Gujarati News 31 October 2024 : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 31 October 2024: સાળંગપુર મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 8 માળ અને 1100 રૂમ ધરાવતું ગોપાળનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
amit shah, bjp, union minster

ગૃહ મંત્રી અમિત શાહ (Photo: X/BJP4india)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 31 October 2024, આજના તાજા સમાચાર: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે અમિત શાહે સાળંગપુર કષ્ઠભંજન હનુમાનજીના દર્શન કર્યા હતા. તેમણે સાળંગપુર મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 8 માળ અને 1100 રૂમ ધરાવતું ગોપાળનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં 2500 વાહનોની વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે. આ ભવનનું બાંધકામ 9,00,000 સ્ક્વેર ફૂટમાં કરાયું છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

Advertisment

દિલ્હીમાં ભાજપને મોટો ઝટકો, ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મ સિંહ તંવર આપમાં જોડાયા

આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો આપ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મ સિંહ તંવર આપમાં સામેલ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં બ્રહ્મ સિંહ તંવર ગુરુવારે (31 ઓક્ટોબર) દિવાળી પર આપમાં જોડાયા હતા. આ પ્રસંગે તંવરે કહ્યું હતું કે, તેઓ અરવિંદ કેજરીવાલની કામ કરવાની શૈલીથી પ્રભાવિત થયા છે અને તેથી જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ઉત્તર પ્રદેશમાં બદાઉનમાં ભયાનક માર્ગ અકસ્માત, 6ના મોત

ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લાના મુઝરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો હતો. દિવાળીની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહેલા છ લોકોએ એક ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે દિલ્હી હાઈવે પર મુઝરિયા ગામ પાસે ખોટી દિશામાંથી આવી રહેલા ટ્રેક્ટરે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોના ટુકડા થઈ ગયા અને તેમાં સવાર લોકો ચીસો પાડવા લાગ્યા.

Advertisment

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થતાં સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માત બાદ એક કાર પણ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે ટ્રેક્ટર કબજે કરી લીધું છે, જ્યારે તેનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

દિવાળી પર ગુજરાતમાં પીએમ મોદી, સરદાર પટલેને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ એક્તા નગરમાં 280 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કેવડિયામાં સ્ટેચ્યુઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની જ્યંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પીએમ મોદીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જ્યંતિ પર રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ જોઈ છે. આ ઉપરાંત પીએમ મોદીએ એક્તાની શપથ લેવડાવ્યા હતા.

  • Oct 31, 2024 23:14 IST

    Today News Live : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિને દિવાળીની શુભેચ્છા પાઠવી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી. પીએમ મોદી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળ્યા હતા અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

    — ANI_HindiNews (@AHindinews) October 31, 2024

  • Oct 31, 2024 22:09 IST

    Today News Live : ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા ભુલઈ ભાઈનું 111 વર્ષની ઉંમરે નિધન

    ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા ભુલઈ ભાઈનું નિધન થયું છે. તેમણે 111 વર્ષની ઉંમરે કપ્તાનગંજમાં સાંજે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ભુલઈ ભાઈ કોવિડ સમયગાળા દરમિયાન ચર્ચામાં આવ્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. 111 વર્ષના શ્રી નારાયણ ઉર્ફે ભુલઈ ભાઈ જનસંઘની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  • Oct 31, 2024 19:21 IST

    Today News Live : અમારી નીતિઓ આપણી સેનાના સંકલ્પો અનુસાર બને છે - પીએમ મોદી

    કચ્છ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે દેશમાં એક એવી સરકાર છે જે દેશની સરહદની એક ઇંચ પણ સમાધાન કરી શકતી નથી. તેથી આજે જ્યારે અમને આ જવાબદારી મળી છે, ત્યારે અમારી નીતિઓ આપણી સેનાના સંકલ્પો અનુસાર બનાવવામાં આવે છે, અમને દુશ્મનની વાતો પર નહીં, અમારી સેનાના સંકલ્પો પર વિશ્વાસ કરીએ છીએ.

  • Oct 31, 2024 16:34 IST

    Today News Live : પીએમ મોદીએ કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં સરક્રીક વિસ્તારમાં લક્કી નાળા ખાતે BSF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) October 31, 2024

  • Oct 31, 2024 15:55 IST

    Today News Live : દિલ્હીમાં ભાજપને મોટો ઝટકો, ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મ સિંહ તંવર આપમાં જોડાયા

    આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો આપ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મ સિંહ તંવર આપમાં સામેલ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં બ્રહ્મ સિંહ તંવર ગુરુવારે (31 ઓક્ટોબર) દિવાળી પર આપમાં જોડાયા હતા. આ પ્રસંગે તંવરે કહ્યું હતું કે, તેઓ અરવિંદ કેજરીવાલની કામ કરવાની શૈલીથી પ્રભાવિત થયા છે અને તેથી જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

  • Oct 31, 2024 13:52 IST

    Today News Live : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે અમિત શાહે સાળંગપુર કષ્ઠભંજન હનુમાનજીના દર્શન કર્યા હતા. અને સાળંગપુર મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 8 માળ અને 1100 રૂમ ધરાવતું ગોપાળનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં 2500 વાહનોની વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે. આ ભવનનું બાંધકામ 9,00,000 સ્ક્વેર ફૂટમાં કરાયું છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

  • Oct 31, 2024 10:12 IST

    Today News Live : સેન્સેક્સ 200 પોઇન્ટ ડાઉન, આઈટી સ્ટોક સૌથી વધુ તૂટ્યા

    દિવાળીના દિવસે શેરબજાર વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ 79942 પાછલા બંધ સામે 50 પોઇન્ટ વધી ગુરુવારે 80044 ખુલ્યો હતો. જો કે આઈટી શેરમાં નરમાઈના પગલે શેરબજાર ઘટ્યું હતું. સેન્સેક્સ 200 થી વધુ ઘટી નીચામાં 79583 સુધી ગયો હતો. આજે ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રાના શેર 2 થી 4 ટકા સુધી તૂટ્યા હતા. એનએસઇ નિફ્ટી 24340 પાછલા બંધ સામે આજે 24349 ખૂલ્યો હતો. વેચવાલીના દબાણથી નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 24290 લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો.

  • Oct 31, 2024 09:18 IST

    Today News Live : દિવાળી પર ગુજરાતમાં પીએમ મોદી, સરદાર પટલેને આપી શ્રદ્ધાંજલિ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ એક્તા નગરમાં 280 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કેવડિયામાં સ્ટેચ્યુઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની જ્યંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પીએમ મોદીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જ્યંતિ પર રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ જોઈ છે. આ ઉપરાંત પીએમ મોદીએ એક્તાની શપથ લેવડાવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