/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/brij-bhushan-sharan-singh.jpg)
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહ (ફાઇલ ફોટો એક્સપ્રેસ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 September 2024, આજના તાજા સમાચાર: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહે ફરી એક વખત મહિલા રેસલર્સ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો અંગે નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદે કહ્યું કે તેમની સામે લાગેલા આરોપો એક ષડયંત્ર છે અને તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે જ્યારે મારા પર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે આ કોંગ્રેસ, દીપેન્દ્ર હૂડા અને ભૂપિંદર હૂડાનું કાવતરું છે, આજ વાત આજે દેશ કહી રહ્યો છે. હવે મારે આ વિશે કંઈ કહેવાની જરૂર નથી.
હરિયાણા - રણજીત સિંહ ચૌટાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ટિકિટોની વહેંચણી બાદ નેતાઓની નારાજગી ખુલ્લેઆમ સામે આવી રહી છે. આ શ્રેણીમાં હવે કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૌટાલા રાનિયાને ટિકિટ ન આપવાથી નારાજ હતા. આ અંગે વાત કરતા રણજીત સિંહ ચૌટાલાએ કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં રાણીયા વિધાનસભાથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ભાજપે મને ડબવાલીથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી પરંતુ મેં તેને ફગાવી દીધી હતી.
ચૌટાલાએ કહ્યું કે, "જો હું બીજી પાર્ટીમાંથી ચૂંટણી લડું કે અપક્ષ ઉમેદવાર તરીકે, તો પણ હું ચોક્કસ લડીશ." ઉલ્લેખનીય છે કે બુધવારે ટિકિટ વહેંચણી બાદ ભાજપના પાંચ મોટા નેતાઓએ રાજીનામા આપી દીધા છે.
શેરબજાર સુધારા સાથે ખુલ્યા, સોનું - ચાંદી નરમ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે સુધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા 82352 બંધ સામે ઉંચા ગેપમાં ગુરુવારે 82469 ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ 82617 સુધી ઉપર ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા 25198 બંધ સામે આજે 50 પોઇન્ટના ઉંચા ગેપમાં 25250 ખુલ્યો હતો. ગુરુવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ હતું. તો બીજી બાજુ બુલિયન માર્કેટમાં એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વર વાયદા નરમ હતા.
- Sep 05, 2024 23:24 IST
પીએમ મોદી દિલ્હી પરત ફર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ દારુસ્સલામ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાત બાદ દિલ્હી પરત ફર્યા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ब्रुनेई दारुस्सलाम और सिंगापुर की तीन दिवसीय यात्रा के बाद दिल्ली वापस लौटें।
(सोर्स: डीडी न्यूज) pic.twitter.com/F6RNQBLzLF— ANI_HindiNews (@AHindinews) September 5, 2024
- Sep 05, 2024 21:15 IST
રેસલર્સ વિવાદ પર બ્રિજ ભૂષણ સિંહે કહ્યું - મારી સામે કોંગ્રેસ, દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપેન્દ્ર હુડ્ડાએ ષડયંત્ર રચ્યું હતું
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહે ફરી એક વખત મહિલા રેસલર્સ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો અંગે નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદે કહ્યું કે તેમની સામે લાગેલા આરોપો એક ષડયંત્ર છે અને તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે જ્યારે મારા પર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે આ કોંગ્રેસ, દીપેન્દ્ર હૂડા અને ભૂપિંદર હૂડાનું કાવતરું છે, આજ વાત આજે દેશ કહી રહ્યો છે. હવે મારે આ વિશે કંઈ કહેવાની જરૂર નથી.
- Sep 05, 2024 20:39 IST
પેરાલિમ્પિક ગેમ્સ - કપિલ પરમારે જુડોમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં 25મો મેડલ
પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ગુરુવારે ભારતીય જુડો ખેલાડી કપિલ પરમારે પુરુષોની -60 કિગ્રા J1 વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેડલ મેચમાં કપિલે બ્રાઝીલના એલ્ટન ડી ઓલિવેલિયાને 33 સેકન્ડમાં હરાવ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 25મો મેડલ છે.
