Gujarati News 5 March 2024 Highlights : ઉત્તર પ્રદેશ : ઓપી રાજભર, દારા સિંહ ચૌહાણ સહિત ચાર ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 March 2024: ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરુ થયો હોય એમ વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે. SBSP વડા ઓમ પ્રકાશ રાજભર, બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, આરએલડી ધારાસભ્ય અનિલ કુમાર અને બીજેપીના સુનીલ કુમાર શર્માએ ઉત્તર પ્રદેશ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 March 2024: ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરુ થયો હોય એમ વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે. SBSP વડા ઓમ પ્રકાશ રાજભર, બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, આરએલડી ધારાસભ્ય અનિલ કુમાર અને બીજેપીના સુનીલ કુમાર શર્માએ ઉત્તર પ્રદેશ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
yogi adityanath cabinet expansion, yogi adityanath cabinet

ઓમ પ્રકાશ રાજભર, બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, આરએલડી ધારાસભ્ય અનિલ કુમાર અને બીજેપીના સુનીલ કુમાર શર્માએ ઉત્તર પ્રદેશ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા (તસવીર - એએનઆઈ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 March 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 5 માર્ચ 2024, મંગળવારનો દિવસ છે. આજે મંગળવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો આજે મંગળવારે ઉત્તર પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે. SBSP વડા ઓમ પ્રકાશ રાજભર, બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, આરએલડી ધારાસભ્ય અનિલ કુમાર અને બીજેપીના સુનીલ કુમાર શર્માએ ઉત્તર પ્રદેશ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે.

Advertisment

જૂનાગઢમાં આજથી શિવરાત્રીનો મેળાનો આજથી પ્રારંભ

બીજી તરફ 8 માર્ચે મહાશિવરાત્રી છે ત્યારે જૂનાગઢમાં આજથી શિવરાત્રીનો મેળો શરૂ થશે. દેશ વિદેશની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા મોદી કા પરિવાર મુદ્દા પર રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓ આ મુદ્દાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવી રહ્યા છે. અહીં ક્લિક કરીને વાંચો આજના તાજા સમાચાર.

અંબરીશ ડેર અને અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાયા

રજૂલાના પૂર્વ ધારાસભ્યને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસના આ બંને નેતાઓ આજે ગાંધીનગર કમલમ ખાતે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

  • Mar 05, 2024 23:46 IST

    6 માર્ચે ખેડૂતો દિલ્હીના જંતર-મંતર તરફ શાંતિપૂર્વક કૂચ કરશે

    ખેડૂત નેતા તેજવીર સિંહે કહ્યું કે આવતીકાલે 6 માર્ચે સમગ્ર ભારતમાંથી ખેડૂતો દિલ્હીના જંતર-મંતર તરફ શાંતિપૂર્વક કૂચ કરશે. આ માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના ખેડૂતોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Mar 05, 2024 22:18 IST

    ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા. મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય પક્ષના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Advertisment
  • Mar 05, 2024 21:26 IST

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, મેટાની ઘણી સેવાઓ બંધ, ફેસબુક પણ કામ કરતું નથી

    મેટાની ઘણી મેટા સેવાઓ ડાઉન થઇ ગઇ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કામ કરી રહ્યા નથી. ઘણા લોકોના ફેસબુક એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઇ રહ્યા છે. જ્યારે ઇન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સ કામ કરી રહ્યા નથી.

    Downdetector ના મતે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.10 વાગ્યે મેટાની સેવાઓ પ્રભાવિત થઇ છે. મોબાઇલ એપ્સ સહિતની વેબ સેવાઓ પણ એક્સેસ થઇ રહી નથી. ફેસબુક એપ પણ કામ કરી રહી નથી. ઘણા યૂઝર્સ માટે ઈન્સ્ટાગ્રામના કોમેન્ટ સેક્શન કામ કરી રહ્યા નથી. એટલા માટે ઘણા યૂઝર્સ એપને એક્સેસ નથી કરી શકતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડાઉન છે.



