscope-2.jpg)
આજે 31 મે 2024, મે મહિનાનો છેલ્લો દિવસ, શુક્રવાર તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિભવિષ્ય.
- May 31, 2024 08:30 IST
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં તપાસના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાંચે વર્ષ 2021થી વર્ષ 2024 દરમિયાન વોર્ડ નં.10માં ફરજ બજાવનારા વોર્ડ ઓફિસરોથી લઈ ટીપી શાખાના તત્કાલિન એટીપી, એઇઇ, વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયરને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચે તેડું મોકલ્યું છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us