- Sep 05, 2024 19:32 IST
મુંબઈમાં 'લાલબાગચા રાજા'ની પહેલી ઝલક
મહારાષ્ટ્રઃ ગણેશ ચતુર્થી પહેલા મુંબઈમાં 'લાલબાગચા રાજા'ની પહેલી ઝલક બતાવવામાં આવી.
https://twitter.com/AHindinews/status/1831689167455355030
- Sep 05, 2024 17:49 IST
રવિન્દ્ર જાડેજાની હવે રાજનીતિની પિચ પર એન્ટ્રી, ભાજપની સદસ્યતા ગ્રહણ કરી
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ હવે રાજનીતિની પિચ પર એન્ટ્રી કરી છે. હવે તે ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય બની ગયો છે. જામનગરથી ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ જાડેજાએ એક્સ પર બે તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. જેમાં જાડેજાએ સદસ્યતા ગ્રહણ કરી તેનો ફોટો છે.
- Sep 05, 2024 16:38 IST
લાલકૃષ્ણ અડવાણીને બીજેપીની સદસ્યતાનું પ્રમાણપત્ર અપાયું
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમે પાર્ટીના સભ્યપદ અભિયાનના ભાગ રૂપે દિલ્હીમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બીજેપીની સદસ્યતાનું પ્રમાણપત્ર સોંપ્યું.
भाजपा के राष्ट्रीय महासचिव दुष्यंत कुमार गौतम ने पार्टी के सदस्यता अभियान के तहत दिल्ली में वरिष्ठ नेता लालकृष्ण आडवाणी को भाजपा की सदस्यता का प्रमाण पत्र सौंपा।
(सोर्स: दुष्यंत गौतम कार्यालय) pic.twitter.com/GIew1gsZVv— ANI_HindiNews (@AHindinews) September 5, 2024
- Sep 05, 2024 14:53 IST
Today Live News : હરિયાણાઃ ટિકિટ ન મળવાથી નારાજ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પદ પરથી રાજીનામું આપ્યું
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ટિકિટોની વહેંચણી બાદ નેતાઓની નારાજગી ખુલ્લેઆમ સામે આવી રહી છે. આ શ્રેણીમાં હવે કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૌટાલા રાનિયાને ટિકિટ ન આપવાથી નારાજ હતા. આ અંગે વાત કરતા રણજીત સિંહ ચૌટાલાએ કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં રાણીયા વિધાનસભાથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ભાજપે મને ડબવાલીથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી પરંતુ મેં તેને ફગાવી દીધી હતી.
- Sep 05, 2024 14:30 IST
Today Live News : ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરના માણસામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
- Sep 05, 2024 13:53 IST
Today Live News : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અત્યારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
- Sep 05, 2024 11:38 IST
Today Live News : આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠા, ગંધીનગર, મહેસાણામાં પડ્યો હતો.
- Sep 05, 2024 10:43 IST
Today Live News : કોલકાતા રેપ મર્ડર કેસમાં પરિવારનો મોટો આરોપ
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલા એક તાલીમાર્થી ડૉક્ટરના પરિવારજનોએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમની પુત્રીના મૃતદેહને ઉતાવળમાં અગ્નિસંસ્કાર કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. મૃતકના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોલકાતા પોલીસે તેમને પૈસા આપીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
- Sep 05, 2024 10:15 IST
Today Live News : શેરબજાર સુધારા સાથે ખુલ્યા, સોનું – ચાંદી નરમ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે સુધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા 82352 બંધ સામે ઉંચા ગેપમાં ગુરુવારે 82469 ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ 82617 સુધી ઉપર ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા 25198 બંધ સામે આજે 50 પોઇન્ટના ઉંચા ગેપમાં 25250 ખુલ્યો હતો. ગુરુવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ હતું. તો બીજી બાજુ બુલિયન માર્કેટમાં એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વર વાયદા નરમ હતા.
- Sep 05, 2024 10:15 IST
Today Live News : સુપ્રીમ કોર્ટમાં આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટ ગુરુવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન માંગતી અને એક્સાઇઝ ડ્યુટી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજીઓ પર સુનાવણી કરે તેવી શક્યતા છે. કારણ યાદી અનુસાર જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આ કેસની સુનાવણી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us