/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Nitish-Kumar.jpg)
બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ (Photo: X)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 January 2025, આજના તાજા સમાચાર: બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઇટેડ)ના સુપ્રીમ નેતા નીતિશ કુમારે ભાજપ પ્રત્યે અસંતોષ અને પક્ષ પલટો કરવાની અટકળોને ફગાવી દીધી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે હવે તેઓ ક્યાંય જવાના નથી. તેમણે કહ્યું કે તેમણે બે વાર ભૂલ કરી છે. બિહારના ગોપાલગંજ કલેક્ટર કચેરીમાં વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે અમે ભૂલથી બે વાર અહીંથી ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે અમે હંમેશા સાથે રહીશું. અમે દેશનો વિકાસ કરીશું.
દિલ્હી-NCRમાં હવામાનનો ટ્રિપલ એટેક, 200થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત
દેશભરમાં ઠંડીનો દોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સેંકડો ફ્લાઈટ અને ટ્રેનો મોડી પડી છે. જેના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં 6 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા છે.
દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે કે ધુમ્મસને કારણે કામગીરી પ્રભાવિત થશે. મુસાફરોને અપડેટ માટે એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. દિલ્હી એરપોર્ટ પર આજે સવારે 90થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. શ્રીનગર, ચંદીગઢ, આગ્રા, લખનૌ, અમૃતસર, હિંડોન અને ગ્વાલિયર એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી નોંધવામાં આવી છે.
મંત્રી કિરેન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 જાન્યુઆરીએ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને એક ચાદર સોંપી હતી, જે 13મી સદીના સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના 'ઉર્સ' પ્રસંગે અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં આવે છે.
'હું જલ્દી નિવૃત્ત થવાનો નથી', ભારતના પ્લેઇંગ 11માંથી બહાર થયા બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન એક બ્રોડકાસ્ટર સાથેની મુલાકાતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશેની અટકળોનો જવાબ આપ્યો. આ ઇન્ટરવ્યુમાં, રોહિત શર્માએ નવા વર્ષની ટેસ્ટ મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં શું થયું તે વિશે વિગતવાર વાત કરી અને નજીકના ભવિષ્ય માટે તેની યોજનાઓ વિશે પણ વાત કરી. રોહિતે કહ્યું કે સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો તેનો નિર્ણય મુશ્કેલ પરંતુ સમજદાર હતો, પરંતુ તેનાથી તેનું ભવિષ્ય બદલાશે નહીં.
ગાંધીનગરમાં સાડા ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ગગડ્યું
ગુજરાતમાં એક તરફ ઠંડીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી વધુ તાપમાન ગગડ્યું હતું. શુક્રવારના દિવસે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારના દિવસે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મેગાસિટી અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રી લઘુતમ તાપમાનમાં યથાવત રહ્યું હતું.
- Jan 04, 2025 23:19 IST
Today Live news : ચીનમાં ફેલાઇ રહેલા નવા વાયરસ HMPV અંગે કેન્દ્ર સરકાર એલર્ટ
છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં ફેલાઈ રહેલા નવા વાયરસને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મુદ્દે બેઠક બોલાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે તે ચીનની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ વાયરસની સ્થિતિ અંગે પ્રમાણિત સૂત્રો પાસેથી સચોટ માહિતી આપવા વિનંતી કરી છે.
એજન્સીના અહેવાલ મુજબ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય આરોગ્ય સેવા કોઈપણ સંજોગોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતમાં આવા કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આરોગ્ય મંત્રાલયે શનિવારે એક નિવેદન બહાર પાડીને લોકોને હ્યુમન મેટાન્યૂમોવાયરસ વિશે માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર આ મામલે ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સિઝનમાં આવા કેસોમાં વધારો થયો છે, જ્યાં સુધી ચીનની વાત છે, ત્યાંની સ્થિતિ પણ અસામાન્ય નથી.
