Gujarati News 6 March 2024 Highlights : કોંગ્રેસને વધુ એક ફટકો, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 March 2024: ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવતી કાલે 7 માર્ચે ગુજરાતમાં આવી પહોંચશે.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 March 2024: ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવતી કાલે 7 માર્ચે ગુજરાતમાં આવી પહોંચશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Manavdar MLA Arvind Ladani resigns, Manavdar MLA Arvind Ladani, Arvind Ladani

કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 March 2024 Highlights, આજના તાજા સમાચાર : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવતી કાલે 7 માર્ચે ગુજરાતમાં આવી પહોંચશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાત્તાની મુલાકાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાવવાનો સિલસિલો યથાવત્ છે. હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. રાજકારણથી લઈને રમત-ગમત સુધીની તમામ ઘટનાઓ વિશે અહીં વાંચો.

Advertisment
breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

બ્રેકિંગ ન્યૂઝ : કોંગ્રેસને વધુ એક ફટકો, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલા ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને અમરિશ ડેરે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે.

  • Mar 06, 2024 23:31 IST

    દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં 2.50 રૂપિયા સુધીનો ઘટાડો

    દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. અહીં સીએનજીના ભાવ ઘટ્યા છે. બુધવારે સીએનજીના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે થોડી રાહત સમાન ગણી શકાય.



  • Mar 06, 2024 22:28 IST

    કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું - રાહુલ ગાંધી જેટલી વધુ યાત્રા કરશે, તેટલી મોટી ભાજપની જીત થશે

    મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું - રાહુલ ગાંધી ભાજપ માટે એક મોટા માસ્કોટ છે, તેઓ જેટલા વધુ યાત્રા કરશે, તેટલી મોટી ભાજપની જીત થશે.

    — ANI_HindiNews (@AHindinews) March 6, 2024



  • Advertisment
  • Mar 06, 2024 19:16 IST

    શાહજહા શેખને આખરે સીબીઆઈના હવાલે કર્યો

    — ANI_HindiNews (@AHindinews) March 6, 2024



  • Mar 06, 2024 18:36 IST

    પૂર્વ ટીએમસી નેતા તાપસ રોય ભાજપમાં સામેલ થયા

    — ANI_HindiNews (@AHindinews) March 6, 2024



  • Mar 06, 2024 17:33 IST

    કોંગ્રેસને વધુ એક ફટકો, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું

    કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલા ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને અમરિશ ડેરે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે.



  • Mar 06, 2024 17:29 IST

    સાંસદ સંજય રાઉતે કહ્યું - MVA માં સીટ શેરિંગ થઇ ગઇ છે

    મુંબઈ: MVA મીટિંગ પર શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે સીટ શેરિંગ થઇ છે અને સીટની વહેંચણી ખૂબ જ યોગ્ય રીતે કરવામાં આવી છે. પ્રકાશ આંબેડકર પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જો ફરીથી જરૂર પડશે તો અમે તેમની સાથે બેઠક કરીશું.

    — ANI_HindiNews (@AHindinews) March 6, 2024



  • Mar 06, 2024 16:46 IST

    પીએમ મોદીએ બિહારમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી બતાવી

    બિહાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ ચંપારણના બેતિયામાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી બતાવી.

    — ANI_HindiNews (@AHindinews) March 6, 2024



  • Mar 06, 2024 15:53 IST

    બેંગલુરુ કેફે બ્લાસ્ટ - એઆઈએએ સંદિગ્ધની જાણકારી આપનારને 10 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી

    બેંગલુરુ કેફે બ્લાસ્ટ - એઆઈએએ સંદિગ્ધની જાણકારી આપનારને 10 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી

    — ANI (@ANI) March 6, 2024



  • Mar 06, 2024 13:41 IST

    જિમ કોર્બેટમાં વૃક્ષો કાપવા પર SC કડક, ટાઇગર સફારી પર પ્રતિબંધ

    સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત અને ડીએફઓ કિશન ચંદને સખત ઠપકો આપ્યો છે. આ મામલો જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં હજારો વૃક્ષો કાપવા અને ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે તે પૂર્વ મંત્રી રાવત અને ડીએફઓની ઉદારતાથી આશ્ચર્યચકિત છે. વાઘના સંરક્ષણ માટે ઘણી સૂચનાઓ જારી કરતી વખતે કોર્ટે મુખ્ય વિસ્તારમાં સફારી પર પ્રતિબંધ મૂક્યો છે.



