Gujarati News 4 March 2024 Highlights : સુપ્રીમ કોર્ટ તરફથી આપને ફટકો, 15 જૂન સુધી ખાલી કરવી પડશે પાર્ટી ઓફિસ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 March 2024: આજે 4 માર્ચ 2024ના રોજ સપ્તાહના પહેલા દિવસે ગુજરાતમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઠંડા પવાનનો કારણે જાણે શિયાળો ફરી થયો હોવાનો અહેસાસ થાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 March 2024: આજે 4 માર્ચ 2024ના રોજ સપ્તાહના પહેલા દિવસે ગુજરાતમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઠંડા પવાનનો કારણે જાણે શિયાળો ફરી થયો હોવાનો અહેસાસ થાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal , Supreme Court

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ Express Photo By Amit Mehra)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 March 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 4 માર્ચ 2024, સોમવારનો દિવસે દેશ અને દુનિયા તેમજ ગુજરાતમાં બનતી ઘટનાઓ વિશે વાત કરીએ તો. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની સંપન્ન થઈ ગઈ છે. મહેમાનોએ પણ જામનગરથી વિદાય લીધી છે.

Advertisment

ત્યારે દેશમાં હવે લોકસભા ચૂંટણી 2024નો જોરદાર માહોલ સર્જાયો છે. તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ નવા વડાપ્રધાન બનતા એક અલગ હલચલ જોવા મળી રહી છે. અહીં વાંચો ગુજરાત, દેશ દુનિયા સહિત વિવિધ ક્ષેત્રના આજના તાજા સમાચાર.

breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં વાંચો : સુપ્રીમ કોર્ટ તરફથી આપને ફટકો, 15 જૂન સુધી ખાલી કરવી પડશે પાર્ટી ઓફિસ

સુપ્રીમ કોર્ટે આજે ઓફિસની જમીન સાથે જોડાયેલા એક કેસમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની ઓફિસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની જમીન પર બનાવવામાં આવી છે. આ કારણે કોર્ટે રાઉઝ એવન્યુ સ્થિત તેમની ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જો કે લોકસભા ચૂંટણી જોતા કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ બદલવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે.

Advertisment

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાનું રાજીનામું

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અર્જુન મોઢવાડિયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

  • Mar 04, 2024 23:39 IST

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર પહોંચ્યા

    — ANI_HindiNews (@AHindinews) March 4, 2024



  • Mar 04, 2024 22:35 IST

    એસબીઆઇ તરફથી ઇલેક્ટોરલ બોન્ડ મામલે તારીખ લંબાવવાની અપીલ કરતા રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર

    — Rahul Gandhi (@RahulGandhi) March 4, 2024



  • Mar 04, 2024 20:50 IST

    જેપી નડ્ડાનું હિમાચલ પ્રદેશની રાજ્યસભા સીટ પરથી રાજીનામું, ગુજરાતથી સાંસદ બન્યા રહેશે

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશની સીટ પરથી રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ પસંદ થયા છે. તે ગુજરાતથી રાજ્યસભાના સદસ્ય તરીકે યથાવત્ રહેશે. રાજ્યસભાના અધ્યક્ષે હિમાચલ પ્રદેશની સીટથી તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) March 4, 2024



  • Mar 04, 2024 19:42 IST

    મહુઆ મોઇત્રાને ED નું બીજુ સમન્સ, 11 માર્ચે હાજર થવા જણાવ્યું

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કેસમાં TMC નેતા મહુઆ મોઇત્રાને બીજુ સમન્સ જારી કર્યું છે. તેમને 11 માર્ચે એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) March 4, 2024



  • Mar 04, 2024 18:32 IST

    પીએમ નરેન્દ્ર મોદીનું તમિલનાડુમાં સ્વાગત

    — ANI_HindiNews (@AHindinews) March 4, 2024



  • Mar 04, 2024 17:17 IST

    કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા રાજીનામું આપશે

    લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. અર્જુન મોઢવાડિયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. આ ઘટનાક્રમ વચ્ચે શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા છે. આ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.



  • Mar 04, 2024 16:57 IST

    સુપ્રીમ કોર્ટ તરફથી આપને ફટકો, 15 જૂન સુધી ખાલી કરવી પડશે પાર્ટી ઓફિસ

    સુપ્રીમ કોર્ટે આજે ઓફિસની જમીન સાથે જોડાયેલા એક કેસમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની ઓફિસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની જમીન પર બનાવવામાં આવી છે. આ કારણે કોર્ટે રાઉઝ એવન્યુ સ્થિત તેમની ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જો કે લોકસભા ચૂંટણી જોતા કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ બદલવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે.



  • Mar 04, 2024 14:58 IST

    રાહુલ ગાંધી 7થી 10 માર્ચ સુધી યોજશે ભારત જોડો ન્યાયયાત્રા

    ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 7થી 10 માર્ચ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા યોજશે. 7 માર્ચે બપોરે ત્રણ વાગ્યે યાત્રા ઝાલોદ આવશે.



