Gujarati News 5 January 2025: પ્રિયંકા ગાંધી અંગેના નિવેદન પર હંગામો, રમેશ બિધુરીનો વળતો પ્રહાર

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 January 2025: દિલ્હીની કાલકાજી સીટ પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વિશે આપેલા નિવેદનને લઈને દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 January 2025: દિલ્હીની કાલકાજી સીટ પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વિશે આપેલા નિવેદનને લઈને દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ramesh Bidhuri Priyanka Gandhi cheeks remark,

દિલ્હીની રાજધાનામાં ઘમાસાણ (તસવીર: Jansatta)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 January 2025, આજના તાજા સમાચાર: દિલ્હીની કાલકાજી સીટ પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વિશે આપેલા નિવેદનને લઈને દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિધુરીએ કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસે તેને ખરાબ નિવેદન ગણાવ્યું હતું.

Advertisment

ઝારખંડમાં રિક્ષા અને ટ્રક વચ્ચે એક્સિડેન્ટથી 4 લોકોના મોત

ઝારખંડના દુમકા વિસ્તારમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયું છં. ટ્રક સાથે અથડાતા રિક્ષાનું કચ્ચરઘાણ નિકળી ગયું હતું. આ એક્સિડેન્ટમાં 4 લોકોના મોત થયા છે અને અમુક વ્યક્તિ ઘાયલ થયા છે.

  • Jan 05, 2025 17:50 IST

    પ્રિયંકા ગાંધી અંગેના નિવેદન પર હંગામોઃ રમેશ બિધુરીનો વળતો પ્રહાર

    દિલ્હીની કાલકાજી સીટ પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વિશે આપેલા નિવેદનને લઈને દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિધુરીએ કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસે તેને ખરાબ નિવેદન ગણાવ્યું હતું. હવે બિધુરીએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. રમેશ બિધુરીએ કહ્યું છે કે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે બીજેપી સાંસદ હેમા માલિની વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. બિધુરીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી ખાસ વીઆઈપી પરિવારમાંથી છે. તેમણે પ્રશ્ન પૂછ્યો કે કરોડપતિ પરિવારમાંથી આવનારી દીકરી સ્ત્રી છે, પરંતુ સામાન્ય પરિવારમાંથી આવતી સ્ત્રી હેમા માલિની શું સ્ત્રી નથી?



  • Jan 05, 2025 14:10 IST

    ગુજરાતના પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત

    ગુજરાતના પોરબંદર એરપોર્ટ પર ઈન્ડિયન કોસ્ટગાર્ડનું ચોપર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં સવારમાં ત્રણેય લોકોના મોત થયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું વિમાન નિયમિત તાલીમ માટે ઉડાન ભરી ચૂક્યું હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ ક્રેશ થઇ ગયું અને તેમા સવાર ત્રણેય લોકોના દર્દનાક મોત થઇ ગયા.

    — ANI_HindiNews (@AHindinews) January 5, 2025



  • Advertisment
  • Jan 05, 2025 11:07 IST

    પુષ્પા 2 સ્ટાર અલ્લૂ અર્જૂન પોલીસ સ્ટેશન પહોંચ્યા

    સાઉથ એક્ટર અલ્લુ અર્જૂન હૈદારબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પુષ્પા 2 મૂવી સંબંધિત સંધ્યા થિયેટર ઘટના મમ઼ામલે અદાલત દ્વારા નિયમિત જમાનત આપ્યા બાદ અલ્લૂ અર્જૂને ગઇકાલે નામપલ્લી મેટ્રોપોલિટન ક્રિમિનલ કોર્ટમાં જમાનત અરજી દાખલ કરી છે.

    https://twitter.com/AHindinews/status/1875776462646882603



  • Jan 05, 2025 09:38 IST

    સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર, WTC ફાઇનલની રેસમાંથી બહાર

    ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી હતી. 10 વર્ષ બાદ તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી મળી હતી. આ પહેલા તેણે 2014-15માં આ ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (ડબલ્યુટીસી ફાઇનલ)માં પ્રવેશવાની શક્યતાઓ પણ સમાપ્ત થઇ ગઇ હતી. ભારત માટે સૌથી ખરાબ સમાચાર એ છે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. તેને પીઠમાં તકલીફ છે.



  • Jan 05, 2025 08:50 IST

    ઝારખંડમાં રિક્ષા અને ટ્રક વચ્ચે એક્સિડેન્ટથી 4 લોકોના મોત

    ઝારખંડના દુમકા વિસ્તારમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયું છં. ટ્રક સાથે અથડાતા રિક્ષાનું કચ્ચરઘાણ નિકળી ગયું હતું. આ એક્સિડેન્ટમાં 4 લોકોના મોત થયા છે અને અમુક વ્યક્તિ ઘાયલ થયા છે.

    https://twitter.com/AHindinews/status/1875589464925561021



  • Jan 05, 2025 08:49 IST

    ઠંડી અને ધુમ્મસને કારણે 400થી વધુ ફ્લાઇટ મોડી, ટ્રેન સેવા પણ પ્રભાવિત

    દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભયંકર ઠંડી પડી રહી છે. ઠંડીના લીધે ગાઢ ધુમ્મસ છવાયેલો રહેતા વિઝિબિલિટી ઘટી ગઇ છે. જેના કારણે વિમાન સેવા પ્રભાવિત થઇ છે. ખરાબ હવામાનના લીધે 400 થી વધુ ફ્લાઇટ મોડી થઇ છે. ફ્લાઇટ મોડી થતા વિમાન યાત્રીઓ હેરાઇ થયા છે. તો 300 થી વધુ ટ્રેનો નિર્ધારિત સમય થી મોડી ચાલી રહી છે.

    https://twitter.com/AHindinews/status/1875707131506352305



વેધર ન્યૂઝ શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ india ગુજરાત વિશ્વ દેશ