- Jan 04, 2025 21:32 IST
Today Live news : નીતિશ કુમારે લાલુ યાદવની ઓફર ઠુકરાવી, કહ્યું - અમે ભૂલથી બે વાર અહીંથી ત્યાં ગયા હતા
બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઇટેડ)ના સુપ્રીમ નેતા નીતિશ કુમારે ભાજપ પ્રત્યે અસંતોષ અને પક્ષ પલટો કરવાની અટકળોને ફગાવી દીધી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે હવે તેઓ ક્યાંય આવવાના નથી. તેમણે કહ્યું કે તેમણે બે વાર ભૂલ કરી છે. બિહારના ગોપાલગંજ કલેક્ટર કચેરીમાં વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે અમે ભૂલથી બે વાર અહીંથી ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે અમે હંમેશા સાથે રહીશું. સીએમ નીતિશે કહ્યું કે અમે દેશનો વિકાસ કરીશું.
- Jan 04, 2025 19:28 IST
Today Live news : અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની નિકિતાને રાહત, કોર્ટે ચારેય આરોપીઓને જામીન આપ્યા
બેંગલુરુના અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં સિવિલ કોર્ટે એન્જિનિયરની પત્ની સહિત કુલ ચાર આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ જામીનનો નિર્ણય આપ્યો છે. નિકિતા સહિત ચાર આરોપીઓના વકીલે બેંગલુરુ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી હતી. જાણકારી અનુસાર સિવિલ કોર્ટમાં શનિવારે 4 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં નિકિતા સિંઘાનિયા, તેની માતા અને ભાઈ સહિત તમામ આરોપીઓને જામીન મળી ગયા છે.
- Jan 04, 2025 17:50 IST
Today Live news : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું વાહન ખીણમાં પડ્યું, 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં વુલર વ્યૂ પોઇન્ટ પાસે શનિવારે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને એક ઊંડી ખીણમાં પડી ગયું હતું. જેમાં ઓછામાં ઓછા બે જવાન શહીદ થયા છે અને ત્રણ અન્ય જવાન ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ સૈનિકોને પોલીસ અધિકારીઓએ બાંદીપોરાની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બાંદીપોરા જિલ્લા હોસ્પિટલના તબીબી અધિક્ષક મસરત ઇકબાલ વાનીએ જણાવ્યું હતું કે પાંચ ઇજાગ્રસ્તોને અહીં લાવવામાં આવ્યા હતા, જેમાંથી બેને મૃત જાહેર કરવામાં આવ્યા છે, ત્રણ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવી રહ્યા છે.
- Jan 04, 2025 15:46 IST
Today Live news : મંત્રી કિરેન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 જાન્યુઆરીએ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને એક ચાદર સોંપી હતી, જે 13મી સદીના સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના 'ઉર્સ' પ્રસંગે અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં આવે છે.
watch राजस्थान: केंद्रीय अल्पसंख्यक कार्य मंत्री किरेन रिजिजू ने प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से अजमेर शरीफ दरगाह पर चादर चढ़ाई।
प्रधानमंत्री नरेंद्र मोदी ने 2 जनवरी को केंद्रीय अल्पसंख्यक कार्य मंत्री किरेन रिजिजू को एक चादर सौंपी, जो 13वीं सदी के सूफी संत ख्वाजा मोइनुद्दीन… pic.twitter.com/gNmFOBqWem— ANI_HindiNews (@AHindinews) January 4, 2025
- Jan 04, 2025 13:56 IST
Today Live news : પાણીના બિલ ખોટા હશે તો માફ કરી દેવામાં આવશે, કેજરીવાલનું સૌથી મોટું ચૂંટણી વચન
AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 12 લાખથી વધુ પરિવારો પાસે પાણીનું બિલ નથી. પરંતુ, જ્યારે હું જેલમાં ગયો, ત્યારે આ લોકોને દર મહિને હજારો અને લાખોમાં પાણીનું બિલ મળવા લાગ્યું. લોકો પાણીના બિલને લઈને પરેશાન છે. જે લોકો માને છે કે તેમના બિલ ખોટા છે તેમણે ચૂકવણી કરવાની જરૂર નથી, તેઓએ રાહ જોવી જોઈએ. ચૂંટણી પછી AAPની સરકાર બનશે ત્યારે અમે તેમના ખોટા બિલ માફ કરીશું.