  • Mar 04, 2024 13:57 IST

    રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસનું રાજીનામું

    લોકસભાની ચૂંટણીના મહાલો વચ્ચે ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તો ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.



  • Mar 04, 2024 13:48 IST

    140 કરોડ લોકો મારો પરિવાર છે : લાલુ યાદવના હુમલાનો પીએમ મોદીએ આપ્યો જવાબ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદિલાબાદની રેલીમાં લાલુ યાદવના હુમલાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે 140 કરોડ લોકો મારો પરિવાર છે. સમગ્ર ભારત મારો પરિવાર છે. તમને જણાવી દઈએ કે લાલુ યાદવે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે પીએમ મોદી હિન્દુ નથી. જ્યારે તેની માતાનું અવસાન થયું, ત્યારે તેણે તેની દાઢી અને મૂછ કાપી ન હતી.



  • Mar 04, 2024 13:42 IST

    TMC નેતા તાપસ રોયએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

    પશ્વિમ બંગાળમાં રાજકીય તણાવ વચ્ચે ટીએમસી ધારાસભ્ય તાપસ રોયએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તાપસ રોડ ભાજપમાં જોડાઈ શકે છે



  • Mar 04, 2024 13:01 IST

    દિલ્હી બજેટ : આરોગ્ય બજેટમાં કેટલા કરોડ રાખવામાં આવ્યા

    દિલ્હી સરકારનું આજે બજેટ રજૂ થયું છે. કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારે સ્વાસ્થ્ય બજેટ 8685 કરોડ રૂપિયા રાખ્યું છે. દિલ્હીની હોસ્પિટલોની જાળવણી અને સુવિધાઓ માટે 6215 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. તે જ સમયે, મોહલ્લા ક્લિનિકમાં 212 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. નાણા પ્રધાન આતિશીએ બજેટ ભાષણ દરમિયાન ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો આભાર માન્યો હતો અને ગૃહમાં સત્યેન્દ્ર જૈન ઝિંદાબાદના નારા લાગ્યા હતા.



  • Mar 04, 2024 12:57 IST

    દિલ્હી કેજરીવાલ સરકારની બજેટમાં મોટી જાહેરાત

    દિલ્હીના નાણા મંત્રી આતિશીએ સોમવારે દિલ્હી વિધાનસભામાં 76,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ વખતે દિલ્હીનું બજેટ ઘટ્યું છે. ગયા વર્ષે રૂ.78,800 કરોડનું બજેટ પસાર થયું હતું. આતિશીએ કહ્યું કે દિલ્હીના લોકોએ 2014 થી 2024 વચ્ચેના છેલ્લા 10 વર્ષમાં તેમના જીવનમાં ઘણા બદલાવ જોયા છે. જેમાં નાણામંત્રીએ મહિલાઓને લઈને મોટી જાહેરાત કરી છે.



  • Mar 04, 2024 12:16 IST

    RBI પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ કરી શકે છે રદ, શેરના ભાવમાં ઘટાડો

    Paytm ની પેરન્ટ કંપની One97 Communications ના શેર છેલ્લા એક મહિનાથી સતત વધઘટ કરી રહ્યા છે. Fit Paytm સોમવારે (4 માર્ચ, 2024) ના રોજ બિઝનેસ માટે ખુલ્યા પછી તેના શેરમાં ઘટાડો થયો હતો. એવા સમાચાર મળી રહ્યા છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે RBI Paytm ની બેંકિંગ વિંગ PPBL નું લાઇસન્સ રદ કરી શકે છે.



  • Mar 04, 2024 12:11 IST

    ચંદીગઢના સિનિયર ડેપ્યુટી મેયરના પદ પર BJP જીતી

    ચંડીગઢમાં સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. વરિષ્ઠ ડેપ્યુટી મેયર પદ પર ભાજપના ઉમેદવાર કુલજીત સંધુએ જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે ભાજપની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી, કારણ કે આમ આદમી પાર્ટીના ત્રણ સાંસદો ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે તેમ છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ પદો પર જીતનો દાવો કરી રહ્યા હતા.



  • Mar 04, 2024 11:34 IST

    નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

    નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં જજોની ખંડપીછે સાંસદો અને ધારાસભ્યોને લાંચ આપવાની છૂટથી ઈન્કાર કર્યો હતો.



  • Mar 04, 2024 11:01 IST

    રોજગારી આપવા અંગે રાહુલ ગાંધીના PM નરેન્દ્ર મોદી પર પ્રહાર

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રોજગારી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે સોમવારે પીએમ મોદીની નિયત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રોજગાર આપવાની નીયત જ નથી.



