Gujarati News 4 August 2024 : મધ્યપ્રદેશમાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત, મૃતકોને 4 લાખ અને ઘાયલને 1 લાખની સહાય

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 August 2024 : ઈરાન સમર્થિત આતંવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલ પર 50 જેટલા રોકેટ ફેંકયા છે. હિઝબુલ્લા એ આ રોકેટ એટેક પેલેસ્ટાઈન લોકોના સમર્થનમાં કર્યો છે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 August 2024 : ઈરાન સમર્થિત આતંવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલ પર 50 જેટલા રોકેટ ફેંકયા છે. હિઝબુલ્લા એ આ રોકેટ એટેક પેલેસ્ટાઈન લોકોના સમર્થનમાં કર્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
madhya pradesh wall collapse

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત થયા છે. (Photo: Social Media)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 August 2024, આજના તાજા સમાચાર: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી મીડલ ઇસ્ટમાં પરિસ્થિતિ દિવસને દિવસે વધુ ગંભીર બની રહી છે. ઈરાન સમર્થિત આંતકવાદી સંગઠન હિઝબુલ્લાહ એ ઈઝરાયલ પર ફરી રોકેટ હમુલો કર્યો છે. હિઝબુલ્લા એ કહ્યું કે, તેણે ઈઝરાયલના ઉત્તર વિસ્તારમાં પર દર્જનો જેટલા કત્યુશા રોકેટ વડે હુમલો કર્યો છે. આ હુમલો પેલેસ્ટાઈન લોકોના સમર્થનમાં કર્યો છે. આતંકવાદી સંગઠને લેબનાનથી ઈઝરાયલ પર 50 રોકેટ ફેંક્યા હતા.

Advertisment

ગુજરાત રવિવાર 4 ઓગસ્ટ, વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટને રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Aug 04, 2024 15:34 IST

    મધ્યપ્રદેશમાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત, મૃતકોને 4 લાખ અને ઘાયલને 1 લાખની સહાય

    મધ્યપ્રદેશમાં સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશ સરકારના મંત્રી ગોવિંદ રાજપુતે કહ્યું, આ બહુ જ દુખદ ઘટના છે. વહીવટીતંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનોને 8 લાખ અને ઘાયલોને 1 લાખ રૂપિયા સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે.

    — ANI_HindiNews (@AHindinews) August 4, 2024



  • Aug 04, 2024 13:17 IST

    વિશાખાપટ્ટનમ સ્ટેશન પર કોરબા એક્સપ્રેસમાં આગ લાગી

    આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટેશન પર ઉભી કોરબા એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં રવિવાર સવારે આગ લાગી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. હજી સુધી ટ્રેન ડબ્બામાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.



  • Advertisment
  • Aug 04, 2024 12:52 IST

    મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત, ઘણા લોકો ઘાયલ

    મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    — Shubham Rai (@shubhamrai80) August 4, 2024



  • Aug 04, 2024 10:24 IST

    વાયનાડ ભૂસ્ખલન : 7માં દિવસે બચાવ કામગીરી ચાલુ, મૃત્યુઆંક 308 પહોંચ્યો

    કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સળંગ સાતમાં દિવસે બચાવ કામગીરી ચાલુ છે. વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 308 પહોંચ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) August 4, 2024



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ દેશ