  • Mar 05, 2024 20:53 IST

    મુકેશ અંબાણીએ ગુજરાતના દ્વારકામાં દ્રારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Mar 05, 2024 19:37 IST

    પશ્ચિમ બંગાળ CID એ શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને ના સોંપી

    પશ્ચિમ બંગાળ CID એ શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને ના સોંપી, કારણ કે રાજ્ય સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Mar 05, 2024 19:04 IST

    સોનું સર્વોચ્ચ શિખરે, 10 ગ્રામનો ભાવ 66,500 રૂપિયા

    Gold Record High And Silver Price Jumps : સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. તો સોના પાછળ ચાંદી પણ ઉછળી છે. વૈશ્વિક બજારમાં સોનું 2126 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઓલટાઇમ હાઇ થયું હતું. જેની અસરે ભારતમાં પણ પીળી કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે. જાણો તમારા શહેરના સોના – ચાંદીના લેટેસ્ટ ભાવ

    સોનું સર્વોચ્ચ શિખરે, 10 ગ્રામનો ભાવ 66,500 રૂપિયા

    સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં મંગળવારે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 900 રૂપિયા વધીને 66500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. આગલા દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 65,500 રૂપિયા હતો. આ સાથે માત્ર જ દિવસમાં સોનું 2300 રૂપિયા મોંઘુ થયું છે.



  • Mar 05, 2024 17:45 IST

    ઉત્તર પ્રદેશ : ઓમ પ્રકાશ રાજભર, દારા સિંહ ચૌહાણ સહિત ચાર ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા

    ઉત્તર પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે. SBSP વડા ઓમ પ્રકાશ રાજભર, બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, આરએલડી ધારાસભ્ય અનિલ કુમાર અને બીજેપીના સુનીલ કુમાર શર્માએ ઉત્તર પ્રદેશ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Mar 05, 2024 17:00 IST

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Mar 05, 2024 16:42 IST

    ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે થતા નુકશાન સામે રાજ્ય સરકારે વળતરના દરમાં વધારો કર્યો

    રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

    પ્રવર્તમાન માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી કનુ ભાઇ દેસાઈએ જણાવ્યું કે ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.



  • Mar 05, 2024 15:48 IST

    પીએમ મોદીએ ઓડિશાના ચંડીખોલમાં 19,600 કરોડના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના ચંડીખોલમાં 19,600 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2024



  • Mar 05, 2024 14:33 IST

    બોમ્બે હાઈકોર્ટે ડીયુના ભૂતપૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાની આજીવન કેદની સજા રદ કરી

    બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબા અને અન્ય પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તેને 2017માં ગઢચિરોલી કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. જસ્ટિસ વિનય જી જોશી અને જસ્ટિસે ચુકાદો આપ્યો હતો.



  • Mar 05, 2024 11:34 IST

    અંબરીશ ડેર અને અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાશે

    રજૂલાના પૂર્વ ધારાસભ્યને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસના આ બંને નેતાઓ આજે ગાંધીનગર કમલમ ખાતે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે.



  • Mar 05, 2024 10:44 IST

    યુપી પોલીસ પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી

    ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પેપર લીક મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. રિક્રુટમેન્ટ બોર્ડના ચેરપર્સન રેણુકા મિશ્રાને પદ પરથી હટાવીને રાજીવ કૃષ્ણને ભરતી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં 60,000 થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.



  • Mar 05, 2024 10:40 IST

    PM મોદીને મારી નાખવાની ધમકી, કર્ણાટકમાં કેસ નોંધાયો

    હૈદરાબાદના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. આરોપીનું નામ મોહમ્મદ રસૂલ કદ્દરે છે અને તેણે પોતાની ચોકીમાં તલવાર પકડેલી છે. પોસ્ટમાં તે તલવાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. કર્ણાટકના યાદગીરીના સુરપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 505(1)(B), 25(1)(B) અને આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વ્યક્તિ વિરુદ્ધ IIR નોંધવામાં આવ્યો છે.



