/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Kshatriya-Protest-Ahmedabad.jpg)
ક્ષત્રિય સમાજનું અમદાવાદ પૂર્વમાં શક્તિપ્રદર્શન (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 may 2024 Highlights, આજના તાજા સમાચાર: ગુજરાતમાં લોકસભા ચૂંટણી મતદાનને હવે બે જ દિવસ બાકી છે ત્યારે ક્ષત્રિય સમાજે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન શરૂ કર્યું. આજે અમદાવાદ પૂર્વ વિસ્તારથી ધર્મરથ શરૂ કર્યો છે, આ યાત્રા રથ નરોડા જય માતાજી ચોકથી શરૂ થયો છે, જે નરોડા ગામ, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા થઈ વસ્ત્રાલ પૂરો થયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદથી ક્ષત્રિયો નારાજ છે, જે ભાજપ વિરુદ્ધ મત કરવા પ્રચાર કરી રહ્યા છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ સસ્પેન્ડ કરી દીધો છે. NADAના આ નિર્ણયથી બજરંગ પુનિયાની પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને ફટકો પડી શકે છે. ટ્રિબ્યુને નાડાના સત્તાવાર પત્રને ટાંકીને લખ્યું છે કે બજરંગ પુનિયાએ 10 માર્ચે સોનીપતમાં આયોજિત પસંદગી ટ્રાયલમાં ડોપ ટેસ્ટ આપ્યો ન હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના સુરતમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નેતાઓ હતા મૌલવીના નિશાના પર, બીજેપીની નુપુર શર્માનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. પાકિસ્તાનમાંથી હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા અને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી.
ગુજરાતની 25 બેઠકો માટે 7 મેના રોજ મંગળવારે મતદાન થશે, ઓસ્ટ્રેલિયા, ફિજી, કિર્ગીઝ રિપબ્લિક, મેડાગાસ્કર અને રશિયાના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો આજે રવિવારથી ગુજરાતની ચાર દિવસીય મુલાકાત શરૂ કરશે કારણ કે, રાજ્ય 7 મેના રોજ મતદાન માટે તૈયારી કરી રહ્યું છે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી ભારતીએ જણાવ્યું હતું.
આ મુલાકાત ઈન્ટરનેશનલ ઈલેક્શન વિઝિટર પ્રોગ્રામ (આઈઈવીપી)નો એક ભાગ છે, જે ભારતના ચૂંટણી પંચની પહેલ છે, જ્યાં આવા પ્રતિનિધિમંડળ મતદાન પ્રક્રિયાનું અવલોકન કરશે. ગુજરાતના CEOના નિવેદન મુજબ, "પ્રતિનિધિમંડળ મોક પોલ અને વાસ્તવિક મતદાન પ્રક્રિયાઓનું અવલોકન કરવા માટે મતદાન સ્ટાફ અને વિવિધ મતદાન મથકો માટે ડિસ્પેચિંગ કેન્દ્રોની મુલાકાત લેશે." પ્રતિનિધિમંડળ પણ "મતદારો સાથે સંક્ષિપ્ત વાર્તાલાપમાં જોડાશે".
- May 05, 2024 22:17 IST
કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું - અમેઠી છોડવાનો નિર્ણય આત્મઘાતી નિર્ણય છે
કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે અમેઠી છોડવાનો નિર્ણય આત્મઘાતી નિર્ણય છે. 2019માં બસપા પણ કોંગ્રેસની સાથે હતી, 2024ની ચૂંટણીમાં બસપા તેમની સાથે નથી. જો બસપાના વોટ ઘટાડી દેવામાં આવે તો રાહુલ ગાંધી અમેઠી પર હારી રહ્યા છે અને તે રાયબરેલી પણ હારશે. રાહુલ ગાંધીએ હારવાના ડરથી અમેઠી છોડવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધી વિપક્ષના મોટા નેતા છે. આટલા મોટા નેતાએ ડરવું જોઈએ નહીં.
- May 05, 2024 20:38 IST
પીએમ મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો
ઉત્તર પ્રદેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અયોધ્યામાં રોડ શો કર્યો હતો.
#WATCH उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के साथ अयोध्या में रोड शो किया।#LokSabhaElections2024pic.twitter.com/PI4tl1b6Yt
— ANI_HindiNews (@AHindinews) May 5, 2024
- May 05, 2024 20:14 IST
પીએમ મોદીએ અયોધ્યામાં ભગવાન રામના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી.
#WATCH अयोध्या, उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने श्री राम जन्मभूमि मंदिर का दौरा किया और प्रार्थना की। pic.twitter.com/QmmAawqGVT
— ANI_HindiNews (@AHindinews) May 5, 2024
- May 05, 2024 18:04 IST
કોંગ્રેસ નેતા રાધિકા ખેડાનું રાજીનામું
કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું.
कांग्रेस नेता राधिका खेड़ा ने पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दिया। pic.twitter.com/gp3FIi5Ph3
— ANI_HindiNews (@AHindinews) May 5, 2024
- May 05, 2024 15:34 IST
અમદાવાદ પૂર્વમાં ક્ષત્રિય સમાજનું ધર્મરથ યાત્રા સાથે શક્તિ પ્રદર્શન
ગુજરાતમાં લોકસભા ચૂંટણી મતદાનને હવે બે જ દિવસ બાકી છે ત્યારે ક્ષત્રિય સમાજે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન શરૂ કર્યું. આજે અમદાવાદ પૂર્વ વિસ્તારથી ધર્મરથ શરૂ કર્યો છે, આ યાત્રા રથ નરોડા જય માતાજી ચોકથી શરૂ થયો છે, જે નરોડા ગામ, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા થઈ વસ્ત્રાલ પૂરો થશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદથી ક્ષત્રિયો નારાજ છે, જે ભાજપ વિરુદ્ધ મત કરવા પ્રચાર કરી રહ્યા છે.
