Gujarati News 4 November 2024 : ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પેટાચૂંટણીની તારીખમાં ફેરફાર, 13 ના બદલે 20 નવેમ્બરે વોટિંગ થશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 November 2024: ઉત્તર પ્રદેશની મીરાપુર, કુંદરકી, ગાઝિયાબાદ, ખૈર, કરહલ, સિસામઉ, ફુલપુર, કટેહારી અને મઝવા વિધાનસભા બેઠકો પર હવે 13 નવેમ્બરને બદલે 20 નવેમ્બરે મતદાન થશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 November 2024: ઉત્તર પ્રદેશની મીરાપુર, કુંદરકી, ગાઝિયાબાદ, ખૈર, કરહલ, સિસામઉ, ફુલપુર, કટેહારી અને મઝવા વિધાનસભા બેઠકો પર હવે 13 નવેમ્બરને બદલે 20 નવેમ્બરે મતદાન થશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Election 2024, Voting

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન, (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 November 2024, આજના તાજા સમાચાર: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળની એક વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કેરળની પલક્કડ વિધાનસભા સીટ માટે હવે 13 નવેમ્બરના બદલે 20 નવેમ્બરે મતદાન થશે. આ જ રીતે પંજાબની ડેરા બાબા નાનક, છબ્બેવાલ, ગિદ્દરબાહ, બરનાલા વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બર 2024ના રોજ મતદાન થશે. ઉત્તર પ્રદેશની મીરાપુર, કુંદરકી, ગાઝિયાબાદ, ખૈર, કરહલ, સિસામઉ, ફુલપુર, કટેહારી અને મઝવા વિધાનસભા બેઠકો પર હવે 13 નવેમ્બરને બદલે 20 નવેમ્બરે મતદાન થશે.

Advertisment

ઉત્તરાખંડના અલ્મોડામાં મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 36 લોકોના મોત

ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં માર્ચુલા પાસે એક બસ ખાઈમાં પડી હતી, જેમાં 36 લોકોના મોતના અહેવાલ છે. એસડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને સવારે જ ખાઈમાં પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ પડી ગયા બાદ કેટલાક મુસાફરો ઘાયલ હાલતમાં બસમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેણે ત્યાં હાજર લોકોને જાણ કરી, ત્યારબાદ રાહત ટીમ તાત્કાલિક પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અલ્મોડાના એસએસપી પણ સ્થળ પર હાજર છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.

  • Nov 04, 2024 23:23 IST

    Today News Live : જગદંબિકા પાલે કર્ણાટક વક્ફ જમીન મામલે શું કહ્યું

    વકફ સંશોધન વિધેયક પર સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના નેતા જગદંબિકા પાલે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે જે જમીન ખેડૂતોની હતી તેને ખોટી રીતે વકફની નોટિસ આપી દીધી છે. તેમણે 15,000 એકર નોટિસ પાછી લીધી હતી, આ સ્વીકાર કરવાનો જ છે. હું 7 તારીખે કર્ણાટક જઈ રહ્યો છું અને તે સ્થાન જોઈશ.



  • Nov 04, 2024 22:15 IST

    Today News Live : જે લોકો રાષ્ટ્રીય હિતના પક્ષમાં છે તેઓ એક સાથે આવશે અને મહાયુતિને જીતાડશે - વિનોદ તાવડે

    ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે જ્યારે પણ સમાજ વિભાજિત થાય છે ત્યારે વિપક્ષ તેને વધુ વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. જે લોકો રાષ્ટ્રીય હિતના પક્ષમાં છે તેઓ એક સાથે આવશે અને મહાયુતિને જીતાડશે.



  • Advertisment
  • Nov 04, 2024 19:19 IST

    Today News Live : આગ્રામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, પાયલોટ સુરક્ષિત

    આગ્રામાં વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આગ્રા પાસે મિગ-29 ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. આ પ્લેનનો પાયલટ દુર્ઘટના પહેલા પ્લેનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. વિમાને આદમપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી. રુટિન એક્સસાઇઝ માટે આગ્રા તરફ ઉડાન ભરી હતી. સંરક્ષણ અધિકારીઓએ એએનઆઈને જણાવ્યું હતું કે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એરફોર્સનું આ વિમાન આગ્રાના કાગારોળ વિસ્તારમાં સોનિગા ગામ પાસે ખાલી ખેતરોમાં પડ્યું હતું. અહીં પ્લેન પડતા જ આસપાસના ગામના લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.



  • Nov 04, 2024 17:04 IST

    Today News Live : ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પેટાચૂંટણીની તારીખમાં ફેરફાર, 13 ના બદલે 20 નવેમ્બરે વોટિંગ થશે

    ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળની એક વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કેરળની પલક્કડ વિધાનસભા સીટ માટે હવે 13 નવેમ્બરના બદલે 20 નવેમ્બરે મતદાન થશે. આ જ રીતે પંજાબની ડેરા બાબા નાનક, છબ્બેવાલ, ગિદ્દરબાહ, બરનાલા વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બર 2024ના રોજ મતદાન થશે. ઉત્તર પ્રદેશની મીરાપુર, કુંદરકી, ગાઝિયાબાદ, ખૈર, કરહલ, સિસામઉ, ફુલપુર, કટેહારી અને મઝવા વિધાનસભા બેઠકો પર હવે 13 નવેમ્બરને બદલે 20 નવેમ્બરે મતદાન થશે.



