Gujarati News 4 September 2024 Highlights : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 September 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સીએમ નાયબ સિંહ સૈની લાડવાથી, જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી, અનિલ વિજ અંબાલા કેન્ટથી, કંવર પાલ ગુર્જર જગાધરીથી, સુનિતા દુગ્ગલ રતિયાથી, ભવ્ય બિશ્નોઈ આદમપુરથી, તેજપાલ તંવર સોહનાથી ચૂંટણી લડશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
nayab singh saini, Haryana

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની (તસવીર - ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 September 2024 Highlights, આજના તાજા સમાચાર: આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સીએમ નાયબ સિંહ સૈની લાડવાથી, જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી, અનિલ વિજ અંબાલા કેન્ટથી, કંવર પાલ ગુર્જર જગાધરીથી, સુનિતા દુગ્ગલ રતિયાથી, ભવ્ય બિશ્નોઈ આદમપુરથી, તેજપાલ તંવર સોહનાથી ચૂંટણી લડશે.

Advertisment

ત્રિપુરામાં શાંતિ સમજુતી પર લાગી મોહર, અમિત શાહે કહ્યું - પીએમ મોદીએ વિકસિત પૂર્વોત્તરનું વિઝન દેશ સામે રાખ્યું

ભારત સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTF વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે આપણા બધા માટે ખુશીની વાત છે કે 35 વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ બાદ તમે હથિયાર છોડીને મુખ્યધારામાં સામેલ થઇ ગયા છો અને સંપૂર્ણ ત્રિપુરાના વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી તેમણે શાંતિ અને સંવાદ દ્વારા સક્ષમ અને વિકસિત પૂર્વોત્તરનું વિઝન દેશ સામે રાખ્યું છે. પૂર્વોત્તરના લોકો અને દિલ્હી વચ્ચે ઘણી દૂરી હતી. તેને ફક્ત માત્ર રોડ, રેલ અને એર કનેક્ટિવિટીના માધ્યમથી આ દૂરીને મિટાવી સાથે લોકોના દિલો વચ્ચેનું અંતર પણ દૂર કર્યું છે.

પાદરા નજીક મોટી દુર્ઘટના, ગણેશ પંડાલ બાંધી રહેલા એકસાથે 15 યુવકો વીજ કરંટની ઝપટમાં આવ્યા

Advertisment

આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે વડોદરાના પાદરા નજીકના ગામમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાદરાના ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધી રહેલા એક સાથે 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અમેરિકામાં બાળકો માટે સૌથી વધુ જોખમી વાયરસનો આતંક

છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વાયરસોએ દુનિયાને હચમાવી દીધી છે. ત્યારે હવે અમેરિકામાં એક નવા વાયરસે માંથું ઉચક્યું છે. ચાંદીપુરા વાયરસ, મંકીપોકસનું વધતું જતું સંક્રમણ ડરાવી રહયું છે ત્યારે અમેરિકામાં આજકાલ પાર્વો વાયરસ બી 19 ના કેસ પણ ધ્યાનમાં આવ્યા છે. અમેરિકામાં આ વાયરસના 35 ટકા કેસ 5 થી 9 વરસના બાળકોમાં જોવા મળે છે તેને સ્લેપ્ડ ચીકસ પણ વાયરસ કહેવામાં આવે છે.

  • Sep 04, 2024 22:42 IST

    કોલકાતામાં બળાત્કાર-હત્યાની ઘટના વિરોધમાં પ્રતિક તરીકે રાજભવનની લાઇટો બંધ કરાઇ

    કોલકાતા: આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યાની ઘટનાના વિરોધના પ્રતિકના રૂપમાં તરીકે પશ્ચિમ બંગાળ રાજભવનની લાઇટો બંધ કરવામાં આવી હતી.

    — ANI_HindiNews (@AHindinews) September 4, 2024

  • Sep 04, 2024 20:40 IST

    હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

    આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સીએમ નાયબ સિંહ સૈની લાડવાથી, જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી, અનિલ વિજ અંબાલા કેન્ટથી, કંવર પાલ ગુર્જર જગાધરીથી, સુનિતા દુગ્ગલ રતિયાથી, ભવ્ય બિશ્નોઈ આદમપુરથી, તેજપાલ તંવર સોહનાથી ચૂંટણી લડશે.

    — ANI_HindiNews (@AHindinews) September 4, 2024

  • Sep 04, 2024 19:07 IST

    પીએમ મોદીએ સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેંસ વોંગ સાથે મુલાકાત કરી

    સિંગાપુર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેંસ વોંગ સાથે મુલાકાત કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) September 4, 2024

  • Sep 04, 2024 18:12 IST

    જેજેપી અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ગઠબંધને 19 ઉમેદવાર જાહેર કર્યા

    જેજેપી અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ગઠબંધને આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 19 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. દુષ્યંત ચૌટાલા ઉચાનાથી અને દિગ્વિજય ચૌટાલા ડબવાલીથી ચૂંટણી લડશે.

    — ANI_HindiNews (@AHindinews) September 4, 2024

  • Sep 04, 2024 16:15 IST

    ત્રિપુરામાં શાંતિ સમજુતી પર લાગી મોહર, અમિત શાહે કહ્યું - પીએમ મોદીએ વિકસિત પૂર્વોત્તરનું વિઝન દેશ સામે રાખ્યું

    ભારત સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTF વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે આપણા બધા માટે ખુશીની વાત છે કે 35 વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ બાદ તમે હથિયાર છોડીને મુખ્યધારામાં સામેલ થઇ ગયા છો અને સંપૂર્ણ ત્રિપુરાના વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી તેમણે શાંતિ અને સંવાદ દ્વારા સક્ષમ અને વિકસિત પૂર્વોત્તરનું વિઝન દેશ સામે રાખ્યું છે. પૂર્વોત્તરના લોકો અને દિલ્હી વચ્ચે ઘણી દૂરી હતી. તેને ફક્ત માત્ર રોડ, રેલ અને એર કનેક્ટિવિટીના માધ્યમથી આ દૂરીને મિટાવી સાથે લોકોના દિલો વચ્ચેનું અંતર પણ દૂર કર્યું છે.