- May 05, 2024 13:22 IST
માછીમારો માટે રેડ એલર્ટ: લોકો સાવધાન રહે, મુંબઈમાં આજે રાત્રે દરિયામાં ઊંચા મોજા ઉછળશે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ આગામી 36 કલાકમાં મુંબઈમાં ઊંચા મોજાંની આગાહી કરી છે. BMC એ શનિવારે ચેતવણી જાહેર કરી અને નાગરિકોને રવિવાર રાત સુધી બીચ પર જવાનું ટાળવાની અપીલ કરી. BMC અનુસાર, શનિવારે સવારે 11.30 વાગ્યાથી શરૂ થયેલા મોજાં રવિવારે રાત્રે 11.30 વાગ્યા સુધીમાં 0.5-1.5 મીટરની ઉંચાઈએ પહોંચશે, જે મુંબઈના કિનારે અથડાશે.
- May 05, 2024 10:58 IST
બજરંગ પુનિયા ડોપ ટેસ્ટ ન આપવા બદલ સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને લાગી શકે છે ફટકો
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ સસ્પેન્ડ કરી દીધો છે. NADAના આ નિર્ણયથી બજરંગ પુનિયાની પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને ફટકો પડી શકે છે. ટ્રિબ્યુને નાડાના સત્તાવાર પત્રને ટાંકીને લખ્યું છે કે બજરંગ પુનિયાએ 10 માર્ચે સોનીપતમાં આયોજિત પસંદગી ટ્રાયલમાં ડોપ ટેસ્ટ આપ્યો ન હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
NADAએ લખ્યું, 'NADR 2021ની કલમ 7.4 મુજબ, તમને (બજરંગ પુનિયા) તાત્કાલિક અસરથી વ્યાવસાયિક રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી કેસની સુનાવણી અને નિર્ણય ન આવે ત્યાં સુધી તમે કોઈપણ સ્પર્ધા અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશો નહીં. જો બજરંગ પર આ આરોપો રહેશે તો તે ઓલિમ્પિક માટે પસંદગીની ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં. જે ખેલાડી ટ્રાયલ જીતશે તે જ પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
- May 05, 2024 08:33 IST
મૌલવીની ગુજરાતમાંથી ધરપકડ, પાકિસ્તાનથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાને
ગુજરાતના સુરતમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નેતાઓ હતા મૌલવીના નિશાના પર, બીજેપીની નુપુર શર્માનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. પાકિસ્તાનમાંથી હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા અને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી.
- May 05, 2024 08:24 IST
આઈપીએલ 2024 : આજે પંજાબ વિ ચેન્નાઈ અને લખનઉ વિ કોલકાતા વચ્ચે જંગ
આઈપીએલ 2024 સિઝનની આજે 53 મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બપોરે 3.30 કલાકે હિમાચલ પ્રદેશમાં ધર્મશાલા સ્ટેડિયમમાં રમવામાં આવશે, 54 મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે 7.30 કલાકે ભારત રત્ન અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમ લખનઉ ખાતે રમવામાં આવશે.
- May 05, 2024 07:21 IST
Prajwal Revanna Case: શું છે બ્લુ કોર્નર નોટિસ, જેની જાળમાં આરોપી પ્રજ્વલ રેવન્ના ફસાઈ શકે છે
https://gujarati.indianexpress.com/news/prajwal-revanna-case-karnataka-cbi-may-issue-blue-corner-notice-km/282665/
- May 05, 2024 07:20 IST
જમ્મુ અને કાશ્મીર: સવારે પૂંચ જિલ્લામાં ભારતીય સેનાના જવાનો દ્વારા કડક સુરક્ષા તપાસના દ્રશ્યો
આતંકવાદીઓએ પૂંચ જિલ્લામાં ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો હતો.
સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આતંકવાદી હુમલામાં ઘાયલ ભારતીય વાયુસેનાના પાંચ સૈનિકોમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વધુ એક સૈનિકની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે જ્યારે બાકીના ત્રણની હાલત સ્થિર છે.
#WATCH | J&K: Morning visuals of tight security checking by Indian Army personnel in the Poonch district.
An Indian Air Force vehicle convoy was attacked by terrorists in the Poonch district.
One of the five Indian Air Force soldiers injured in the terrorist attack has… pic.twitter.com/SYoeTFgwVi— ANI (@ANI) May 5, 2024
- May 05, 2024 07:17 IST
આજે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ગુજરાત મુલાકાતે આવશે, મતદાનનું કરશે નિરીક્ષણ
ગુજરાતની 25 બેઠકો માટે 7 મેના રોજ મંગળવારે મતદાન થશે, ઓસ્ટ્રેલિયા, ફિજી, કિર્ગીઝ રિપબ્લિક, મેડાગાસ્કર અને રશિયાના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો આજે રવિવારથી ગુજરાતની ચાર દિવસીય મુલાકાત શરૂ કરશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us