Gujarati News 6 August 2024 Highlights : શેખ હસીના 48 કલાકમાં છોડી શકે છે ભારત, બાંગ્લાદેશની સેનામાં ફેરફાર

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 August 2024 : મંગળવારે પણ બાંગ્લાદેશની સ્થિતિ વધારે વણસી છે. હાલાત બેકાબૂ બન્યા છે. બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ ઉપર હુમલાઓ થવા લાગ્યા છે.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 August 2024 : મંગળવારે પણ બાંગ્લાદેશની સ્થિતિ વધારે વણસી છે. હાલાત બેકાબૂ બન્યા છે. બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ ઉપર હુમલાઓ થવા લાગ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bangladesh violence

બાંગ્લાદેશમાં હિંસા (Photo: @rainer_ebert)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 August 2024 Highlights, આજના તાજા સમાચાર: સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ભારત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સેનાએ દેશની કમાન સંભાળી હતી. જોકે, આજે મંગળવારે પણ બાંગ્લાદેશની સ્થિતિ વધારે વણસી છે. હાલાત બેકાબૂ બન્યા છે. બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ ઉપર હુમલાઓ થવા લાગ્યા છે.

Advertisment

મીડિયા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના 48 કલાકમાં ભારત છોડી શકે છે. તે યુરોપના કોઇ દેશમાં શરણ લઇ શકે છે. બીજી તરફ શેખ હસીનાની વિદાય પછી તેમના નજીકના લોકોને સત્તાના કેન્દ્રોથી દૂર કરવાના કામ શરુ થઇ ગયા છે. બાંગ્લાદેશ આર્મીના ટોપ લેવલ પર ફેરફાર કરાયા છે. મેજર જનરલ જિયાઉલ અહસનને સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

બાંગ્લાદેશના મુદ્દે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંસદ પરિસરમાં બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ હાજર છે. બેઠકમાં રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ પણ પહોંચ્યા છે. ડીએમકેના ટીઆર બાલુ, જેડીયુના લલ્લન સિંહ, એસપીના રામ ગોપાલ યાદવ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, આરજેડીના મીસા ભારતી, એસએસ (યુબીટી) અરવિંદ સાવંત, બીજેડીના સસ્મિત પાત્રા, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે, ટીડીપીના એમ.ડી.પી. રાઠવા પણ હાજર છે. સર્વપક્ષીય બેઠક.

બાંગ્લાદેશમાં અત્યારે અનામતની આગ ફાટી નીકળી છે. વિરોધ પ્રદર્શન એટલું ભયાનક થઈ રહ્યું છે, દેશના વડાપ્રધાન શેખ હસીનાને પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો હતો. અહીં સેના દ્વારા સરકાર ચલાવવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની આગ ભારતને દઝાડે નહીં એ માટે ભારત સરકાર એલર્ટ મોડ પર છે. તો બીજી તરફ ભારતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. અહીં અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. અહીં વાંચતા રહો તમામ ક્ષેત્રના આજના તાજા સમાચાર.

Advertisment
  • Aug 06, 2024 23:26 IST

    પેરિસ ઓલિમ્પિક 2024 - રેસલર વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો

    પેરિસ ઓલિમ્પિક 2024ના 11માં દિવસે ભારતની રેસલર વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે એક મેડલ પાક્કો કરી દીધો છે. સેમિ ફાઇનલમાં વિનેશ ફોગાટે યૂસનેલિસ ગજમેન સામે 5-0થી વિજય મેળવ્યો છે. તેણે 50 કિગ્રા વેટ કેટેગરીમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વિનેશ પાસે ગોલ્ડ જીતવાની પણ તક છે. તેનો ફાઇનલ મુકાબલો 7 ઓગસ્ટે રમાશે.



  • Aug 06, 2024 21:32 IST

    શેખ હસીના 48 કલાકમાં છોડી શકે છે ભારત, બાંગ્લાદેશની સેનામાં ફેરફાર

    મીડિયા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના 48 કલાકમાં ભારત છોડી શકે છે. તે યુરોપના કોઇ દેશમાં શરણ લઇ શકે છે. બીજી તરફ શેખ હસીનાની વિદાય પછી તેમના નજીકના લોકોને સત્તાના કેન્દ્રોથી દૂર કરવાના કામ શરુ થઇ ગયા છે. બાંગ્લાદેશ આર્મીના ટોપ લેવલ પર ફેરફાર કરાયા છે. મેજર જનરલ જિયાઉલ અહસનને સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.