  • Sep 04, 2024 15:28 IST

    પીએમ મોદી સિંગાપોર પહોંચ્યા, ડ્રમ વગાડતા જોવા મળ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોર પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદી ત્યાં હાજર કલાકારો સાથે ડ્રમ વગાડતા પણ જોવા મળ્યા હતા.

    https://twitter.com/AHindinews/status/1831257340064211081

  • Sep 04, 2024 13:36 IST

    Today News live : આજે બપોર સુધીમાં ગુજરાતમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો

    આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 4 સપ્ટેમ્બર 2024, બુધવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ પાટણના સાંતલપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાધનપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

  • Sep 04, 2024 11:51 IST

    Today live News : પાદરા નજીક મોટી દુર્ઘટના, ગણેશ પંડાલ બાંધી રહેલા એકસાથે 15 યુવકો વીજ કરંટની ઝપટમાં આવ્યા

    આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે વડોદરાના પાદરા નજીકના ગામમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાદરાના ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધી રહેલા એક સાથે 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

  • Sep 04, 2024 11:37 IST

    Today News live : PM મોદીની આજે સિંગાપોરની મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિંગાપોરની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે 4, 5 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરની સત્તાવાર મુલાકાતે જશે. વડા પ્રધાનની મુલાકાત બંને દેશોના પ્રધાનો વચ્ચે ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકના પખવાડિયા પછી આવે છે.

    પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચી રહ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે 2025માં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થશે.

    સિંગાપોરમાં પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. સિંગાપોરની મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર થવાના છે, જેમાં ખાદ્ય સુરક્ષા, ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

  • Sep 04, 2024 11:25 IST

    Today News live : સગીર વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણીને લઈને ચમોલીમાં હોબાળો, 300 વિરુદ્ધ FIR

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા નંદનગરમાં એક સગીર સાથે અશ્લીલ હરકતો કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. સોમવારે નંદનગરથી ગોપેશ્વર સુધીના લોકોમાં ઉત્તેજના જોવા મળી હતી. નંદનગર બજાર આખો દિવસ બંધ રહી હતી અને વાહનો જામ થઈ ગયા હતા. બપોરે સ્વામી દર્શન ભારતી પણ નંદનગર પહોંચ્યા હતા અને લોકો સાથે શહેરમાં શોભાયાત્રા કાઢી હતી. આ દરમિયાન તોડફોડ પણ કરવામાં આવી હોવાનો આરોપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દીધી છે.

  • Sep 04, 2024 10:36 IST

    Today News live : કેન્દ્ર સરકારે દિલ્હીના LGની શક્તીમાં વધારો કર્યો

    કેન્દ્રએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો કર્યો છે. મંગળવારે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નોટિફિકેશન અનુસાર, એલજીને હવે દિલ્હી મહિલા આયોગ, દિલ્હી વિદ્યુત નિયમનકારી આયોગ જેવા કોઈપણ ઓથોરિટી, બોર્ડ અને કમિશનની રચના કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે.

  • Sep 04, 2024 10:03 IST

    Today News live : અમેરિકામાં બાળકો માટે સૌથી વધુ જોખમી વાયરસનો આતંક

    છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વાયરસોએ દુનિયાને હચમાવી દીધી છે. ત્યારે હવે અમેરિકામાં એક નવા વાયરસે માંથું ઉચક્યું છે. ચાંદીપુરા વાયરસ, મંકીપોકસનું વધતું જતું સંક્રમણ ડરાવી રહયું છે ત્યારે અમેરિકામાં આજકાલ પાર્વો વાયરસ બી 19 ના કેસ પણ ધ્યાનમાં આવ્યા છે. અમેરિકામાં આ વાયરસના 35 ટકા કેસ 5 થી 9 વરસના બાળકોમાં જોવા મળે છે તેને સ્લેપ્ડ ચીકસ પણ વાયરસ કહેવામાં આવે છે.

  • Sep 04, 2024 09:39 IST

    Today news Live : બુધવારનો દિવસ કેવો રહેશે?

    આજે 4 સપ્ટેમ્બર 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

  • Sep 04, 2024 09:33 IST

    Today News live : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ, સુરત, વલસાડ જિલ્લામાં નોંધાયો હતો.

  • Sep 04, 2024 09:29 IST

    Today News live : શેરબજારમા કડાકો: સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં બુધવારે કડાકો બોલાયો છે. શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 190 પોઇન્ટ તૂટ્યા છે. સેન્સેક્સ 82555 મંગળવના બંધ સામે બુધવારે 700 પોઇન્ટથી નીચા ગેપમાં 81845 ખુલ્યા હતા. એનએસઇ નિફ્ટી 25279 પાછલા બંધ સામે બુધવારે 190 પોઇન્ટના ઘટાડે 25089 ખુલ્યા હતા. સેન્સેક્સના એશિયન પેઇન્ટ્સ, નેસ્લે અને સનફાર્માને બાદ કરતા તમામ બ્લુચીપ સ્ટોક સાધારણ થી 2 ટકા સુધી ડાઉન હતા. જકાર્તા કોમ્પોઝિટને બાદ કરતા તમામ એશિયન સ્ટોક માર્કેટ અડધા થી 4 ટકા જેટલા તૂટ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