  • Nov 04, 2024 13:28 IST

    Today News Live : ઝારખંડમાં CM હેમંત સોરેનને મોટો ફટકો, સમર્થક ભાજપમાં જોડાયા

    ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગ્યો છે. સોરેનના સમર્થક મંડલ મુર્મુ છોડીને ભાજપમાં જોડાયા છે. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થવાનું છે જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

    ઝારખંડમાં, ભાજપે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) સાથે ગઠબંધન કર્યું છે અને તેના સહયોગી JDU અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને પણ હિસ્સો આપ્યો છે. બીજી તરફ, JMM તેના સહયોગી કોંગ્રેસ, RJD અને ડાબેરી પક્ષો સાથે ચૂંટણી લડી રહ્યું છે અને ફરીથી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે.

    ઝારખંડમાં ભાજપની નજર અનુસૂચિત જનજાતિ માટે અનામત 28 વિધાનસભા બેઠકો પર છે. ભાજપે સંથાલ પરગણા વિસ્તારમાં 'ઘૂસણખોરી' અને 'વસ્તીકીય પરિવર્તન'ના મુદ્દાઓ બનાવ્યા છે, જ્યારે જેએમએમ અને કોંગ્રેસે સરના કાર્ડ રમ્યા છે. ઝારખંડમાં આદિવાસી મતદારોની વસ્તી 26% છે. ભાજપે ઝારખંડ ચૂંટણી માટે 'રોટી બેટી માટી કી પુકાર, ઝારખંડમાં ભાજપની સરકાર'નું સૂત્ર આપ્યું છે.



  • Nov 04, 2024 12:38 IST

    Today News Live : ચૂંટણી પંચે મહારાષ્ટ્રના ડીજીપી રશ્મ શુક્લાને હટાવ્યા, વિપક્ષી દળોએ કરી હતી ફરિયાદ

    મહારાષ્ટ્રની ડીજીપી રશ્મિ શુક્લાને હટાવવામાં આવ્યા છે. અનેક દળોએ ડીજીપી સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી હતી ચૂંટણી પંચના પ્રમુખ સચિવને નિર્દેશ કર્યો હતો કે તેઓ કેડરના આગામી સૌથી સીનિયર અધિકારીને તેમને પ્રભાર સોંપી દે. મંગળવારે બપોરે 1 વાગ્યે ત્રણ આઈપીએસ અધિકારીઓના પેનલ મોકલવાનો નિર્દેશ કર્યો હતો.



  • Nov 04, 2024 10:37 IST

    Today News Live : અલ્મોડામાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 5 લોકોના મોત

    ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં માર્ચુલા પાસે એક બસ ખાઈમાં પડી હતી, જેમાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. મૃત્યુઆંક વધુ પણ હોઈ શકે છે. એસડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. આ બસમાં 35 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને સવારે જ ખાઈમાં પડી ગઈ હતી.

    જણાવવામાં આવી રહ્યું છે કે બસ પડી ગયા બાદ કેટલાક મુસાફરો ઘાયલ હાલતમાં બસમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેણે ત્યાં હાજર લોકોને જાણ કરી, ત્યારબાદ રાહત ટીમ તાત્કાલિક પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અલ્મોડાના એસએસપી પણ સ્થળ પર હાજર છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.



  • Nov 04, 2024 10:07 IST

    Today News Live : શેરબજાર સેન્સેક્સમાં 600 પોઇન્ટનો કડાકો, આઈટી શેર તૂટ્યા

    શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસ કડાકો બોલાયો છે. સેન્સેક્સ 79724 પાછલા બંધ સામે આજે સોમવારે 79713 ખુલ્યો હતો. જો કે ઈન્ફોસિસ, સન ફાર્મા, અદાણી પોર્ટસ્, રિલાયન્સ, ટાટા મોટ્રસ જેવા બ્લુચીપ સ્ટોકમાં વેચવાથી શેરબજાર તૂટ્યું છે. સેન્સેક્સ પાછલા બંધથી 600 પોઇન્ટ તૂટ્યો છે. એનએસઇ નિફ્ટી નીચા ગેપમાં 24315 ખૂલ્યો અને ઘટીને 24122 થયો છે.



  • Nov 04, 2024 10:07 IST

    Today News Live : આજે થશે જમ્મુ કાશ્મીર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી

    ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા નક્કી કરેલી ડેટ પ્રમાણે આજે જમ્મુ કાશ્મિર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થશે જેમાં નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અબ્દુલ રહીમ રાઠોરની જીત નક્કી માનવામાં આવી છે.



  • Nov 04, 2024 10:07 IST

    Today News Live : આવતી કાલે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી

    5 નવેમ્બરે થનારી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને વૈશ્વિક પારો ખૂબ જ ઉચકાયો છે. એક તરફ રિપબ્લિકન પાર્ટી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વખત ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ અને ભારતીયમૂળના અમેરિકી નાગરિક કમલા હેરિસ છે. બંનેનું રાજકીય ભવિષ્ય અમેરિકી વોટર્સ નક્કી કરશે.



  • Nov 04, 2024 10:06 IST

    Today News Live : આજે ઝારખંડમાં પીએમ મોદી કરશે રેલીઓ

    ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવો વધ્યો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ પ્રવાસે છે. આ દરમિયાન તેઓ બે ચૂંટણી જનસભાને સંબોધશે. પીએમ મોદી ગઢવા અને ચાઈબાસામાં ચૂંટણી રેલી કરશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધનની વચ્ચે રાજકીય રીતે આક્રમકતા વધવા લાગી છે. જેના ઉપર આજે બધાની નજર રહેશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