/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/HMPV-Virus-Cases-In-India.jpg)
HMPV Virus Cases In India: એચએમપીવી વાયરસના ભારતમાં 2 કેસ નોંધાયા છે. (Photo: Freepik)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 January 2025, આજના તાજા સમાચાર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ HMPV વાયરસને લઇને કહ્યું કે ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખ પહેલીવાર 2001માં થઈ હતી. તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચીનમાં જોવા મળેલા આ વાયરસના કેસો ભારતમાં પણ આવ્યા છે. કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું રાજીનામું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાની સરકારની અને વ્યક્તિગત ટીકા વચ્ચે આ નિર્ણય લીધો છે. દેશને આપેલા સંબોધનમાં ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગિત રહેશે અને જ્યાં સુધી કોઈ નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કેરટેકર પીએમ રહેશે.
બીજાપુરમાં નક્સલીઓએ કર્યો આઇઇડી બ્લાસ્ટ, 8 જવાન અને એક ડ્રાઇવર શહીદ
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 8 જવાનો અને એક ડ્રાઈવર સહિત 9 શહીદ થયા છે. ડીઆરજી જવાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટક ભરેલું વાહન સુરક્ષા દળોના કાફલાની નજીક આવ્યું અને વિસ્ફોટ થયો હતો.
નલિયામાં ફરીથી 7 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન
અત્યારે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 13-16 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે નલિયામાં ફરીથી તાપામન ઘટીને 7.8 ડિગ્રી લઘુતમ નોંધાયું છે. બે દિવસ પહેલા નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં ઘટાડો થઈને 7.8 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં 16.8 ડિગ્રી, કેશોદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Jan 06, 2025 23:25 IST
Today Live news : બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે શેખ હસીના સામે ધરપકડનું વોરંટ જારી કર્યું
બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (આઈસીટી)એ સોમવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 11 લોકો સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે. જેમાં પૂર્વ પોલીસ વડા અને આર્મી જનરલનો પણ સમાવેશ થાય છે. આ બધા પર કથિત રીતે બળજબરીથી ગાયબ થવામાં ભૂમિકા ભજવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ બીજી વખત છે જ્યારે આઇસીટીએ હસીના સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે.
- Jan 06, 2025 21:49 IST
Today Live news : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાની સરકારની અને વ્યક્તિગત ટીકા વચ્ચે આ નિર્ણય લીધો છે. દેશને આપેલા સંબોધનમાં ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગિત રહેશે અને જ્યાં સુધી કોઈ નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કેરટેકર પીએમ રહેશે.
- Jan 06, 2025 21:36 IST
Today Live news : બિનશરતી જામીન મળ્યા બાદ પ્રશાંત કિશોરે કહ્યું - યુવાનો જીતશે, ભૂખ હડતાળ ચાલુ રહેશે
BPSCના ઉમેદવારોની માંગ માટે પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરની આજે બપોરે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે કોર્ટે તેમને બિનશરતી જામીન આપી દીધા છે. પટના કોર્ટે તેમના જામીન પર પહેલા જે શરતો લગાવી હતી તે કોર્ટે હટાવી લીધી છે. સીજેએમ કોર્ટમાંથી બિનશરતી જામીન મળ્યા બાદ જનસુરાજના નેતા પ્રશાંત કિશોરે પ્રેસ કોન્ફરન્સ કરીને બીપીએસસીની પરીક્ષા માટે વિરોધ કરનાર યુવાનોની જીત થશે તેવી જાહેરાત કરી હતી. તેમના ઉપવાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેમના ઉપવાસ ચાલુ રહેશે.
- Jan 06, 2025 18:55 IST
Today Live news : HMPV વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું - આ કોઈ નવો વાયરસ નથી અમે તેના પર નજર રાખી રહ્યા છીએ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ HMPV વાયરસને લઇને કહ્યું કે ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખ પહેલીવાર 2001માં થઈ હતી. તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચીનમાં જોવા મળેલા આ વાયરસના કેસો ભારતમાં પણ આવ્યા છે. કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.
- Jan 06, 2025 16:00 IST
Today Live news : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ કર્યો આઇઇડી બ્લાસ્ટ, 9 જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 8 જવાનો સહિત એક ડ્રાઈવર શહીદ થયા છે. ડીઆરજી જવાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટક ભરેલું વાહન સુરક્ષા દળોના કાફલાની નજીક આવ્યું અને વિસ્ફોટ થયો હતો.
- Jan 06, 2025 13:54 IST
Today Live news : ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયુ
ચીનના ભયંકર વાયરસ એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. બાળકોમાં જોવા મળતા આ વાયરસના બે કેસોની પુષ્ટી થઈ છે જ્યારે ગુજરાતમાં પણ અમદાવાદમાં શંકાસ્પદ કેસ નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે જોકે તેની તબિયત સ્થિર છે.
