Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 February 2025 LIVE, આજના તાજા સમાચાર: દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલ જાહેર કરાયા છે. જેમાં દિલ્હીમાં સરકાર બદલાતી દેખાઇ રહી છે. આમ આદમી પાર્ટીની બેઠકો ઘટી છે જ્યારે ભાજપ સરકાર બનાવે એવો વરતારો સામે આવ્યો છે.
અગાઉ, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોના દિગ્ગજ નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. મતદારોને તેમની તરફેણમાં આકર્ષવા માટે, ત્રણેય પક્ષોએ જો તેમની સરકાર બનશે તો દિલ્હીના લોકોને તમામ મફત સુવિધાઓ પ્રદાન કરવાનું વચન આપ્યું છે.
આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 13,766 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેના પર 1.56 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. દિલ્હીમાં 83.76 લાખ પુરુષ, 72.36 લાખ મહિલા અને 1,267 ત્રીજા લિંગના મતદારો છે. ચૂંટણી પંચે વિકલાંગ મતદારો માટે 733 મતદાન કેન્દ્રોની ઓળખ કરી છે.





