Gujarati News 5 April 2024 LIVE: લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને ઝટકો, ખજુરાહો સીટ પરથી મીરા યાદવનું ઉમેદવારીપત્ર રદ

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 April 2024 : પીએમ મોદીએ કહ્યું કે અમે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. તેમણે કહ્યું કે માત્ર બહેનો જ નહીં પરંતુ સમગ્ર પરિવારને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે.

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 April 2024 : પીએમ મોદીએ કહ્યું કે અમે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. તેમણે કહ્યું કે માત્ર બહેનો જ નહીં પરંતુ સમગ્ર પરિવારને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Akhilesh Yadav | Akhilesh Yadav SP | Samajwadi Party

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Photo - @yadavakhilesh)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 April 2024 LIVE, આજના તાજા સમાચાર: લોકસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખભા પર છે. આ ક્રમમાં પીએમ મોદીએ રાજસ્થાનના ચુરુમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસ તેમના નિશાના પર હતી ત્યારે તેમણે મુસ્લિમ મહિલાઓ માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Advertisment

તેમની સરકાર દ્વારા ટ્રિપલ તલાક નાબૂદ કરવા અંગે પીએમ મોદીએ કહ્યું કે અમે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. તેમણે કહ્યું કે માત્ર બહેનો જ નહીં પરંતુ સમગ્ર પરિવારને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. પીએમ મોદીએ કહ્યું કે હવે મુસ્લિમ બહેનના પિતાને ચિંતા કરવાની જરૂર નથી કે 2-3 બાળકોને જન્મ આપ્યા પછી કોઈ ટ્રિપલ તલાકનું ઉચ્ચારણ કરશે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર

લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને ઝટકો, ખજુરાહો સીટ પરથી મીરા યાદવનું ઉમેદવારીપત્ર રદ

લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસે મધ્ય પ્રદેશની ખજુરાહો લોકસભા સીટ આપી હતી. આ બેઠક પરથી સપાના ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. ઉમેદવારી ફોર્મ પર સહી ન કરવાને કારણે અને જૂના નામકરણને કારણે તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.

Advertisment

ચંદ્રાબાબુ નાયડુને ચૂંટણી પંચની નોટિસ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના મામલામાં ચૂંટણી પંચે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુને નોટિસ પાઠવી છે. ચંદ્રબાબુ નાયડુ પર 31 માર્ચે તેમની પ્રચાર રેલી દરમિયાન સીએમ જગન મોહન રેડ્ડીને કથિત રીતે "રાક્ષસ," "પ્રાણી," "ચોર" અને અન્ય કેટલાક વાંધાજનક શબ્દો કહેવાનો આરોપ છે.

  • Apr 05, 2024 23:30 IST

    તાઈવાન બાદ ન્યૂયોર્કમાં ભૂકંપ, 4.8 તીવ્રતાનો આચંકો

    તાાઈવાન બાદ હવે ન્યૂયોર્કમાં ભયંકર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ન્યૂયોર્કમાં 4.8 તીવ્રતાનો આંચકો આવ્યો છે. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.



  • Apr 05, 2024 20:48 IST

    કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

    કોંગ્રેસે ઉત્તરાખંડમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ છે - જેમા મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા જાણીતા નેતાના નામ સામેલ છે.

    — ANI_HindiNews (@AHindinews) April 5, 2024



  • Apr 05, 2024 18:16 IST

    લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને ઝટકો, ખજુરાહો સીટ પરથી મીરા યાદવનું ઉમેદવારીપત્ર રદ

    લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસે મધ્ય પ્રદેશની ખજુરાહો લોકસભા સીટ આપી હતી. આ બેઠક પરથી સપાના ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. ઉમેદવારી ફોર્મ પર સહી ન કરવાને કારણે અને જૂના નામકરણને કારણે તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.



  • Apr 05, 2024 18:11 IST

    હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરી

    ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી

    — ANI_HindiNews (@AHindinews) April 5, 2024



  • Apr 05, 2024 17:07 IST

    કેરળ સ્ટોરી એક ખોટી ફિલ્મ કહાણી છે : ફારુખ અબ્દુલ્લા

    દૂરદર્શન પર કેરળ સ્ટોરીના પ્રસારણ વિશે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લાએ કહ્યું કે, આ એક ખોટી ફિલ્મ સ્ટોરી છે, તેણે દેશમાં તણાણ ઉભો કરવા અને હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ભાગલા પાડવાની કોશિશ કરી છે.

