Gujarati News 5 July 2024 Highlights : શનિવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 July 2024 : શનિવારે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
rahul gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી . (Photo - @RahulGandhi)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 July 2024 Highlights, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડમાં 121 લોકોના મોત નીપજતાં સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. જોકે, આ કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાથરસની મુલાકાતે છે. તેઓ મૃતકોના પરિવારજનો મળી રહ્યા છે. દેશ અને ગુજરાતમાં ક્યાં વરસાદનું એલર્ટ છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર...

Advertisment

શનિવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે

શનિવારે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે. એની સાથે સાથે મોરબી બ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે.

ભાજપે ઘણા રાજ્યોમાં નવા પ્રભારીઓની જાહેરાત કરી

ભાજપે ઘણા રાજ્યો માટે પોતાના નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપે હરિયાણાની ચૂંટણી પહેલા સતીશ પુનિયાને પોતાના પ્રભારી નિયુક્ત કર્યા છે, જ્યારે પંજાબની જવાબદારી ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને સોંપવામાં આવી છે. બિહારની જવાબદારી પ્રભારી વિનોદ તાવડે પાસે રહેશે. શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશના પ્રભારી છે. આ વખતે નીતિન નવીનને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. લક્ષ્મીકાંત વાજપેયીને ચૂંટણીવાળા રાજ્ય ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણીના પરિણામો અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આને એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

PM મોદી પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલી ભારતીય ટુકડીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જુલાઈ 2024ના રોજ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. તેણે કહ્યું, મને ખાતરી છે કે આ વખતે પણ તમે રમત ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવશો. એ પણ કહ્યું કે આ કુશળતાની રમત છે, ઊંચાઈની નહીં, તેથી તમારા આત્મવિશ્વાસને ક્યારેય ડગમગવા ન દો.

Advertisment

રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટના પીડિતો સાથે કરી મુલાકાત

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચી ગયા છે. જ્યાં તેઓ નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા. આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિપક્ષના વરિષ્ઠ નેતાની હાથરસની આ પ્રથમ મુલાકાત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે હાથરસની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા. મૃતકના પરિજનોએ રાહુલ ગાંધીને મળીને કહ્યું કે બાબાની ધરપકડ થવી જોઈએ.

  • Jul 05, 2024 22:56 IST

    શનિવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે

    શનિવારે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે. એની સાથે સાથે મોરબી બ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે.

  • Jul 05, 2024 22:09 IST

    એમએસ ધોની પત્ની સાક્ષી સાથે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો

    પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી ધોની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 'સંગીત સમારોહ'માં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) July 5, 2024

  • Jul 05, 2024 20:54 IST

    જેડીયુ પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું - આ સરકાર 2029 પછી પણ ચાલુ રહેશે

    જેડીયુના પ્રવક્તા કે.સી. ત્યાગીએ આરજેડી ચીફ લાલુ યાદવના નિવેદન પર કહ્યું કે લાલુ યાદવ નિરાશામાં છે. જેડીયુ અને ટીડીપી આ (એનડીએ) સરકારના બે મહત્વપૂર્ણ સ્તંભ છે અને આ સરકાર 2029 પછી પણ ચાલુ રહેશે.

    — ANI_HindiNews (@AHindinews) July 5, 2024

  • Jul 05, 2024 19:27 IST

    બિહારમાં સતત પુલ ધરાશાયીની ઘટના, બિહાર સરકારે 15 એન્જીનિયર્સને સસ્પેન્ડ કર્યા

    બિહારમાં વરસાદ વચ્ચે સતત પુલ ધરાશાયી થઇ રહ્યા છે. આ મામલે હવે બિહાર સરકારે એક્શન લીધી છે. લાપરવાહીના કારણે 15 એન્જીનિયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં જળ સંશાધન વિભાગના 11 અને ગ્રામીણ કાર્ય વિભાગના 4 એન્જીનિયર્સ સામેલ છે.

  • Jul 05, 2024 17:36 IST

    ભાજપે ઘણા રાજ્યોમાં નવા પ્રભારીઓની જાહેરાત કરી, વિજય રૂપાણી પંજાબના પ્રભારી

    ભાજપે ઘણા રાજ્યો માટે પોતાના નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપે હરિયાણાની ચૂંટણી પહેલા સતીશ પુનિયાને પોતાના પ્રભારી નિયુક્ત કર્યા છે, જ્યારે પંજાબની જવાબદારી ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને સોંપવામાં આવી છે. બિહારની જવાબદારી પ્રભારી વિનોદ તાવડે પાસે રહેશે. શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશના પ્રભારી છે. આ વખતે નીતિન નવીનને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. લક્ષ્મીકાંત વાજપેયીને ચૂંટણીવાળા રાજ્ય ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણીના પરિણામો અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આને એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

    — BJP (@BJP4India) July 5, 2024

  • Jul 05, 2024 16:42 IST

    મહારાષ્ટ્રના સીએમે રોહિત શર્માને સન્માનિત કર્યો

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને સન્માનિત કર્યા.

    — ANI_HindiNews (@AHindinews) July 5, 2024

  • Jul 05, 2024 14:40 IST

    બે કલાકમાં નર્મદાના તિલકવાડમાં પોણા બે ઈંચ વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 5 જુલાઈ 2024, શુક્રવારે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાનિ બેટિંગ શરુ કરી દીધી છે. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં નર્મદાના તિલકવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

  • Jul 05, 2024 12:19 IST

    PM મોદી પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલી ભારતીય ટુકડીને મળ્યા,

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જુલાઈ 2024ના રોજ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. તેણે કહ્યું, મને ખાતરી છે કે આ વખતે પણ તમે રમત ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવશો. એ પણ કહ્યું કે આ કુશળતાની રમત છે, ઊંચાઈની નહીં, તેથી તમારા આત્મવિશ્વાસને ક્યારેય ડગમગવા ન દો.

  • Jul 05, 2024 10:56 IST

    આજે સવારે 6થી 10 વચ્ચે ગુજરાતના 50 તાલુકામાં વરસાદ પડ્યો

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ પૈકી સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ જેટલો પડ્યો હતો. ત્યારબાદ વલસાડના કપરાડામાં સવા બે ઈંચ અને નવસારીના વાંસદામાં બે ઈંચ જેટલો પડ્યો હતો.

  • Jul 05, 2024 09:25 IST

    રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટના પીડિતો સાથે કરી મુલાકાત

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચી ગયા છે. જ્યાં તેઓ નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા. આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિપક્ષના વરિષ્ઠ નેતાની હાથરસની આ પ્રથમ મુલાકાત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે હાથરસની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા. મૃતકના પરિજનોએ રાહુલ ગાંધીને મળીને કહ્યું કે બાબાની ધરપકડ થવી જોઈએ.

  • Jul 05, 2024 09:21 IST

    ગુજરાતના 29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

    હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 29 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.

  • Jul 05, 2024 08:54 IST

    ગુજરાતના આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર આજે 5 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે.

  • Jul 05, 2024 08:31 IST

    ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસદા નોંધાયો

    તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ અને વડગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

  • Jul 05, 2024 07:51 IST

    શુક્રવાર તમારો કેવો રહેશે?

    આજે 5 જુલાઈ 2024, શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

  • Jul 05, 2024 07:50 IST

    વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાથરસ પીડિતોને મળશે

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસ જવા રવાના થઈ ગયા છે. તેઓ નાસભાગમાં માર્યા ગયેલા 121 લોકોના પરિવારજનોને મળશે. આ ઘટના બાદ વિપક્ષના વરિષ્ઠ નેતાની હાથરસની આ પ્રથમ મુલાકાત હશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે હાથરસની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