Gujarati News 4 May 2024 Highlights: ઉત્તર પ્રદેશના મેનપુરીમાં રાયહાર નહેરમાં 3 બાળકો ડુબ્યા, 1નું મોત અને 2ની શોધખોળ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 may 2024 : ઉત્તર પ્રદેશના મેનપુરના કિશન થાના ક્ષેત્રમાં રાયહાર નહેરમાં 3 બાળકો ડુબ્યા છે. જેમા 1 બાળકનું મોત થયું છે અને અન્ય બે બાળકોની શોધખોળ ચાલી રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
dip in water

પ્રતકાત્મક તસવીર (Photo - Freepik)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 may 2024 Highlights, આજના તાજા સમાચાર: છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહની જનસભા યોજાઇ, જેમાં તેમણે INDI ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસલમાનોને અનામત આપી દેશે. રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે કે OBC અનામતને કોઇ નુકસાન નહીં થાય.

Advertisment

બોડેલની સભામાં અમિત શાહે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યુ.કોંગ્રેસ અને આપ વોટબેંક માટે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા ન હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે.અમિત શાહે સભામાં કહ્યુ છે કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓની વિરોધી છે. જો કે મોદી સરકારે 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા છે.

ઉત્તર પ્રદેશના મેનપુરીમાં રાયહાર નહેરમાં 3 બાળકો ડુબ્યા, 1નું મોત અને 2ની શોધખોળ

ઉત્તર પ્રદેશના મેનપુરના કિશન થાના ક્ષેત્રમાં રાયહાર નહેરમાં 3 બાળકો ડુબ્યા. બાળકો ડુબ્યાની ઘટના બાદ રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ 1 બાળકનો મૃતદેહ બન્યો છે અને SDRF દ્વારા બે બાળકોની શોધખોળ ચાલી રહી છે.

Advertisment
,

કોંગ્રેસે પુરી લોકસભા બેઠક પર જય નારાયણ પટનાયક ઉમેદવાર જાહેર કર્યા

કોંગ્રેસે પુરી લોકસભા બેઠક પર જય નારાયણ પટનાયરને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ સુચરિતા મોહંતીને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા હતા, જો કે ફંડના અભાવે ચૂંટણી પ્રચારમાં મુશ્કેલી પડી રહી હોવાથી સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો.

,

કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ પોતાની ટિકિટ પાર્ટીને પરત ક

ઓડિશામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પુરીથી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ પોતાની ટિકિટ પાર્ટીને પરત કરી દીધી છે. તેમનું કહેવું છે કે તેમની પાસે ચૂંટણી પ્રચાર માટે પૈસા નથી. પાર્ટીએ ચૂંટણી લડવા માટે ભંડોળ પૂરું પાડ્યું ન હતું, જેના કારણે તે પોતાની ટિકિટ પરત કરી રહી છે. કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવા માટે ભંડોળના અભાવનો આક્ષેપ કરીને તેમની ટિકિટ પરત કરી છે. તમને જણાવી દઈએ કે સુચરિતા મોહંતી પુરીમાં કોંગ્રેસની ટિકિટ પર બીજેપી નેતા સંબિત પાત્રા સામે ચૂંટણી લડી રહી હતી. પરંતુ હવે તેણીએ પીછેહઠ કરી છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબડતોબ પ્રચાર રેલીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શનિવારે જોરદાર ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છે. તે કાનપુરમાં રોડ શો કરશે, ત્યારબાદ બિહારના દરભંગા અને ઝારખંડના પલામુમાં રેલી કરશે. તેવી જ રીતે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત અને દમણ દીવમાં રેલીઓ કરશે. બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રેલી કરશે.

  • May 05, 2024 00:21 IST

    ઉત્તર પ્રદેશના મેનપુરીમાં રાયહાર નહેરમાં 3 બાળકો ડુબ્યા, 1નું મોત અને 2ની શોધખોળ

    ઉત્તર પ્રદેશના મેનપુરના કિશન થાના ક્ષેત્રમાં રાયહાર નહેરમાં 3 બાળકો ડુબ્યા. બાળકો ડુબ્યાની ઘટના બાદ રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ 1 બાળકનો મૃતદેહ બન્યો છે અને SDRF દ્વારા બે બાળકોની શોધખોળ ચાલી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) May 4, 2024

  • May 04, 2024 22:58 IST

    કોંગ્રેસે પુરી લોકસભા બેઠક પર જય નારાયણ પટનાયક ઉમેદવાર જાહેર કર્યા

    કોંગ્રેસે પુરી લોકસભા બેઠક પર જય નારાયણ પટનાયરને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ સુચરિતા મોહંતીને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા હતા, જો કે ફંડના અભાવે ચૂંટણી પ્રચારમાં મુશ્કેલી પડી રહી હોવાથી સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો.