  • Aug 06, 2024 13:41 IST

    યુકે જનાર ભારતીય પ્રવાસી સાવધાની રાખી, લંડન ભારતીય ઉચ્ચ આયોગ દ્વારા એડવાઈઝરી જારી

    લંડન ભારતીય હાઈ કમિશન દ્વારા યુનાઇટેડ કિંગડમની મુલાકાતે જનાર ભારતીય માટે ચેતવણીરૂપ એડવાઇઝરી જારી કરી છે. લંડન ભારતીય ઉચ્ચ આયોગે એક એડવાઇઝર જારી કરતા કહ્યું કે, ભારતીય પ્રવાસીઓને યુનાઇટેડ કિંગડમના અમુક વિસ્તારમાં ફેલાયેલી અશાંતિ વિશે જાણકારી હષે. લંડનમાં ભારતીય હાઈ કમિશનર પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે. ભારત થી આવતા પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ યુકેમાં પ્રવાસ કરતી વખતે સર્તક રહે અને સાવધાની રાખે. સ્થાનિક સમાચારો અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવેલી સુચનાનું પાલન કરે અને તેવા ક્ષેત્રમાં જવાનું ટાળવું જ્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) August 6, 2024



  • Aug 06, 2024 12:25 IST

    બાંગ્લાદેશમાં હાલાત બેકાબૂ, મંદિરો અને હિન્દુઓ પર હુમલાઓ

    સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ભારત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સેનાએ દેશની કમાન સંભાળી હતી. જોકે, આજે મંગળવારે પણ બાંગ્લાદેશની સ્થિતિ વધારે વણસી છે. હાલાત બેકાબૂ બન્યા છે. બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ ઉપર હુમલાઓ થવા લાગ્યા છે. તો બીજી તરફ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર હલચલ વધી રહી છે. 2 વીવીઆઈપી ગાડીઓમાં કેટલાક અધિકારીઓ પહોંચ્યા છે. શેખ હસીના હજી પણ એરબેઝ પર હાજર છે.



  • Aug 06, 2024 11:11 IST

    ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 30 તાલુકામાં વરસાદ

    આજે મંગળવારે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 ઓગસ્ટ 2024, મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના નિઝરમાં માત્ર અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Aug 06, 2024 10:40 IST

    બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદ પરિસરમાં સર્વદલીય બેઠક શરૂ

    બાંગ્લાદેશના મુદ્દે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંસદ પરિસરમાં બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ હાજર છે. બેઠકમાં રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ પણ પહોંચ્યા છે. ડીએમકેના ટીઆર બાલુ, જેડીયુના લલ્લન સિંહ, એસપીના રામ ગોપાલ યાદવ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, આરજેડીના મીસા ભારતી, એસએસ (યુબીટી) અરવિંદ સાવંત, બીજેડીના સસ્મિત પાત્રા, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે, ટીડીપીના એમ.ડી.પી. રાઠવા પણ હાજર છે. સર્વપક્ષીય બેઠક.



  • Aug 06, 2024 09:22 IST

    શેરબજાર ઉછાળા સાથે ખુલ્યા, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો

    સોમવારના કડાકા બાદ ભારતીય શેરબજાર મંગળવારે ઉછાળા સાથે ખુલ્યુા છે. મંગળવારે સેન્સેક્સ લગભગ 222 પોઇન્ટના ઉંચા ગેપમાં 78981 ખુલ્યુ હતુ. શેરબજાર ખુલ્યાની થોડીક જ મિનિટમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો હતો અને ઉપરમાં 79776 સુધી ગયો હતો. તો બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ પાછલા 24055 સામે ઉંચા ગેપમાં 24198 ખુલ્યું અને લગભગ 300 પોઇન્ટ ઉછળી 24356 સુધી ઉપરમાં ગયુ હતુ.



  • Aug 06, 2024 09:04 IST

    હિંડનના સેફ હાઉસમાં શેખ હસીના, લંડન જવા માટે તૈયાર ઊભું છે વિમાન

    બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયાના કલાકો બાદ શેખ હસીના સોમવારે સાંજે ભારત પહોંચી ગયા હતા. તે અહીં ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે તેને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો છે. હસીના યુનાઇટેડ કિંગડમ (યુકે)ની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વડાપ્રધાન પદ પરથી હસીનાના અણધાર્યા રાજીનામા અને ઢાકાની શેરીઓમાં થયેલા હંગામાથી ભારત ચિંતિત છે. ભારતને ચિંતા છે કે તેમની સામેનો જન ગુસ્સો દિલ્હીને પણ અસર કરી શકે છે, જે અવામી લીગના વિશ્વસનીય સાથી અને સમર્થક ગણાય છે.



  • Aug 06, 2024 08:23 IST

    ગુજરાતમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ચુક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો.



  • Aug 06, 2024 07:58 IST

    દેશમાં ચોમાસાની કેવી છે સ્થિતિ?

    ભારતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. અહીં અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર યથાવત રહી છે જોકે, નવસારી જિલ્લાના કેટલાક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં અંબિકા નદીના પાણી ગામો ફરી વળતા બેટમાં ફેરવાયા છે.



  • Aug 06, 2024 07:56 IST

    બાંગ્લાદેશમાં હિંસા, ભારત એલર્ટ મોડ પર

    બાંગ્લાદેશમાં અત્યારે અનામતની આગ ફાટી નીકળી છે. વિરોધ પ્રદર્શન એટલું ભયાનક થઈ રહ્યું છે, દેશના વડાપ્રધાન શેખ હસીનાને પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો હતો. અહીં સેના દ્વારા સરકાર ચલાવવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની આગ ભારતને દઝાડે નહીં એ માટે ભારત સરકાર એલર્ટ મોડ પર છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