/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Arvind-Kejriwal-Case-Updates.jpg)
અરવિંદ કેજરીવાલ કેસ અપડેટ્સ (ફોટો - એક્સપ્રેસ, પીટીઆઈ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 August 2024 Highlights, આજના તાજા સમાચાર: સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. જ્યાં તેની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી છે અને તેને જામીન આપવામાં આવ્યા નથી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ તેમને નીચલી કોર્ટમાં જવા કહ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસમાં ED અને CBIની કાર્યવાહીના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. 17 જુલાઈના રોજ કોર્ટે દારૂ નીતિ કેસમાં તેની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
અજિત ડોભાલે હિંડન એરબેઝ પર શેખ હસીના સાથે મુલાકાત કરી
બાંગ્લાદેશના પીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત પહોંચી ગયા છે. તે બાંગ્લાદેશ એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેનાના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા. સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એનએસએ અજીત ડોભાલ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ શેખ હસીનાને હિંડન એરબેઝ પર મળ્યા છે. ભારતીય વાયુસેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ શેખ હસીનાને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.
શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1500 પોઈન્ટ અને નિફ્ટી 470થી વધુ તૂટ્યો
આજે ખુલતાની સાથે જ શેરબજારમાં પાયમાલી જોવા મળી હતી. અપેક્ષા મુજબ આજનો દિવસ ભારતીય શેરબજારમાં 'બ્લેક મન્ડે' તરીકે શરૂ થયો. તમને જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં શુક્રવારે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. અને આજે સોમવારે (5મી ઓગસ્ટ) અપેક્ષા મુજબ બીએસઈ સેન્સેક્સ 1500 પોઈન્ટ ઘટીને 79,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 470 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
બિહારમાં હાઇટેન્શન વાયરથી ચપેટમાં આવતા 8 કાવડિયાઓના મોત
બિહારના હાજીપુરમાં રવિવારની રાત્રે (4 ઓગસ્ટ) રાત્રે એક ડીજે વાહન હાઈ ટેન્શન લાઈનમાં અથડાતા ઓછામાં ઓછા આઠ કાવડિયાઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે કંવરિયા બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર, શ્રદ્ધાળુઓ સુલ્તાનપુર ગામના રહેવાસી હતા, જે હાજીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.
ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાતમાં રાહતના સમાચાર
ગુજરાતમાં એક તબક્કે હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનું જોર ઘટ્યું છે અને હોસ્પિટલમાં દાખલ 68 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે. હવે અત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 19 દર્દીઓ દાખલ છે. અત્યારે રાજ્યમાં કૂલ 155 દર્દીઓ છે. જેમાં સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 07, મહિસાગરમાં 5, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5 કેસ નોંધાયેલા છે.
- Aug 05, 2024 23:34 IST
સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીની બેઠક મળી
સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS)ની આજે 7, લોક કલ્યાણ માર્ગ પર બેઠક મળી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી.
#WATCH सुरक्षा मामलों की कैबिनेट समिति (CCS) की आज 7, लोक कल्याण मार्ग पर बैठक हुई। बैठक में प्रधानमंत्री मोदी को बांग्लादेश के हालात के बारे में जानकारी दी गई। pic.twitter.com/NEyD4PjWCM
— ANI_HindiNews (@AHindinews) August 5, 2024
- Aug 05, 2024 20:51 IST
અજિત ડોભાલે હિંડન એરબેઝ પર શેખ હસીના સાથે મુલાકાત કરી
બાંગ્લાદેશના પીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત પહોંચી ગયા છે. તે બાંગ્લાદેશ એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેનાના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા. સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એનએસએ અજીત ડોભાલ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ શેખ હસીનાને હિંડન એરબેઝ પર મળ્યા છે. ભારતીય વાયુસેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ શેખ હસીનાને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.
- Aug 05, 2024 19:55 IST
પેરિસ ઓલિમ્પિક 2024 - લક્ષ્ય સેનનો બ્રોન્ઝ મેડલ મેચમાં પરાજય
ભારતના લક્ષ્ય સેનનો બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયાના લી જિયા જી સામે પરાજય થયો છે. લક્ષ્ય સેન આ મુકાબલો 21-13,16-21,11-21થી હારી ગયો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની સફરનો અંત આવ્યો છે.
- Aug 05, 2024 18:12 IST
બીએસએફ સતત બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સંપર્કમાં
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને લઈને બીએસએફ સતત બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સંપર્કમાં છે. હાલમાં સરહદ પર સ્થિતિ સામાન્ય છે. બાંગ્લાદેશમાં કર્ફ્યુને કારણે બાંગ્લાદેશ સરહદ પર ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સ (આઈસીપી) પર ટ્રાફિક ની હિલચાલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- Aug 05, 2024 17:17 IST
હું બંગાળના લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું - મમતા બેનર્જી
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને ત્યાં વચગાળાની સરકારની રચના કર્યા પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું બંગાળના લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. આ બે દેશ વચ્ચેનો મામલો છે. કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે અમે તેને સમર્થન આપીશું.