- Jan 04, 2025 10:46 IST
IND vs AUS 5th Test Day 2 Live : સ્કોટ બોલેન્ડે ભારતને પહેલો ફટકો આપ્યો
સ્કોટ બોલેન્ડે ભારતને પહેલો ફટકો આપ્યો છે. કેએલ રાહુલ બોલ્ડ થયો છે. તેમણે 13 રન બનાવી આઉટ થયો છે. શુભમન ગિલ નવા બેટ્સમેન તરીકે આવ્યો છે. યશસ્વી જયસ્વાલ 22 રન બનાવી ક્રિઝ પર રહ્યો છે. ભારતે તેજી શરુઆત કરી છે. 7.3 ઓવરમાં 1 વિકેટ પર 42 રન બનાવ્યા છે.
- Jan 04, 2025 09:52 IST
IND vs AUS 5th Test Day 2 Live : ઓસ્ટ્રેલિયા 181 રન ઉપર આઉટ
ભારતીય ટીમે સિડની ટેસ્ટ મેચમાં દબદબો બનાવ્યો છે. ટી બ્રેક પહેલા ઓસ્ટ્રેલિયા 181 રન ઉપર આઉટ થયો છે. બારતે 4 રનની બઢત બનાવી છે. મોહમ્મદ સિરાઝે સ્કોટ બોલેન્ડને આઉટ કર્યો છે. તેમણે 9 રન બનાવ્યા છે. નાથન લિયોન 7 રન બનાવી અણનમ રહ્યો છે. બ્યૂ વેબસ્ટર 57 રન અને એલેક્સ કેરી 21 રન બનાવી આઉટ થયો છે. પેટ કમિંસ 10 અને મિચેલ સ્ટાર્ક 1 રન બનાવી આઉટ થયો છે. સેમ કોનસ્ટસ 23, ઉસ્માન ખ્વાઝા અને માર્નસ લાબુશેન 2-2 રન બનાવી આઉટ થયો છે. સ્ટીવ સ્મિથ 33 અને ટ્રેવિસ હેડ 4 રન બનાવીને આઉટ થયો છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાઝ 3-3 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને નીતિશ રેડ્ડી 2-2 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે.
- Jan 04, 2025 09:04 IST
Today Live news : ગાંધીનગરમાં સાડા ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ગગડ્યું
ગુજરાતમાં એક તરફ ઠંડીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી વધુ તાપમાન ગગડ્યું હતું. શુક્રવારના દિવસે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારના દિવસે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મેગાસિટી અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રી લઘુતમ તાપમાનમાં યથાવત રહ્યું હતું.
- Jan 04, 2025 09:03 IST
Today Live news : ભારતના પ્લેઇંગ 11માંથી બહાર થયા બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન એક બ્રોડકાસ્ટર સાથેની મુલાકાતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશેની અટકળોનો જવાબ આપ્યો. આ ઇન્ટરવ્યુમાં, રોહિત શર્માએ નવા વર્ષની ટેસ્ટ મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં શું થયું તે વિશે વિગતવાર વાત કરી અને નજીકના ભવિષ્ય માટે તેની યોજનાઓ વિશે પણ વાત કરી. રોહિતે કહ્યું કે સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો તેનો નિર્ણય મુશ્કેલ પરંતુ સમજદાર હતો, પરંતુ તેનાથી તેનું ભવિષ્ય બદલાશે નહીં.
- Jan 04, 2025 09:03 IST
Today Live news : દિલ્હી-NCRમાં હવામાનનો ટ્રિપલ એટેક
દેશભરમાં ઠંડીનો દોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સેંકડો ફ્લાઈટ અને ટ્રેનો મોડી પડી છે. જેના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં 6 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us