  • Mar 05, 2024 10:27 IST

    NIAએ 17 સ્થળોએ ઝડપી દરોડા પાડ્યા હતા

    બેંગલુરુ જેલમાં આતંકવાદી બનાવવાના મામલામાં NIA એક્શન મોડમાં છે. મંગળવારે NIAએ એક સાથે 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ બાબત એક વર્ષ પહેલા પ્રકાશમાં આવી હતી. આ કેસમાં ટી નસીર નામના આતંકવાદીનું નામ સામે આવ્યું હતું જેના પર જેલમાં બંધ કેદીઓને આતંકવાદના રસ્તે લાવવા માટે તેમનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું.



  • Mar 05, 2024 10:06 IST

    લેબનોને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો

    લેબનોનથી છોડવામાં આવેલી મિસાઇલ ઇઝરાયલના માર્ગલિયોટ સમુદાય પાસેના બગીચામાં પડતાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય ભારતીયો કેરળના રહેવાસી હતા.



  • Mar 05, 2024 10:01 IST

    'તમે મેદાન પસંદ કરો, હું ચર્ચા માટે તૈયાર છું...' સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો

    લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગવાનું છે અને તે પહેલા દેશભરમાં રાજકીય તાપમાન વધી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ઈરાનીએ રાહુલ ગાંધીને યુપીએ સરકાર અને મોદી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં કરેલા કામ વચ્ચેના તફાવત પર ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.



  • Mar 05, 2024 09:14 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં રાત વિતાવશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 માર્ચે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વની મુલાકાત લેશે. વડાપ્રધાન 8 માર્ચે સાંજે નેશનલ પાર્ક પહોંચશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે. આ માહિતી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપી છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ પીએમ કાંજીરંગાની મુલાકાત લઈ રહ્યા છે.



  • Mar 05, 2024 08:51 IST

    એલોન મસ્ક હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા નથી

    દુનિયાભરના અમીરોની યાદીમાં ઘણી ઉથલપાથલ થઈ છે. આ યાદીમાં એલોન મસ્કને મોટો આંચકો લાગ્યો છે. બ્લૂમબર્ગના મતે X અને Tesla જેવી દિગ્ગજ કંપનીઓના માલિક ઈલોન મસ્ક હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ નથી.



  • Mar 05, 2024 08:20 IST

    ગૌણસેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાને લઈ ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સીસીઈની પરીક્ષામાં ઉમેદવાર કોઈ અનિવાર્ય કારણો સર હાજર ન રહી શકવાનો હોય તો તારીખ પહેલા મંડળને આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકે છે. જેથી આ દિવસને બાદ કરતાં એમની પરીક્ષાનું આયોજન કરવામાં આવે.



  • Mar 05, 2024 07:59 IST

    રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાઈ શકે છે

    સોમવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. જોકે, અંબરીશ ડેર આજે મંગળવારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.



  • Mar 05, 2024 07:55 IST

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે જવાના છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 996 કરોડના 12 કામનું ઇ-ખાતમુહૂર્ત, 11 કરોડના 8 કામનું ઇ-લોકાર્પણ કરશે.



  • Mar 05, 2024 07:54 IST

    જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો આજથી શરુ થશે

    8 માર્ચે મહાશિવરાત્રી છે ત્યારે જૂનાગઢમાં આજથી શિવરાત્રીનો મેળો શરૂ થશે. તંત્ર દ્વારા શિવારાત્રીના મેળા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે.



  • Mar 05, 2024 07:53 IST

    મંગળવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?

    આજે 5 માર્ચ 2024 મંગળવારનો દિવસ મેષ રાશીથી મીન રાશિના તમામ જાતકો માટે કેવો રહેશે. તમારું દૈનિક રાશિ ભવિષ્ય અહીં ક્લિક કરીને વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