/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Breaking-news.jpg)
અમદાવાદ એરપોર્ટથી ચાર આતંકવાદીની ધરપકડ
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 April 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 6 એપ્રિલ 2024,શનિવારનો દિવસ છે.આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ પાછી લેવા માટે ભાજપ પર દબાણ બનાવી રહ્યો છે. બીજી તરફ આજે આઈપીએલ 2024ની 19મી મેચ રમાશે. આજે આ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. દેશ દુનિયામાં બનતી તમામ ઘટનાઓની લાઇવ અપડેટ માટે વાંચો. આજના તાજા સમાચાર.
દેવભૂમિ દ્વારકામાં સીઆર પાટીલના કાર્યક્રમનો ક્ષત્રિયોને વિરોધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી રૂપાલાનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓ સહિતને નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરોએ ધસી આવી રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં ખુરસીઓ ઊંધીવાળી હતી.
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં NIAની ટીમ પર હુમલો
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં NIA ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. ભીડે NIAના વાહનને ઘેરી લીધું અને તેના પર પથ્થરમારો કર્યો. NIAના કાફલામાં સામેલ કારને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કાફલામાં સામેલ એક કારનો કાચ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે પહેલા સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમને નિશાન બનાવવામાં આવી હતી, હવે પૂર્વ મિદનાપુરમાં NIA પર હુમલાની ઘટના સામે આવી છે. કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર એનઆઈએની ટીમ શનિવારે ત્યાં તપાસ માટે પહોંચી હતી. આ દરમિયાન તપાસ એજન્સીએ બે લોકોની ધરપકડ કરી હતી.
- Apr 06, 2024 14:37 IST
સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ
દિલ્હી દારૂ કૌભાંડના આરોપમાં છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
- Apr 06, 2024 14:33 IST
કોંગ્રેસે ગોવાના પૂર્વ સીએમ ફ્રાંસિસ્કો સારદિન્હાની ટીકિટ કાપી
શનિવારે કોંગ્રેસ પાર્ટીએ વધુ છ ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 241 ઉમેદવારોની જાહેરાત કરી છે. શનિવારે જાહેર કરાયેલા નામોમાં વિરિયાતો ફર્નાન્ડિઝનું નામ સૌથી મોખરે છે.
- Apr 06, 2024 14:20 IST
દેવભૂમિ દ્વારકામાં સીઆર પાટીલના કાર્યક્રમમાં હોબાળો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી રૂપાલાનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓ સહિતને નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરોએ ધસી આવી રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં ખુરસીઓ ઊંધીવાળી હતી.
- Apr 06, 2024 12:04 IST
રાજકોટમાં રૂપાલાના વિરોધમાં રાજપૂતની કોર કમિટીની બેઠક યોજાશે
પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજે કમરકસી છે. રૂપાલાના વિરોધમાં આજે રાજપૂતોની કોર કમિટીની બેઠક યોજાશે. ત્યારબાદ મહાસંમેલન પણ યોજાશે.
- Apr 06, 2024 10:56 IST
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં NIAની ટીમ પર હુમલો
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં NIA ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. ભીડે NIAના વાહનને ઘેરી લીધું અને તેના પર પથ્થરમારો કર્યો. NIAના કાફલામાં સામેલ કારને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો.
- Apr 06, 2024 09:36 IST
પાકિસ્તાનમાં ભાગેલા આતંકવાદીઓની હવે ખેર નહીં : રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ જો કોઈ ભારતને પડકારશે અને આતંકવાદી કૃત્યો કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં.
- Apr 06, 2024 09:12 IST
ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે અને અમેરિકાને પીછેહઠ કરવા કહ્યું છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ એક બાજુ હટી જવું જોઈએ કારણ કે તે સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર શંકાસ્પદ ઈઝરાયેલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.
- Apr 06, 2024 08:13 IST
ન્યૂયોર્કમાં શક્તિશાળી ભૂકંપ
તાઈવાન બાદ ન્યૂયોર્કમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે નોર્થ-ઈસ્ટર્ન ન્યૂયોર્કના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, લોકો ડરીને ઘરની બહાર પણ આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.7 નોંધવામાં આવી છે
- Apr 06, 2024 08:11 IST
12 રાશિના જાતકો માટે શનિવાર કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Saturday-horoscope-1.jpg)
આજે 6 એપ્રિલ 2024, શનિવાર તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિફળ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us