  • Mar 06, 2024 12:48 IST

    સંદેશખાલી કેસ: મમતા સરકારની અરજી પર તાત્કાલિક સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો

    પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી કેસને લઈને હોબાળો હજુ અટક્યો નથી. શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે મમતા સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. શાહજહાં શેખ પર બંગાળના સંદેશખાલીમાં ખંડણી, જમીન પડાવી લેવા અને જાતીય સતામણીનો આરોપ છે.



  • Mar 06, 2024 12:30 IST

    કેન્યામાં ટ્રેઇની વિમાન ઉડતા પેસેન્જર પ્લેન સાથે ટકરાયું

    કેન્યાની રાજધાની નૈરોબીમાં મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ટ્રેનિંગ દરમિયાન ટ્રેઈની વિમાન હવામાં ઉડતા પેસેન્જર પ્લેન સાથે ટકરાયું હતું. જેના પગલે પાઇલટ અને ટ્રેઇનરનું મોત નીપજ્યું હતું.



  • Mar 06, 2024 11:43 IST

    રાહુલ ગાંધીની યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ

    કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચ 2024થી દાહોદમાંથી શરૂ થવા જઈ રહી છે. જોકે, રાહુલ ગાંધીની આ યાત્રા પહેલા જ દાહોદ કોંગ્રેસમાં ભડકો થયો હતો. ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મીનેષ તાવિયાડે રાજીનામું આપ્યું છે. પાર્ટીમાં અવગણના થતી હોવાનું કારણ આગળ ધરીને મીનેષ તાવિયાડે રાજીનામું આપ્યું હતું.



  • Mar 06, 2024 10:44 IST

    PM મોદીએ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કર્યું

    લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ તૈયારીઓમાં લાગી ગઈ છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દેશના પ્રથમ અંડરવોટર મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે. હુગલી નદીની નીચે 16.6 કિમી લાંબી પાણીની અંદરની મેટ્રો ટનલ એ એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ છે.



  • Mar 06, 2024 10:40 IST

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બે કલાક ડાઉન થતાં માર્ક ઝકર્બગને કરોડોનું નુકસાન

    મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બે કલાક માટે ઠપ થઈ ગયું હતું. જેના પગલે દુનિયાભરના હજારો યુઝર્સને બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડી હતી. જોકે આ ઘટનાથી માર્ક ઝકરબર્ગને 100 મિલિયન ડોલરનું નુકસાન પહોંચ્યું હતું.



  • Mar 06, 2024 09:43 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આગ્રા મેટ્રોનું ઉદ્ઘાટન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવરે ડિજિટલ માધ્યમથી આગ્રા મેટ્રોનું ઉદ્ઘાટન કરવાના છે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.



  • Mar 06, 2024 08:45 IST

    ખેડૂત માર્ચ અંગે દિલ્હીમાં એલર્ટ, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર પોલીસ તૈનાત

    કેન્દ્ર સરકાર પાસે પોતાની વિવિધ માંગણીઓ લઇને ખેડૂત સંગઠનો આજે દિલ્હી તરફ કૂચ કરવાના છે. જોકે, ખેડૂતની માર્ચના પગલે દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપર મોટી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.



  • Mar 06, 2024 08:40 IST

    લખનૌમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ, પાંચ લોકોના મોત

    ઉત્તર પ્રદેશના લખનૌમાં કમકમાટી ભરી ઘટના સામે આવી છે. લખનૌના કાકોરી શહેરમાં મંગળવારે મોડી રાત્રે એક ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પરિવારના પાંચ સભ્યો જીવતા બળીને ખાખ થયા હતા.



  • Mar 06, 2024 08:12 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાત્તાની મુલાકાતે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે કોલકાત્તાની મુલાકાતે છે. પીએમ મોદી આજે અહીં પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે. કોલકાતામાં તૈયાર કરવામાં આવેલો આ પહેલો પ્રોજેક્ટ હશે જેમાં ભારતમાં અંડરવોટર ટ્રેન દોડાવવામાં આવશે.



  • Mar 06, 2024 08:03 IST

    આજનું રાશિફળ : બુધવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?

    આજે વિજયા એકાદશી અને બુધવાર 6 માર્ચ 2024નો દિવસ મેષ રાશિથી લઈને મીન રાશિ તમામ 12 રાશિના લોકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય



  • Mar 06, 2024 08:01 IST

    કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કરશે મોટી જાહેરાત

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બુધવારે લોકસભા ચૂંટણી 2024 અંગે મોટી જાહેરાત કરી શકે છે. કયા કયા મુદ્દાઓને આવરી લેશે અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