- Jan 06, 2025 13:29 IST
Today Live news : કાઠમંડુ એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુદ્ધ એર ફ્લાઈટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનને મેન્યુઅલ લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી કારણ કે તેના ડાબા એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. વિમાનમાં 76 લોકો સવાર હતા. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બુદ્ધ એર ફ્લાઇટને ડાબા એન્જિનમાંથી આગ ફાટી નીકળ્યા બાદ કાઠમંડુ, નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર VOR લેન્ડિંગ કર્યું હતું." પ્લેનમાં ક્રૂ સહિત 76 લોકો સવાર હતા.
- Jan 06, 2025 12:26 IST
Today Live news : તમિલનાડુ વિધાનસભામાં રાષ્ટ્રગીતના અપમાનથી રાજ્યપાલ ગુસ્સે
તમિલનાડુમાં રાજ્યપાલ અને સ્ટાલિન સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ સોમવારે વિધાનસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા. વિધાનસભામાં તેમનું સંબોધન શરૂ થવાનું હતું, પરંતુ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ન હતું. આ પછી રાજ્યપાલે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું. રાજ્યપાલે ગૃહને તેની બંધારણીય ફરજની યાદ અપાવી.
- Jan 06, 2025 10:24 IST
Today Live news : ચીનનો ખતરનાક વાયરસ HMPV ભારતમાં પહોંચ્યો છે
ચીનનો ખતરનાક વાયરસ Human Metapneumovirus (HMPV) ભારતમાં પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં પણ આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બેંગલુરુમાં 8 મહિનાનું બાળક HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યું છે. ભારતમાં HMPV વાયરસનો આ પ્રથમ કેસ છે. ભારતમાં HMPV વાયરસની ઘટનાઓ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. કર્ણાટક આરોગ્ય વિભાગનું કહેવું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, આ વાયરસ પર્યાવરણમાં જોવા મળે છે અને જો તેનું પરીક્ષણ કરવામાં આવે તો લોકો પોઝિટિવ જોવા મળશે, તે સામાન્ય વાયરસ છે. હાલમાં તેની કોઈ રસી નથી, પરંતુ તેના લક્ષણો શરદી જેવા છે. 2023 માં, HMPV નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાં મળી આવ્યું હતું.
- Jan 06, 2025 09:40 IST
Today Live news : સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, આઈટી શેરમાં મજબૂતી
શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે પોઝિટિવ શરૂઆત સાથે સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 79223 સામે આજે 79281 ખુલ્યો હતો. ખુલતાની સાથે સેન્સેક્સ 275 પોઇન્ટ ઉછળી 79400 લેવલ કુદાવી ગયો હતો. હાલ સેન્સેક્સ 100 પોઇન્ટની મજબૂતીમાં ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24004 સામે આજે 24045 ખુલ્યો હતો. અને મજબૂતી સાથે 24000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી ડાઉન હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 200 પોઇન્ટ વધી ટ્રેડ કરી રહ્યો છે.
- Jan 06, 2025 09:16 IST
Today Live news : નલિયામાં ફરીથી 7 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન
અત્યારે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 13-16 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે નલિયામાં ફરીથી તાપામન ઘટીને 7.8 ડિગ્રી લઘુતમ નોંધાયું છે. બે દિવસ પહેલા નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં ઘટાડો થઈને 7.8 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં 16.8 ડિગ્રી, કેશોદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Jan 06, 2025 09:16 IST
Today Live news : કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કેનેડિયન મીડિયાને ટાંકીને આ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિન ટ્રુડોએ ટૂંક સમયમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જસ્ટિન ટ્રુડો સતત વિરોધનો સામનો કરી રહ્યા છે. ટ્રુડોની પોતાની પાર્ટીમાં પણ તેમના રાજીનામાની માંગ ઉઠી રહી છે. આવી સ્થિતિમાં ખુદ જસ્ટિન ટ્રુડોએ ચૂંટણી પહેલા રાજીનામું આપવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે કેનેડામાં ફેડરલ ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરની વચ્ચે કોઈપણ સમયે યોજાઈ શકે છે.
- Jan 06, 2025 09:15 IST
Today Live news : પોલીસે વહેલી સવારે પ્રશાંત કિશોરની કરી ધરપકડ
જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર બિહારમાં BPSC પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહ્યા હતા. પ્રશાંત કિશોર પટનાના ગાંધી મેદાનમાં વિરોધ કરી રહ્યા હતા. તેઓ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. દરમિયાન સોમવારે સવારે 5 વાગ્યે પટના પોલીસ ગાંધી મેદાન પહોંચી અને પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લીધો. જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે પ્રશાંત કિશોર ધાબળો ઓઢીને સૂતો હતો. પોલીસ પ્રશાંત કિશોરને લઈને પટના એઈમ્સ પહોંચી અને તેને દાખલ કરવામાં આવ્યો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us