- Aug 05, 2024 16:54 IST
ટેબલ ટેનિસ - ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ટેબલ ટેનિસમાં ભારતીય ટીમે રોમાનિયા સામે વિજય મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતની મનિકા બત્રાએ તેની બંને સિંગલ્સ મેચ જીતી હતી. આ સિવાય શ્રીજા અકુલા અને અર્ચના ગિરીશ કામથે ડબલ્સ મેચ જીતી હતી. જોકે તે બંને સિંગલ્સ મેચ હારી ગયા હતા. આમ છતા ભારતે 3-2 થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
- Aug 05, 2024 15:14 IST
અરવિંદ કેજરીવાલને મોટો ફટકો, દિલ્હી હાઈકોર્ટે નકારી જામીન અરજી
સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. જ્યાં તેની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી છે અને તેને જામીન આપવામાં આવ્યા નથી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ તેમને નીચલી કોર્ટમાં જવા કહ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસમાં ED અને CBIની કાર્યવાહીના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. 17 જુલાઈના રોજ કોર્ટે દારૂ નીતિ કેસમાં તેની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
- Aug 05, 2024 15:11 IST
બાંગ્લાદેશમાં હિંસાએ ભારે જોર પકડ્યું, વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું, ભારત આવ્યા
અનામત હિંસા વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું આપ્યું છે અને તેઓ ભારતના અગરતાલામાં આવી પહોંચ્યા છે. આંદોલનકારીઓ વડાપ્રધાનના નિવાસ્થાનમાં ઘૂસતા જ પીએમ શેખ હસીના હેલિકોપ્ટર દ્વારા ભારત આવી પહોંચ્યા હતા. બાંગ્લાદેશમાં સેનાએ શાસન સંભાળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
- Aug 05, 2024 15:03 IST
ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશ સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં કૂલ 103 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં એક ઈંચ નોંધાયો હતો. જ્યારે આજે સોમવારે બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વડાલી તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Aug 05, 2024 12:44 IST
દિલ્હી કોચિંગ સેન્ટર મામલે કેન્દ્ર-દિલ્હી સરકારને નોટિસ આપતા સુપ્રીમ કોર્ટની પીડા છવાઈ ગઈ
દિલ્હી કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. કોચિંગ સેન્ટરોમાં સુરક્ષા માટે માર્ગદર્શિકા બનાવવા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આદેશ આવ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોચિંગ સેન્ટર બાળકોના જીવન સાથે રમત રમી રહ્યા છે. કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હીના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે શું કોચિંગ સેન્ટરોમાં સલામતીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
- Aug 05, 2024 12:31 IST
ગુજરાતમાં આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ
આજે સોમવારે વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં માત્ર એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
- Aug 05, 2024 10:43 IST
ગુજરાતમાં આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં વરસાદ
આજે સોમવારે વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં માત્ર માંડ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
- Aug 05, 2024 09:55 IST
યુએસ વૃદ્ધિની આશંકા વચ્ચે શેર માર્કેટમાં કડાકો
આજે ખુલતાની સાથે જ શેરબજારમાં પાયમાલી જોવા મળી હતી. અપેક્ષા મુજબ આજનો દિવસ ભારતીય શેરબજારમાં 'બ્લેક મન્ડે' તરીકે શરૂ થયો. તમને જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં શુક્રવારે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. અને આજે સોમવારે (5મી ઓગસ્ટ) અપેક્ષા મુજબ બીએસઈ સેન્સેક્સ 1500 પોઈન્ટ ઘટીને 79,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 470 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
- Aug 05, 2024 09:06 IST
ગુજરાતમાં 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો
જરાતમાં 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. અહીં નવ ઈંચ સુધી વરસાદ ખાબકી ચુક્યો હતો.
- Aug 05, 2024 08:27 IST
શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર કોના માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Sawan-monday-horoscope.jpg)
આજથી પવિત્ર શ્રાવણ મહિનો શરુ થયો છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આજનો સોમવારનો દિવસ કઈ રાશિ માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Aug 05, 2024 08:25 IST
ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાતમાં રાહતના સમાચાર
ગુજરાતમાં એક તબક્કે હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનું જોર ઘટ્યું છે અને હોસ્પિટલમાં દાખલ 68 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે. હવે અત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 19 દર્દીઓ દાખલ છે. અત્યારે રાજ્યમાં કૂલ 155 દર્દીઓ છે. જેમાં સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 07, મહિસાગરમાં 5, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5 કેસ નોંધાયેલા છે.
- Aug 05, 2024 08:25 IST
બિહારમાં હાઇટેન્શન વાયરથી ચપેટમાં આવતા 8 કાવડિયાઓના મોત
બિહારના હાજીપુરમાં રવિવારની રાત્રે (4 ઓગસ્ટ) રાત્રે એક ડીજે વાહન હાઈ ટેન્શન લાઈનમાં અથડાતા ઓછામાં ઓછા આઠ કાવડિયાઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે કંવરિયા બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર, શ્રદ્ધાળુઓ સુલ્તાનપુર ગામના રહેવાસી હતા, જે હાજીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us