    — ANI_HindiNews (@AHindinews) May 4, 2024

  • May 04, 2024 22:27 IST

    કર્ણાટકના નેતા એચડી રેવન્નાની ધરપકડ

    કર્ણાટકના જેડીએસના નેતા એચડી રેવન્નાની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બેંગ્લોરના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુ્ધ દાખલ અપહરણની ફરિયાદમાં એચડી રેવન્નાની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    — ANI_HindiNews (@AHindinews) May 4, 2024

  • May 04, 2024 13:31 IST

    ગૃહ પ્રધાન અમિત શાહની છોટાઉદેપુરના બોડેલીમાં સભા

    છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહની જનસભા યોજાઇ, જેમાં તેમણે INDI ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસલમાનોને અનામત આપી દેશે. રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે કે OBC અનામતને કોઇ નુકસાન નહીં થાય.

  • May 04, 2024 13:02 IST

    'પ્રિયંકા ગાંધીની ભાવનાત્મક પોસ્ટ'

    પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની માતા સોનિયા ગાંધી સાથે સંબંધિત એક ભાવનાત્મક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તે ગાંધી પરિવાર માટે રાયબરેલી લોકસભા સીટનો અર્થ જણાવી રહી છે.

  • May 04, 2024 12:08 IST

    ઓડિશાના પુરીથી કોંગ્રેસના ઉમેદવારે પરત કરી ટિકિટ

    ઓડિશામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પુરીથી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ પોતાની ટિકિટ પાર્ટીને પરત કરી દીધી છે. તેમનું કહેવું છે કે તેમની પાસે ચૂંટણી પ્રચાર માટે પૈસા નથી.

  • May 04, 2024 12:07 IST

    નેપાળે ફરી એકવાર વિવાદ સર્જવાનો કર્યો પ્રયાસ

    ભારતનો સૌથી નજીકનો દેશ નેપાળ ફરી એકવાર વિવાદ સર્જવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે જાહેરાત કરી છે કે તે તેની નવી 100 રૂપિયાની નોટમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની દર્શાવશે. આ ત્રણ સ્થળો એવા છે કે તેનો ભારત સાથે વિવાદ છે. ભારતે આ વિસ્તારો પર નેપાળના દાવાને "કૃત્રિમ વિસ્તરણ" અને "અસક્ષમ" ગણાવ્યા છે.

  • May 04, 2024 10:42 IST

    કેનેડામાં રોડ અકસ્માતમાં ભારતીય દંપતી સહિત ચારના મોત

    કેનેડાના વ્હીટબીમાં હાઇવે 401 પર બહુવિધ વાહનો વચ્ચેની અથડામણમાં જીવ ગુમાવનારા ચાર લોકોમાં એક ભારતીય દંપતી અને તેમના પૌત્રનો સમાવેશ થાય છે.

  • May 04, 2024 08:36 IST

    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબડતોબ પ્રચાર રેલીઓ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શનિવારે જોરદાર ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છે. તે કાનપુરમાં રોડ શો કરશે, ત્યારબાદ બિહારના દરભંગા અને ઝારખંડના પલામુમાં રેલી કરશે. તેવી જ રીતે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત અને દમણ દીવમાં રેલીઓ કરશે. બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રેલી કરશે.

  • May 04, 2024 08:14 IST

    કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જર હત્યા કેસમાં 3 શંકાસ્પદની ધરપકડ

    કેનેડા પોલીસે શુક્રવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય ભારતીય નાગરિક હોવાનું કહેવાય છે. તેમના નામ કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22), કરણપ્રીત સિંહ (28) છે. ત્રણેય એડમોન્ટન, આલ્બર્ટામાં લગભગ 3 થી 5 વર્ષથી રહેતા હતા.

  • May 04, 2024 07:42 IST

    અમિત શાહ આજે ગુજરાતમાં 3 સભાને સંબોધશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર માટે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમિત શાહ આજે ગુજરાતમાં 3 સભાને સંબોધશે. જેમાં છોટાઉદેપુર, વલસાડ અને દમણ-દીવમાં જનસભાને સંબોધશે.

  • May 04, 2024 07:41 IST

    પીએમ મોદી અને અમિત શાહ ક્યાં મતદાન કરશે?

    આગામી 7 મે 2024ના રોજ લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે સાત તારીખે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવશે. મોદી અમદાવાદમાં મતદાન કરવાના છે. 7 તારીખે સવારે 7:30 વાગ્યે રાણીપની નિશાન વિદ્યાલયમાં મોદી મતદાન કરશે. મહત્વનું છે કે, મોદી પહેલા મતદાન કરે છે પછી જલપાન કરે છે, ત્યારે આ વખતે પણ નિયમ પ્રમાણે ચાલશે. આ સિવાય અમિત શાહ થલતેજમાં અને લાલકૃષ્ણ અડવાણી ખાનપુરમાં મતદાન કરશે.

  • May 04, 2024 07:35 IST

    આજે શનિવારે કઈ રાશિનો કેવો રહેશે દિવસ?

    આજે 4 મે 2024, શનિવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજના તાજા સમાચાર.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