    — ANI_HindiNews (@AHindinews) April 5, 2024



  • Apr 05, 2024 17:04 IST

    છત્તીસગઢઃ રાયપુરમાં વીજ કંપનીમાં ભયંકર આગ

    છત્તીસગઢના રાયપુરમાં વીજ વિતરણ કંપનીના પરિસરમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગતા ફાયર બ્રિગડની કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) April 5, 2024



  • Apr 05, 2024 16:14 IST

    ઉત્તર પ્રદેશ આજે ઉત્સવ પ્રદેશ રાજ્ય બની ગયું છે - યોગી આદિત્યનાથ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે કોણ વિચાર્યું હતું કે ઉત્તર પ્રદેશ કોમી રમખાણ મુક્ત થશે? આજે ઉત્તર પ્રદેશ રમખાણ મુક્ત છે. કોણે વિચાર્યું હતું કે ઉત્તર પ્રદેશ કર્ફ્યુ મુક્ત થઈ જશે? આજે ઉત્તર પ્રદેશ કર્ફ્યુ મુક્ત થઈ ગયું છે અને કાંવડ યાત્રા પણ ખૂબ જ ધામધૂમથી ચાલી રહી છે. ઉપદ્રવ માટે જાણીતું ઉત્તર પ્રદેશ આજે ઉત્સવ પ્રદેશ રાજ્ય બની ગયું છે.

    — ANI_HindiNews (@AHindinews) April 5, 2024



  • Apr 05, 2024 15:09 IST

    ચૂંટણી પંચે AAP નેતા આતિશીને નોટિસ મોકલી

    ચૂંટણી પંચે શુક્રવારે દિલ્હીના મંત્રી આતિષીને નોટિસ મોકલી છે. જેમાં તેમના ભાજપમાં જોડાવાના કે જેલ ભોગવવાના દાવા અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે તેમની પાસે સોમવારે (8 એપ્રિલ) બપોરે 12 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે નોટિસના દરેક ફકરાનો લેખિતમાં જવાબ આપવો જોઈએ.



  • Apr 05, 2024 15:06 IST

    પીએમ મોદીએ ચુરુમાં એક જાહેર સભામાં મુસ્લિમ બહેનોને કહ્યું

    લોકસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખભા પર છે. આ ક્રમમાં પીએમ મોદીએ રાજસ્થાનના ચુરુમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસ તેમના નિશાના પર હતી ત્યારે તેમણે મુસ્લિમ મહિલાઓ માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો.



  • Apr 05, 2024 12:14 IST

    AAP સાંસદ સંજય સિંહનો મોટો ખુલાસો

    આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દારૂનું કૌભાંડ આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા નહીં પરંતુ ભાજપે કર્યું છે.સંજય સિંહે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક ઊંડા ષડયંત્રનો શિકાર છે.



  • Apr 05, 2024 12:00 IST

    કોંગ્રેસે લોકસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

    કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જાહેરનામામાં 25 પ્રકારની ગેરંટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



  • Apr 05, 2024 11:01 IST

    કોંગ્રેસ પાર્ટી આજે જાહેર કરશે લોકસભા ચૂંટણી ઢંઢેરો

    કોંગ્રેસ પાર્ટી આજે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવી દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં મેનિફેસ્ટો બહાર પાડશે. મેનિફેસ્ટોના પ્રકાશન પછી, મલિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 6 એપ્રિલે જયપુર અને હૈદરાબાદમાં જાહેર રેલીઓને સંબોધશે.



  • Apr 05, 2024 10:07 IST

    RBI એ પોલિસી રેટ 6.5% પર યથાવત રાખ્યો

    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર ન કરતા 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.



  • Apr 05, 2024 09:30 IST

    ચંદ્રાબાબુ નાયડુને ચૂંટણી પંચની નોટિસ

    ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ટીડીપી વડા વિરુદ્ધ નોટિસ જારી કરી હતી.રાક્ષસ, પ્રાણી ચોર જેવા વાંધાજનક શબ્દો કહેવા અંગે જવાબ માંગ્યો છે.



  • Apr 05, 2024 09:00 IST

    ભારતે 2020 પછી પાકિસ્તાનમાં 20 આતંકવાદીઓની હત્યા કરી

    અમેરિકા, કેનેડા અને હવે બ્રિટનના દૈનિક અખબાર 'ધ ગાર્ડિયન'એ ભારત પર વિદેશી ધરતી પર હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. 'ધ ગાર્ડિયન'ના અહેવાલ મુજબ, ભારતે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ અને રશિયાની કેજીબી પાસેથી પ્રેરણા લીધી છે, જે વિદેશી ધરતી પર પોતાના દુશ્મનોને મારવા માટે જાણીતા છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો છે.



  • Apr 05, 2024 08:36 IST

    IPL 2024 : આજે હૈદરાબાદ અને ચૈન્નઈ વચ્ચે થશે ટક્કર

    આઈપીએલ 2024ની 18મી મેચ આજે સાંજે 7.30 વાગે શરુ થશે. આજે આ મેચમાં હૈદરાબાદ અને ચૈન્નઈ એકબીજા સાથે ટકરાશે. ચૈન્નઈની નજર પોતાની ત્રીજી જીત પર તો હૈદરાબાદની નજર પોતાની બીજી પર રહશે.



  • Apr 05, 2024 08:24 IST

    આજનું તમારું રાશિફળ અહીં જાણો

    આજે 5 એપ્રિલ 2024 શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ



  • Apr 05, 2024 08:18 IST

    હિમાચલમાં ભૂકંપના જોરદાર આંચકા

    હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા મનાલીથી લઈને આખા શહેરમાં અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ રાત્રે 9.34 વાગ્યે આવ્યો હતો.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