  • Mar 04, 2024 10:55 IST

    સાપ્તાહિક રાશિફળ : વૃષભ રાશિના જાતકો માટે નવું રોકાણ ફાયદાકારણ, 12 રાશિના જાતકોનું અઠવાડિયું કેવું રહેશે?

    4 માર્ચથી લઈને 10 માર્ચ સુધીનું સપ્તાહ મેષથી મીન રાશિ સુધીના તમામ જાતકો માટે કેવું રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય



  • Mar 04, 2024 10:11 IST

    ઇડીના પ્રશ્નોના જવાબ આપવા તૈયાર અરવિંદ કેજરીવાલ, 12 માર્ચ પછીની તારીખ માંગી

    EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમી વખત સમન્સ મોકલ્યું હતું. તેમને આજે હાજર થવા બોલાવવામાં આવ્યા હતા. જોકે, સીએમ કેજરીવાલે EDના સમન્સનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે સમન્સ ગેરકાયદેસર છે પરંતુ તેમ છતાં તે જવાબ આપવા તૈયાર છે. અરવિંદ કેજરીવાલે ED પાસેથી 12 માર્ચ પછીની તારીખ માંગી છે. જે બાદ AAP સરકારે આ નીતિ પાછી ખેંચી લીધી હતી. CBI અને EDએ નવી દારૂ નીતિ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર વ્યવહારો માટે કેસ નોંધ્યો છે.



  • Mar 04, 2024 09:32 IST

    મોરેશિયસઃ હિંદુ તહેવાર દરમિયાન આગમાં 6 યાત્રાળુઓના મોત

    મોરેશિયસમાં રવિવારે ધાર્મિક વિધિ દરમિયાન લાગેલી આગમાં છ તીર્થયાત્રીઓના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મોરેશિયસ પોલીસ પ્રમાણે આ દુર્ઘટના શિવરાત્રી પહેલા એક તહેવાર દરમિયાન બની હતી. પોલીસ કમિશનર અનિલ કુમાર દીપે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હિન્દુ દેવતાઓની મૂર્તિઓ દર્શાવતી લાકડા અને વાંસની ગાડીમાં આગ લાગી હતી. ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી હતી. ઘણા લોકો આગની અસરમાં આવી ગયા.



  • Mar 04, 2024 08:49 IST

    વડોદરામાં નેશનલ હાઇવે પર કાર અકસ્માત,એક જ પરિવારના પાંચાનો મોત

    વડોદરામાં રવિવારે મોડી રાત્રે નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રોડની બાજુમાં ઉભેલા કન્ટેઇનર પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા છે.



  • Mar 04, 2024 08:40 IST

    કાનપુરના વૈભવ ગુપ્તાએ 'ઇન્ડિયન આઇડલ 14'નો ખિતાબ જીત્યો

    સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 14'ને તેનો વિજેતા મળી ગયો છે. કાનપુરના વૈભવ ગુપ્તાએ આ સિઝનનો ખિતાબ જીત્યો છે. ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને સખત સ્પર્ધા આપી અને વિજેતાની ટ્રોફી જીતી.



  • Mar 04, 2024 08:36 IST

    PM મોદી આજે તેલંગાણાની મુલાકાત લેશે, હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે

    લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીનો આજથી તોફાની પ્રવાસ શરૂ થયો છે. વડાપ્રધાન મોદી આજે તેલંગાણા અને તમિલનાડુના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ શિલાન્યાસ કરશે અને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. PM સવારે 10:30 વાગ્યે તેલંગાણાના આદિલાબાદ પહોંચશે. અહીં તેઓ રૂ. 56,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે અને ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિની જશે.



  • Mar 04, 2024 08:27 IST

    નફે સિંહ રાઠી હત્યા કેસમાં પોલીસે ગોવામાંથી 2 શૂટર્સની કરી ધરપકડ

    નફે સિંહ રાઠી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રાઠીની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓની ઓળખ સૌરવ અને આશિષ તરીકે થઈ છે. ઝજ્જર પોલીસ, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને હરિયાણા એસટીએફના સંયુક્ત ઓપરેશન બાદ આ બંને આરોપીઓને ગોવાથી પકડવામાં આવ્યા છે. આ બંને આરોપી કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા છે.



  • Mar 04, 2024 08:04 IST

    ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો

    ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાકન પલટાના પગલે બે દિવસમાં માવઠું થયું હતું અને ઠંડા પવનો ફૂંકાયા હતા. જેના પગલે આજે સોમવારે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.



  • Mar 04, 2024 08:00 IST

    Aaj Nu Rashifal, 4 March 2024 : વૃષભ અને મિથુન રાશિના જાતકોએ આજે પૈસાની બાબતમાં સાવચેતી રાખવી, વાંચો આજનું રાશિફળ

    આજે સપ્તાહનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. મેષ રાશિથી મીન રાશિના જાતકોનો દિવસ સારો રહેશે કે ખરાબ એ અંગે વધુ જાણ વા માટે અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